Whatsapp દૂર કરી દેશે તમારી મોટી પરેશાની, આવી રહ્યું છે જોરદાર કામનું ફીચર

Share this story

Whatsapp will remove your big hassle

  • Whatsapp પર ટૂંક સમયમાં નવુ ‘Messages with Yourself’ એન્ટ્રી કરવાનુ છે, જે યુઝર્સને પ્લેટફોર્મ પર પોતાને મેસેજ કરવામાં સક્ષમ બનાવશે. જાણો કેવીરીતે કામ કરશે નવુ ફીચર.

Whatsapp ઘણા નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. જે આગામી મહિનામાં તેના પ્લેટફોર્મ પર આવવાની આશા છે. આ યાદીમાં કેપ્શનની સાથે મીડિયાને ફોરવર્ડ કરવું. વોટ્સએપના ડેસ્કટોપ (Desktop) એપ માટે એક નવુ બ્લર ટૂલ અને અન્ય વસ્તુઓની સાથે એક નવો પોલ ફીચર સામેલ છે.

હવે એક નવા રિપોર્ટમાં વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે મેટાની માલિકીની મેસેજિંગ એપ એક એવા ફીચર પર કામ કરી રહી છે. જે યુઝર્સને પ્લેટફોર્મ પર પોતાને મેસેજ કરવામાં સક્ષમ બનાવશે.

આવી રહ્યું છે Messages with Yourself ફીચર 

વોટ્સએપના નવા ફીચર ટ્રેક કરનારી વેબસાઈટ WABetaInfoના એક રિપોર્ટ મુજબ, ‘Messages with Yourself’ નામનુ ફીચર વોટ્સએપ યુઝર્સને એક ઈન્ડિવિજ્યુઅલ ચેટમાં પોતાના મેસેજ ડ્રોપ કરવાની સુવિધા આપે છે, જેમ કે આ પ્લેટફોર્મ પર અન્ય કોન્ટેક્ટ્સના મામલામાં કરે છે.

બ્લોગ સાઈટ દ્વારા શેર કરવામાં આવેલા ડેવલપમેન્ટ ફીચરના એક સ્ક્રીનશોટ પરથી જાણવા મળે છે કે જ્યારે ફીચર તૈયાર થશે તો યુઝર એપના ઉપરના જમણા ખૂણે આપવામાં આવતા ‘New Chat‘ બટનને ટેપ કરીને પોતાની સાથે વાતચીત શરૂ કરવામાં સક્ષમ થશે.

નવી અપડેટ એપમાં જોડશે આ નવા ઓપ્શન  :

અત્યાર સુધી ન્યુ ચેટ પર ટેપ કરતા New Group અને New Contact બટન દેખાય છે, ત્યારબાદ અલ્ફાવેટિકલ ઓર્ડરમાં બધા વોટ્સએપ કોન્ટેક્ટ્સની યાદી દેખાય છે. જો કે જ્યારે આ અપડેટ જાહેર કરવામાં આવશે તો મેસેજિંગ એપ ન્યુ ગ્રુપ અને ન્યુ કોન્ટેક્ટ બટન બતાવ્યાં સિવાય ન્યુ કોમ્યુનિટી બટન બતાવવામાં આવશે. ત્યારબાદ વોટ્સએપ કોન્ટેક્ટ લિસ્ટ હશે. આ યાદીમાં પોતાનુ નામ ટેપ કરીને વોટ્સએપ યુઝર્સ પોતાની સાથે વાતચીત શરૂ કરી શકશે.

આ પણ વાંચો :-