Rental Agreement: Why the period of rental
- જો તમે કોઈ મિલકત ભાડે રાખેલી હોય કે આપેલી હોય તો તમે ભાડા કરાર કર્યો હશે અને સામાન્ય રીતે તેના કરારનો સમયગાળો 11 મહિનાનો હશે. તમને પ્રશ્ન થશે કે આવું કેમ ? ચાલો જાણીએ કે મોટાભાગના ભાડા કરારો માત્ર 11 મહિનાના સમયગાળા માટે જ શા માટે હોય છે.
જો તમે ક્યારેય મિલકત ભાડે (Property for rent) લીધી હોય અથવા ભાડાના મકાનમાં રહેતા હો, તો નિયમ અનુસાર તમારે ભાડા કરાર બનાવવો જોઈએ. જેનો સમયગાળો તમે ગમે તેટલો રાખી શકો છો, પરંતુ તમે જોયું હશે તો મોટાભાગના કરાર 11 મહિનાના (Contract 11 months) હોય છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોટાભાગના ભાડા કરારો માત્ર 11 મહિનાના સમયગાળા માટે જ શા માટે છે? ઘણીવાર, મકાનમાલિક કે ભાડૂત અને રિયલ એસ્ટેટ એજન્ટ પણ જાણતા નથી. તો ચાલો જાણીએ કે ભાડા કરાર માત્ર 11 મહિના માટે જ કેમ.
ભાડા કરાર એ મિલકતના માલિક / મકાન માલિક અને ભાડૂત જે ભાડું આપે છે તે વચ્ચેનો લેખિત કરાર છે. કરારમાં એ નિયમો અને શરતોનો સમાવેશ થાય છે કે જે મિલકત ભાડે આપેલી છે. જેમાં મિલકતનું વર્ણન (સરનામું, પ્રકાર અને કદ), માસિક ભાડું, સિક્યોરિટી ડિપોઝિટ, હેતુ કે જેના માટે મિલકતનો ઉપયોગ કરવાનો છે (રહેણાંક અથવા વ્યાપારી), અને કરારની મુદત જેવી બાબતો સામાન્ય રીતે દર્શાવવામાં આવે છે.
તેના નિયમો અને શરતો પર વાટાઘાટો કરી શકાય છે પરંતુ એકવાર તેના પર હસ્તાક્ષર કર્યા પછી તે મકાનમાલિક અને ભાડૂત બંને માટે બંધનકર્તા છે. તે એવી શરતો પણ સ્પષ્ટ કરે છે કે જેના હેઠળ કરારને સમાપ્ત કરી શકાય છે.
11 મહિના જ કેમ :
- સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય શુલ્ક ટાળવા માટે મોટાભાગના ભાડા કરાર અથવા લીઝ કરારો 11 મહિના માટે સહી કરવામાં આવે છે. નોંધણી અધિનિયમ 1908 મુજબ, જો લીઝિંગનો સમયગાળો 12 મહિનાથી વધુ હોય, તો લીઝિંગ કરારની નોંધણી ફરજિયાત છે.
- જો સિક્યોરિટી ડિપોઝિટ કરારનો ભાગ છે, તો 100 રૂપિયાની ફ્લેટ ફી પણ વસૂલવામાં આવશે. 5 વર્ષથી વધુ પરંતુ 10 વર્ષથી ઓછા સમયગાળા માટે, તે એક વર્ષ માટે સરેરાશ વાર્ષિક ભાડા મૂલ્યના 3% છે.
- 10 વર્ષ અને તેથી વધુ પરંતુ 20 વર્ષથી ઓછા માટે, તે એક વર્ષ માટે સરેરાશ વાર્ષિક ભાડા મૂલ્યના 6% છે. આ સિવાય 1,100 રૂપિયાની ફ્લેટ રજિસ્ટ્રેશન ફી ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) દ્વારા ચૂકવવાની રહેશે.
સમજો સંપૂર્ણ ગણિત :
- જો કોઈ મિલકત 24 મહિના માટે ભાડે આપવામાં આવે છે. જેમાં પ્રથમ 12 મહિનાનું માસિક ભાડું રૂ. 20,000 છે અને પછીના 12 મહિના માટેનું ભાડું રૂ. 22,000 પ્રતિ માસ છે.
- આ કરારની નોંધણી કરવા માટેની ફી હશે: 12 મહિનાના સરેરાશ ભાડાના 2%: રૂ. 5,040 (સરેરાશ માસિક ભાડું રૂ. 21,000, સરેરાશ વાર્ષિક ભાડું 21000 x 12 અને આના 2% રૂ. 5,040 છે).
- આ સિવાય જો સિક્યોરિટી ડિપોઝીટને કરારમાં સામેલ કરવામાં આવે તો 100 રૂપિયા અને 1100 રૂપિયા વધુ ચૂકવવા પડશે. એટલે કે કુલ 6,240 રૂપિયા ચૂકવવા પડશે. આમાં પેપરવર્ક માટે લેવામાં આવતી ફીનો સમાવેશ થતો નથી.
આ શુલ્ક ચૂકવવાનું ટાળવા માટે, ઘણા મકાનમાલિકો અને ભાડૂતો પરસ્પર સંમતિથી કરારની નોંધણી કરતા નથી. જો મિલકતના માલિક અને ભાડૂત લીઝ કરારની નોંધણી કરાવવા માંગતા હોય, તો બંને ખર્ચ વહેંચવા માટે સંમત થઈ શકે છે.
આ પણ વાંચો :-