AAP ગુજરાતમાં મોટો ધડાકો કરશે, મુખ્યમંત્રીના ચહેરાને લઈને કરશે મોટી જાહેરાત

Share this story

AAP will make a big splash in Gujarat

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ મોટા સમાચાર. વિધાનસભા ચૂંટણીને લઈ AAPની મોટી તૈયારી. પંજાબની જેમ ગુજરાતમાં AAP ઉતારશે મુખ્યમંત્રી ચહેરો.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) સતત કંઈક નવુ લાવી રહી છે. પહેલા લોકોને વચનોની લ્હાણી, બાદમાં ઉમેદવારોનું લિસ્ટ. આમ આદમી પાર્ટી લોકો વચ્ચે સતત જમાવટ કરી રહી છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી મોટો દાવ રમવા જઈ રહી છે.

આપ પાર્ટી પંજાબની જેમ ગુજરાત ચૂંટણી માટે મુખ્યમંત્રીનો ચહેરો મેદાનમાં લાવશે. મુખ્યમંત્રીના પદના ચહેરા માટે પાર્ટી કેમ્પેઈન ચલાવશે, આપ પાર્ટી આ માટે લોકો પાસેથી સૂચનો મંગાવશે. આજે અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી શકે છે.

આમ આદમી પાર્ટી આક્રમક રીતે ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવા માટે મેદાનમા ઉતરી ચૂકી છે. તે તમામ સીટ પર ઉમેદવારો ઉતારશે. અત્યાર સુધી 80 થી વધુ ઉમેદવારોની જાહેરાત આપ પાર્ટી કરી ચૂક્યું છે. ત્યારે હવે આપ પાર્ટી મુખ્યમંત્રીના ચહેરા સાથે ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતરશે.

હકીકતમાં, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં તારીખોની જાહેરાત બાદ આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી હતી. હવે કહેવાય છે કે, પાર્ટી ગુજરાતમાં આ પ્રકારનું જ પગલુ ઉઠાવી શકે છે. જે માટે પાર્ટી લોકો પાસેથી નામ પર સૂચન માંગશે.

તો બીજી તરફ, ગુજરાતના પંચમહાલમાં જનસભા દરમિયાન આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે, આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં 90 થી 92 સીટ જીતી શકે છે.

ઉલ્લેખનીય છે કે, દિવાળી પૂરી થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં જલ્દી જ ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. તારીખો જાહેર થતા જ ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થી જશે.

આ પણ વાંચો :-