પત્નીને કારથી ટક્કર મારીને કચડી નાખવાનો પ્રયાસ કરનાર પ્રોડ્યુસર કમલ કિશોર મિશ્રાની ધરપકડ, ઘટનાની CCTV ફૂટેજ આવી સામે

Share this story

Producer Kamal Kishore Mishra who tried

  • આ આખી ઘટનનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે જેમાં કમલ કિશોર મિશ્રા તેની પત્નીને કાર વડે ટક્કર મારવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે.

તેની પત્નીને કાર સાથે ટક્કર મારવાના આરોપમાં નિર્માતા કમલ કિશોર મિશ્રાની (Producer Kamal Kishore Mishra) અંબોલી પોલીસે ગઈકાલે રાત્રે ધરપકડ કરી હતી. જણાવી દઈએ કે શુક્રવારે એટલે કે આજે કમલકિશોર મિશ્રાને અંધેરી કોર્ટમાં (Andheri Court) રજૂ કરવામાં આવશે અને મુંબઈની (Mumbai) અંબોલી પોલીસે મિશ્રા સામે આઈપીસીની કલમ 279 અને 338 હેઠળ કેસ નોંધ્યો છે. કમલ કિશોર મિશ્રાની પત્ની યાસ્મીન (Wife Yasmin) આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને પત્નીની ફરિયાદ પછી પોલીસે કમલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

ઘટનાની CCTV ફૂટેજ આવી સામે :

જણાવી દઈએ કે જ્યારે કમલ કિશોર મિશ્રાએ તેની પત્નીને કારથી ટક્કર મારીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો ત્યારે કમલ કિશોર મિશ્રા ગાડીમાં અન્ય મહિલા સાથે હતો અને તે રંગે હાથ ઝડપાયો હતો. એ બાદ જ કમલ કિશોર મિશ્રાએ તેની પત્ની પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ આખી ઘટનનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે જેમાં કમલ કિશોર મિશ્રા તેની પત્નીને કાર વડે ટક્કર મારવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે.

વિડીયોમાં જોવા મળ્યું છે કે પાર્કિંગ સ્થળ પર હાજર એક વ્યક્તિએ યાસ્મીનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જણાવી દઈએ કે આ અકસ્માતમાં ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રાની પત્નીને માથા, હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પંહોચી હતી. આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને ગઈકાલે રાત્રે કમલ કિશોર મિશ્રાની ધરપકડ પણ કરી હતી.

બોલીવુડ ફિલ્મો પ્રોડ્યુસ કરે છે કમલ કિશોર મિશ્રા :

કમલ કિશોર મિશ્રા ફિલ્મો પ્રોડ્યુસ કરે છે અને એમનું One Entertainment Film Productions  નામનું પ્રોડક્શન હાઉસ પણ છે. કમલ કિશોર મિશ્રાએ દેહતી ડિસ્કો, શર્મા જી કી લગ ગયી, ફ્લેટ નંબર 420, ભૂતિયાપા જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.

https://twitter.com/ANI/status/1585294131970334720?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1585294131970334720%7Ctwgr%5E54dd751cb5dac1b18eba7195739fee5149ebd613%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fproducer-kamal-kishore-mishra-who-tried-to-run-over-his-wife-with-a-car-arrested-cctv

તેની છેલ્લી ફિલ્મ દેહતી ડિસ્કો આ વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ગણેશ આચાર્ય, રાજેશ શર્મા, મનોજ જોશી, રવિ કિશન જેવા સ્ટાર્સ હતા અને આ ફિલ્મનું પ્રમોશન વરુણ ધવન અને રણબીર કપૂર જેવા સ્ટાર્સે કર્યું હતું.

આ પણ વાંચો :-