Friday, Mar 21, 2025

 દ. ગુજરાતના આ ઉદ્યોગપતિઓ ITની રડારમાં, 300 કરદાતાઓએ વિદેશમાં કરોડોનું રોકાણ કર્યાનું ખુલ્યું

2 Min Read

The. These Gujarat businessmen

  • દક્ષિણ ગુજરાતના 300 ઉદ્યોગપતિઓ ITની રડારમાં. 300 રોકાણકારોએ વિદેશમાં ઘર, હોટલ અને જમીનમાં રોકાણો કર્યાની વિગતો સામે આવી.

દક્ષિણ ગુજરાતના 300 ઉદ્યોગપતિઓ હવે ITના રડારમાં આવ્યા છે. ITના ફોરેન એસેટ ઇન્વેસ્ટિગેશન યુનિટ દ્વારા આ તપાસ હાથ ધરાશે. કારણ કે 300 કરદાતાઓએ વિદેશમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યાનું ખુલ્યું છે. 300 રોકાણકારોએ વિદેશમાં ઘર, હોટલ અને જમીનમાં રોકાણો કર્યાની વિગતો સામે આવી છે.

જેમાં સુરતના 2 ઉદ્યોગકારો વિદેશમાં પોતાનું ચાર્ટર્ડ પ્લેન પણ ધરાવે છે. ITના ફોરેન એસેટ ઇન્વેસ્ટિગેશન યુનિટે કરદાતાઓના રિટર્ન ચકાસવાનું શરૂ કર્યું છે. જો કે, આ મામલે આગામી દિવસોમાં અનેક મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતા રહેલી છે.

તાજેતરમાં જ વડોદરા અને સુરતની બેંકર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પર ITએ દરોડા પાડ્યા હતા :

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ IT વિભાગ દ્વારા વડોદરાની બેંકર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યુટ પર દરોડા પાડવામાં આવ્યા હતાં. વડોદરાના ઓપી રોડ પર આવેલી બેંકર્સ હોસ્પિટલ તેમજ સુરત ખાતે આવેલી હોસ્પિટલના નાણાકીય વહીવટોની બેંક દ્વારા તપાસ કરવામાં આવી હતી.

ઈન્કમ ટેક્સ વિભાગની ત્રણ ટીમ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી :

બેંકર્સ ગ્રુપની ઓફિસ, હોસ્પિટલ સહિતના માલિકોના ઘર પર પણ આઈટીની ટીમ ત્રાટકી હતી. જમીનો અને સોનામાં રોકાણ કર્યું હોવાની પણ તપાસ કરવામાં આવી રહી હતી. વહેલી સવારથી જ આઇટી વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આઇટી વિભાગની 3 ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરાઇ હતી.

સુરતમાં બેંકર્સ હોસ્પિટલ ખાતે પણ રેડ પાડવામાં આવી હતી :

સુરતમાં પણ બેંકર્સ હોસ્પિટલ ખાતે પણ આઇટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પીપલોદ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં ટીમ તપાસમાં જોતરાઇ હતી. NGOના સહકારથી તેમના જ કેમ્પસમાં આ હોસ્પિટલ ચાલી રહી છે આ અંગે પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હતી.

Share This Article