વર્ષોના પ્રેમ પ્રકરણનો આવ્યો અંત ! પરપુરુષની ચાહનામાં પત્ની જ બની પતિનું મોતનું કારણ

Share this story

The love affair of years has come to an end

હત્યા (Murder)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઇ રહી છે. એવામાં વધુ એક કરુણ હત્યાના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, દાહોદ(Dahod) તાલુકાના કઠલા(Kathala) ગામની યુવતિનાં 4 માસ પહેલાં જ જેની સાથે લગ્ન થયા હતા, તે પતિની યુવતીએ પ્રેમી સાથે મળી 30 હજાર રૂપિયાની સોપારી આપીને હત્યા કરાવી નાખી હતી. આ હત્યામાં કઠલા, વડબારા અને ઇટાવા ગામના યુવાનોના નામ ખુલ્યા છે.

મેઘનગરથી કઠલા આવતાં પતિનું લોકેશન મેળવીને યુવતિએ જ હત્યારાઓને આપ્યા બાદ અપહરણ કરીને ગળેટુંપો દઇને લાશ જંગલમાં ફેંકી દેવાઇ હતી. ઝાબુઆ પોલીસે હાલ યુવતિ અને તેના પ્રેમીની ધરપકડ કરીને ફરાર ત્રણ હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે.

જાણવા મળ્યું છે કે, દાહોદ તાલુકાના કઠલા ગામની રહેવાસી આરતીના લગ્ન જાન્યુઆરી માસમાં મધ્ય પ્રદેશના મેઘનગર ગામના લકી પંચાલ સાથે થયા હતાં. આ પહેલા આરતીને કઠલા ગામના જ 22 વર્ષિય રોહિત ભારત રાજપુર સાથે છેલ્લા 8 વર્ષથી પ્રેમ સબંધ હતો. લગ્ન બાદ રોહિત અને આરતી વચ્ચેનો સંપર્ક તુટી ગયો હતો પરંતુ દોઢ મહિના પહેલાં બંને વચ્ચે ફરી વાતચીત શરૂ થતાં બંનેએ એક બીજા સાથે રહેવાનું નક્કી કર્યુ હતુ, પરંતુ લકી તેમાં અડચણરૂપ હતો.

તેથી અડચણરૂપ બની રહેલા પતિને વચ્ચેથી હટાવવા માટે આરતી અને રોહિતે કાવતરું ઘડ્યું હતું. જેમાં કઠલા ગામના બચુ ઉર્ફે બચુ કટ્ટુ ભુરિયા, ઇટાવા ગામના પપ્પુ કાલુ સાંગાડિયા અને વડબારા ગામના રણજીત છીતુ નિનામાને લકીને મારી નાખવા માટે 30 હજાર રૂપિયાની સોપારી આપી હતી. આ સમયે કઠલા આવેલી આરતીને તેડવા માટે લકી 31 મેના રોજ આવવાનો હતો તે દરમિયાન જ તેની હત્યાનું કાવતરૂ ઘડી કઢાયુ હતું.

પરંતુ કોઈ કારણોસર તે ન આવી શકતા 4 જુનના રોજ સાંજના પાંચ વાગ્યે તે કઠલા આવવા નીકળ્યો હતો. ત્યારે આરતી વારંવાર ફોન કરીને તેણે ઝાબુઆ છોડ્યુ કે નહીં તેની પુછપરછ કરીને લોકેશન મેળવવામાં જોતરાઇ હતી. બાઇક ઉપર આવતાં લકીએ ઝાબુઆ છોડ્યા બાદ કારમાં સવાર બચુ, પપ્પુ અને રણજીતે તકનો લાભ લઇને તેનું અપહરણ કરી લીધુ હતું. ત્યાર બાદ ગળે ટુંપો દઇને હત્યા કરીને મૃતદેહ પીપલોદાબડા ગામમાં રોડથી 150 મીટર અંદર જંગલમાં નાખી દીધો હતો.

હાલ પોલીસ દ્વારા આરતી અને રોહિતની ધરપકડ કરી લેવાઇ છે. તેમજ આ ત્રણે યુવકો હાલ ફરાર છે તેમની શોધખોળ ચાલુ છે. શોધખોળ દરમિયાન લકીનો મૃતદેહ મળ્યા બાદ તેની આંખ ઉપર બાંધેલી પટ્ટી અને ગળે ટુંપો આપેલો ગમછો ઘટના સ્થળેથી મળ્યો હતો. પોલીસે પ્રથમ ઘરના નોકરની પુછપરછ કરી હતી પણ કોઇ કડી મળી ન હતી. આરતીની પુછપરછમાં તેની પર થોડી શંકા ગઇ હતી. પ્રેમ સબંધ વાળી વાત જાણવા મળતાં પોલીસને વધુ શંકા ગઈ હતી. તપાસના અંતે બંને ભાગી પડતાં તેમણે જ સોપારી આપીને લકીની હત્યા કરાવ્યાનો ઘટસ્ફોટ થયો હતો.