ભારે કરી ! પોતાના લગ્નના કાર્ડમાં વકીલે એવી એવી કલમો લખી કે લોકો માથું ખંજવાળવા લાગ્યા

Share this story

Heavily done! In his wedding card, the lawyer wrote

  • પોતાના વેડિંગ કાર્ડને બીજા લોકોથી જરાં અલગ બનાવવા માટે લોકો તેમાં હેવી ડેકોરેશન કરતા હોય છે અથવા તો કોઈ મેસેજ લખાવતા હોય છે. હાલમાં જ એક લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે.

પોતાના વેડિંગ કાર્ડને (Wedding card) બીજા લોકોથી જરાં અલગ બનાવવા માટે લોકો તેમાં હેવી ડેકોરેશન કરતા હોય છે અથવા તો કોઈ મેસેજ લખાવતા હોય છે. હાલમાં જ એક લગ્નનું કાર્ડ (Wedding card) વાયરલ થઈ રહ્યું છે. જેમાં પેમેન્ટ માટે ક્યૂઆર કોડ પણ આપ્યો છે. પણ આ લગ્ન કાર્ડ તેનાથી પણ એક ડગલું આગળ છે.

કાર્ડ જોઈ લોકો ચોંકી ઉઠ્યા :

આસામના ગુવાહટીમાં એક વકીલે એવું વેડિંગ કાર્ડ છપાવ્યું છે, તે લોકો માથુ ખંજવાળવા લાગ્યા હતા. હકીકતમાં આ લગ્નના કાર્ડની થીમ સંવિધાન છે. કાર્ડમાં ન્યાયનો સિમ્બોલ અને બીજી બાજૂ વર અને વધુના નામ લખેલા છે. પહેલા આપ આ લગ્નનું કાર્ડ જોઈ લો.

Image

લગ્નની નિમંત્રણ પત્રિકામાં ભારતીય વિવાહ સંબંધિત કાયદા અને અધિકારોનો પણ ઉલ્લેખ કર્યો છે. કાર્ડમાં લખ્યું છે કે, વિવાહનો અધિકાર ભારતીય સંવિધાન આર્ટિકલ 21 અંતર્ગત જીવનનો અધિકાર એક સંવૈધાનિક છે. મારા આ ફંડામેંટલ અધિકારનો ઉપયોગ કરવાનો સમય રવિવાર એટલે કે, 28 નવેમ્બર 2021 છે. જ્યારે વકિલોના લગ્ન થાય છે તો તેઓ હા નથી બોલતા, પણ તેઓ કહે છે કે અમે નિયમો અને શરતોનો સ્વિકાર કરીએ છીએ.

ફોટો થવા લાગ્યો વાયરલ :

વેડિંગ કાર્ડનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક યુઝર્સે કહ્યું કે, આ લગ્નના કાર્ડને વાંચીને અડધો ક્લેટ સિલેબસ પુરો થઈ ગયો. બીજા યુઝર્સે લખ્યું કે, પંડિતજીની જગ્યાએ જજને બોલાવવા જોઈએ. આ લગ્નનું કાર્ડ ઘણા લોકોને પસંદ આવ્યું છે.

આ પણ વાંચો :-