Home Blog Page 1267

બદલાતી મોસમમાં ઉધરસ-ખાંસીથી છો પરેશાન ? તો પાણીમાં ફટાફટ આ ચીજ મેળવીને પીવો, તરત મળશે આરામ

Are you troubled by cough-cough in the changing

  • હવામાન બદલાઈ રહ્યું છે એવામાં લોકો બિમાર પણ થઇ રહ્યાં છે. અત્યારે મોટાભાગના લોકો શરદી અને ઉધરસની સમસ્યાથી પરેશાન રહે છે. જેના કારણે લોકોના ગળામાં દુ:ખાવાની અને ઉધરસની સમસ્યા જોવા મળે છે. એવામાં વરાળ લેવી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

મોટાભાગના લોકોના મનમાં આ પ્રશ્ન થાય છે કે ઉધરસ (Cough) થવાથી પાણીમાં શુ મિક્સ કરીને તેની વરાળ લેવી? ચાલો, અમે અહીં તમને જણાવીશુ કે ઉધરસ થવાથી પાણીમાં તમે કઈ વસ્તુને મિક્સ કરીને સ્ટીમ લો.

ઉધરસ થતા વરાળ લેવા માટે પાણીમાં મિક્સ કરો આ વસ્તુ  :

ફૂદીનાનુ તેલ :

ફૂદીનાના તેલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, આ બંધ નાકને ખોલવા અને ગળાના સોજાને ઘટાડવાનુ કામ કરે છે. તેથી જો તમને શરદી અથવા ઉધરસ છે તો તમે પાણીમાં 4 ટીપા ફૂદીનાના તેલના નાખીને આ પાણીની વરાળ લઇ શકો છો. આ ગળાની ખારાશ અને બલગમને દૂર કરવાનુ કામ કરશે.

સિંધાલુ નાખો :

આ વરાળ લેવા માટે સૌથી સરળ રીત છે. જેના માટે તમે પાણીમાં સિંધાલુ નાખીને વરાળ લો. આમ કરવાથી તમને શરદી, ઉધરસ અને ગળાની ખારાશ, સોઝો અને ગળાના દુ:ખાવાની સમસ્યામાંથી આરામ મળશે.

તુલસીના પત્તા, હળદર :

ઉધરસમાંથી રાહત મેળવવા માટે તમે તુલસીના પાન, અજવાઈન અને હળદરને પાણીમાં મિક્સ કરીને ઉકાળો. હવે આ પાણીનો વરાળ માટે ઉપયોગ કરો. આ પાણીને તમે પણ પી શકો છો. આમ કરવાથી તમને ઉધરસમાંથી તાત્કાલિક છૂટકારો મળી જશે.

આ પણ વાંચો :-

આઉટ થઈ શકતો હતો છતાં અશ્વિને મિલરને કેમ છોડ્યો ? પરાજય બાદ ઉઠી રહ્યા છે સવાલ

0

Why did Ashwin leave Miller even though

  • પર્થમાં ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકાની સામે ટી 20 વર્લ્ડ કપની મેચમાં 5 વિકેટથી પરાજય મળ્યો છે. ઓફ સ્પિનર અશ્વિનની પાસે ડેવિડ મિલરને રન આઉટ કરવાની તક હતી. પરંતુ તેણે છોડી દીધી.

ભારતીય ઓફ સ્પિનર (Indian off spinner) રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) દક્ષિણ આફ્રિકા (South Africa) સામે ટી20 વર્લ્ડ કપની મેચમાં રવિવારે ખૂબ મોંઘો સાબિત થયો. તેણે 10થી પણ વધુ ઈકોનોમી રેટથી રન આપ્યાં. આ દરમ્યાન અશ્વિનની પાસે એક એવી તક હતી જ્યારે તે ડેવિડ મિલરને (David Miller) આઉટ કરી શકતો

નંબર-2 પર આવ્યું ભારત  :

ભારતીય ક્રિકેટ ટીમે ટી20 વર્લ્ડ કપની હાલની એડિશનમાં પહેલી વખત હારનો સામનો કર્યો. રોહિત શર્માની આગેવાનીવાળી ટીમને પર્થમાં દક્ષિણ આફ્રિકાએ પાંચ વિકેટથી હરાવી. ભારત હવે પોતાના ગ્રુપમાં નંબર-2 પર જતુ રહ્યું છે. ભારતીય ટીમના ત્રણ મેચમાંથી 4 પોઈન્ટ છે. જ્યારે ટોપમાં રહેલી દક્ષિણ આફ્રિકાના આટલી જ મેચમાં 5 પોઈન્ટ થયા છે. ત્રીજા નંબરે બાંગ્લાદેશ છે. જેના 4 પોઈન્ટ છે અને 3 પોઈન્ટની સાથે ઝીમ્બાબ્વે ચોથા ક્રમાંકે છે.

અશ્વિને ગુમાવી તક :

આ દરમ્યાન ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પર્થ ટી-20 વખતનો છે. આ મેચમાં અશ્વિનની પાસે ડેવિડ મિલરને રન આઉટ કરવાની તક હતી, પરંતુ તેણે છોડી દીધી. ટી20 વર્લ્ડ કપના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. અશ્વિને આ મેચમાં 4 ઓવરમાં 43 રન આપ્યાં અને એક વિકેટ લીધી.

આ પણ વાંચો :-

ગેસ સિલિન્ડરની કિંમતથી લઈને વીમા ક્લેમ સુધી, 1 નવેમ્બરથી થવા જઈ રહ્યા છે આ 5 મોટા ફેરફાર

0

From gas cylinder prices to insurance claims

  • નવેમ્બર મહિનાની શરૂઆતથી કયા 5 બદલવા થવા જઈ રહ્યા છે એ વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

ઓક્ટોબર (October) મહિનો આજે પૂરો થઈ જશે અને આવતીકાલથી નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. એવા માં દર મહિનાની જેમ નવેમ્બરની શરૂઆતમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થવાના છે. આ ફેરફારની અસર ફક્ત તમારા ખિસ્સા પર જ નહીં પણ તમારા જીવનમાં પણ પડશે.

જણાવી દઈએ કે નવેમ્બર મહિનાની પહેલી તારીખથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફારની સાથે વીમા દાવા સંબંધિત નિયમોમાં પણ ફેરફાર જોવા મળશે. સાથે આ બધા સિવાય ભારતીય રેલવે ટ્રેનોના ટાઈમ ટેબલમાં પણ ફેરફાર કરી શકે છે. નવેમ્બર મહિનાથી કયા કયા બદલવા થવા જઈ રહ્યા છે એ વિશે અમે તમને જણાવીશું.

ગેસ સિલિન્ડરની કિંમતમાં થશે ફેરફાર :

દર મહિનાની પહેલી તારીખની જેમ આવતીકાલે પણ 1 નવેમ્બરે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવશે અને નવી કિંમત બહાર પાડવામાં આવશે. જણાવી દઈએ કે કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં 14 કિલોવાળા ઘરેલું અને 19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં બદલાવ કરે છે. આ પહેલા 1 ઓક્ટોબરે કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25.5 રૂપિયાનો ઘટાડો કરીને રાહત આપી હતી પણ હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં વધારાને જોતા એલપીજીના ભાવમાં વધારો થઈ શકે છે.

OTP કહ્યા પછી જ ગેસ સિલિન્ડરની ડિલિવરી :

1 નવેમ્બરથી ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડર સંબંધિત ફેરફાર થવા જઈ રહ્યો છે. નવેમ્બરની પહેલી તારીખથી એલપીજી સિલિન્ડરની ડિલિવરી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ડિલિવરી હવે વન ટાઇમ પાસવર્ડ પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. એટલે કે ગેસ સિલિન્ડર બુક કરાવ્યા બાદ ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે અને એ OTP ડિલિવરી બોય સાથે શેર કરવાનું રહેશે. સિસ્ટમને OTP સાથે મેચ કર્યા પછી સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવશે.

વીમા ક્લેમના નિયમો બદલાશે :

વીમા નિયમનકાર IRDAI તરફથી નવેમ્બરની પહેલી તારીખથી મોટો ફેરફાર જોવા મળી શકે છે. જણાવી દઈએ કે વીમા કંપનીઓ માટે 1 નવેમ્બર, 2022 થી KYC વિગતો આપવી ફરજિયાત બનાવી શકાય છે. હાલ નોન-લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે KYC વિગતો આપવી સ્વૈચ્છિક છે પણ આવતીકાલથી તેને ફરજિયાત બનાવવામાં આવી શકે છે. એટલે કે જો વીમાના ક્લેમ સમયે KYC દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી. તો દાવો રદ કરી શકાય છે.

GST રિટર્નમાં કોડ આપવાનો રહેશે :

આવતીકાલથી GST રિટર્નના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ ફેરફાર મુજબ હવે 5 કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે GST રિટર્નમાં ચાર અંકનો HSN કોડ લખવો ફરજિયાત રહેશે. જણાવી દઈએ કે અગાઉ બે-અંકનો HSN કોડ નાખવો પડતો હતો. આ પહેલા પાંચ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે 1 એપ્રિલથી ચાર અંકનો કોડ અને પછી 1 ઓગસ્ટથી છ અંકનો કોડ દાખલ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

મોરબી : માતા સહિત 3 સંતાનોના મોત, એક જ ઘરમાંથી ચાર-ચાર અર્થી નીકળતા પરિવારમાં આક્રંદ

0

Morbi: Death of 3 children including mother

  • મોરબીમાં ઐતિહાસિક ઝુલતો પુલ રવિવારે સાંજે અચાનક તૂટી પડતા અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 132 લોકોના મોત નિપજ્યા છે જ્યારે હજુ પણ 2 લોકો ગુમ છે.

બીજી તરફ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં (Hospital) ઈજાગ્રસ્ત લોકો સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ બાદ હવે અંતિમ સંસ્કાર (Funeral) માટે સ્મશાનમાં પણ લાઈનો લાગી છે. ત્યારે આ દુર્ઘટનામાં એક માતા અને ત્રણ સંતાનોના પણ કરુણ મોત નિપજ્યા હતા. એક પરિવારમાંથી ચાર-ચાર અર્થી ઉઠતા હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

પતિ બચી ગયો, પત્ની-ત્રણ સંતાનો મોતને ભેટ્યા :

મોરબીમાં રવિવારે રૂપેશભાઈ ડાભી પોતાના પરિવાર સાથે ઝુલતા બ્રિજ પર ફરવા માટે ગયા હતા. જોકે સાંજના સમયે બ્રિજ તૂટી પડતા રૂપેશભાઈ તથા તેમના પત્ની હંસાબેન અને ત્રણ સંતાનો તુષાર, શ્યામ અને માયા પણ મચ્છુ નદીમાં ખાબક્યા હતા. રૂપેશભાઈ તરીને નદીમાંથી બહાર નીકળી ગયા.

પરંતુ તેમના પત્ની અને સંતાનો નદીમાં જ ડૂબી ગયા હતા. એક જ પરિવારમાંથી ચાર-ચાર શબને કાંધ આપવાના કરુણ દ્રશ્યો સર્જાયા હતા. પળવારમાં જ કોઈની બેદરકારીથી આખો પરિવાર વેરવિખેર થઈ ગયો.

સિવિલમાંથી 132 મૃતદેહો પરિવારજનોને સોંપાયા :

મોરબીની સિવિલ હોસ્પિટલમાંથી મૃત્યુ પામેલા 132 જેટલા મૃતદેહોને પરિવારજનોને પાછા સોંપવામાં આવ્યા છે. જેમાં મતૃકોની અંતિમ વિધિ દરમિયાન પરિવારજનો સહિત સામાજિક આગેવાનો અને શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :-

તંત્રએ ફિટનેસ સર્ટિ. આપ્યું હતું ? ક્ષમતા કરતાં વધારે લોકો કેમ જવા દેવાયા ? મોરબી હોનારત બાદ ઊભા થતાં 5 સવાલ 

0

Tantra Fitness Certificate. was given Why were

  • આઠ કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજના સમારકામ બાદ ચાર દિવસ પહેલા જ ખુલ્લો મુકાયો હતો. ફિટનેસ સર્ટિફિકેટ વગર બ્રિજ ખુલ્લો મુકાયો અને દુર્ઘટના બની.

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી (Machu River in Morbi) પર બનેલો 143 વર્ષ જૂનો કેબલ બ્રિજ (Cable Bridge) રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે તૂટી જતાં મોટી દુર્ઘટના (Big tragedy) સર્જાઇ હતી. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 140થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. આ તરફ સરકાર દ્વારા પીડિત પરિવારોને 6-6 લાખ વળતરની જાહેરાત કરવામાં આવી છે.

આ તરફ ગુજરાત માહિતી વિભાગના (Gujarat Information Department) જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 177 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 19 લોકો સારવાર હેઠળ છે. આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ગુજરાત પોલીસની (Gujarat Police) મરીન ટાસ્ક ફોર્સે રાતભર મચ્છુ નદીમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

મહત્વનું છે કે બ્રિજના સમારકામ બાદ ચાર દિવસ પહેલા જ ખુલ્લો મુકાયો હતો. બ્રિજના સમારકામમાં આઠ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે આ દર્દનાક અકસ્માત બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સળગતા સવાલ  :

  1. ઓરેવા કંપનીએ બ્રિજનું સમારકામ સાત મહિના સુધી કર્યું હતું પરંતુ પાલિકાનું ફિટનેસ સર્ટિફિકેટ ન મળતાં દુર્ઘટનાના ચાર દિવસ પહેલા તેને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આખરે ફિટનેસ સર્ટિફિકેટ વગર બ્રિજ કેમ ખુલ્લો મુકાયો ?
  2. બ્રિજની ક્ષમતા લગભગ 100 લોકોની હતી પરંતુ 250થી વધુ લોકો ત્યાં પહોંચી ગયા હતા. આ પુલ આટલા લોકોનું વજન સહન કરી શક્યો ન હતો. બ્રિજ પર અચાનક આટલી ભીડ ક્યાંથી આવી ?
  3. બ્રિજ પર પહોંચેલા લોકોને કેમ રોકવામાં ન આવ્યા ?
  4. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે બ્રિજ ખોલવામાં આવ્યો ત્યારે કર્મચારીઓનું ધ્યાન ભીડ પર નહોતું, તેઓ વધુને વધુ ટિકિટો વેચવામાં વ્યસ્ત હતા. શું કંપનીએ માત્ર નફો કરવા માટે ધાર્યા કરતાં વધુ ટિકિટો વેચી હતી ?
  5. પુલને ફરીથી ખોલવા માટે કંપનીને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળ્યું નથી. આ પછી પણ બ્રિજ ખોલવાનું જોખમ કેમ લેવામાં આવ્યું ?

આ પણ વાંચો :-

T20 World Cup 2022 : 15 વર્ષનો દુષ્કાળ સમાપ્ત કરશે રોહિત એન્ડ કંપની, દક્ષિણ આફ્રિકાથી હાર સાથે 2011નો વિશ્વકપ યાદ આવ્યો

0

T20 World Cup 2022: Rohit & Co to end

  • દક્ષિણ આફ્રિકાએ ભારતને 2 બોલ પહેલા હરાવ્યું હતું. ટી20 વર્લ્ડ કપ 2022માં ભારતની આ પહેલી હાર છે. 2011 ODI વર્લ્ડ કપમાં પણ આવું જ કંઈક થયું હતું.

ભારતીય ટીમની (Indian team) સળંગ બે જીત બાદ ત્રીજી મેચમાં હાર થઈ છે. દક્ષિણ આફ્રિકા (South Africa) સામે આસાન લક્ષ્ય રાખવા છતા જબરદસ્ત લડાઈ આપીને રોમાંચક મેચમાં અંતિમ ઓવરમાં હાર મેળવી હતી. જો કે ભારતીય ચાહકો (Indian Fans) આ હારને લઈ સહેજ પણ દુઃખી નથી. કારણ કે આ હારમાં પણ જીતનો સંયોગ જોવા મળી રહ્યો છે.

આ હાર સાથે જ 15 વર્ષનો દુષ્કાળ હવે ખતમ થશે તેવી આશા જાગી છે. વર્ષ 2011 માં વનડે વિશ્વકપ ભારતે જીત્યો હતો એ વખતની યાદો તાજી થઈ ગઈ છે. કારણ કે પ્રથમ ત્રણ મેચોના પરીણામને હવે એક આશા ભર્યા સંજોગોથી ચાહકો જોવા માંડ્યા છે.

ટીમ ઈન્ડિયાએ વર્ષ 2011 માં વન ડે વિશ્વકપ જીત્યો હતો. તે સમયે જે પ્રમાણેનુ પ્રદર્શન ભારતનુ રહ્યુ હતુ એ જ પ્રમાણેનુ પ્રદર્શન ટીમ ઈન્ડિયાનું હાલમાં જોવા મળી છે. તે વખતે ભારત માત્ર એક જ મેચ હાર્યુ હતું અને એ પણ દક્ષિણ આફ્રિકા સામે.

દક્ષિણ આફ્રિકા સામેની મેચ હારી :

T20 વર્લ્ડ કપ 2022માં પણ ભારત અત્યાર સુધી માત્ર એક જ મેચ હાર્યું છે અને તે ટીમ અન્ય કોઈ નહીં પરંતુ દક્ષિણ આફ્રિકા છે. આ સંયોગ માત્ર વિપક્ષી ટીમમાં જ નહીં. પરંતુ જીત અને હારમાં પણ બને છે, જેનાથી ચાહકોમાં ચેમ્પિયન બનવાની આશા જાગી છે.

2 બોલ પહેલા મેચ જીતી  :

2011માં દક્ષિણ આફ્રિકાએ ભારતને 2 બોલ પહેલા જ જીત અપાવી હતી. આ વખતે પણ દક્ષિણ આફ્રિકાએ પર્થમાં 2 બોલમાં જીત મેળવી હતી. એટલે કે હાર પણ ભારતની જીતની ગાથા લખવાની તૈયારી કરી રહી છે. ભારતે દક્ષિણ આફ્રિકાને 297 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

ફરી એકવાર 2 બોલ પહેલા જીતી :

પર્થમાં રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સુપર 12 મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 133 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.

આ પણ વાંચો :-

“ધારાસભ્યો બકરા મંડીની માફક વેચાય છે, તેમની કિંમત કરાય છે અને ખરીદવામાં આવે છે” : ગેહલોત

0

Members of Parliament are sold like goats

  • સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે સભા સંબોધી હતી. સભા દરમિયાન તેઓએ સ્થાનિક ધારાસભ્ય અશ્વિન કોટવાલને કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાને લઈને પણ નિશાન તાક્યા હતા.

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના ખેડબ્રહ્મા (Khedra Brahma) ખાતે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે (Ashok Gehlot) સભા સંબોધી હતી. અશોક ગેહલોતે (Ashok Gehlot) ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર વખતે પોતાની જ સરકાર મુસીબતમાં મૂકાઈ ગઈ હોવાની વાતો કરીને કોંગ્રેસીઓને સ્તબ્ધ કરી દીધા હતા. ગેહલોતે એમ પણ કહ્યું કે ધારાસભ્યો (MLAs) બકરા મંડીની માફક વેચાય છે. તેમની કિંમત કરવામાં આવે છે અને ખરીદવામાં આવે છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે સભા સંબોધી હતી. સભા દરમિયાન તેઓએ સ્થાનિક ધારાસભ્ય અશ્વિન કોટવાલને કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાને લઈને પણ નિશાન તાક્યા હતા. તેઓએ કહ્યું હતું કે તેમને એજન્સીઓની ધાક બતાવાઈ હશે. જેથી તેઓ કોંગ્રેસ છોડી જોડાઈ ગયા હશે. ગેહલોતે જોકે આ દરમિયાન ધારાસભ્યોને બકરા મંડીની માફક લે વેચ કરવામાં આવતા હોવાની વાત કહી હતી.

તેઓ કહ્યું કે ધારાસભ્યો કરોડોમાં વેચાય છે અને એક બાદ એક રાજ્યોની  સરકાર તૂટી છે. રાજસ્થાનની તાજેતરમાં સર્જાયેલી સ્થિતીની યાદ તાજી કરવાતા ગેહલોતે કહ્યુ હું પણ અહીં તમારી સામે ના ઉભો હોત. આમ કહી તેઓએ સરકાર તેમની તૂટવાના અને બદલાવની સ્થિતીને યાદ કરાવી લીધી હતી. આમ ગુજરાતમાં સરકાર બનાવવાની આશાએ પ્રચાર કરી રહેલા અશોક ગેહલોતે પોતાની જ આપવીતી રજૂ કરી દીધી હતી.

આ પણ વાંચો :-

૪૩ વર્ષ પૂર્વેની એક મધરાત્રે મચ્છુએ મોરબીને તહસનહસ કરી નાંખ્યુ હતું, લગભગ દોઢ હજાર લોકો મોતને ભેટ્યાં હતા

0

One midnight 43 years ago

  • કાદવ-કીચડમાં, મકાનોની છત ઉપર અને ઝાડ ઉપર માનવ લાશો દિવસો સુધી સડતી રહી હતીઃ જાનવરો ખીલે બાંધેલી હાલતમાં મોતને ભેટ્યા હતાઃ એ સમયે RSSના સ્વંયમ સેવકો દેવદૂત બનીને મદદે આવ્યા હતા.

ઔદ્યોગિક નગરી મોરબી (Morbi) આજે વિશ્વમાં પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહી છે પરંતુ મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ (suspension bridge) તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ૪૦૦ જેટલા લોકોના પાણીમાં ખાબક્યા છે. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે ૪૩ વર્ષ અગાઉ કુદરતી આપદાઓએ આ શહેરને શ્મશાનભૂમિ (The burial ground) બનાવવામાં કઈ બાકી રાખ્યું નથી. ભૂકંપ હોય કે જળ હોનારત હોય મોરબીમાં (Morbi) બંને આફતે ઘણા સ્વજનોને ગુમાવ્યા છે. ખાસ કરીને ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ની તારીખ મોરબીવાસીઓ ક્યારેય ભૂલી શકવાના નથી એ ગોઝારા દિવસે જીવનરૂપી જળે મોરબીવાસીઓનાં (Jale Morbivasi) જે રીતે જીવ લીધા એ ઘટના આજે પણ ભલભલાના કાળજા કંપાવી નાખે છે.

૧૦ ઓગસ્ટ ૧૯૭૯ની રાત્રીના મોરબીમાં ૨૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો ઉપરવાસમાં પણ પાણીની આવક સતત ચાલુ હતી. પરિણામે મચ્છુ ડેમના દરવાજા ખોલવા જરૂરી હતા પણ લાઈટ ન હોવાથી ગામના લોકોની મદદ લઇ હેન્ડલથી દરવાજા ખોલવા પ્રયત્ન કરાયો પણ સફળ ન થયા અને ગામના યુવાનો પણ પાણી જોઈ ભાગી ગયા. પાણી સતત વધતા બપોરે 3:15ના નવાગામ તરફનો માટીનો પાળો તુટ્યો અને પાણી પ્રથમ લીલાપરને પોતાની ઝપટમાં લીધું અને બાદમાં મોરબી તરફ ધસમસતું આવી ગયું અને મોરબી વાસીઓને પણ પોતાની ઝપટમાં લીધુ. આ હોનારતમાં ૬૧૫૮ મકાન, ૧૮૦૦ ઝુંપડા નાશ પામ્યા તો ૩૯૦૦ જેટલા મકાનને નુકસાન થયું હતુ. સરકારી આંકડા મુજબ ૧૪૩૯ માનવ અને ૧૨,૮૪૯ પશુઓના જીવ ગયા હતા.

સૌથી મોટી કરુણતા એ છે કે આટલી મોટી વિપદા કુદરતી હતી કે માનવીય ભૂલ તે સાચા કારણથી મોરબીવાસીઓ આજે પણ અજાણ છે. જળ હોનારતના ૪૩ વર્ષ થવા છતાં આજે પણ મોરબીવાસીઓના માનસપટ્ટમાં એ કાળનો દિવસ સામે આવી જાય છે. ૧૧ ઓગસ્ટના સવારે જે સામાન્ય જનજીવન લાગતું હતું તે ગણતરીની કલાકમાં સ્મશાનમાં ફેરવાઈ ગયું. મચ્છુ-૨ ડેમમાં નવાગામ તરફના માટીના પાળો તૂટવાને કારણે ડેમમાં રહેલું પાણી આસપાસનાં ગામને પોતાની ઝપટમાં લેતા લેતા મોરબી તરફ આવ્યું અને મોરબી વાસીઓ કઈ વિચારે તે પહેલા શહેરીજનોને ૨૫થી ૩૦ ફૂટ ઉંચા પાણીનાં મોજા મોરબીવાસીઓ પર ફરી વળ્યા હતા.

મોરબીમાં આવેલ જળ હોનારતનું સરકારે સાચું કારણ રજુ કરવાને બદલે કમિટીનું વિસર્જન કરી દીધું હતું. જેના કારણે લોકો આ પ્રલયનું સાચું કારણ જાણી શક્યા ન હતાં પરંતુ આ કારણ બહાર લાવવાંનું બીડું મૂળ મોરબીનાં વતની અને અમેરિકામાં વસતા યુવાન ઊત્પલ સાડેંસરા અને તેનાં મિત્ર ટોમ વૂડને સંશોધન કર્યું જુદા જુદા દસ્તાવેજનો અભ્યાસ કર્યો, અનેક લોકોને મળ્યા બાદ તેમણે ‘નો વન હેડ અ ટન્ગ ટૂ સ્પીચ જેનું ગુજરાતી અનુવાદ નીરંજન સાન્ડેસરાએ કર્યું જેનું નામ ‘ઝીલો રે મચ્છુંનાં પડકાર’તૈયાર કર્યું. આ પુસ્તકમાં પૂર આટલું ભયાનક કેમ બન્યુ તેનાં કારણ રજુ કરવામાં આવ્યાં છે.

જેમાં સૌથી મોટું કારણ ડેમની ડિઝાઇન અને સ્થળમાં ભૂલો સામે આવી છે. લેખકનાં મતે ડેમ જે સ્થળે તૈયાર કરાવ્યો હતો તે સ્થળે ભૂતકાળમાં મોરબીના મહારાજાને વિચાર આવ્યો હતો પણ તે વખતના હાઈડ્રો મેનેજરે ડેમનું સ્થળ યોગ્ય ન હોય જો આ સ્થળે ડેમ બને તો અભિશાપ બની શકે છે તેમ કહી રાજાને ચેતવતાં યોજના પડતી મુકાઈ હતી. જો કે આઝાદી બાદ તત્કાલીન ગુજરાત સરકારે ત્યાં ડેમ બનવવાની ચેતવણી ભૂલી જઇ ડેમ બાંધ્યો. આ ઉપરાંત ડેમની ડિઝાઇન પણ ભુલ ભરેલી હતી.

કેન્દ્ર સરકારે સુચવેલા પગલાંને અવગણી તેમજ ડેમમાં મહત્તમ પાણી આવે તૌ તેને છોડવાની ગણતરી પણ ખોટી હતી, પધ્ધતિ પણ જૂની હતી અને આ જ કારણે બનાવવામાં આવેલ આ ડેમ ખરેખર મોરબી માટે અભિશાપ બન્યો. આ ઉપરાંત ડેમ સાઈટ પર પૂર વખતે વીજળી, ફોનની કૈ વાયરલેસની પણ સુવિધા બંધ થતા મોરબી વાસીઓને સમયસર ચેતવણી ન મળતાં વધું લોકોએ જીવ ગુમાવ્યો હતો.

મચ્છુની હોનારત વખતે આરએસએસના સભ્યોએ કાદવ, કીચડમાં ઉતરીને પણ લોકોના મૃતદેહોને બહાર કાઢવા સાથે અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. RSSની કામગીરી આજે પણ ઘણાને યાદ હશે.

એક દંતકથા એવીપણ છે કે મોરબીનો રાજા એક અતિસુંદર મહિલાની પાછળ પડ્યો હતો  પરંતુ ચારિત્ર્ય અને શીલવાન મહિલાએ રાજાને શરણે થવાને બદલે મોરબીના રાજાને શ્રાપ આપ્યો હતો. અલબત્તા આ દંતકથા છે. આના કોઈ પુરાવા નથી પરંતુ ગુજરાતના લોકગીતોમાં આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

 

મોરબી દુર્ઘટના : સાંસદ મોહન કુંડારિયાના બહેનના કુટુંબના જ 12 સભ્યોના નિધન, રેસ્ક્યૂ ઓપરેશન હજુ યથાવત

0

Morbi tragedy: 12 members of MP Mohan Kundaria’s

  • મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અત્યાર સુધીમાં 141થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને હજુ પણ મૃત્યુઆંક વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા છે.

મોરબીની (Morbi) મચ્છુ નદી (Machhu river) પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અત્યાર સુધીમાં 141થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને હજુ પણ મૃત્યુઆંક વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સિવાય અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. હજુ પણ બચાવ કામગીરી ચાલુ છે. સેનાના જવાનો (Army personnel) પણ બચાવ કામગીરીમાં જોડાયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Minister of State for Home Harsh Sanghvi) પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તેઓએ ઘટના સ્થળે નિરીક્ષણ કરીને અધિકારીઓ પાસેથી આ અંગે માહિતી મેળવી છે.

સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા :

આ દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાના પરિવારના સભ્યોના પણ મોત થયાના સમાચાર છે. સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા છે. સગા બહેનના જેઠાણીના પરિવારના લોકો, ચાર દીકરી ચાર જમાઈ અને સંતાનોના મોત થયા છે. એક પરિવારનાં 12 સભ્યોનાં મૃત્યુ થયા છે. સાંસદ મોહન કુંડારિયા સતત ખડેપગે છે.

ઝૂલતો પુલ તૂટવા મામલે રેન્જ IGનું નિવેદન :

મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટના બની છે. જેમાં અંદાજે 140 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મૃત્યુઆંકની સંખ્યા વધવાની સંભાવના છે. ઘટના બન્યા બાદ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે, દુર્ઘટના અંગે રેન્જ આઈજીએ નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે, પોલીસે યુદ્ધના ધોરણે NDRF, SDRF, હોમગાર્ડ, આર્મી અને નેવી જેવી તમામ એજન્સી સાથે સંપર્ક કરીને આખી રાત રેસ્ક્યૂ ઓપરેશન કર્યું છે. જેમાં અનેક લોકોને બચાવીને હોસ્ટેજીસમાં મોકલવામાં આવ્યા છે. ઉપરાંત હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ છે. સાથે તમામ એમ્બ્યુલન્સને સ્ટેડ ટુ બાય રાખવામાં આવી છે.

આ પણ વાંચો :-

મોરબીમાં સામૂહિક મોતની ખોફનાક ઘટના માટે જવાબદાર કોણ ? કમાણીની લાલચમાં અનેકને મોતના હવાલે કરી દીધા

Who is responsible for the horrific incident of mass death in Morb

  • આઝાદી પૂર્વેના જર્જરિત ‘ઝુલતા પુલ’નું રિપેરિંગ કરાયું પરંતુ ક્ષમતા, મજબુતાઈ અંગે નિષ્ણાતોની મંજૂરી વગર જ ખુલ્લો મુકી દેવાયો હતો.
  • એક અંદાજ પ્રમાણે લગભગ ૨૫ બાળકો સહિત ૧૦૦ લોકો કાળનો કોળિયો બની ગયા અને હજુ પણ  મોતનો આંકડો વધવાનો ભય છે, કોન્ટ્રાક્ટરે વધુ કમાણી કરી લેવાની લાલચમાં બ્રિજની ક્ષમતા કરતા વધુ લોકોને દાખલ કર્યા હતા.
  • બ્રિજના કોન્ટ્રાક્ટરે કાળજી રાખી નહોતી પરંતુ મોરબીના શાસકોએ પણ ગુનાઈત બેદરકારી દાખવી હતી અને મોતનું તાંડવ ખેલાયું.
  • દિવાળી, નવા વર્ષના તહેવારોના દિવસોમાં માત્ર મોરબી જ નહીં રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર અને સુરતના લોકો પણ મોરબી ફરવા આવ્યા હતા અને મોરબીની અજાયબી ગણાતા ઝુલતા બ્રિજ ઉપર ફરવા ગયા હતા.

લગભગ ૪૩ વર્ષ બાદ ગુજરાતનું ઐતિહાસિક નગર મોરબી (Morbi is a historical town of Gujarat) ફરી વખત માનવસર્જિત આફતનો ભોગ બન્યું હતું. ૧૯૭૯ના વર્ષની ૧૧મી ઓગસ્ટની વહેલી સવારે મચ્છુ નદી (Machhu river) ઉપર બાંધવામાં આવેલો ડેમ (મચ્છુ-૨) તૂટી પડવાથી લગભગ દોઢ હજાર લોકો મધરાતના ભરઉંઘમાં જ કાળનો કોળિયો બની ગયા હતા અને લગભગ ૧૩ હજાર જેટલા મૂંગા પશુઓ ખીલે બાંધેલી હાલતમાં મોતને શરણ થયા હતા. આ ઘટના એટલી હૃદયદ્રાવક હતી કે માનવ લાશો દિવસો સુધી કાદવમાં સડતી રહી હતી તો કેટલાક મૃતદેહો ઝાડ ઉપર લટકતા જોવા મળ્યા હતા. આ ગોઝારી ઘટનાના આગલા દિવસે મોરબીમાં લગભગ ૨૫ ઈંચ જેટલો અનરાધાર વરસાદ (Heavy rain) ખાબક્યો હતો અને મચ્છુ-૨ ડેમ (Machchu-2 Dam) છલકાઈ ગયો હતો. ડેમના દરવાજા ખોલવા માટે વીજ પુરવઠો (power supply) નહોતો અને હાથથી દરવાજા ખોલવામાં સફળતા મળી નહોતી. કચ્છના ભૂકંપ જેવી જ મોરબીની ઘટનાને નજરે જોનારા લોકો આજે પણ મોતના ખોફથી ફફડતા હશે.

આવી જ વધુ એક માનવસર્જિત દુર્ઘટના નવા વર્ષના પ્રારંભે મોરબીમાં બનવા પામી હતી. અંગ્રેજોના જમાનામાં મચ્છુ નદી ઉપર એક ઝુલતો પુલ બાંધવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક પુલ મોરબીની વિશેષ ઓળખ હતી અને મોરબીવાસીઓ માટે નજરાણું હતું. બ્રિજના રિપેરિંગ કામ માટે થોડા મહિનાઓ પહેલા બંધ કરવામાં આવ્યો હતો અને નવા વર્ષના દિવસે જ સહેલાણીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દિવાળી અને નૂતનવર્ષના તહેવારો અને રજાના દિવસોમાં લોકો ‘ઝુલતા પુલ’ ઉપર ફરીને આનંદ માણી રહ્યા હતા.

આજે રવિવારે પણ સાંજના સમયે લોકો પરિવાર અને બાળકો સાથે પુલ ઉપર ફરવા નીકળ્યા હતા અને સાંજના સમયે શિયાળાના ખુશનુમા વાતાવરણમાં કુદરતને માણી રહ્યા હતા ત્યારે અચાનક લગભગ સવા છ વાગ્યાની આસપાસ એક જબરજસ્ત આંચકા સાથે ‘ઝુલતો પુલ’ મચ્છુ નદીના પાણીમાં તૂટી પડ્યો હતો !

લોકોએ જીવ બચાવવા દોડાદોડી કરી મુકી હતી પરંતુ આખો બ્રિજ તૂટીને પાણીમાં ગરક થઈ ગયો હતો. કેટલાક લોકોએ બાકી બચેલા બ્રિજના કાટમાળને પકડીને બચવાના પ્રયાસો કર્યા હતા તો અનેક બાળકો અને લોકો પાણીમાં ડૂબી ગયા હતા. બ્રિજ ઉપર ફરવા નીકળેલા મોટાભાગના લોકો પરિવાર અને સગાસંબંધીઓ સાથે સમૂહમાં હતા. કેટલાક લોકો બહારગામથી મોરબી ફરવા આવ્યા હતા.

કોઈ રાજકોટથી આવ્યું હતું તો કોઈ અમદાવાદથી આવ્યા હતા તો ઘણા સુરતના પણ હતા. લગભગ બધા જ લોકો કાળના જડબામાં જકડાઈ ગયા હતા. નાના નાના બાળકો બચવા માટે દર્દનાક ચીસો પાડી રહ્યા હતા પરંતુ વડીલો બચાવી શકવાની સ્થિતિમાં નહોતા. કેટલાક બાળકો માતાની ગોદમાંથી કે હાથની આંગળીએથી છુટા પડી ગયા હતા. પોતાની નજર સામે બાળકો અને સ્વજનો મોતને ભેટી રહ્યા હતા પરંતુ કોઈ કોઈને મદદ કરી શકે એવી સ્થિતિમાં નહોતું. એક તરફ રવિવારનો સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો બીજી તરફ અનેક જિંદગીઓ મચ્છુના પાણીમાં ડૂબીને અંતિમ શ્વાસ લઈ રહી હતી. પ્રાથમિક જાણકારી મુજબ લગભગ ૧૦૦ લોકોને ગોઝારી મચ્છુના પાણી ભરખી ગયા હતા. જેમ જેમ રાત્રિનો અંધકાર છવાતો જતો હતો તેમ તેમ દર્દનાક મોતની ઘટનાઓ નજર સામે આવતી હતી.

રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ બ્રિજેશ મેરજા, રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ રાજકીય, સામાજિક આગેવાનો સેવાભાવી સંસ્થાઓ બચાવ, રાહત કામગીરીમાં જોતરાઈ ગયા હતા. સરકારી અને ખાનગી હોસ્પિટલો ખુલ્લી મુકી દેવામાં આવી હતી. ખુદ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઘટના ઉપર નજર રાખી રહ્યા હતા. પરંતુ કુદરતના કોપ સામે બધા જ લાચાર હતા.

તાકીદની સહાયને કારણે અનેક લોકોને બચાવી લેવાયા હતા. પૂર્વ મંત્રી કાંતિ અમૃતિયા જાતે પળનો પણ વિલંબ કર્યા વગર મચ્છુમાં કુદી પડ્યા હતા. કાંઠે ઉભેલી એક પણ વ્યક્તિ એવી નહોતી કે મદદ કરવા માટે દોડી ન હોય પરંતુ બધા જ લાચાર હતા.

આ તરફ લાપતા થયેલા બાળકો અને મહેમાનોને શોધવા લોકો ચારે તરફ દોડાદોડી કરી રહ્યા હતા. હોસ્પિટલો ખુંદી વળ્યા હતા. કેટલાકને સ્વજનો હેમખેમ મળી ગયા પરંતુ ઘણા લોકો લાચાર હતા. ગોઝારી મચ્છુના પાણીમાંથી જેમ જેમ મૃતકોના શબ બહાર આવતા હતા તેમ તેમ કાંઠે ઉભેલા સ્વજનોના દર્દભર્યા નિસાસા કાળજુ કંપાવનારા હતા. લગભગ દરેક વ્યક્તિને એવી આશા હતી કે તેમનું સંતાન તેમનું સ્વજન હેમખેમ મળી આવશે પરંતુ એક-એક મૃતદેહ સાથે આશાઓ ઠગારી નીવડતી હતી! ઘટના એટલી કંપાવનારી હતી કે બચાવ, રાહતમાં જોડાયેલા લોકોની આંખોમાંથી પણ આંસુઓનો ધોધ વહેતો હતો. ગણતરીની મિનિટો પહેલાં હસતા કુદતા નિર્દોષ લોકોની લાશો બહાર આવી રહી હતી. તાકીદની સારવાર માટે કિનારે ઉભેલી એમ્બ્યુલન્સે શબવાહિનીની ફરજ બજાવવી પડી હતી.

આખી ઘટના પાછળ પ્રાથમિક દૃષ્ટિએ બ્રિજની જાળવણી અને નિભાવની જવાબદારી સંભાળતી કંપની અને મોરબી નગરપાલિકાના અધિકારીઓની બેજવાબદારી પુરવાર થતી હતી. વિગતો મુજબ બ્રિજ રિપેરિંગ માટે બંધ કરાયો હતો. રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ બ્રિજની ક્ષમતા અને સલામતી અંગેના નિષ્ણાંતોના કોઈપણ પ્રકારના પ્રમાણપત્રો, મંજુરી મેળવ્યા વગર જ બ્રિજને નવા વર્ષના દિવસે જ સહેલાણીઓ માટે ખુલ્લો મુકી દેવાયો હતો. બ્રિજની જાળવણીની જવાબદારી સંભાળતી સંસ્થાએ બ્રિજની ક્ષમતા અંગે નિષ્ણાતો પાસે ચકાસણી નહીં કરાવવાની ભૂલ કરી હતી. આ ઉપરાંત મોરબી નગરપાલિકાના શાસકોએ પણ બ્રિજની સલામતી અને ક્ષમતા જાણવાની દરકાર રાખી નહોતી અને ઉતાવળે બ્રિજને સહેલાણીઓ માટે ખુલ્લો મુકીને વધુ ગંભીર અને ગુનાઈત ભુલ કરી હતી.

આ ઉપરાંત બ્રિજ ઉપર ક્ષમતા કરતા વધારે લોકો હોવાની કેટલાક લોકોએ ફરિયાદ પણ કરી હતી અને બ્રિજ તૂટી પડશે એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી છતાં ધરાર અવગણના કરવામાં આવી હતી અને આખરે સામૂહિક
મોતની ભયાનક દુર્ઘટના બનવા પામી હતી.

દાયકાઓ પહેલા મચ્છુ ડેમ તૂટી પડવાની ઘટનાને કુદરતી હોનારત કહી શકાય પરંતુ ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટના ચોક્કસ માનવસર્જિત દુર્ઘટના કહી શકાય. અલબત્ત હવે દુર્ઘટના માટે જવાબદાર લોકોને ફાંસીએ લટકાવવામાં આવશે તો પણ લોકો, પરિવારોએ ગુમાવેલા સ્વજનો પાછા મળવાના નથી. મોરબીની ભયાનક દુર્ઘટના બાદ રાજ્યમાં અને દેશમાં અનેક સ્થળોએ આવેલા રોપ-વે સહિતના સાધનોની ક્ષમતા, મજબુતાઈ ફરી વખત તપાસી લેવાની ચોક્કસ જરૂરિયાત ઊભી થવા પામી છે.

આ પણ વાંચો :-