Morbi: Death of 3 children including mother
- મોરબીમાં ઐતિહાસિક ઝુલતો પુલ રવિવારે સાંજે અચાનક તૂટી પડતા અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 132 લોકોના મોત નિપજ્યા છે જ્યારે હજુ પણ 2 લોકો ગુમ છે.
બીજી તરફ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં (Hospital) ઈજાગ્રસ્ત લોકો સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ બાદ હવે અંતિમ સંસ્કાર (Funeral) માટે સ્મશાનમાં પણ લાઈનો લાગી છે. ત્યારે આ દુર્ઘટનામાં એક માતા અને ત્રણ સંતાનોના પણ કરુણ મોત નિપજ્યા હતા. એક પરિવારમાંથી ચાર-ચાર અર્થી ઉઠતા હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.
પતિ બચી ગયો, પત્ની-ત્રણ સંતાનો મોતને ભેટ્યા :
મોરબીમાં રવિવારે રૂપેશભાઈ ડાભી પોતાના પરિવાર સાથે ઝુલતા બ્રિજ પર ફરવા માટે ગયા હતા. જોકે સાંજના સમયે બ્રિજ તૂટી પડતા રૂપેશભાઈ તથા તેમના પત્ની હંસાબેન અને ત્રણ સંતાનો તુષાર, શ્યામ અને માયા પણ મચ્છુ નદીમાં ખાબક્યા હતા. રૂપેશભાઈ તરીને નદીમાંથી બહાર નીકળી ગયા.
પરંતુ તેમના પત્ની અને સંતાનો નદીમાં જ ડૂબી ગયા હતા. એક જ પરિવારમાંથી ચાર-ચાર શબને કાંધ આપવાના કરુણ દ્રશ્યો સર્જાયા હતા. પળવારમાં જ કોઈની બેદરકારીથી આખો પરિવાર વેરવિખેર થઈ ગયો.
સિવિલમાંથી 132 મૃતદેહો પરિવારજનોને સોંપાયા :
મોરબીની સિવિલ હોસ્પિટલમાંથી મૃત્યુ પામેલા 132 જેટલા મૃતદેહોને પરિવારજનોને પાછા સોંપવામાં આવ્યા છે. જેમાં મતૃકોની અંતિમ વિધિ દરમિયાન પરિવારજનો સહિત સામાજિક આગેવાનો અને શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :-