દેશ આગળ વધશે…: ચલણી નોટો પર લક્ષ્મી-ગણેશની તસવીરને લઈને CM કેજરીવાલનો PM મોદીને પત્ર

Share this story

The country will move forward…: CM Kejriwal

  • ચલણી નોટ પર લક્ષ્મી-ગણેશની તસવીર લગાવવાની માંગ કરનાર અરવિંદ કેજરીવાલે હવે આ વિશે પીએમ મોદીને પત્ર લખીને અપીલ કરી છે.

ગુજરાતમાં આવનાર ત્રણ દિવસ માટે પ્રચાર કરવા જઈ રહેલા દિલ્હીના સીએમ (CM of Delhi) અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પીએમ મોદીને પત્ર લખ્યો છે. ચલણી નોટ પર લક્ષ્મી-ગણેશની તસવીર લગાવવાની માંગ કરનાર અરવિંદ કેજરીવાલે હવે આ વિશે પીએમ મોદીને (PM Modi) પત્ર લખીને અપીલ કરી છે.

પત્રમાં અરવિંદ કેજરીવાલે એવો પણ દાવો કર્યો છે કે દરેક લોકો તેમની માંગ સાથે સહમત છે અને તેમણે આ વાત પર જબરદસ્ત જનસમર્થન મળી રહ્યું છે. AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે ફરી એકવાર દલીલ કરી છે કે નોટ પર લક્ષ્મી-ગણેશની તસવીર લગાવવાથી દેશની પ્રગતિ થશે.

એક બાજુ ગાંધીજી તો બીજી બાજુ શ્રી ગણેશ અને લક્ષ્મીજીની તસવીર :

કેજરીવાલે નોટ પર લક્ષ્મી-ગણેશની તસવીરની માંગને દેશના 130 કરોડ લોકોની ઈચ્છા ગણાવતા પીએમ ને સવાલ કર્યો હતો કે આજે પણ દેશમાં આટલા બધા લોકો ગરીબ કેમ છે. કેજરીવાલે કહ્યું હતું કે ‘130 કરોડ લોકોની ઈચ્છા છે કે ભારતીય કરન્સી પર એક તરફ ગાંધીજી અને બીજી બાજુ શ્રી ગણેશ અને લક્ષ્મીજીની તસવીર હોવી જોઈએ.

આજે દેશની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આઝાદીના 75 વર્ષ પછી પણ ભારતની ગણતરી વિકાસશીલ અને ગરીબ દેશોમાં થાય છે. આજે પણ આપણા દેશમાં આટલા લોકો ગરીબ છે. કેમ?

આ મુદ્દે મને જનતાનું ઘણું સમર્થન મળી રહ્યું છે – કેજરીવાલ 

કેજરીવાલે આગળ કહ્યું હતું કે, ‘એક તરફ આપણે બધા દેશવાસીઓએ સખત મહેનત કરવાની જરૂર છે અને બીજી તરફ આપણને ભગવાનના આશીર્વાદની પણ જરૂર છે. જેથી આપણા કરેલ દરેક પ્રયત્નો સફળ થાય. યોગ્ય નીતિ,  સખત મહેનત અને ઈશ્વરના આશીર્વાદ- આ સંગમથી જ દેશની પ્રગતિ થશે. દિલ્હીના સીએમએ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે જનતા આ મુદ્દે એમનું ઘણું સમર્થન કરી રહી છે.

દરેક લોકો આ માટે સંમત છે. કેજરીવાલે લખ્યું હતું કે, “ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં મેં સાર્વજનિક રૂપે આ વિશે માંગણી કરી હતી અને આ મુદ્દે મને સામાન્ય લોકોનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. લોકો આ વાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. દરેક લોકો ઇચ્છે છે કે તેનો તાત્કાલિક અમલ થાય.’

આ પણ વાંચો :-