Before the election, the AAP is in a frenzy
- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ઉપલેટામાંથી આમ આદમી પાર્ટી (AAP) માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.
ચૂંટણી પહેલા જ ધોરાજી-ઉપલેટા (Dharoji-upaleta) વિધાનસભા બેઠકમાં AAPના ઉમેદવારનો વિરોધ કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. સાથે જ તેમાં આયાતી ઉમેદવારને (Imported candidate) હટાવવા માટે વિરોધના સૂર ઉઠ્યા છે.
AAPમાં ટિકિટ માટે ભડકો :
ધોરાજી-ઉપલેટા વિધાનસભા બેઠક પર AAP દ્વારા વિપુલ સખીયાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે ચૂંટણી પહેલા જ આ બેઠક પર AAPમાં ભડકો થયો છે અને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગણી ઉઠી છે. સાથે જ વિપુલ સખીયા વિરુદ્ધના પોસ્ટરો પણ શહેરમાં લગાવવામાં આવ્યા છે.
શું લખ્યું છે પોસ્ટરમાં ?
આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, કેજરીવાલ સાહેબ જીંદાબાદ, ઉમેદવાર વિપુલ સખીયા મુર્દાબાદ. 75- ધોરાજી-ઉપલેટા વિધાનસભાના આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા હોદ્દેદારોનો એક જ સુર આયાતી ઉમેદવારને દૂર કરો. આમ આદમી પાર્ટી કો બચાઓ, પાર્ટી કે દલાલ કો ભગાઓ.
આમ આદમી પાર્ટી માટે સંદેશ જે ઉમેદવાર આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓનો વિશ્વાસ પણ ના જીતી શકે તે પબ્લિકનું શું ભલું કરી શકે. આ સાથે જ પોસ્ટરમાં વિપુલ સખિયાના ફોટો પર ચોકડી મારવામાં આવી છે.
રાજકીય પાર્ટીઓમાં ટિકિટ માટે વિખવાદ :
નોંધનીય છે કે, તમામ રાજકીય પાર્ટીઓમાં ચૂંટણી પહેલા જ ટિકિટને લઈને આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. ભાજપ તથા કોંગ્રેસમાં પણ આંતરિક વિખવાદ સપારી પર આવી ચૂક્યો છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીમાં પણ ટિકિટને લઈને સ્થાનિક ઉમેદવાર પર પસંદગી ઉતારવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચો :-
- દેશ આગળ વધશે…: ચલણી નોટો પર લક્ષ્મી-ગણેશની તસવીરને લઈને CM કેજરીવાલનો PM મોદીને પત્ર
- પત્નીને કારથી ટક્કર મારીને કચડી નાખવાનો પ્રયાસ કરનાર પ્રોડ્યુસર કમલ કિશોર મિશ્રાની ધરપકડ, ઘટનાની CCTV ફૂટેજ આવી સામે