મોરબી દુર્ઘટના : સાંસદ મોહન કુંડારિયાના બહેનના કુટુંબના જ 12 સભ્યોના નિધન, રેસ્ક્યૂ ઓપરેશન હજુ યથાવત

Share this story

Morbi tragedy: 12 members of MP Mohan Kundaria’s

  • મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અત્યાર સુધીમાં 141થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને હજુ પણ મૃત્યુઆંક વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા છે.

મોરબીની (Morbi) મચ્છુ નદી (Machhu river) પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અત્યાર સુધીમાં 141થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને હજુ પણ મૃત્યુઆંક વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સિવાય અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. હજુ પણ બચાવ કામગીરી ચાલુ છે. સેનાના જવાનો (Army personnel) પણ બચાવ કામગીરીમાં જોડાયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Minister of State for Home Harsh Sanghvi) પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તેઓએ ઘટના સ્થળે નિરીક્ષણ કરીને અધિકારીઓ પાસેથી આ અંગે માહિતી મેળવી છે.

સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા :

આ દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાના પરિવારના સભ્યોના પણ મોત થયાના સમાચાર છે. સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા છે. સગા બહેનના જેઠાણીના પરિવારના લોકો, ચાર દીકરી ચાર જમાઈ અને સંતાનોના મોત થયા છે. એક પરિવારનાં 12 સભ્યોનાં મૃત્યુ થયા છે. સાંસદ મોહન કુંડારિયા સતત ખડેપગે છે.

ઝૂલતો પુલ તૂટવા મામલે રેન્જ IGનું નિવેદન :

મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટના બની છે. જેમાં અંદાજે 140 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મૃત્યુઆંકની સંખ્યા વધવાની સંભાવના છે. ઘટના બન્યા બાદ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે, દુર્ઘટના અંગે રેન્જ આઈજીએ નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે, પોલીસે યુદ્ધના ધોરણે NDRF, SDRF, હોમગાર્ડ, આર્મી અને નેવી જેવી તમામ એજન્સી સાથે સંપર્ક કરીને આખી રાત રેસ્ક્યૂ ઓપરેશન કર્યું છે. જેમાં અનેક લોકોને બચાવીને હોસ્ટેજીસમાં મોકલવામાં આવ્યા છે. ઉપરાંત હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ છે. સાથે તમામ એમ્બ્યુલન્સને સ્ટેડ ટુ બાય રાખવામાં આવી છે.

આ પણ વાંચો :-