Kalamukho Saturday: 5 vehicles collide near
- ભરૂચના નબીરપુર પાસે 5 વાહનોનો અકસ્માત. કન્ટેઈનર, કાર અને 3 બસ વચ્ચે અકસ્માત થતાં 2 લોકોના ઘટનાસ્થળે મોત. ગંભીર રીતે ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા.
લાભપાંચમની (Labh Pancham) સવાર કેટલાક મુસાફરો માટે કાળમુખી બની હતી. ભરૂચના (Bharuch) નબીરપુર પાસે વહેલી સવારે ધુંધળા વાતાવરણમાં એકસાથે પાંચ વાહનો અથડાયા હતા. 5 વાહનોના અકસ્માતમાં (an accident) 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નેશનલ હાઈવે 48 પર વડોદરાથી સુરત જવાના રુટ પર વહેલી સવારે આ અકસ્માતની ઘટના બની હતી. નબીરપુર પાસે પરવાના હોટલની સામે અકસ્માત સર્જાયો હતો. કન્ટેઈનર, 2 ખાનગી બસ, એક સરકારી બસ, કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ પાંચેય વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અથડામણ એટલી જોરદાર હતી કે, કારમાં સવાર 2 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા, તો અન્ય બે લોકોને ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. કારમાં સવાર તમામ લોકો એક જ પરિવારના હતા. આ અકસ્માતથી માછી પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.
મુત્યુ પામેલા લોકોના નામ :
1 હર્ષદ ભાઇ મગન ભાઈ માછી
2 અશોક ભાઇ સોમાભાઈ માછી
ઈજાગ્રસ્તોના નામ :
1 ભાવેશ ભાઇ મોહનભાઈ માછી
2 સૈલેશ ભાઇ ચંદુભાઈ માછી
તો ભરૂચમાં બીજો એક અકસ્માત પણ સર્જાયો હતો. નર્મદા ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 5 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે કારમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને 108 ની ટીમે મહામુસીબતે બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
આ પણ વાંચો :-