01 નવેમ્બર 2022, આજનું રાશિફળ : આજે આ 4 રાશિના જાતકો પર મહાદેવની અસીમ કૃપા રહેશે, ધંધામાં મળશે મોટી સફળતા

Share this story

01 November 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આવકનું પ્રમાણ જળવાય. ‌પરિવારમાં મત-ભેદ ન થાય એનું ધ્યાન રાખવું. સ્થાવર-જંગમ મિલકતમાં કરેલા રોકાણોથી લાભ સંભવે. નોકરી-ધંધામાં રાહતનો અનુભવ થાય.

વૃષભઃ
ભાગ્યનો સુંદર સાથ મળતો જણાય. નાના યાત્રા-પ્રવાસનો યોગ બને છે. કાર્યક્ષેત્રે સફળતા નો અનુભવ થાય. આવક અને ખર્ચ બન્ને થોડા-થોડા વધતા જણાય. દિવસ દરમ્યાન આનંદ જળવાય.

મિથુનઃ
સરળ સ્વભાવને કારણે વિશ્વાસઘાતનો ભોગ ન બનાય. એવું ધ્યાન રાખવું. નાણાંકીય ક્ષેત્રે ઘટાડાનો અનુભવ થાય. શરદી-કફનો ઉપદ્રવ રહે. માતાની તબિયત સાચવવી. નોકરી ધંધામાં સામાન્ય.

કર્કઃ
જીવનસાથી સાથે આનંદમાં દિવસ વ્યતિત થાય. પ્રેમી પાત્રના મિલન-મુલાકાત શક્ય બને. આવક જળવાય. શેરબજારથી લાભ, સ્નાયુનો દુઃખાવો અનુભવી શકાય. વાણી ઉપર કાબુ જરૂરી.

સિંહઃ
માન-સન્માન વધતા જણાય. સફેદ વસ્તુની ખરીદી થાય. સંતાન અંગે ચિંતા રહે. મગજની ઇજાથી સાચવવું. પરિવારમાં આનંદનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય.

કન્યાઃ
સંતાનની પ્રગતિથી આનંદ થાય. વાણી દ્વારા અર્થોપાર્જન શક્ય બને. હાડકાનો દુઃખાવો અનુભવાય. જુના મિત્રોના મિલન-મુલાકાત શક્ય બને. લક્ષ્મીનો લાભ મળતો જણાય. નાના-ભાઇ બહેનની ચિંતા રહે.

તુલાઃ
સ્થાવર જંગમ મિલકત માટે સારો દિવસ. કરેલા રોકાણો ફળદાયી બનતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. પેટની ગરબડ રહે. આરોગ્ય જ‍ળવાય. સાંસારિક જીવનમાં આનંદ વર્તાય.

વૃશ્ચિકઃ
કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો નથી. આવકનું પ્રમાણ જળવાય. પડવા-વાગવાથી સાચવવું. જીદ છોડવી.

ધનઃ
નિર્ણયો લેવામાં અવઢવનો અનુભવ થાય. પાણીથી દૂર રહેવું. આવક જળવાય.પરિવારના સ્ત્રી સભ્યોની પ્રગતિ થતી જણાય. ખોટા વિચારથી દૂર રહેવું. એકંદરે સામાન્ય દિવસ.

મકરઃ
આનંદથી દિવસ વ્યતિત થાય. આવક આવતી અનુભવાય. કાર્યક્ષેત્રે સાવધાની જરૂરી. પરિવારમાં મતભેદ ટાળવા. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. પિતાનું આરોગ્ય સાચવવું.

કુંભઃ
દિવસ દરમ્યાન તમામ બાબતોમાં સાવધાની જરૂરી. નાણાં ઉછીના આપવા નહીં. શેરબજારમાં જોખમ ટાળવું. પ્રવાસ દરમ્યાન સાચવવું. ભાગ્યનો સાથ મળતો નથી. વિચારો પર કાબુ જરૂરી.

મીનઃ
મિત્ર વર્તુળના સહકારને કારણે આવકનું પ્રમાણ વધે. સંતાન સુખમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો જણાય. નાના યાત્રા-પ્રવાસ સંભવે.સ્વાસ્થ્ય સારૂં રહે.

આ પણ વાંચો :-