Home Blog Page 1266

વડોદરામાં બિલ માટે થઈ બબાલ અને ગેંગે આપી આખું કાફે બોમ્બથી ઉડાવવાની ધમકી-મારામારી, પોલીસ એક્શનમાં

In Vadodara, there was an uproar over the bill

  • અગાઉ દિવાળી સમયે આ ગેંગ દ્વારા એક પરિવાર સાથે મારામારી કર્યા બાદ ફરી એકવાર કાફેમાં જઈ મારામારી કરી હોવાનું સામે આવ્યું.

વડોદરાના (Vadodara) માંજલપુરમાં સિકલીગર ગેંગનો (Sikligar Gang in Manjalpur) આંતક સતત વધી રહ્યો છે. અગાઉ દિવાળી સમયે આ ગેંગ દ્વારા એક પરિવાર સાથે મારામારી કર્યા બાદ ફરી એકવાર કાફેમાં જઈ મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ સિકલીગર ગેંગના (Sikligar Gang) લોકો એક કાફેમાં જમવા ગયા હતા. જ્યાં જમવાના બિલ બાબતે કોઈ માથાકૂટ (Headbutt) થતાં ગેંગના સભ્યોએ મારામારી કરી હતી.

સંસ્કારી નગરી વડોદરાના માંજલપુરમાં સિકલીગર ગેંગનો દિવસેને દિવસે વધી રહ્યો છે. તાજેતરમાં સિકલીગર ગેંગના લોકો શહેરના એક કાફેમાં જમવા ગયા હતા. જ્યાં જમવાના બિલ બાબતે બબાલ થતાં આ ગેંગે મારામારી કરી હતી. આ સાથે ગેંગે કાફેને બોમ્બથી ઉડાવવાની ધમકી પણ આપી હતી.

આ સમગ્ર મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જે બાદમાં કાફેના સંચાલકે સિકલીગર ગેંગ સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ સ્થાનિક પોલીસે ફરિયાદના આધારે 3 આરોપીની ધરપકડ કરી છે.

દિવાળીના દિવસે પણ ગેંગે આતંક મચાવ્યો હતો  :

મહત્વનું છે કે અગાઉ પણ સિકલીગર ગેંગના સાગરીતોએ મારામારી કરી હતી. દિવાળીના દિવસે ગેંગે એક પરિવાર સાથે મારામારી કરી હતી. વિગતો મુજબ સિંધવાઈ માતા રોડ પર રિંકુ સિકલીગરએ ઘરમાં સળગતી દેશી હવાઈ છોડી હતી. જેથી પરિવારે આવું ન કરવાની ટકોર કરતાં ગેંગના11 સભ્યોએ પરિવાર સાથે મારામારી કરી હતી. જેમાં મહિલાને ઘરના ગેટ પાસે પટકી અને ઘરના પુરુષ સભ્યો પર પણ હુમલો કર્યો હતો. આ ઘટના પણ CCTVમાં  કેદ થઇ હતી.

આ પણ વાંચો :-

ભારતનો અત્યંત રહસ્યમય કૂંડ, તાળી પાડો તો થાય છે આ ‘ચમત્કાર’, ન્હાવાથી પૂરી થાય છે માનતા !

0

India’s most mysterious pond, this miracle

  • વિજ્ઞાન ભલે ગમે તેટલી પ્રગતિ કરી લે પરંતુ પ્રકૃતિ તેના કરતા બે ડગલા આગળ જોવા મળતી હોય છે. આમ તો માણસ ચંદ્ર પર પહોંચી ગયો છે પરંતુ ધરતીના અનેક રહસ્યો એવા છે જેના પર હજુ પણ પડદો પડેલો છે. કુદરતે એવી અનેક રહસ્યમય જગ્યાઓ બનાવેલી છે જેને જોઈને લોકો આજે પણ મોંઢામાં આંગળા નાખી જાય છે.

વિજ્ઞાન (Science) ભલે ગમે તેટલી પ્રગતિ કરી લે પરંતુ પ્રકૃતિ (The nature) તેના કરતા બે ડગલા આગળ જોવા મળતી હોય છે. આમ તો માણસ ચંદ્ર પર પહોંચી ગયો છે પરંતુ ધરતીના અનેક રહસ્યો એવા છે જેના પર હજુ પણ પડદો પડેલો છે. કુદરતે એવી અનેક રહસ્યમય જગ્યાઓ બનાવેલી છે.

જેને જોઈને લોકો આજે પણ મોંઢામાં આંગળા નાખી જાય છે. ભારતમાં જ આવી એક જગ્યા છે. જેનું રહસ્ય હજુ પણ વણઉકેલ્યું છે. એક એવો કૂંડ છે જ્યાં તાળી વગાડવામાં આવે તો પાણી આપોઆપ બહાર આવવા લાગે છે.

તાળી વગાડતા જ થાય છે આ ચમત્કાર :

ભારતના આ રહસ્યમય કૂંડનું નામ દલાહી કૂંડ છે. જે ઝારખંડના (Jharkhand) બોકારો શહેરથી 27 કિલોમીટર દૂર આવેલો છે. આ કૂંડની સામે જો તાળી પાડવામાં આવે તો પાણી ઉપરની બાજુ આવવા લાગે છે. જેને જોઈને લાગે છે કે જાણે કોઈ વાસણમાં પાણી ઉકળી રહ્યું છે. આ કૂંડનું રહસ્ય આજે પણ એક રહસ્ય જ રહેલું છે. આ કૂંડને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે.

ઋતુ પ્રમાણે પાણી :

આ કૂંડનું પાણી ગરમીની ઋતુમાં ઠંડુ અને શિયાળામાં ગરમ રહે છે. એવી માન્યતા છે કે આ કૂંડમાં ન્હવાથી ચામડીના રોગ દૂર થાય છે. જો કે આ અંગે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પાણીમાં સલ્ફર અને હીલિયમ છે જેના કારણે ચામડીના રોગ દૂર થાય છે.

સંક્રાતિ પર થાય છે મેળો :

આ સ્થળે મકર સંક્રાંતિ પર મોટો મેળો લાગે છે. આ રહસ્યમય કૂંડ દેવતા દલાહી ગોસાઈનું પૂજા સ્થળ છે. અહીં લોકો દર રવિવારે પૂજા કરે છે. કૂંડ પ્રત્યે લોકોની ખુબ આસ્થા છે. લોકોનું માનવું છે કે આમાં ન્હાતી વખતે જે પણ માનતા માની હોય તે પૂરી થાય છે.

આ કૂંડ વિશે અનેક વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું તો એવું પણ જાણવા મળ્યું કે તેનું પાણી જમુઈ નામના એક નાળામાંથી પસાર થઈને ગર્ગા નદીમાં જાય છે. તાળી વાગવાથી ધ્વનિ તરંગોના કારણે થતા કંપનના કારણે પાણી ઉપરની બાજુ આવવા લાગે છે.

આ પણ વાંચો :-

ઈલેક્ટ્રિક બાઇક અથવા સ્કૂટર ખરીદવું હોય તો પહેલા બેટરી વિશે આ 5 બાબતો જાણી લેવી

0

If you want to buy an electric bike or scooter

  • જયારે ઈ-વાહન (electronic Vehicle) ખરીદવાની વાત આવે છે, ત્યારે બેટરી માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. એવામાં સવાલ એ થાય છે કે તમારી જરૂરિયાત મુજબ કયો વિકલ્પ શ્રેષ્ઠ છે ? આ પાંચ પોઈન્ટથી સમજો.

જયારે ઈ-બાઈક (electronic bike) ખરીદવાની વાત આવે છે. ત્યારે બાઇક અને બેટરી બંને માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. એવામાં સવાલ એ થાય છે કે તમારી જરૂરિયાત મુજબ કયો વિકલ્પ શ્રેષ્ઠ છે? એવામાં અમે તમને ઈલેકટ્રીક બાઇકની બેટરી સાથે જોડાયેલી 5 મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવી રહ્યા છીએ જે તમારે જાણવી જરૂરી છે.

પહેલા બેટરી વિશે જાણીએ :

બેટરી પેક વ્યક્તિગત બેટરી “સેલ્સ” થી બનેલા હોય છે. સેલ્સને નળાકાર સેલ્સ અને પ્રિઝમેટિક સેલ્સમાં વર્ગીકૃત કરવામાં આવે છે. બેટરીના દરેક વર્ગનું ઉત્પાદન વિવિધ સ્વરૂપ અને પરિબળોમાં થાય છે ( બેટરી વિશ્વમાં આ શબ્દ સરેરાશ કદ માટે વપરાય છે). ઈ-બાઈક બેટરી પેકમાં સેલનું સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું ફોર્મ-ફેક્ફેટર 18650 છે.

શ્રેષ્ઠ ઈ-બાઈક બેટરી (electric bike battery) કઈ છે ?

યોગ્ય બેટરી પસંદ કરવા માટે સૌથી મહત્વપૂર્ણ શું છે? શું તમે એવી બેટરી ઇચ્છો છો કે જેની લાંબી રેન્જ હોય, પછી ભલે તે યોગ્ય પાવર ધરાવતી ન હોય? અથવા શું તમને એવી બેટરી જોઈએ છે, જેમાં વધુ પાવર હોય પણ તે લાંબો સમય ચાલે? ઈ-બાઇક (electronic bike) માટે લિથિયમ-આયન (લિ-આયન) બેટરી બેસ્ટ વિકલ્પ માનવામાં આવે છે. બેટરીની કિંમત અને ગુણવત્તા વચ્ચે પણ મજબૂત સંબંધ છે.

તેથી દરેક બ્રાન્ડની લિથિયમ-આયન બેટરી સારી હોય તે શક્ય નથી. બેટરી ઉદ્યોગમાં ઘણી જાણીતી કંપનીઓનું સારું નામ છે. તેમની કિંમત ઊંચી હોય છે પરંતુ ગુણવત્તા પણ સારી હોય છે. જો તમે ઈ-બાઈક ખરીદવા જઈ રહ્યા છો. તેમાં જો સેલ ઉત્પાદકની માહિતી ન હોય તો તેને ખરીદવાનું ટાળવું જોઈએ. તેજ રીતે એ પણ ધ્યાનમાં રાખો કે જો યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે તો સારી બેટરી પણ ખરાબ થઈ શકે છે.

ઈ-બાઈક બેટરીની રેન્જ કેટલી છે ?

બેટરી પેકની રેન્ઝ તેની અંદર ભરેલી ઊર્જાના જથ્થા પર આધારિત છે અને તેને વોટ-કલાક (Wh)માં માપવામાં આવે છે. વોટ-કલાકોની ગણતરી બેટરી વોલ્ટેજ દ્વારા બેટરીની ક્ષમતાને ગુણાકાર કરીને કરવામાં આવે છે. ધારો કે સરેરાશ, 1 માઇલ માટે લગભગ 25 Wh ઉર્જા જરૂરી છે. તેથી 14Ah, 36V બેટરી તમને ચાર્જ દીઠ લગભગ 25-માઇલની રેન્જ આપે છે. સાથે તેમાં ચલાવનારનું વજન બહારના તાપમાનની સ્થિતિ અને પેડલિંગની માત્રા રેન્જમાં નોંધપાત્ર તફાવત લાવે છે.

તમારી ઈ-બાઈકની બેટરી કેવી રીતે ચાર્જ કરવી ?

ઊંચું તાપમાન તમારી બેટરીને અન્ય કોઈપણ વસ્તુ કરતાં ઝડપથી ખતમ કરી નાખે છે. જો તમારી ઈ-બાઈક સંપૂર્ણપણે ચાર્જ થઈ ગઈ હોય અને એવી જગ્યાએ પાર્ક કરેલી હોય જ્યાં તાપમાન ખૂબ વધારે હોય. તો તેને ઘરની અંદર લઈ જાઓ. શક્ય તેટલીવાર ઓરડાના તાપમાને તમારી બેટરી ચાર્જ કરો.

આ પણ વાંચો :-

મોરબી દુર્ઘટના : નીતિન પટેલે કહ્યું સરકારનો આમાં કોઈ રોલ નથી, તંત્ર દ્વારા રિનોવેશન થયું

0

Morbi Tragedy: Nitin Patel said the government

  • બ્રિજનું નવીનીકરણ અને લોકાર્પણ મોરબી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુજરાત સરકારની કોઈ ભૂમિકા નહોતી: નીતિન પટેલ

મોરબીમાં (Morbi) ઝૂલતો પૂલ (Swinging pool) તૂટવાની દુર્ઘટના બનતા આ હોનારતમાં અત્યાર સુધી 134 લોકોના મોત નિપજ્યાં છે. જોકે આ દરમ્યાન હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલનું (Former Chief Minister Nitin Patel) નિવેદન સામે આવ્યું છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ નીતિન પટેલે કહ્યું છે કે મોરબી બ્રિજનું નવીનીકરણ (Renovation of Bridges) અને લોકાર્પણ મોરબી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુજરાત સરકારની કોઈ ભૂમિકા નહોતી. જોકે અહી મહત્વનું છે કે હજી ગઈકાલે જ એક ખાનગી ચેનલમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે મોરબી બ્રિજ દુર્ઘટનાની નૈતિક જવાબદારી સરકારની છે.

શું કહ્યું નીતિન પટેલે

મોરબી બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં શોકનું વાતાવરણ છે. તેવામાં ન્યૂઝ એજન્સી ANI મુજબ નીતિન પટેલે કહ્યું છે કે બ્રિજનું નવીનીકરણ અને લોકાર્પણ મોરબી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુજરાત સરકારની કોઈ ભૂમિકા નહોતી. જૂનો પુલ નાનો હતો અને ખાનગી ઉપયોગ માટે બનાવવામાં આવ્યો હતો. પરંતુ પ્રવાસીઓની અવરજવર માટે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

અગાઉ શું કહ્યું હતું નીતિન પટેલે

મહત્વનું છે કે ગઈકાલે એક ખાનગી ન્યૂઝ ચેનલમાં નીતિન પટેલે કહ્યું હતું કે આ જવાબદારી અમારી છે. કારણ કે રાજ્યમાં અમારી સરકાર છે. જિલ્લાનો વહીવટ અમારો, કલેક્ટર અમારા અને નગરપાલિકા પણ જિલ્લાના વહીવટ હેઠળ આવે છે. તેમણે કહ્યું કે દિવાળી પછી બ્રિજ શરૂ થયા બાદ લોકો ત્યાં જતા હતા.

આ કોઈ છૂપી વાત નથી તેમ છતાં કોઈએ તેની નોંધ લીધી નથી. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે સરકારે આ મામલે તપાસ સમિતિની રચના કરી છે. ટૂંક સમયમાં તેનો રિપોર્ટ બધાની સામે આવશે જે બાદમાં આમાં કોની ભૂલ છે તે શોધી કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

ઈન્સ્ટાગ્રામ સસ્પેન્ડ કરી રહ્યું છે લોકોના એકાઉન્ટ ? વોટ્સએપ બાદ આ સોશિયલ પ્લેટફોર્મ પર સમસ્યા

0

Instagram is suspending people’s accounts

  • ઘણા ઈન્સ્ટાગ્રામ યૂઝર્સે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યૂઝર્સનું કહેવું છે કે તેના એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ ઇન્સ્ટાગ્રામે આ વિશે માહિતી આપી છે.

થોડા દિવસ પહેલા કલાકો સુધી વોટ્સએપ ડાઉન (WhatsApp down) રહ્યું જેનાથી લોકોએ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. હવે સોશિયલ નેટવર્કિંગ એપ ઈન્સ્ટાગ્રામની (The networking app Instagram) સાથે આવી સમસ્યા આવી છે.

લોકોનો દાવો છે કે લોગ ઇન કરવા પર એકાઉન્ટ સસ્પેન્ડ હોવાનું નોટિફિકેશન જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો સ્ક્રીનશોટ (screenshot) શેર કરી રહ્યાં છે. તો શું ખરેખર ઈન્સ્ટાગ્રામ લોકોના એકાઉન્ટ સસ્પેન્ડ કરી રહ્યું છે?

ઈન્સ્ટાગ્રામની કમ્યુનિકેશન ટીમે ટ્વીટ કરી કહ્યું, અમને આ વાતની જાણકારી છે કે તમારૂ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એક્સેસ કરવામાં સમસ્યા આવી રહી છે. અમે તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. પરેશાની માટે ખેદ છે. એક યૂઝરે લખ્યું- ઈન્સ્ટાગ્રામ આ શું થઈ રહ્યું છે? કોઈ કારણ વગર મારૂ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધુ. જ્યારે હું કોડ વેરિફાઈ કરવાનો પ્રયાસ કરૂ છું તો એરર દેખાડે છે. શું કોઈ અન્યને પણ આવી સમસ્યા થઈ રહી છે ?

જાણકારો પ્રમાણે સામાન્ય રીતે આવું ત્યારે થાય છે જ્યારે સર્વર પર સાઇબર એટેક થાય છે. ટ્વિટરની સામે પણ આવી મુશ્કેલી આપી હતી. બાદમાં જાણવા મળ્યું કે હેકરે બેન્કેડનું એક્સેસ લઈ લીધુ હતું. પરંતુ કોઈપણ સોશિયલ પ્લેટફોર્મે હેકિંગની જાણકારી ક્યારેય આપી નથી.

રિયલટાઇમ ઓનલાઇન આઉટેઝ ટ્રેકર ડાઉન ડિટેક્ટરની વાત કરીએ તો તેમાં દેખાડવામાં આવી રહ્યું છે કે છેલ્લા એક કલાકમાં આશરે 7 હજાર યૂઝર્સને આ પ્રકારની સમસ્યા આવી રહી હતી. જાણવા મળી રહ્યું છે કે ઘણા યૂઝર્સના ફોલોઅર પણ અચાનક ઘટવા લાગ્યા છે.

આ પણ વાંચો :-

Rental Agreement : ભાડા કરારનો સમયગાળો 11 મહિનાનો જ કેમ ? શું આપ જાણો છો તેનું કારણ

0

Rental Agreement: Why the period of rental

  • જો તમે કોઈ મિલકત ભાડે રાખેલી હોય કે આપેલી હોય તો તમે ભાડા કરાર કર્યો હશે અને સામાન્ય રીતે તેના કરારનો સમયગાળો 11 મહિનાનો હશે. તમને પ્રશ્ન થશે કે આવું કેમ ? ચાલો જાણીએ કે મોટાભાગના ભાડા કરારો માત્ર 11 મહિનાના સમયગાળા માટે જ શા માટે હોય છે.

જો તમે ક્યારેય મિલકત ભાડે (Property for rent) લીધી હોય અથવા ભાડાના મકાનમાં રહેતા હો, તો નિયમ અનુસાર તમારે ભાડા કરાર બનાવવો જોઈએ. જેનો સમયગાળો તમે ગમે તેટલો રાખી શકો છો, પરંતુ તમે જોયું હશે તો મોટાભાગના કરાર 11 મહિનાના (Contract 11 months) હોય છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોટાભાગના ભાડા કરારો માત્ર 11 મહિનાના સમયગાળા માટે જ શા માટે છે? ઘણીવાર, મકાનમાલિક કે ભાડૂત અને રિયલ એસ્ટેટ એજન્ટ પણ જાણતા નથી. તો ચાલો જાણીએ કે ભાડા કરાર માત્ર 11 મહિના માટે જ કેમ.

ભાડા કરાર :

ભાડા કરાર એ મિલકતના માલિક / મકાન માલિક અને ભાડૂત જે ભાડું આપે છે તે વચ્ચેનો લેખિત કરાર છે. કરારમાં એ નિયમો અને શરતોનો સમાવેશ થાય છે કે જે મિલકત ભાડે આપેલી છે. જેમાં મિલકતનું વર્ણન (સરનામું, પ્રકાર અને કદ), માસિક ભાડું, સિક્યોરિટી ડિપોઝિટ, હેતુ કે જેના માટે મિલકતનો ઉપયોગ કરવાનો છે (રહેણાંક અથવા વ્યાપારી), અને કરારની મુદત જેવી બાબતો સામાન્ય રીતે દર્શાવવામાં આવે છે.

તેના નિયમો અને શરતો પર વાટાઘાટો કરી શકાય છે પરંતુ એકવાર તેના પર હસ્તાક્ષર કર્યા પછી તે મકાનમાલિક અને ભાડૂત બંને માટે બંધનકર્તા છે. તે એવી શરતો પણ સ્પષ્ટ કરે છે કે જેના હેઠળ કરારને સમાપ્ત કરી શકાય છે.

11 મહિના જ કેમ :

  1. સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય શુલ્ક ટાળવા માટે મોટાભાગના ભાડા કરાર અથવા લીઝ કરારો 11 મહિના માટે સહી કરવામાં આવે છે. નોંધણી અધિનિયમ 1908 મુજબ, જો લીઝિંગનો સમયગાળો 12 મહિનાથી વધુ હોય, તો લીઝિંગ કરારની નોંધણી ફરજિયાત છે.
  2. જો સિક્યોરિટી ડિપોઝિટ કરારનો ભાગ છે, તો 100 રૂપિયાની ફ્લેટ ફી પણ વસૂલવામાં આવશે. 5 વર્ષથી વધુ પરંતુ 10 વર્ષથી ઓછા સમયગાળા માટે, તે એક વર્ષ માટે સરેરાશ વાર્ષિક ભાડા મૂલ્યના 3% છે.
  3. 10 વર્ષ અને તેથી વધુ પરંતુ 20 વર્ષથી ઓછા માટે, તે એક વર્ષ માટે સરેરાશ વાર્ષિક ભાડા મૂલ્યના 6% છે. આ સિવાય 1,100 રૂપિયાની ફ્લેટ રજિસ્ટ્રેશન ફી ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) દ્વારા ચૂકવવાની રહેશે.

સમજો સંપૂર્ણ ગણિત :

  1. જો કોઈ મિલકત 24 મહિના માટે ભાડે આપવામાં આવે છે. જેમાં પ્રથમ 12 મહિનાનું માસિક ભાડું રૂ. 20,000 છે અને પછીના 12 મહિના માટેનું ભાડું રૂ. 22,000 પ્રતિ માસ છે.
  2. આ કરારની નોંધણી કરવા માટેની ફી હશે: 12 મહિનાના સરેરાશ ભાડાના 2%: રૂ. 5,040 (સરેરાશ માસિક ભાડું રૂ. 21,000, સરેરાશ વાર્ષિક ભાડું 21000 x 12 અને આના 2% રૂ. 5,040 છે).
  3.  આ સિવાય જો સિક્યોરિટી ડિપોઝીટને કરારમાં સામેલ કરવામાં આવે તો 100 રૂપિયા અને 1100 રૂપિયા વધુ ચૂકવવા પડશે. એટલે કે કુલ 6,240 રૂપિયા ચૂકવવા પડશે. આમાં પેપરવર્ક માટે લેવામાં આવતી ફીનો સમાવેશ થતો નથી.

આ શુલ્ક ચૂકવવાનું ટાળવા માટે, ઘણા મકાનમાલિકો અને ભાડૂતો પરસ્પર સંમતિથી કરારની નોંધણી કરતા નથી. જો મિલકતના માલિક અને ભાડૂત લીઝ કરારની નોંધણી કરાવવા માંગતા હોય, તો બંને ખર્ચ વહેંચવા માટે સંમત થઈ શકે છે.

આ પણ વાંચો :-

Whatsapp દૂર કરી દેશે તમારી મોટી પરેશાની, આવી રહ્યું છે જોરદાર કામનું ફીચર

Whatsapp will remove your big hassle

  • Whatsapp પર ટૂંક સમયમાં નવુ ‘Messages with Yourself’ એન્ટ્રી કરવાનુ છે, જે યુઝર્સને પ્લેટફોર્મ પર પોતાને મેસેજ કરવામાં સક્ષમ બનાવશે. જાણો કેવીરીતે કામ કરશે નવુ ફીચર.

Whatsapp ઘણા નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. જે આગામી મહિનામાં તેના પ્લેટફોર્મ પર આવવાની આશા છે. આ યાદીમાં કેપ્શનની સાથે મીડિયાને ફોરવર્ડ કરવું. વોટ્સએપના ડેસ્કટોપ (Desktop) એપ માટે એક નવુ બ્લર ટૂલ અને અન્ય વસ્તુઓની સાથે એક નવો પોલ ફીચર સામેલ છે.

હવે એક નવા રિપોર્ટમાં વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે મેટાની માલિકીની મેસેજિંગ એપ એક એવા ફીચર પર કામ કરી રહી છે. જે યુઝર્સને પ્લેટફોર્મ પર પોતાને મેસેજ કરવામાં સક્ષમ બનાવશે.

આવી રહ્યું છે Messages with Yourself ફીચર 

વોટ્સએપના નવા ફીચર ટ્રેક કરનારી વેબસાઈટ WABetaInfoના એક રિપોર્ટ મુજબ, ‘Messages with Yourself’ નામનુ ફીચર વોટ્સએપ યુઝર્સને એક ઈન્ડિવિજ્યુઅલ ચેટમાં પોતાના મેસેજ ડ્રોપ કરવાની સુવિધા આપે છે, જેમ કે આ પ્લેટફોર્મ પર અન્ય કોન્ટેક્ટ્સના મામલામાં કરે છે.

બ્લોગ સાઈટ દ્વારા શેર કરવામાં આવેલા ડેવલપમેન્ટ ફીચરના એક સ્ક્રીનશોટ પરથી જાણવા મળે છે કે જ્યારે ફીચર તૈયાર થશે તો યુઝર એપના ઉપરના જમણા ખૂણે આપવામાં આવતા ‘New Chat‘ બટનને ટેપ કરીને પોતાની સાથે વાતચીત શરૂ કરવામાં સક્ષમ થશે.

નવી અપડેટ એપમાં જોડશે આ નવા ઓપ્શન  :

અત્યાર સુધી ન્યુ ચેટ પર ટેપ કરતા New Group અને New Contact બટન દેખાય છે, ત્યારબાદ અલ્ફાવેટિકલ ઓર્ડરમાં બધા વોટ્સએપ કોન્ટેક્ટ્સની યાદી દેખાય છે. જો કે જ્યારે આ અપડેટ જાહેર કરવામાં આવશે તો મેસેજિંગ એપ ન્યુ ગ્રુપ અને ન્યુ કોન્ટેક્ટ બટન બતાવ્યાં સિવાય ન્યુ કોમ્યુનિટી બટન બતાવવામાં આવશે. ત્યારબાદ વોટ્સએપ કોન્ટેક્ટ લિસ્ટ હશે. આ યાદીમાં પોતાનુ નામ ટેપ કરીને વોટ્સએપ યુઝર્સ પોતાની સાથે વાતચીત શરૂ કરી શકશે.

આ પણ વાંચો :-

01 નવેમ્બર 2022, આજનું રાશિફળ : આજે આ 4 રાશિના જાતકો પર મહાદેવની અસીમ કૃપા રહેશે, ધંધામાં મળશે મોટી સફળતા

01 November 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આવકનું પ્રમાણ જળવાય. ‌પરિવારમાં મત-ભેદ ન થાય એનું ધ્યાન રાખવું. સ્થાવર-જંગમ મિલકતમાં કરેલા રોકાણોથી લાભ સંભવે. નોકરી-ધંધામાં રાહતનો અનુભવ થાય.

વૃષભઃ
ભાગ્યનો સુંદર સાથ મળતો જણાય. નાના યાત્રા-પ્રવાસનો યોગ બને છે. કાર્યક્ષેત્રે સફળતા નો અનુભવ થાય. આવક અને ખર્ચ બન્ને થોડા-થોડા વધતા જણાય. દિવસ દરમ્યાન આનંદ જળવાય.

મિથુનઃ
સરળ સ્વભાવને કારણે વિશ્વાસઘાતનો ભોગ ન બનાય. એવું ધ્યાન રાખવું. નાણાંકીય ક્ષેત્રે ઘટાડાનો અનુભવ થાય. શરદી-કફનો ઉપદ્રવ રહે. માતાની તબિયત સાચવવી. નોકરી ધંધામાં સામાન્ય.

કર્કઃ
જીવનસાથી સાથે આનંદમાં દિવસ વ્યતિત થાય. પ્રેમી પાત્રના મિલન-મુલાકાત શક્ય બને. આવક જળવાય. શેરબજારથી લાભ, સ્નાયુનો દુઃખાવો અનુભવી શકાય. વાણી ઉપર કાબુ જરૂરી.

સિંહઃ
માન-સન્માન વધતા જણાય. સફેદ વસ્તુની ખરીદી થાય. સંતાન અંગે ચિંતા રહે. મગજની ઇજાથી સાચવવું. પરિવારમાં આનંદનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય.

કન્યાઃ
સંતાનની પ્રગતિથી આનંદ થાય. વાણી દ્વારા અર્થોપાર્જન શક્ય બને. હાડકાનો દુઃખાવો અનુભવાય. જુના મિત્રોના મિલન-મુલાકાત શક્ય બને. લક્ષ્મીનો લાભ મળતો જણાય. નાના-ભાઇ બહેનની ચિંતા રહે.

તુલાઃ
સ્થાવર જંગમ મિલકત માટે સારો દિવસ. કરેલા રોકાણો ફળદાયી બનતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. પેટની ગરબડ રહે. આરોગ્ય જ‍ળવાય. સાંસારિક જીવનમાં આનંદ વર્તાય.

વૃશ્ચિકઃ
કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો નથી. આવકનું પ્રમાણ જળવાય. પડવા-વાગવાથી સાચવવું. જીદ છોડવી.

ધનઃ
નિર્ણયો લેવામાં અવઢવનો અનુભવ થાય. પાણીથી દૂર રહેવું. આવક જળવાય.પરિવારના સ્ત્રી સભ્યોની પ્રગતિ થતી જણાય. ખોટા વિચારથી દૂર રહેવું. એકંદરે સામાન્ય દિવસ.

મકરઃ
આનંદથી દિવસ વ્યતિત થાય. આવક આવતી અનુભવાય. કાર્યક્ષેત્રે સાવધાની જરૂરી. પરિવારમાં મતભેદ ટાળવા. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. પિતાનું આરોગ્ય સાચવવું.

કુંભઃ
દિવસ દરમ્યાન તમામ બાબતોમાં સાવધાની જરૂરી. નાણાં ઉછીના આપવા નહીં. શેરબજારમાં જોખમ ટાળવું. પ્રવાસ દરમ્યાન સાચવવું. ભાગ્યનો સાથ મળતો નથી. વિચારો પર કાબુ જરૂરી.

મીનઃ
મિત્ર વર્તુળના સહકારને કારણે આવકનું પ્રમાણ વધે. સંતાન સુખમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો જણાય. નાના યાત્રા-પ્રવાસ સંભવે.સ્વાસ્થ્ય સારૂં રહે.

આ પણ વાંચો :-

કોંગ્રેસે માંગ્યું CM ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું, કહ્યું અમે સવાલ નહીં કરીએ તો લોકો માફ નહીં કરે

0

Congress demanded resignation of CM Bhupendra Patel

  • મોરબી હોનારત મામલે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામાની માંગ કરી છે.

ગતરોજ મોરબીમાં (Morbi) બનેલી દુર્ધટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશના લોકોને વ્યથિત કર્યા છે. મોરબીનો ઝૂલતો પુલ (suspension bridge) તૂટતા 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 141થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

જ્યારે આ મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. ત્યારે મોરબી દુર્ઘટનાને લઈને વિપક્ષ આક્રમક બન્યું છે.

કોંગ્રેસે માંગ્યુ ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું :

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામાની માંગ કરી છે. સાથે જ તેમણે સુપ્રીમ કોર્ટના નિવૃત જજ પાસે નિષ્પક્ષ અને સમય બદ્ધ તપાસની પણ માંગ કરી છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યું કે, લાલ બહાદુર શાસ્ત્રીએ એક રેલ દુર્ઘટનામાં રાજીનામું આપી દીધું હતું. ગુજરાતના મુખ્યમંત્રી રાજીનામું આપી રહ્યા છે કે તેમને કાઢવામાં આવી રહ્યા છે અમે એ જાણવા માંગીએ છીએ. કોની જવાબદારી છે આ રાજ્યની? કોણ જવાબદારી લઈ રહ્યા છે ગુજરાતના લોકોની જિંદગીની? શું આ કંપની પાસે સંચાલન અને રીપેરિંગનો અનુભવ છે? આ દરેક સવાલ એક-એક હિન્દુસ્તાનીના મગજમાં છે.

આ પણ વાંચો :-

 

 સાઉથનો આ સુપરસ્ટાર છે ઉર્વશી રૌતેલાનો અસલી RP ! પોસ્ટ વાયરલ થતાં પંતના ચાહકો પણ ચોંક્યા

This superstar of South is Urvashi Rautela

  • ઋષભ પંત અને ઉર્વશીની સ્ટોરીમાં આવ્યો મોટો વળાંક, જાણો કોણ છે ઉર્લશી રૌતેલાના જીવનનો રીયલ RP.

ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) છેલ્લા ઘણા મહિનાઓથી હેડલાઈન્સમાં છે. હકીકતમાં ઉર્વશીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આરપી નામનો વ્યક્તિ આખી રાત લોબીમાં તેની રાહ જોતો હતો. એવામાં લોકોને ગેર સમજ થઈ કે આ આરપી કોઈ બીજુ નહી પરંતુ ક્રિકેટર ઋષભ પંત (Cricketer Rishabh Pant) છે. બન્નેની વચ્ચે સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ વિવાદ જોવા મળ્યો હતો.

ઉર્વશીએ અફવાઓનો લાવી દીધો અંત  :

ઉર્વશી રૌતેલાએ હાલમાં જ દરેક અફવાઓનો અંત લાવી દીધો છે અને રિયલ આરપી સાથેની એક તસવીર શેર કરી છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રામ પોથિનેની છે. ઉર્વશી રૌતેલાએ એક ઈન્ટરવ્યૂમાં આ ગલતફેમીના કારણે ઋષભ પંત પાસેથી માફી પણ માંગી હતી.

ઉર્વશીએ શેર કર્યો ફોટો :

ઉર્વશી રૌતેલાએ રામની સાથે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું- #આરપી… સાથે રોઝ અને હાર્ટ વાળુ ઈમોજી પણ શેર કર્યું છે.

ઉર્વશી અને રામની તસવીર પર ફેન્સની ફની કોમેન્ટ જોવા મળી રહી છે. જેને વાંચીને તમે ચોક્કસ હસવું નહીં રોકી શકો. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું- આચ્છા આ હતો RP… બીચારો ઋષભ પંથ.. ત્યાં જ બીજા યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે- આ આર પીને તો આ સ્ટોરીમાં ફિલ્મી કહાની કરતા પણ વળાંક આવી ગયો છે.

આ પણ વાંચો :-