In a heartbreaking incident at
- આર્સેનલ ફૂટબોલ ખેલાડી પાબ્લો માટે સોશિયલ મીડિયા પર પ્રાર્થના કરવામાં આવી રહી છે. ક્લબે એક અપડેટ આપતા કહ્યું કે પાબ્લોને ગંભીર ઈજા થઈ નથી.
આર્સેનલનો (Arsenal) સ્ટાર ખેલાડી પાબ્લો (Star player Pablo) મારી ગુરુવારે ઇટાલીના મિલાનમાં (Milan, Italy) એક ખતરનાક ઘટનાનો શિકાર બન્યો હતો. તેને ચાકુ મારી ધાયલ કર્યો હતો. પાબ્લોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેના ક્લબે પોતાના સ્ટાર ખેલાડીની હાલત પર મોટું અપટેડ આપ્યું છે.
આ સમગ્ર ઘટના શોપિગ મોલમાં થઈ છે 46 વર્ષના એક વ્યક્તિએ ચાકુ ઉઠાવી અને 5 લોક પર વાર કર્યો હતો જેમાં પાબ્લો પણ સામેલ હતો. આ સમગ્ર ઘટનામાં શોપિંગ મોલમાં એક કર્મચારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે હોસ્પિટલમાં જતા પહેલા તેનું મૃત્યું થયુ હતું.
આ સિવાય અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેના ચાહકોને ખેલાડીના ઈજાગ્રસ્તથી આધાત લાગ્યો છે.
પોલીસનું કહેવું છે કે, અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે, તે વ્યક્તિએ આવું કેમ કર્યું પરંતુ શરુઆતની તપાસમાં એ વાત સામે આવી રહી છે કે, તેની માનસિક સ્થિતિ સારી ન હતી જેના કારણે તેણે આવું કર્યું છે.
આર્સેનલે આ ઘટના પછી ચાહકોને કહ્યું કે મારી હોસ્પિટલમાં છે પરંતુ ગંભીર રીતે ઘાયલ નથી. મોન્ઝા ક્લબના સીઈઓ એડ્રિને ગેલિયાનોએ પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું.
આ પણ વાંચો :-
- 29 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ સાત રાશિના જાતકો પર લક્ષ્મી માં કરશે ધનવર્ષા- લખો “જય માતાજી”
- Best Selling Electric Cars : આ છે દેશની સૌથી વધુ વેચાનારી ઈલેક્ટ્રિક કાર્સ, તેમાં 1 ચાઇનીઝ ગાડી પણ સામેલ