દહેજ માટે હેવાનિયતની હદ વટાવી, પત્નીનાં પ્રાઇવેટ પાર્ટમાં બોટલ નાખીને……. સાસરાવાળા હસતાં રહ્યા

Share this story

Exceeding the level of bullying

  • બરેલી એસએસપી રોહિત સિંહ સજવાણે જણાવ્યું કે એક મહિલાએ પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલામાં તપાસ કરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) બરેલીમાં હેવાનિયતની (Bestiality) હદ પાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાના પતિ પર દહેજ માટે હેરાન કરવાનો આરોપ લગાવતા એસએસપી બરેલી પાસે ફરિયાદ કરી છે.

પીડિતાએ જણાવ્યું કે પતિ દરરોજ તેની સાથે મારપીટ કરે છે. મહિલાનો આરોપ છે કે પતિએ એક દિવસ તેના પ્રાઈવેટ પાર્ટમાં બોટલ નાખી દીધી હતી. આટલું જ નહીં તાપમાં લઈ જઈને તેને મરઘો બનવા મજબૂર કરી હતી અને પછી તેની પીઠ પર ઈંટ મુકી હતી. મહિલાએ જણાવ્યું કે પતિની આ બધી વસ્તુઓ રોકવાની જગ્યા પર સાસરીના લોકો તેના પર હસતા હતા. ત્યાં જ આ વાત પર પોલીસે કહ્યું કે આ મામલાની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.

દહેજ માટે બન્યા હેવાન :

 હકીકતે જિલ્લાના કિલા સ્ટેશન ક્ષેત્રની રહેવાસી મહિલાએ પોતાના પતિ પર આરોપ લગાવ્યો છે કે તેના લગ્ન 2018માં થયા હતા. થોડા દિવસ તો બધુ બરાબર ચાલ્યુ પરંતુ ત્યાર બાદ પતિ અને સાસરીના લોકો તેને મારવા લાગ્યા.

સાથે જ એક લાખ રૂપિયા દહેજ માટે કહેવા લાગ્યા રૂપિયા ના આપવા પર મારપીટ કરતા હતા અને તલાકની પણ ધમકી આપી હતી. મહિલાએ જણાવ્યું કે નિકાહ વખતે માતા-પિતાએ તેમના પ્રમાણે જધારે જ દહેજ આપ્યું હતું પરંતુ સાસરીવાળા નાખુશ છે. હવે તે વારંવાર 1 લાખ રૂપિયા દહેજ લાવવાની વાત કરી રહ્યા છે.

પ્રાઈવેટ પાર્ટમાં નાખી બોટલ :

પીડિતાએ આરોપ લગાવ્યો કે એક દિવસ મારપીટ કરતા પતિએ તેના પ્રાઈવેટ પાર્ટમાં બોટલ નાખી હતી અને તાપમાં લઈ જઈને મરઘો બનવા મજબૂર કરી અને પછી મારા પર ઈંટ મુકી દીધી. આ બધી વસ્તુઓ જોઈને સાસરીવાળા પતિને રોકવાની જગ્યા પર તેની પર હસી રહ્યા હતા. મહિલાનો આરોપ છે કે તેનો પતિ દહેજ ન આપવા પર વારંવાર ડિવોર્સ આપવાની ધમકી આપે છે.

મહિલાએ જણાવ્યું કે જ્યારે તે ગર્ભવતી હતી તો તેની સાથે મારપીટ ન કરવામાં આવી પરંતુ બાળકી આવતા બાદમાં ફરી પતિ અને સાસરીયાના લોકો ડિવોર્સની વાત કરવા લાગ્યા. મહિલા ગમે તે રીતે પોતાની માતાની પાસે પહોંચી અને સમગ્ર વાત જણાવી. પરીવારના લોકોએ મહિલાના પતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ન માન્યો. ત્યાર બાદ મહિલાને પરેશાન કરવાનું શરૂ કરી દીધું.

એસએસપીએ આપ્યા તપાસના આદેશ :

હવે પીડિતાએ બરેલી એસએસપીને પોતાની મુશ્કેલી જણાવી છે. મહિલાએ પતિ પર અન્ય કોઈ મહિલા સાથે અવૈધ સંબંધનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે તે બીજા નિકાહ કરવા માંગે છે.

તે હંમેશા તલાકની ધમકી આપે છે અને કહે છે કે તે ઘરથી બાળકને ળઈને નિકળી જશે. આ સંપૂર્ણ મામલામાં બરેલીના એસએસપી રોહિત સિંહ સજવાણીએ જણાવ્યું કે એક મહિલાએ પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સમગ્ર મામલાની ભૂતા પોલીસ સ્ટેશનમાં તપાસ કરી કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.