HomeAstrology30 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ રાશિઓ પર કુળદેવી વર્ષાવશે અસીમ...

30 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ રાશિઓ પર કુળદેવી વર્ષાવશે અસીમ કૃપા અને જીવનમાં આવશે જબરદસ્ત બદલાવ

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

30 October 2022, Today’s Horoscope

મેષઃ
શારીરિક અને માનસિક અસ્વસ્થતા જણાય. આવકનું પ્રમાણ ઘટે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. શરદી-ખાંસી થાક લાગવાની સમસ્યા રહે. મશીનરી, સફેદ વસ્તના ધંધામાં લાભ.

વૃષભઃ
મોજશોખમાં વધારો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ. કાર્યક્ષેત્રે સફળતા. ભાગ્યનો સાથ મળે છે. સ્ત્રી શણગાર, કોસ્મેટીકના ધંધામાં લાભ.

મિથુનઃ
વાહનસુખમાં વૃદ્ધિ, સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સુધરતા આવક વધતી જણાય. આરોગ્ય સારું રહેશે.

કર્કઃ
પરિવારમાં સુખ-શાંતિ વધતા જણાય. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્યની કાળજી રાખવી. વિશ્વાસઘાતના ભોગ ન બનાય એનં ધ્યાન રાખવંું. આરોગ્ય સાચવવાની સલાહ છે.

સિંહઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે. નોકરી-ધંધામાં પ્રગતિ. નવી નોકરી ધંધો શરૂ કરી શકાય. દામ્પત્યજીવનમાં આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય જળવાશે.

કન્યાઃ
માનસિક આનંદમાં વધારો થાય. ભાગ્યને કારણે આર્થિક ઉપાર્જન વધતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાના દુઃખાવા, માઈગ્રેનની પરેશાની રહે. માતાની તબિયત સાચવવી. વાહન સાચવીને ચલાવવું.

તુલાઃ
કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવકનું પ્રમાણ ઘટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પરિવારમાં વાદવિવાદ ટાળવો. આરોગ્ય સારું રહેશે. ધંધામાં અગત્યના નિર્ણયો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ
મિત્રોનો સાથ મળતા આનંદનો અનુભવ થાય. સમયસર લક્ષ્મીની વ્યવસ્થા થઈ શકે. અધૂરા કાર્યો પૂરા થતાં જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્ય સારું છે. જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ
નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા-યશ મળતો જણાય. આવક અંગે મધ્યમ દિવસ. ભાગ્ય સારું રહેશે. પત્ની પક્ષ તરફથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાશે.

મકરઃ
ભાગ્યના જોરે ઓછી મહેનત સફળતા મળતી જણાય. યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જૂની ઉઘરાણી છુટી થતાં નાણાની છુટ વર્તાય. આરોગ્ય સારું રહેશે.

કુંભઃ
નકારાત્મક વિચારો રહે, માનસિક પરિતાપ વધતો જણાય. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો ટાળવા. રોગ પ્રતિકારક શક્તિ ઘટે. પરિવારમાં વિવાદ ટાળવો. માતૃસુખ વધે.

મીનઃ
આત્મવિશ્વાસમાં તથા ગુસ્સામાં વધારો થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતો જણાય. પરિવારમાં આનંદનંું વાતાવરણ રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img