કોંગ્રેસે માંગ્યું CM ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું, કહ્યું અમે સવાલ નહીં કરીએ તો લોકો માફ નહીં કરે

Share this story

Congress demanded resignation of CM Bhupendra Patel

  • મોરબી હોનારત મામલે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામાની માંગ કરી છે.

ગતરોજ મોરબીમાં (Morbi) બનેલી દુર્ધટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશના લોકોને વ્યથિત કર્યા છે. મોરબીનો ઝૂલતો પુલ (suspension bridge) તૂટતા 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 141થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

જ્યારે આ મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. ત્યારે મોરબી દુર્ઘટનાને લઈને વિપક્ષ આક્રમક બન્યું છે.

કોંગ્રેસે માંગ્યુ ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું :

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામાની માંગ કરી છે. સાથે જ તેમણે સુપ્રીમ કોર્ટના નિવૃત જજ પાસે નિષ્પક્ષ અને સમય બદ્ધ તપાસની પણ માંગ કરી છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યું કે, લાલ બહાદુર શાસ્ત્રીએ એક રેલ દુર્ઘટનામાં રાજીનામું આપી દીધું હતું. ગુજરાતના મુખ્યમંત્રી રાજીનામું આપી રહ્યા છે કે તેમને કાઢવામાં આવી રહ્યા છે અમે એ જાણવા માંગીએ છીએ. કોની જવાબદારી છે આ રાજ્યની? કોણ જવાબદારી લઈ રહ્યા છે ગુજરાતના લોકોની જિંદગીની? શું આ કંપની પાસે સંચાલન અને રીપેરિંગનો અનુભવ છે? આ દરેક સવાલ એક-એક હિન્દુસ્તાનીના મગજમાં છે.

આ પણ વાંચો :-