Home Blog Page 1270

૪૩ વર્ષ પૂર્વેની એક મધરાત્રે મચ્છુએ મોરબીને તહસનહસ કરી નાંખ્યુ હતું, લગભગ દોઢ હજાર લોકો મોતને ભેટ્યાં હતા

0

One midnight 43 years ago

  • કાદવ-કીચડમાં, મકાનોની છત ઉપર અને ઝાડ ઉપર માનવ લાશો દિવસો સુધી સડતી રહી હતીઃ જાનવરો ખીલે બાંધેલી હાલતમાં મોતને ભેટ્યા હતાઃ એ સમયે RSSના સ્વંયમ સેવકો દેવદૂત બનીને મદદે આવ્યા હતા.

ઔદ્યોગિક નગરી મોરબી (Morbi) આજે વિશ્વમાં પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહી છે પરંતુ મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ (suspension bridge) તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ૪૦૦ જેટલા લોકોના પાણીમાં ખાબક્યા છે. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે ૪૩ વર્ષ અગાઉ કુદરતી આપદાઓએ આ શહેરને શ્મશાનભૂમિ (The burial ground) બનાવવામાં કઈ બાકી રાખ્યું નથી. ભૂકંપ હોય કે જળ હોનારત હોય મોરબીમાં (Morbi) બંને આફતે ઘણા સ્વજનોને ગુમાવ્યા છે. ખાસ કરીને ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ની તારીખ મોરબીવાસીઓ ક્યારેય ભૂલી શકવાના નથી એ ગોઝારા દિવસે જીવનરૂપી જળે મોરબીવાસીઓનાં (Jale Morbivasi) જે રીતે જીવ લીધા એ ઘટના આજે પણ ભલભલાના કાળજા કંપાવી નાખે છે.

૧૦ ઓગસ્ટ ૧૯૭૯ની રાત્રીના મોરબીમાં ૨૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો ઉપરવાસમાં પણ પાણીની આવક સતત ચાલુ હતી. પરિણામે મચ્છુ ડેમના દરવાજા ખોલવા જરૂરી હતા પણ લાઈટ ન હોવાથી ગામના લોકોની મદદ લઇ હેન્ડલથી દરવાજા ખોલવા પ્રયત્ન કરાયો પણ સફળ ન થયા અને ગામના યુવાનો પણ પાણી જોઈ ભાગી ગયા. પાણી સતત વધતા બપોરે 3:15ના નવાગામ તરફનો માટીનો પાળો તુટ્યો અને પાણી પ્રથમ લીલાપરને પોતાની ઝપટમાં લીધું અને બાદમાં મોરબી તરફ ધસમસતું આવી ગયું અને મોરબી વાસીઓને પણ પોતાની ઝપટમાં લીધુ. આ હોનારતમાં ૬૧૫૮ મકાન, ૧૮૦૦ ઝુંપડા નાશ પામ્યા તો ૩૯૦૦ જેટલા મકાનને નુકસાન થયું હતુ. સરકારી આંકડા મુજબ ૧૪૩૯ માનવ અને ૧૨,૮૪૯ પશુઓના જીવ ગયા હતા.

સૌથી મોટી કરુણતા એ છે કે આટલી મોટી વિપદા કુદરતી હતી કે માનવીય ભૂલ તે સાચા કારણથી મોરબીવાસીઓ આજે પણ અજાણ છે. જળ હોનારતના ૪૩ વર્ષ થવા છતાં આજે પણ મોરબીવાસીઓના માનસપટ્ટમાં એ કાળનો દિવસ સામે આવી જાય છે. ૧૧ ઓગસ્ટના સવારે જે સામાન્ય જનજીવન લાગતું હતું તે ગણતરીની કલાકમાં સ્મશાનમાં ફેરવાઈ ગયું. મચ્છુ-૨ ડેમમાં નવાગામ તરફના માટીના પાળો તૂટવાને કારણે ડેમમાં રહેલું પાણી આસપાસનાં ગામને પોતાની ઝપટમાં લેતા લેતા મોરબી તરફ આવ્યું અને મોરબી વાસીઓ કઈ વિચારે તે પહેલા શહેરીજનોને ૨૫થી ૩૦ ફૂટ ઉંચા પાણીનાં મોજા મોરબીવાસીઓ પર ફરી વળ્યા હતા.

મોરબીમાં આવેલ જળ હોનારતનું સરકારે સાચું કારણ રજુ કરવાને બદલે કમિટીનું વિસર્જન કરી દીધું હતું. જેના કારણે લોકો આ પ્રલયનું સાચું કારણ જાણી શક્યા ન હતાં પરંતુ આ કારણ બહાર લાવવાંનું બીડું મૂળ મોરબીનાં વતની અને અમેરિકામાં વસતા યુવાન ઊત્પલ સાડેંસરા અને તેનાં મિત્ર ટોમ વૂડને સંશોધન કર્યું જુદા જુદા દસ્તાવેજનો અભ્યાસ કર્યો, અનેક લોકોને મળ્યા બાદ તેમણે ‘નો વન હેડ અ ટન્ગ ટૂ સ્પીચ જેનું ગુજરાતી અનુવાદ નીરંજન સાન્ડેસરાએ કર્યું જેનું નામ ‘ઝીલો રે મચ્છુંનાં પડકાર’તૈયાર કર્યું. આ પુસ્તકમાં પૂર આટલું ભયાનક કેમ બન્યુ તેનાં કારણ રજુ કરવામાં આવ્યાં છે.

જેમાં સૌથી મોટું કારણ ડેમની ડિઝાઇન અને સ્થળમાં ભૂલો સામે આવી છે. લેખકનાં મતે ડેમ જે સ્થળે તૈયાર કરાવ્યો હતો તે સ્થળે ભૂતકાળમાં મોરબીના મહારાજાને વિચાર આવ્યો હતો પણ તે વખતના હાઈડ્રો મેનેજરે ડેમનું સ્થળ યોગ્ય ન હોય જો આ સ્થળે ડેમ બને તો અભિશાપ બની શકે છે તેમ કહી રાજાને ચેતવતાં યોજના પડતી મુકાઈ હતી. જો કે આઝાદી બાદ તત્કાલીન ગુજરાત સરકારે ત્યાં ડેમ બનવવાની ચેતવણી ભૂલી જઇ ડેમ બાંધ્યો. આ ઉપરાંત ડેમની ડિઝાઇન પણ ભુલ ભરેલી હતી.

કેન્દ્ર સરકારે સુચવેલા પગલાંને અવગણી તેમજ ડેમમાં મહત્તમ પાણી આવે તૌ તેને છોડવાની ગણતરી પણ ખોટી હતી, પધ્ધતિ પણ જૂની હતી અને આ જ કારણે બનાવવામાં આવેલ આ ડેમ ખરેખર મોરબી માટે અભિશાપ બન્યો. આ ઉપરાંત ડેમ સાઈટ પર પૂર વખતે વીજળી, ફોનની કૈ વાયરલેસની પણ સુવિધા બંધ થતા મોરબી વાસીઓને સમયસર ચેતવણી ન મળતાં વધું લોકોએ જીવ ગુમાવ્યો હતો.

મચ્છુની હોનારત વખતે આરએસએસના સભ્યોએ કાદવ, કીચડમાં ઉતરીને પણ લોકોના મૃતદેહોને બહાર કાઢવા સાથે અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. RSSની કામગીરી આજે પણ ઘણાને યાદ હશે.

એક દંતકથા એવીપણ છે કે મોરબીનો રાજા એક અતિસુંદર મહિલાની પાછળ પડ્યો હતો  પરંતુ ચારિત્ર્ય અને શીલવાન મહિલાએ રાજાને શરણે થવાને બદલે મોરબીના રાજાને શ્રાપ આપ્યો હતો. અલબત્તા આ દંતકથા છે. આના કોઈ પુરાવા નથી પરંતુ ગુજરાતના લોકગીતોમાં આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

 

મોરબી દુર્ઘટના : સાંસદ મોહન કુંડારિયાના બહેનના કુટુંબના જ 12 સભ્યોના નિધન, રેસ્ક્યૂ ઓપરેશન હજુ યથાવત

0

Morbi tragedy: 12 members of MP Mohan Kundaria’s

  • મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અત્યાર સુધીમાં 141થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને હજુ પણ મૃત્યુઆંક વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા છે.

મોરબીની (Morbi) મચ્છુ નદી (Machhu river) પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અત્યાર સુધીમાં 141થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને હજુ પણ મૃત્યુઆંક વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સિવાય અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. હજુ પણ બચાવ કામગીરી ચાલુ છે. સેનાના જવાનો (Army personnel) પણ બચાવ કામગીરીમાં જોડાયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Minister of State for Home Harsh Sanghvi) પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તેઓએ ઘટના સ્થળે નિરીક્ષણ કરીને અધિકારીઓ પાસેથી આ અંગે માહિતી મેળવી છે.

સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા :

આ દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાના પરિવારના સભ્યોના પણ મોત થયાના સમાચાર છે. સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા છે. સગા બહેનના જેઠાણીના પરિવારના લોકો, ચાર દીકરી ચાર જમાઈ અને સંતાનોના મોત થયા છે. એક પરિવારનાં 12 સભ્યોનાં મૃત્યુ થયા છે. સાંસદ મોહન કુંડારિયા સતત ખડેપગે છે.

ઝૂલતો પુલ તૂટવા મામલે રેન્જ IGનું નિવેદન :

મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટના બની છે. જેમાં અંદાજે 140 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મૃત્યુઆંકની સંખ્યા વધવાની સંભાવના છે. ઘટના બન્યા બાદ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે, દુર્ઘટના અંગે રેન્જ આઈજીએ નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે, પોલીસે યુદ્ધના ધોરણે NDRF, SDRF, હોમગાર્ડ, આર્મી અને નેવી જેવી તમામ એજન્સી સાથે સંપર્ક કરીને આખી રાત રેસ્ક્યૂ ઓપરેશન કર્યું છે. જેમાં અનેક લોકોને બચાવીને હોસ્ટેજીસમાં મોકલવામાં આવ્યા છે. ઉપરાંત હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ છે. સાથે તમામ એમ્બ્યુલન્સને સ્ટેડ ટુ બાય રાખવામાં આવી છે.

આ પણ વાંચો :-

મોરબીમાં સામૂહિક મોતની ખોફનાક ઘટના માટે જવાબદાર કોણ ? કમાણીની લાલચમાં અનેકને મોતના હવાલે કરી દીધા

Who is responsible for the horrific incident of mass death in Morb

  • આઝાદી પૂર્વેના જર્જરિત ‘ઝુલતા પુલ’નું રિપેરિંગ કરાયું પરંતુ ક્ષમતા, મજબુતાઈ અંગે નિષ્ણાતોની મંજૂરી વગર જ ખુલ્લો મુકી દેવાયો હતો.
  • એક અંદાજ પ્રમાણે લગભગ ૨૫ બાળકો સહિત ૧૦૦ લોકો કાળનો કોળિયો બની ગયા અને હજુ પણ  મોતનો આંકડો વધવાનો ભય છે, કોન્ટ્રાક્ટરે વધુ કમાણી કરી લેવાની લાલચમાં બ્રિજની ક્ષમતા કરતા વધુ લોકોને દાખલ કર્યા હતા.
  • બ્રિજના કોન્ટ્રાક્ટરે કાળજી રાખી નહોતી પરંતુ મોરબીના શાસકોએ પણ ગુનાઈત બેદરકારી દાખવી હતી અને મોતનું તાંડવ ખેલાયું.
  • દિવાળી, નવા વર્ષના તહેવારોના દિવસોમાં માત્ર મોરબી જ નહીં રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર અને સુરતના લોકો પણ મોરબી ફરવા આવ્યા હતા અને મોરબીની અજાયબી ગણાતા ઝુલતા બ્રિજ ઉપર ફરવા ગયા હતા.

લગભગ ૪૩ વર્ષ બાદ ગુજરાતનું ઐતિહાસિક નગર મોરબી (Morbi is a historical town of Gujarat) ફરી વખત માનવસર્જિત આફતનો ભોગ બન્યું હતું. ૧૯૭૯ના વર્ષની ૧૧મી ઓગસ્ટની વહેલી સવારે મચ્છુ નદી (Machhu river) ઉપર બાંધવામાં આવેલો ડેમ (મચ્છુ-૨) તૂટી પડવાથી લગભગ દોઢ હજાર લોકો મધરાતના ભરઉંઘમાં જ કાળનો કોળિયો બની ગયા હતા અને લગભગ ૧૩ હજાર જેટલા મૂંગા પશુઓ ખીલે બાંધેલી હાલતમાં મોતને શરણ થયા હતા. આ ઘટના એટલી હૃદયદ્રાવક હતી કે માનવ લાશો દિવસો સુધી કાદવમાં સડતી રહી હતી તો કેટલાક મૃતદેહો ઝાડ ઉપર લટકતા જોવા મળ્યા હતા. આ ગોઝારી ઘટનાના આગલા દિવસે મોરબીમાં લગભગ ૨૫ ઈંચ જેટલો અનરાધાર વરસાદ (Heavy rain) ખાબક્યો હતો અને મચ્છુ-૨ ડેમ (Machchu-2 Dam) છલકાઈ ગયો હતો. ડેમના દરવાજા ખોલવા માટે વીજ પુરવઠો (power supply) નહોતો અને હાથથી દરવાજા ખોલવામાં સફળતા મળી નહોતી. કચ્છના ભૂકંપ જેવી જ મોરબીની ઘટનાને નજરે જોનારા લોકો આજે પણ મોતના ખોફથી ફફડતા હશે.

આવી જ વધુ એક માનવસર્જિત દુર્ઘટના નવા વર્ષના પ્રારંભે મોરબીમાં બનવા પામી હતી. અંગ્રેજોના જમાનામાં મચ્છુ નદી ઉપર એક ઝુલતો પુલ બાંધવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક પુલ મોરબીની વિશેષ ઓળખ હતી અને મોરબીવાસીઓ માટે નજરાણું હતું. બ્રિજના રિપેરિંગ કામ માટે થોડા મહિનાઓ પહેલા બંધ કરવામાં આવ્યો હતો અને નવા વર્ષના દિવસે જ સહેલાણીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દિવાળી અને નૂતનવર્ષના તહેવારો અને રજાના દિવસોમાં લોકો ‘ઝુલતા પુલ’ ઉપર ફરીને આનંદ માણી રહ્યા હતા.

આજે રવિવારે પણ સાંજના સમયે લોકો પરિવાર અને બાળકો સાથે પુલ ઉપર ફરવા નીકળ્યા હતા અને સાંજના સમયે શિયાળાના ખુશનુમા વાતાવરણમાં કુદરતને માણી રહ્યા હતા ત્યારે અચાનક લગભગ સવા છ વાગ્યાની આસપાસ એક જબરજસ્ત આંચકા સાથે ‘ઝુલતો પુલ’ મચ્છુ નદીના પાણીમાં તૂટી પડ્યો હતો !

લોકોએ જીવ બચાવવા દોડાદોડી કરી મુકી હતી પરંતુ આખો બ્રિજ તૂટીને પાણીમાં ગરક થઈ ગયો હતો. કેટલાક લોકોએ બાકી બચેલા બ્રિજના કાટમાળને પકડીને બચવાના પ્રયાસો કર્યા હતા તો અનેક બાળકો અને લોકો પાણીમાં ડૂબી ગયા હતા. બ્રિજ ઉપર ફરવા નીકળેલા મોટાભાગના લોકો પરિવાર અને સગાસંબંધીઓ સાથે સમૂહમાં હતા. કેટલાક લોકો બહારગામથી મોરબી ફરવા આવ્યા હતા.

કોઈ રાજકોટથી આવ્યું હતું તો કોઈ અમદાવાદથી આવ્યા હતા તો ઘણા સુરતના પણ હતા. લગભગ બધા જ લોકો કાળના જડબામાં જકડાઈ ગયા હતા. નાના નાના બાળકો બચવા માટે દર્દનાક ચીસો પાડી રહ્યા હતા પરંતુ વડીલો બચાવી શકવાની સ્થિતિમાં નહોતા. કેટલાક બાળકો માતાની ગોદમાંથી કે હાથની આંગળીએથી છુટા પડી ગયા હતા. પોતાની નજર સામે બાળકો અને સ્વજનો મોતને ભેટી રહ્યા હતા પરંતુ કોઈ કોઈને મદદ કરી શકે એવી સ્થિતિમાં નહોતું. એક તરફ રવિવારનો સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો બીજી તરફ અનેક જિંદગીઓ મચ્છુના પાણીમાં ડૂબીને અંતિમ શ્વાસ લઈ રહી હતી. પ્રાથમિક જાણકારી મુજબ લગભગ ૧૦૦ લોકોને ગોઝારી મચ્છુના પાણી ભરખી ગયા હતા. જેમ જેમ રાત્રિનો અંધકાર છવાતો જતો હતો તેમ તેમ દર્દનાક મોતની ઘટનાઓ નજર સામે આવતી હતી.

રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ બ્રિજેશ મેરજા, રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ રાજકીય, સામાજિક આગેવાનો સેવાભાવી સંસ્થાઓ બચાવ, રાહત કામગીરીમાં જોતરાઈ ગયા હતા. સરકારી અને ખાનગી હોસ્પિટલો ખુલ્લી મુકી દેવામાં આવી હતી. ખુદ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઘટના ઉપર નજર રાખી રહ્યા હતા. પરંતુ કુદરતના કોપ સામે બધા જ લાચાર હતા.

તાકીદની સહાયને કારણે અનેક લોકોને બચાવી લેવાયા હતા. પૂર્વ મંત્રી કાંતિ અમૃતિયા જાતે પળનો પણ વિલંબ કર્યા વગર મચ્છુમાં કુદી પડ્યા હતા. કાંઠે ઉભેલી એક પણ વ્યક્તિ એવી નહોતી કે મદદ કરવા માટે દોડી ન હોય પરંતુ બધા જ લાચાર હતા.

આ તરફ લાપતા થયેલા બાળકો અને મહેમાનોને શોધવા લોકો ચારે તરફ દોડાદોડી કરી રહ્યા હતા. હોસ્પિટલો ખુંદી વળ્યા હતા. કેટલાકને સ્વજનો હેમખેમ મળી ગયા પરંતુ ઘણા લોકો લાચાર હતા. ગોઝારી મચ્છુના પાણીમાંથી જેમ જેમ મૃતકોના શબ બહાર આવતા હતા તેમ તેમ કાંઠે ઉભેલા સ્વજનોના દર્દભર્યા નિસાસા કાળજુ કંપાવનારા હતા. લગભગ દરેક વ્યક્તિને એવી આશા હતી કે તેમનું સંતાન તેમનું સ્વજન હેમખેમ મળી આવશે પરંતુ એક-એક મૃતદેહ સાથે આશાઓ ઠગારી નીવડતી હતી! ઘટના એટલી કંપાવનારી હતી કે બચાવ, રાહતમાં જોડાયેલા લોકોની આંખોમાંથી પણ આંસુઓનો ધોધ વહેતો હતો. ગણતરીની મિનિટો પહેલાં હસતા કુદતા નિર્દોષ લોકોની લાશો બહાર આવી રહી હતી. તાકીદની સારવાર માટે કિનારે ઉભેલી એમ્બ્યુલન્સે શબવાહિનીની ફરજ બજાવવી પડી હતી.

આખી ઘટના પાછળ પ્રાથમિક દૃષ્ટિએ બ્રિજની જાળવણી અને નિભાવની જવાબદારી સંભાળતી કંપની અને મોરબી નગરપાલિકાના અધિકારીઓની બેજવાબદારી પુરવાર થતી હતી. વિગતો મુજબ બ્રિજ રિપેરિંગ માટે બંધ કરાયો હતો. રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ બ્રિજની ક્ષમતા અને સલામતી અંગેના નિષ્ણાંતોના કોઈપણ પ્રકારના પ્રમાણપત્રો, મંજુરી મેળવ્યા વગર જ બ્રિજને નવા વર્ષના દિવસે જ સહેલાણીઓ માટે ખુલ્લો મુકી દેવાયો હતો. બ્રિજની જાળવણીની જવાબદારી સંભાળતી સંસ્થાએ બ્રિજની ક્ષમતા અંગે નિષ્ણાતો પાસે ચકાસણી નહીં કરાવવાની ભૂલ કરી હતી. આ ઉપરાંત મોરબી નગરપાલિકાના શાસકોએ પણ બ્રિજની સલામતી અને ક્ષમતા જાણવાની દરકાર રાખી નહોતી અને ઉતાવળે બ્રિજને સહેલાણીઓ માટે ખુલ્લો મુકીને વધુ ગંભીર અને ગુનાઈત ભુલ કરી હતી.

આ ઉપરાંત બ્રિજ ઉપર ક્ષમતા કરતા વધારે લોકો હોવાની કેટલાક લોકોએ ફરિયાદ પણ કરી હતી અને બ્રિજ તૂટી પડશે એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી છતાં ધરાર અવગણના કરવામાં આવી હતી અને આખરે સામૂહિક
મોતની ભયાનક દુર્ઘટના બનવા પામી હતી.

દાયકાઓ પહેલા મચ્છુ ડેમ તૂટી પડવાની ઘટનાને કુદરતી હોનારત કહી શકાય પરંતુ ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટના ચોક્કસ માનવસર્જિત દુર્ઘટના કહી શકાય. અલબત્ત હવે દુર્ઘટના માટે જવાબદાર લોકોને ફાંસીએ લટકાવવામાં આવશે તો પણ લોકો, પરિવારોએ ગુમાવેલા સ્વજનો પાછા મળવાના નથી. મોરબીની ભયાનક દુર્ઘટના બાદ રાજ્યમાં અને દેશમાં અનેક સ્થળોએ આવેલા રોપ-વે સહિતના સાધનોની ક્ષમતા, મજબુતાઈ ફરી વખત તપાસી લેવાની ચોક્કસ જરૂરિયાત ઊભી થવા પામી છે.

આ પણ વાંચો :-

ગુજરાતના પૂર્વ CM શંકરસિંહ વાઘેલા શું ચૂંટણી લડશે કે નહીં ? આપ્યું સૌથી મોટું નિવેદન

0

Former Gujarat CM Shankarsinh Vaghela will

  • વિધાનસભાની ચૂંટણીઓ આવતા અનેક પક્ષના મોટા નેતાઓ સભાઓ અને કાર્યક્રમો કરી રહ્યા છે, ત્યારે આજે લાખણી તાલુકાના ધાણા ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં ખેડૂત સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.

લાખણી ઘાણા (Lakhni Ghana) ગામે ખેડૂતોના સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Former Chief Minister Shankar Singh Vaghela) પહોંચ્યા હતા. જ્યાં તેમને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરીને કોંગ્રેસની સરકાર (Congress Govt) બનાવવા ખેડૂતો અને લોકોને અપીલ કરી હતી.

વિધાનસભાની ચૂંટણીઓ આવતા અનેક પક્ષના મોટા નેતાઓ સભાઓ અને કાર્યક્રમો કરી રહ્યા છે, ત્યારે આજે લાખણી તાલુકાના ધાણા ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં ખેડૂત સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જ્યાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, સમજણ વાળા આગેવાનો ઘટતા જાય છે, નાનાને સંરક્ષણ આપવું એ મોટાની ફરજ છે. અમે ચૂંટણી વખતે ગપ્પા મારીએ, પણ સાચા ખોટાનો ગઈકાલનો આધાર જોવો જઈએ.

27 વર્ષથી ખરાબ વ્યવહાર હોવાથી એની સામે ન જોવાય. ગુજરાતે એવું શું પાપ કર્યું છે? ભાજપે કહ્યું હતું કે બટાટા નાખશો ને ચિપ્સ નિકળશે, અહીં તો ચીસ નીકળી, લોકોને ભોટ બનાવવાના એટલા ધંધા, જૂઠની હદ હોય, આપણે એવા ચક્કરમાં પડ્યા છીએ. અતિશય ગપ્પા, મર્યાદા બહારના ગપ્પાને રોકવાની તક આવી રહી છે. ખેડૂત કહેવા વાળા બધા ખેડૂત નથી હોતા, હળ કેમ ચલાવાય એ આજે મને ખબર છે.

મારા ભાઈના ઘરે મિટરમાં પટ્ટી લગાવતા એટલે ખબર પડી કે મિટર બંધ રાખવાની ખબર પડી, નવા વર્ષે પ્રતિજ્ઞા લેવડાવવા આવ્યો છું, સામે ગમે તેટલા કૌરવો હોય તેનો વધ કરવાનો છે, તમારા ભલા માટે, આવનાર પેઢી માટે ભાજપને કાઢો. આ વખતે તમે આ ભાજપને હરાવી દો.

તો બીજી બાજુ મીડિયાને નિવેદન આપતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, 27 વર્ષથી ચાલતું એકધારું શાસન જે અતિ કહેવાય એ નકામું છે. ગુજરાતની જનતા આ સરકારને દૂર કરો. ભાજપે પ્રજાને છેતરવા સિવાય કંઈ જ કર્યું નથી.

કોંગ્રેસના મિત્રોને રિપીટ કરો જે ન હોય ત્યાં નવા મોકલી આપો અને સારી સરકાર બનાવો. કોંગ્રેસના ઉમેદવારોને ભરપૂર મત આપો. કોંગ્રેસમાં જોડાવું કે ન જોડાવું એ અલગ બાબત છે પણ આ જૂઠી સરકારને હટાવી જરૂરી છે.

આ પણ વાંચો :-

31 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ 6 રાશિના જાતકોને સૂર્યદેવની અસીમ કૃપાથી તમામ દુ:ખ થશે દુર

31st October 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
મનોબળ વધતું જણાય. આર્થિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સંતાનની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આવકનું પ્રમાણ ઘટે. માતાની તબિયતનું ધ્યાન રાખવું. પોતાનું આરોગ્ય સાચવવું.

વૃષભઃ
સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ટ્રાવેલિંગ, ઠંડાપીણાના ધંધામાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારું રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

મિથુનઃ
પરિવારમાં પ્રેમ જળવાય. કુટુંબના સભ્યોના પ્રશ્નોનાે ઉકેલ મળતો જણાય. આવકનું પ્રમાણ જળવાય. બપોર બાદ સ્થાવર-જંગમ મિલકતથી લાભ. અગત્યના ધંધાકીય નિર્ણયો બપોર પછી લેવા હિતાવહ.

કર્કઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. સિદ્ધાંતવાદી વલણ પેદા થાય. આર્થિક દૃષ્ટિએ તથા પારિવારિક રીતે દિવસ દરમિયાન આનંદ. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. આકસ્મિક ધનલાભ શક્ય બને.

સિંહઃ
સ્વભાવમાં નમ્રતા વર્તાય. વિજાતિય વ્યક્તિ તરફ આકર્ષણ વધે. કુદરતનું સાંનિધ્ય માણવાનો યોગ બને. શેરબજાર, કેમિસ્ટ, એડવોકેટ તેમજ સેનેટરીને લગતા ધંધામાં વિશેષ લાભ. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કન્યાઃ
સ્વતંત્ર મિજાજ રહે. અનિયમિતતા તથા ભોજનમાં બેદરકારી વર્તાય. બપોર સુધી આવક સામાન્ય ત્યારબાદ આવક વધે. એંજીનિયરિંગ, ખાણ, પથ્થર, મીઠાઈના ધંધામાં લાભ મળતો જણાય. આંખની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ
બપોર સુધી આવક જળવાય. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. આરોગ્ય સાચવવું. અગત્યના નિર્ણયો બપોર સુધીમાં લઈ લેવા. પિતાની તબિયત સાચવવી. યશ-પ્રતિષ્ઠા વધે. ભાગ્યનો સાથ મળે.

વૃશ્ચિકઃ
નોકરી-ધંધામાં પ્રગતિ થતા આવકમાં વધારો થાય. મિત્રોનો સાથ-સહકાર મળતો જણાય. નવા મિત્રો બનતા જણાય. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ ટાળવા. ચામડીના રોગો તથા સ્નાયુના દુઃખાવાથી સાચવવું.

ધનઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા જણાય. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવા. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું. ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માન-સન્માનને હાનિ પહોંચે એવા પ્રસંગનું‌ નિર્માણ થાય. આરોગ્ય જળવાય.

મકરઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા જણાય. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવા. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું. ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માન-સન્માનને હાનિ પહોંચે એવા પ્રસંગનું‌ નિર્માણ થાય. આરોગ્ય જળવાય.

કુંભઃ
વૈવાહિક જીવનમાં આનંદ વર્તાય. નાણાંનો બગાડ અટકાવવો. કરેલા રોકાણો સફળ થતા જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. શરદી-ખાંસી, તાવથી પરેશાની રહેે. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં.

મીનઃ
મનોબળ મજબૂત બને. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં સુખ-શાંતિનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય. માથાના દુઃખાવા તથા હાડકાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

Maruti એ પાછી મંગાવી નવી નક્કોર 9925 કાર, હવે મફતમાં થશે રિપેરિંગ… જાણો શું છે કારણ

0

Maruti Recalls New Nakkor 9925 Cars

  • દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તેની 9,000થી વધુ કારને પાછી મંગાવી છે.

જણાવી દઈએ કે આ કારોમાં આવેલ ખામીના કારણે મારુતિ (Maruti) એ આ કારને પાછી મંગવવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ કંપની એ કારને ઠીક કરીને તેમના ગ્રાહકોને (customers) પાછી મોકલશે. જણાવી દઈએ કે પાછી બોલાવેલ કારોમાં કંપનીના ત્રણ મોડલનો સમાવેશ થાય છે.

9925 યુનિટ્સને કર્યા રિકોલ :

એક રિપોર્ટ અનુસાર દેશની અગ્રણી કાર કંપની મારુતિ સુઝુકીએ તેમના અમુક કારમાં રિયર બ્રેક એસેમ્બલી પિનમાં સંભવિત ખામીને ઠીક કરવા માટે ત્રણ મોડલની કારોને પાછી મંગાવી છે. જે મોડલ્સને રિકોલ કરવામાં આવ્યા છે તેમાં વેગન આર, સેલેરિયો અને ઇગ્નિસનો સમાવેશ થાય છે. કંપની દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, કુલ 9,925 યુનિટ રિપેર માટે પાછા બોલાવવામાં આવશે.

બ્રેક એસેમ્બલીમાં આવી ખામી  :

મારુતિ સુઝુકી ઈન્ડિયા દ્વારા આ માહિતી કંપનીની વેબસાઈટ પર પણ શેર કરવામાં આવી હતી અને તેમાં કહેવામાં આવ્યું છે કે રિયર બ્રેક એસેમ્બલી પિન પાર્ટમાં સંભવિત ખામીને કારણે ત્રણ હેચબેક કારને રિકોલ કરવામાં આવી રહી છે. કારના આ ભાગમાં ખામીને કારણે કાર ચલાવતી વખતે તેમાં ઘણો અવાજ આવે છે અને કારની બ્રેક્સનું પર્ફોમન્સ લાંબા ગાળે ઘટી શકે છે.

કંપની કોઈ ચાર્જ લીધા વીના કરી દેશે ઠીક :

કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ખામીને કારણે પિનનો ભાગ પણ તૂટી શકે છે અને તેના કારણે જોરથી અવાજ આવી શકે છે. ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે અસરગ્રસ્ત કારોને પરત મંગાવવાનો નિર્ણય કર્યો છે. કંપનીની ઓફિશિયલ વર્કશોપ આ અંગે ગ્રાહકોનો સંપર્ક કરશે અને તપાસ કર્યા બાદ એવા વાહનોમાં રહેલી ખામીઓને વિનામૂલ્યે સુધારી આપશે.

નોંધનીય છે કે મારુતિ સુઝુકીની કારના વેચાણમાં થયેલા વધારાની અસર તેના ચોખ્ખા નફામાં પણ જોવા મળી રહી છે. કંપની દ્વારા જાહેર કરાયેલા બીજા ક્વાર્ટરના પરિણામો પર નજર કરીએ તો કંપનીનો નફો 4 ગણો વધી ગયો છે. MSILનો નેટ પ્રોફિટ વધીને રૂ. 2,112.5 કરોડ થયો છે.

આ પણ વાંચો :-

સાવ સરળ બનશે અમરનાથ યાત્રા ! પવિત્ર ગુફા સુધી મોદી સરકાર બનાવી રહી છે માર્ગ

0

Amarnath Yatra will be very easy

  • જો તમે અમરનાથની યાત્રાએ જવાનો પ્લાન બનાવી રહ્યાં હોવ તો આ સમાચાર તમારા માટે ખુબ જ અગત્યના છે. પવિત્ર ગુફા સુધી પહોંચવાના માર્ગ પર ચાલે છે ખાસ પ્રોજેક્ટ. હવે આ ભાગ વર્લ્ડકલાસ બનશે તેમજ યાત્રા વધુ સુરક્ષિત તથા આનંદદાયક બનશે.

 

હિમાલયના (The Himalayas) પહાડોમાં અને કાશ્મીકની વાદીઓમાં આવેલું છે હિન્દુઓની (Hindu) આસ્થાનું પ્રતિક અમરનાથ. અમરનાથની યાત્રા (Journey to Amarnath) તમામ યાત્રાઓમાં સૌથી કઠણ ગણાય છે. અહીંના ખતરનાક રસ્તાઓ યાત્રાળુઓની માર્ગમાં જ પરીક્ષા કરી લેતા હોય છે. આવી સ્થિતિમાં હવે અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ (Devout) માટે એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે.

મોદી સરકાર અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરી રહી છે. સરકારે યાત્રાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે આશયથી પવિત્ર ગુફા સુધી પહોંચવા માટેનો સરળ માર્ગ બનાવી રહી છે. આના માટે સરકારી તંત્ર પણ સતત આ ટાસ્કને ઝડપથી પુરો કરવા માટે કામે લાગ્યું છે. પ્રધાનમંત્રી મોદી પોતે પણ આ પ્રોજેક્ટ પર સીધી નિઘરાની રાખી રહ્યાં છે.

બેટરી વાહન માટે કરાઈ ખાસ વ્યવસ્થા :

ટ્રેક બની ગયા બાદ શ્રદ્વાળુઓ એક દિવસથી પણ ઓછા સમયમાં આધાર શિબિર પરત ફરી શકશે. જો કે એક દિવસમાં પરત ફરવું આજે પણ સંભવ છે. પરંતુ ખરાબ હવામાન તેમજ ભૂસ્ખલનના ખતરાને કારણે તે સંભવ થઇ શકતું નથી. અત્યારે બેટરી વાહન ડોમેલ સુધી જઇ શકે છે. આગળ માર્ગ જોખમભર્યો છે. જો બધુ જ યોજના મુજબ પાર પડશે તો બેટરી સંચાલિત વાહનો ડોમેલથી આગળ જઇ શકશે.

કેબલ કાર પ્રોજેક્ટ પર ચાલી રહ્યું છે કામ :

અમરનાથ ગુફા સુધી કેબલ કાર પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. ફિઝિબિલિટી સરવે પૂર્ણ થઇ ચૂક્યો છે. બધુ જ ઠીક રહેશે તો કેબલ કાર પ્રોજેક્ટ પર 2023થી કામ શરૂ થઇ શકે છે. વાદળ ફાટવા અથવા તો ઇમરજન્સી સ્થિતિમાં બચાવ દળ પહોંચી શકશે. પીડિતોને તાત્કાલિક કાઢી શકાશે. અત્યારે સમગ્ર દિવસ થાય છે.દરરોજ 10-12 કલાક કામ ચાલે છે.

આગામી વર્ષથી અમરનાથ યાત્રાનો માર્ગ વધુ સરળ બનશે. બાલટાલથી પવિત્ર ગુફાને જોડતા માર્ગ પર કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મહત્વપૂર્ણ છે કે હવે આ પ્રોજેક્ટની કમાન હવે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)એ સંભાળી છે. ત્યારબાદ કામગીરી યુદ્વના ધોરણે ચાલી રહી છે. બીઆરઓ હિમવર્ષા પહેલા જ માર્ગનું કામ પૂર્ણ કરવા માટે પ્રતિબદ્વ છે. આગામી વર્ષ સુધી પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે. બીઆરઓ કુશળ કામદારો તેમજ આધુનિક મશીનરીથી આ કામગીરી કરે છે.

ટેકનોલોજીની અછતના લીધે ધીમું ચાલતું હતું કામ :

અગાઉ ટેક્નોલોજી અને સંસાધનોની અછતને કારણે કામ ધીમું ચાલતું. ત્યારબાદ જમ્મૂ કાશ્મીર વહીવટીતંત્રે સપ્ટેમ્બરમાં માર્ગના વિકાસ, સાચવણી અને વહીવટનું કામ BROને સોંપ્યું. સંગઠને પ્રોજેક્ટને પડકાર તરીકે સ્વીકાર્યો અને 29 સપ્ટેમ્બરના રોજ કામ શરૂ કર્યું. બાલતાલ અને પવિત્ર ગુફા વચ્ચેનું અંતર અંદાજે 13.2 કિ.મી છે. વચ્ચે ડોમેલ, બરારી અને સંગમ આવે છે. બાલતાલથી ડોમેલ 2.75 કિ.મી આગળ છે. અહીં પહાડો અને ખીણ છે, જે તેને વધુ ખતરનાક બનાવે છે.

શ્રદ્વાળુઓ 4-5 કલાકમાં ગુફા સુધી પહોંચી શકશે :

બાલટાલથી પવિત્ર ગુફા સુધી જવામાં 7 થી 8 કલાક લાગતા હતા. ભીડને કારણે વધુ પાંચ કલાક થતા હતા. આ રીતે સમગ્ર દિવસ વિતી જતો હતો. નવા પહોળા માર્ગને કારણે શ્રદ્વાળુઓ 4-5 કલાકમાં ગુફા સુધી પહોંચી શકશે.

અત્યારે ઘોડા પર યાત્રીઓને લઇ જતા લોકોએ સાંકડા રસ્તા પર ચાલવું પડે છે. તેમાં પણ ચક્કાજામ થાય છે. રોડ બનવા પર ટ્રાફિક નહીં થાય. અંદાજે 9 કિ.મીના રસ્તાનું કામ બાકી છે. મશીનો આગળ વધતા જ અહીં કામગીરી શરૂ થશે.

આ પણ વાંચો :-

ભારે કરી ! પોતાના લગ્નના કાર્ડમાં વકીલે એવી એવી કલમો લખી કે લોકો માથું ખંજવાળવા લાગ્યા

0

Heavily done! In his wedding card, the lawyer wrote

  • પોતાના વેડિંગ કાર્ડને બીજા લોકોથી જરાં અલગ બનાવવા માટે લોકો તેમાં હેવી ડેકોરેશન કરતા હોય છે અથવા તો કોઈ મેસેજ લખાવતા હોય છે. હાલમાં જ એક લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે.

પોતાના વેડિંગ કાર્ડને (Wedding card) બીજા લોકોથી જરાં અલગ બનાવવા માટે લોકો તેમાં હેવી ડેકોરેશન કરતા હોય છે અથવા તો કોઈ મેસેજ લખાવતા હોય છે. હાલમાં જ એક લગ્નનું કાર્ડ (Wedding card) વાયરલ થઈ રહ્યું છે. જેમાં પેમેન્ટ માટે ક્યૂઆર કોડ પણ આપ્યો છે. પણ આ લગ્ન કાર્ડ તેનાથી પણ એક ડગલું આગળ છે.

કાર્ડ જોઈ લોકો ચોંકી ઉઠ્યા :

આસામના ગુવાહટીમાં એક વકીલે એવું વેડિંગ કાર્ડ છપાવ્યું છે, તે લોકો માથુ ખંજવાળવા લાગ્યા હતા. હકીકતમાં આ લગ્નના કાર્ડની થીમ સંવિધાન છે. કાર્ડમાં ન્યાયનો સિમ્બોલ અને બીજી બાજૂ વર અને વધુના નામ લખેલા છે. પહેલા આપ આ લગ્નનું કાર્ડ જોઈ લો.

Image

લગ્નની નિમંત્રણ પત્રિકામાં ભારતીય વિવાહ સંબંધિત કાયદા અને અધિકારોનો પણ ઉલ્લેખ કર્યો છે. કાર્ડમાં લખ્યું છે કે, વિવાહનો અધિકાર ભારતીય સંવિધાન આર્ટિકલ 21 અંતર્ગત જીવનનો અધિકાર એક સંવૈધાનિક છે. મારા આ ફંડામેંટલ અધિકારનો ઉપયોગ કરવાનો સમય રવિવાર એટલે કે, 28 નવેમ્બર 2021 છે. જ્યારે વકિલોના લગ્ન થાય છે તો તેઓ હા નથી બોલતા, પણ તેઓ કહે છે કે અમે નિયમો અને શરતોનો સ્વિકાર કરીએ છીએ.

ફોટો થવા લાગ્યો વાયરલ :

વેડિંગ કાર્ડનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક યુઝર્સે કહ્યું કે, આ લગ્નના કાર્ડને વાંચીને અડધો ક્લેટ સિલેબસ પુરો થઈ ગયો. બીજા યુઝર્સે લખ્યું કે, પંડિતજીની જગ્યાએ જજને બોલાવવા જોઈએ. આ લગ્નનું કાર્ડ ઘણા લોકોને પસંદ આવ્યું છે.

આ પણ વાંચો :-

ગુજરાતના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે અશોક ગહેલોત સાથે કરી મુલાકાત, શું આ બેઠક પરથી ચૂંટણી લડશે ?

0

Former Minister of Gujarat Jayanarayan Vyas

  • પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળવા પહોંચ્યા છે. ચૂંટણી પહેલાં અશોક ગેહલોત સાથે જય નારાયણ વ્યાસની આ સૂચક મુલાકાત કહી શકાય એમ છે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણી પૂર્વ ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ (Former Health Minister Jai Narayan Vyas) રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને (Ashok Gehlot) મળવા પહોંચ્યા છે. ચૂંટણી પહેલાં અશોક ગેહલોત સાથે જય નારાયણ વ્યાસની આ સૂચક મુલાકાત કહી શકાય એમ છે.

આ સાથે ગુજરાતની રાજનીતિમાં મોટા ઉલટફેર જોવા મળી શકે છે. એટલે કે પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આજે અમદાવાદ સર્કિટ હાઉસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે જય નારાયણ વ્યાસે મુલાકાત કરી છે. જય નારાયણ વ્યાસ સિદ્ધપુર બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, હું એક પુસ્તક લખવા જઈ રહ્યો છું અને અલગ અલગ મુદ્દાઓ આવરી લેવાનો છું. નર્મદાની વાત છે તો આપણે નર્મદાનું પાણી વધુમાં વધુ ખેડૂતોને પહોંચાડી શકીએ જે રાજસ્થાન કરી રહ્યું છે. મેં આ અંગે સરકારને અગાઉ પણ રજુઆત કરી હતી. હું મૂર્ખ નથી કે રાજસ્થાનના સીએમને સર્કિટ હાઉસ મળવા જઉ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અશોક ગેહલોતને મળવા જવાનો અર્થ એ નથી કે હું કોંગ્રેસમાં જવાનો છું. બે દિવસ પહેલા જ મેં સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે. મારા 80% કાર્યકર્તાઓનો મને સપોર્ટ કરે છે પછી ક્યાં જવું એ મારા કાર્યકર્તાઓ નક્કી કરશે. મારે સિદ્ધપુરથી ચૂંટણી લડવી છે. બીજે ક્યાંયથી લડવાનો કોઈ મતલબ નથી.

આ પણ વાંચો :-

ટી 20 વર્લ્ડ કપમાં “ખરો ખેલ”, આખું પાકિસ્તાન કરવા લાગ્યું ભારતની જીતની દુઆ, જાણો કેમ આવું થયું

0

“Real sport” in T20 World Cup, entire Pakistan began

  • ટી20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં આજે બે મુકાબલા યોજાઈ રહ્યાં છે જેમાં ભારત અને સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે.

ટી 20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન (Pakistan) પહેલા ભારત અને ઝિમ્બામ્બે (Zimbabwe) સામે મેચ હારી ગયું છે અને હવે સેમિફાઈનલમા ટકવું તેને માટે અઘરુ બની રહ્યું છે. આજે પાકિસ્તાન નેધરલેન્ડ (Pakistan Netherlands) સામે મેચ રમવાનું છે. પાકિસ્તાનને ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં (Semifinals) ટકી રહેવા માટે નેધરલેન્ડ સામેની મેચ જીતવી પડશે એટલું જ નહીં પરંતુ બીજી એક શરત પણ પૂરી કરવી પડશે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલો :

ઓસ્ટ્રેલિયાના પર્થમાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પણ મુકાબલો થવાનો છે અને પાકિસ્તાનને સેમિફાઈનલમાં ટકી રહેવું હશે તો તેણે સાઉથ આફ્રિકા સામે ભારતની જીતની દુઆ કરવી પડશે. જો સાઉથ આફ્રિકા સામે ભારત જીતે અને સાથે સાથે પાકિસ્તાન નેધરલેન્ડને હરાવે તો જ તે સેમિફાઈનલમાં આવશે અન્યથા ફેંકાઈ જશે તે નક્કી છે.

આખું પાકિસ્તાન કરશે ભારતની જીતની દુઆ :

આવી સ્થિતિમાં પાકિસ્તાનનું સેમિફાઈનલમાં ટકી રહેવું ભારતની જીત પર નિર્ભર રહેશે. તેથી સહેજે માની શકાય કે આજે આખું પાકિસ્તાન ભારતની જીતની દુઆ કરશે.

ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની બે હાર :

ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને બે હાર થઈ ચૂકી છે. પહેલા ભારતે અને પછી ઝિમ્બામ્બેએ પાકિસ્તાનને હરાવી દીધુ હતું.

આ પણ વાંચો :-