You will be overwhelmed by seeing the magnificent Kamalam Fruit Park
- નર્મદાના કેવડિયા ખાતે 2018 થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂલ્લું મૂકાયા બાદ પ્રવાસીઓ માટે સ્ટેચ્યુની સાથે બીજા 17 પ્રોજેક્ટ્સ બનાવવામાં આવ્યા છે.
જેમાં ખાસ જંગલ સફારી પાર્ક (Jungle Safari Park) અને ચિલ્ડ્રન ન્યુટિશન પાર્ક (Children’s Nutrition Park) પ્રવાસીઓનું આકર્ષણ બન્યું છે. ત્યારે મોટી સંખ્યામાં કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) જોવા માટે પ્રવાસીઓ આવતા થતા તંત્ર દ્વારા હવે વધુ ત્રણ પ્રોજેક્ટનો ઉમેરો થવા જઈ રહ્યો છે. કેવડિયામાં હવે આલિશાન કમલમ ફ્રુટ પાર્ક (Kamalam Fruit Park) બનાવાયું છે.
કમલમ ફ્રૂટ એક શરીર માટે પોષણયુક્ત ફ્રૂટ તરીકે ઓળખવામાં આવે છે અને આ ફ્રૂટ નાના બાળકોને વધુ ભાવતું હોઈ છે. ત્યારે આ કમલમ ફ્રૂટ પાર્ક સ્ટેચ્યુ પાસે બનાવવામાં આવ્યું છે. જેમાં કમલમ ફ્રૂટ કેવી રીતે ઉછેરવામાં આવે છે અને તેના ફાયદા શું છે તે અંગેની તમામ માહિતી અપાશે.
અહીં આવતા પ્રવાસીઓ સાથે નાના બાળકો પણ આ પાર્કમાં રમી શકશે અને તમામ પ્રકારની જાણકારી મેળવી શકશે કેવું કમલમ પાર્ક બનાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો :-