ભડકાઉ ભાષણ કેસમાં ફસાયા સપા નેતા આઝમખાન, કોર્ટે કરી 3 વર્ષની સજા, ધારાસભ્ય પદ પણ જશે

Share this story

SP leader Azam Khan caught in inflammatory

  • યુપીની રામપુર કોર્ટે હેટ સ્પીચ મામલે દોષી ઠરેલા સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમખાનને 3 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે.

યુપીના રામપુરની (Rampur of UP) કોર્ટે સમાજવાદી પાર્ટી (સપા)ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આઝમ ખાનને (Former Minister Azam Khan) ભડકાઉ ભાષણ આપવા બદલ 3 વર્ષની સજા અને 25000 નો દંડ ફટકાર્યો છે જોકે કોર્ટે સજા આપવાની સાથે તેમને જામીન પણ આપી દીધા હતા. આઝમખાનની (Azam Khan) ઉપરાંત બીજા પણ બે આરોપીઓને કોર્ટે 3 વર્ષની સજા તથા 2000 રુપિયાનો દંડ કર્યો છે. 2019ની સાલમાં ભડકાઉ ભાષણ મામલે તેમને સજા થઈ છે.

આઝમખાનનું ધારાસભ્યનું પદ પણ જશે  :

આઝમ ખાનને જે કલમોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે તેમાં ત્રણ વર્ષની કેદની જોગવાઈ છે. આઝમખાનને 3 વર્ષની સજા થઈ હોવાથી હવેથી તેમનું ધારાસભ્યનું પદ પણ જશે.

શું હતો મામલો :

2019ની સાલમાં યુપીના રામપુરની મિલક વિધાનસભા બેઠકના પ્રચાર દરમિયાન આઝમખાને તત્કાલિકન ડીએમ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રધાનમંત્રી મોદીને લઈને વાંધાજનક ટીપ્પણીઓ કરી હતી. તે વખતે ભાજપ નેતા આકાશ સક્સેનાએ આઝમખાન વિરૃદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. 

સંઘર્ષ ચાલુ રહેશે, હવે સેશન્સ કોર્ટ જઈશું :

3 વર્ષની સજાની જાહેરાત બાદ આઝમખાને એવું જણાવ્યું કે અમે અમારો સંઘર્ષ ચાલુ રાખીશું અને હવે સજાના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવશે. 

મારી સામેનો હેટ સ્પીચ કેસ બનાવટી- આઝમખાન  :

આઝમ ખાનના વકીલ વિનોદ શર્માએ કહ્યું હતું, અમે અમારી આખી દલીલો કરી છે. ત્યાંનાં બધાં ભાષણો છે, આ આપણી વાણી નથી. આ તમામને છેતરપિંડીથી બનાવવામાં આવ્યા છે. ફરિયાદી કોર્ટમાં પોતાનો કેસ સાબિત કરી શક્યો નથી.

ફરિયાદી અને અમે અમારી દલીલો પૂરી કરી છે. અમે જે મુદ્દાઓ ઉઠાવ્યા હતા તેનો તે સ્પષ્ટ જવાબ આપી શક્યા નથી. અમને આ પ્રકારનું કોઈ નફરતભર્યું ભાષણ આપવામાં આવ્યું નથી અને અમારી સામે બનાવટી કેસ તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-