28 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ 6 રાશિના લોકોને ભગવાન રામની કૃપાથી પ્રાપ્ત થશે અણધારી સફળતા અને આખું વર્ષ ભરેલી રહેશે તિજોરી

Share this story

28 October 2022, Today’s Horoscope

મેષઃ- સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. બપોર સુધી આવક સામાન્ય રહે. ત્યારબાદ સુધારો જણાય. પરિવારમાં મનમેળ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી શુભ ફળ મળતું જણાય.

વૃષભઃ- દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આર્થિક લાગણીશીલતા વધે. જીવનસાથી સાથે પ્રેમનો અનુભવ થાય. બપોર બાદ સામાન્ય દિવસ.

મિથુનઃ- સ્વભાવમાં જીકનું પ્રમાણ વધતું જણાય. નાના ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ. આવકનો સ્ત્રોત જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. આરોગ્ય જળવાય.

કર્કઃ- સ્વભાવમાં લાગણીશીલતા વધતી જણાય. દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. સંતાનોની પ્રગતિના સાક્ષી બની શકો. સ્વાસ્થ્ય સારૂં રહેશે. ટાયર, ટ્યૂબ, કલર, કેમીકલ તથા બાંધકામના ધંધામાં વિશેષ લાભ.

સિંહઃ- દિવસ દરમિયાન આનંદ-ઉત્સાહ તાજગી વધતા જણાય. નોકરીમાં પ્રગતિ તથા ધંધામાં શાંતીનો અનુભવ થાય. માતાનું આરોગ્ય જળવાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. શરદી-ખાંસીની કાળજી રાખવી.

કન્યાઃ- સરળ સ્વભાવ રહે. વાણીના પ્રભાવ દ્વારા સફળતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. આંખના દુઃખાવાથી સાચવવું.

તુલાઃ- આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ રહે. સ્થાવર જંગમ મિલકતો અંગેના વ્યવહારોમાં સાવચેતી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

વૃશ્ચિકઃ- મન ચંચળ રહે. વિચારોનું પ્રમાણ વધે. નાણાંકીય બાબતો અંગે સંતોષ વર્તાય. દામ્પત્ય જીવનમાં પ્રેમની અનુભૂતિ થાય. પ્રિય પાત્ર સાથે મિલન-મુલાકાત શક્ય બને. આરોગ્ય જળવાય.

ધનઃ- પરોપકારની ભાવના પ્રબળ બનતી જણાય. બપોર સુધી ખર્ચનું પ્રમાણ વધે. ત્યારબાદ આવક જળવાય. શરદી, ખાંસીની સમસ્યા રહે. દામ્પત્ય સુખ જળવાય, ખોટો વિચારો ટાળવા.

મકરઃ- કામકાજમાં ઉદાસીનતા વર્તાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વધારો થાય. મિત્રોનો સાથ-સહકાર મળે. નવી ઓળખાણ ફાયદાકારક સાબિત થાય.

કુંભઃ- નોકરીયાતનો શાંતિનો અનુભવ થાય. ધંધામાં યોગ્ય નિર્ણય લેવાની વ્યવસ્થા સરળ બને. ખોટા વિચાર ટાળવા. પાણીથી થતા રોગોથી સાવધાની જરૂરી. ખોટા ખર્ચા ટાળવા.

મીનઃ- ભાગ્યનો સાથ મળતાં આવક વધતી જણાય. ધાર્મિક યાત્રા-પ્રવાસન શક્ય બને. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. આંખ અને કમરના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-