“Real sport” in T20 World Cup, entire Pakistan began
- ટી20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં આજે બે મુકાબલા યોજાઈ રહ્યાં છે જેમાં ભારત અને સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે.
ટી 20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન (Pakistan) પહેલા ભારત અને ઝિમ્બામ્બે (Zimbabwe) સામે મેચ હારી ગયું છે અને હવે સેમિફાઈનલમા ટકવું તેને માટે અઘરુ બની રહ્યું છે. આજે પાકિસ્તાન નેધરલેન્ડ (Pakistan Netherlands) સામે મેચ રમવાનું છે. પાકિસ્તાનને ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં (Semifinals) ટકી રહેવા માટે નેધરલેન્ડ સામેની મેચ જીતવી પડશે એટલું જ નહીં પરંતુ બીજી એક શરત પણ પૂરી કરવી પડશે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલો :
ઓસ્ટ્રેલિયાના પર્થમાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પણ મુકાબલો થવાનો છે અને પાકિસ્તાનને સેમિફાઈનલમાં ટકી રહેવું હશે તો તેણે સાઉથ આફ્રિકા સામે ભારતની જીતની દુઆ કરવી પડશે. જો સાઉથ આફ્રિકા સામે ભારત જીતે અને સાથે સાથે પાકિસ્તાન નેધરલેન્ડને હરાવે તો જ તે સેમિફાઈનલમાં આવશે અન્યથા ફેંકાઈ જશે તે નક્કી છે.
આખું પાકિસ્તાન કરશે ભારતની જીતની દુઆ :
આવી સ્થિતિમાં પાકિસ્તાનનું સેમિફાઈનલમાં ટકી રહેવું ભારતની જીત પર નિર્ભર રહેશે. તેથી સહેજે માની શકાય કે આજે આખું પાકિસ્તાન ભારતની જીતની દુઆ કરશે.
ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની બે હાર :
ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને બે હાર થઈ ચૂકી છે. પહેલા ભારતે અને પછી ઝિમ્બામ્બેએ પાકિસ્તાનને હરાવી દીધુ હતું.
આ પણ વાંચો :-