ગોરી ત્વચા માટે ઈશાને 9 હજારનું ઈન્જેક્શન લેવાની સલાહ આપવામાં આવી હતી

Share this story

Isha was advised

અભિનેત્રી ઈશા ગુપ્તાએ (Actress Isha Gupta) વર્ષ 2012માં ઈમરાન હાશ્મી સાથેની ફિલ્મ ‘જન્નત 2’ (Paradise 2)થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. હાલમાં જ ઈશા પ્રકાશ ઝાની હિટ સિરીઝ ‘આશ્રમ 3‘માં જોવા મળી છે. ઈશા આ સિરીઝમાં ‘સોનિયા’ (Sonia)નું પાત્ર ભજવીને ઘણી ચર્ચામાં છે. અભિનેત્રીએ તેની કારકિર્દીમાં ઘણી લાંબી મજલ કાપી હોવા છતાં તેણીને તેની પ્રતિભા દર્શાવવાની તક ભાગ્યે જ મળી છે. કરિયરની શરૂઆતમાં ઈશા બોડી શેમેડનો શિકાર બની હતી. એટલું જ નહીં, તેને નાક પર કામ કરવાની સલાહ પણ આપવામાં આવી હતી. ઈશાને ગોરી ત્વચા માટે 9 હજાર રૂપિયાનું ઈન્જેક્શન (Injection) લેવાની પણ સલાહ આપવામાં આવી હતી.

ઈશા ગુપ્તાએ તાજેતરમાં જ દૈનિક પ્રભાત સમાચાર સાથેના તેમના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘મારી કારકિર્દીની શરૂઆતમાં મને મારા નાકને શાર્પ કરવાની સલાહ આપવામાં આવી હતી. મને કહેવામાં આવ્યું કે મારું નાક ગોળ છે.

ઘણા વર્ષો પહેલા, લોકોએ મને ગોરી ત્વચા માટે ઇન્જેક્શન લેવાની સલાહ પણ આપી હતી. હું પણ થોડીવાર માટે ભ્રમિત થઈ ગઈ હતી. મેં પૂછપરછ કરી તો ખબર પડી કે આવા એક ઈન્જેક્શનની કિંમત 9 હજાર રૂપિયા છે. હું તેનું નામ નહીં લઈશ પણ તમને અમારી ઘણી બધી અભિનેત્રીઓ ગોરી ત્વચાવાળી જોવા મળશે.

ઈશા ગુપ્તાએ વધુમાં કહ્યું કે, અભિનેત્રીઓ પર સુંદર દેખાવાનું ઘણું દબાણ હોય છે. આવી સ્થિતિમાં, તે ક્યારેય ઈચ્છશે નહીં કે તેની પુત્રી અભિનેત્રી બને કારણ કે, તે નથી ઈચ્છતી નાની ઉંમરથી જ સુંદર દેખાવાના દબાણનો સામનો કરે. ઈશાએ એમ પણ કહ્યું કે જો તેની પુત્રી શોબિઝ પ્રોફેશનમાં જોડાવા માંગે છે, તો તે એક સાદી અને વાસ્તવિક વ્યક્તિની જેમ પોતાનું જીવન જીવી શકશે નહીં.