Home Blog Page 1256

ખેડૂતોની આવક બમણી કરવા કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, એકાઉન્ટમાં જમા થશે રૂપિયા 5 લાખ !

0

An important decision of the central government

  • પીએમ કિસાન યોજના ઉપરાંત સરકાર દ્વારા આવી જ બીજી એક વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે ડ્રોન પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો.

કેન્દ્ર સરકાર (Central Govt) દ્વારા ખેડૂતોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. આ સાથે કેન્દ્ર સહિત રાજ્ય સરકાર પણ દેશભરમાં ખેડૂતોની (Farmers) આવક વધારવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. કૃષિને પ્રોત્સાહન આપવા માટે ઘણી નવી તકનીકો પણ રજૂ કરવામાં આવી રહી છે. પીએમ કિસાન યોજના (PM Kisan Yojana) ઉપરાંત સરકાર દ્વારા આવી જ બીજી એક વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે.

સરકાર દ્વારા એક વિશેષ સુવિધામાં ખેડૂતોને સરકાર તરફથી 5 લાખ રૂપિયાની મદદ મળશે. હવે ડ્રોન દ્વારા ખેડૂતોને આવક વધારવા અને ખેતીને ઝડપી બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ડ્રોનનો ઉપયોગ કરીને ખેડૂતો ઓછા ખર્ચે વધુ નફો કમાઈ શકે છે. ડ્રોન ખેતીને (Drone farming) પ્રોત્સાહન આપવા માટે તેની ખરીદી પર સબસિડી આપવામાં આવી રહી છે.

મહત્વનું છે કે સરકાર ખેડૂતોને ડ્રોનની કિંમતના 50 ટકા સબસિડીના દરે મહત્તમ રૂ. 5 લાખ સુધીની આર્થિક સહાય આપી રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે ડ્રોન પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે.

તમને જણાવી દઈએ કે ડ્રોન વડે ખેતી કરવામાં ખેડૂતોનો ખર્ચ ઓછો થાય છે. આ સાથે ઉભા પાકને ફળદ્રુપ કરવું અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો ખૂબ જ સરળ બને છે. તેનાથી ખેડૂતોનો સમય પણ બચે છે. તેમજ પાકને કોઈપણ પ્રકારે નુકસાન થતું નથી.

કયા ખેડૂતોને કેટલી સબસીડી મળે છે ?

નાના અને સીમાંત ખેડૂતો, મહિલા ખેડૂતો અને પૂર્વોત્તર રાજ્યોના ખેડૂતોને ડ્રોનની કિંમતના 50 ટકાના દરે મહત્તમ રૂ. 5 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સાથે અન્ય ખેડૂતોને ડ્રોન ખરીદવા પર 40 ટકા અથવા વધુમાં વધુ 4 લાખ રૂપિયાની સબસિડી મળે છે.

આ પણ વાંચો :-

 

ટાટા ગ્રુપની આ કંપની થોડા જ દિવસોમાં આપી શકે છે 21% સુધી વળતર, ICICI ડાયરેક્ટે આપી ખરીદીની સલાહ

0

This Tata Group company can offer up to 21%

  • વર્ષ 2020માં કોરોના સંક્રમણ પછી પ્રવાસન ઉદ્યોગ પર ઘણી અસર થઈ છે. દેશવિદેશમાં ટૂર એન્ટ ટ્રાવેલ્સની ઘણી કંપનીઓ નુકસાન વેઠી ચૂકી છે. હવે જ્યારે બધુ જ સામાન્ય થઈ ગયુ છે, ત્યારે ટૂર એન્ડ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના કારોબારમાં શાનદાર તેજી આવે તેવી આશા છે.

શેરબજારમાં (Stock market) રોકાણ કરીને કોણ કમાણી કરવા નથી માંગતા. જો તમે પણ શેરોમાં રોકાણથી કમાણી કરવા માંગો છો. તો ટાટા ગ્રુપની (Tata Group) વ્યૂહાત્મક બિઝનેસ શાખા ઈન્ડિયન હોટેલ્સમાં (In Indian hotels) રોકાણ કરી શકો છો. ICICI ડાયરેક્ટે ઈન્ડિયન હોટેલ્સના શેરોને બે રેટિંગ આપી છે અને તેની લક્ષ્ય કિંમત 380 રૂપિયા નક્કી કરી છે. તેનો અર્થ છે કે તમે થોડા જ દિવસોમાં ઈન્ડિયન હોટેલ્સના શેરોમાં 21 ટકાની કમાણી કરતા જોઈ શકો છો.

ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના કારોબારમાં તેજી આવે તેવી આશા :

વર્ષ 2020માં કોરોના સંક્રમણ પછી પ્રવાસન ઉદ્યોગ પર ઘણી અસર થઈ છે. દેશવિદેશમાં ટૂર એન્ટ ટ્રાવેલ્સની ઘણી કંપનીઓ નુકસાન વેઠી ચૂકી છે. હવે જ્યારે બધુ જ સામાન્ય થઈ ગયુ છે. ત્યારે ટૂર એન્ડ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના કારોબારમાં શાનદાર તેજી આવે તેવી આશા છે.

આવકમાં 69 ટકાનો વધારો થયો છે :

ચાલૂ નાણાકીય વર્ષના બીજા ક્વાટરમાં ઈન્ડિયન હોટેલ્સે શાનદાર આવક વૃદ્ધિ નોંધાવી છે. ઈન્ડિયન હોટેલ્સનું માર્જિન અને નફાકારકતા બ્રોકરેજના અંદાજ કરતા ઓછી કરી છે. ICICI ડાયરેક્ટે કહ્યુ કે ઈન્ડિયન હોટેલ્સની આવકમાં 69 ટકાનો વધારો થયો છે.

વાર્ષિક આધાર પર સપ્ટેમ્બર ક્વાટરમાં ઈન્ડિયન હોટેલની આવક 1,232 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. તે કોરોના આફત પહેલાની સરખામણીમાં 22 ટકા વધ્યો છે. આ રીતે ઈન્ડિયન હોટેલ્સના એબિટડા માર્જિનમાં 800 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે.

ICICI ડાયરેક્ટે ખરીદારીની સલાહ આપી :

આ કોરોના આફત પહેલાથી 24 ટકાથી વધુ વધ્યો છે. ઈન્ડિયન હોટેલ્સના એબિડટા માર્જિનમાં ક્વાટરના આધાર પર સામાન્ય ઘટાડો થયો છે. બ્રોકરેડના અનુમાનથી નબળા પરિણામ હોવાને કારણે પણ ઈન્ડિયન હોટેલનું માર્જિન 10 વર્ષોમાં સારુ રહ્યુ છે. આ કારણે ICICI ડાયરેક્ટે ઈન્ડિયન હોટેલ્સના શેરોમાં ખરીદારીની સલાહ આપી છે.

આ પણ વાંચો :-

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના કરોડો ગ્રાહકોને પડશે મોટો ફટકો, સરકારી ઓઇલ કંપનીઓએ લીધો મોટો નિર્ણય

0

Crores of customers of commercial gas cylinders

  • સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર 200 થી 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું. જેને હવે નાબૂદ કરી દેવામાં આવ્યું છે.

દેશભરમાં ગેસ સિલિન્ડરની (Gas cylinder) વધતી કિંમતોને લઈને સરકારી તેલ કંપનીઓએ મોટો નિર્ણય લીધો છે. હવે તમારે ગેસ સિલિન્ડર ખરીદવા માટે પણ વધુ રૂપિયા ખર્ચવા પડશે. તમને જણાવી દઈએ કે એલપીજી સિલિન્ડર પર મળતું ડિસ્કાઉન્ટ (Discount) હવે બંધ કરવામાં આવ્યું છે. એટલે કે હવેથી તમારે LPG બુક કરાવવા માટે પણ વધુ રૂપિયા ખર્ચવા પડશે.

ડિસ્કાઉન્ટ થશે બંધ :

તમને જણાવી દઈએ કે સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર 200 થી 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું. જેને હવે નાબૂદ કરી દેવામાં આવ્યું છે. કોમર્શિયલ સિલિન્ડર પર વધુ ડિસ્કાઉન્ટ આપતા વિતરકોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારી ઓઈલ કંપનીઓએ આદેશ આપ્યા :

દેશની ત્રણ સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી) અને એચપીસીએલ અને બીપીસીએલને માહિતી આપતા તેઓએ વિતરકોને કહ્યું છે કે હવેથી કોઈપણ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ધરાવતા ગ્રાહકોને ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટની સુવિધા મળશે નહીં. આ નિર્ણય 8 નવેમ્બરથી લાગુ થઈ ગયો છે.

કયા સિલિન્ડરો પર ડિસ્કાઉન્ટ સમાપ્ત થયું :

ઈન્ડિયન ઓઈલ પાસેથી મળેલી માહિતી અનુસાર, 19 કિલો અને 47.5 કિલોના સિલિન્ડર ડિસ્કાઉન્ટ વિના વેચવામાં આવશે. આ સાથે HPCL એ કહ્યું છે કે 19 kg, 35 kg, 47.5 kg અને 425 kg ના સિલિન્ડરો પર ઉપલબ્ધ તમામ ડિસ્કાઉન્ટ નાબૂદ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :-

Heart Attack Video : લગ્નમાં સ્ટેજ પર ડાન્સ કરતા આવ્યો હાર્ટ એટેક, 40 વર્ષના શિક્ષકનું મોત

0

Heart Attack Video: 40-year-old teacher

  •  રાજસ્થાનમાં 40 વર્ષના એક ટીચરને લગ્નમાં સ્ટેજ પર ડાન્સ કરવા સમયે અચાનક હાર્ટ એટેક આવી ગયો અને તે નીચે પડી ગયો. તેમને હાર્ટ એટેક આવ્યો તે સમયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

રાજસ્થાનમાં (Rajasthan) પાલી જિલ્લામાં એક લગ્ન સમારોહમાં સ્ટેજ પર ડાન્સ કરી રહેલ 40 વર્ષીય એક ટીચરનું હાર્ટ એટેકથી (A teacher’s heart attack) મોત થઈ ગયું છે. ડાન્સ કરતા-કરતા ટીચર અચાનક નીચે પડી ગયા અને પછી ઉઠી શક્યા નહીં. શરૂઆતમાં લોકો તેને ડાન્સનું (Dance) કોઈ સ્ટેપ સમજી રહ્યાં હતા.

પરંતુ ત્યારબાદ ખબર પડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટીચરને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સ્ટેજ પર ટીચરનો હાર્ટ એટેકથી થયેલા મોતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સ્ટેજ પર ડાન્સ કરતા આવ્યો હાર્ટ એટેક :

પોલીસ પ્રમાણે ટીચર સલીમ પઠાણ પાલી જિલ્લાના રાણાવાસ ગામમાં બનેલી રામસિંહ ગુડા સરકારી સ્કૂલમાં કાર્યરત હતા. તે શુક્રવારે રાત્રે પોતાના પરિવારની સાથે એક લગ્ન સમારોહમાં સામેલ થવા ગયા હતા. અચાનક તેમને હાર્ટ એટેક આપ્યો અને નીચે પડી ગયા હતા. શરૂઆતમાં લોકો સમજી શક્યા નહીં કે શું થયું છે. ઘણા લોકોને લાગ્યું કે આ તેમના ડાન્સનો કોઈ સ્ટેપ છે.

પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો :

મૃતક સલીમ પઠાણ ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તે યુથ કોંગ્રેસના પૂર્વ બ્લોક અધ્યક્ષ હતા. તેમના આકસ્મિત નિધનથી લોકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. પરિવારના લોકો સમજી શકતા નથી કે જે વ્યક્તિ બે મિનિટ પહેલા ડાન્સ કરી રહ્યો હતો. તેને અચાનક હાર્ટ એટેક કેમ આવ્યો. તેમના પરિવાર માટે આ સમય મુશ્કેલ છે અને તેમના સાથી શિક્ષક તેમના પરિવારને સાંત્વના આપી રહ્યાં છે.

આ પણ વાંચો :-

ચૂંટણી પહેલા જ NCPમાં કડાકો ? નારાજ કાંધલ જાડેજાએ આપ્યું રાજીનામું

0

Crackdown in NCP before the election

  • વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી NCP નેતા કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી.

કુતિયાણાના (Kutiyana) ધારાસભ્ય કાંધલ જાડેજા (MLA Kandhal Jadeja)એ NCPમાંથી રાજીનામું આપી દીધું છે. NCPથી નારાજ કાંધલે 2 દિવસ પહેલા કુતિયાણામાંથી ફોર્મ ભર્યુ હતુ. એનસીપી અને કોંગ્રેસે ત્રણ બેઠકો પર ગઠબંધન કરી લીધા બાદ કાંધલ જાડેજાએ (Kandhal Jadeja) કુતિયાણા બેઠક પરથી એનસીપીનાં ઉમેદવાર તરીકે જ ફોર્મ ભર્યું હતુ. ત્યારે તેમણે જણાવ્યું હતુ કે કોંગ્રેસ-એનસીપીનાં (Congress-NCP) ગઠબંધન અંગે તેમને જાણ નથી. ત્યારે કાંધલ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી શકે છે.

નોંધનીય છે કે કોંગ્રસ અને એનસીપીએ ગંઠબંધન કરી લીધું છે. તેમણે ત્રણ બેઠક નરોડા, ઉમરેઠ, દેવગઢ બારિયા માટે ગઠબંધન કરી લીધું છે. આ અંગે એનસીપીના જયંત બોસ્કી અને કોંગ્રેસનાં જગદીશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. આ પહેલા પણ કોંગ્રેસ પ્રભારી સહિત નેતાઓ સાથે બેઠક થઇ હતી. ઘણાં સમયથી કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધનની ચર્ચા થઇ રહી હતી.

બે ચૂંટણીથી અહીંથી જીતી રહ્યા છે કાંધલ :

આપને જણાવીએ કે કાંધલ જાડેજા ગત બે ચૂંટણીમાં અહીંથી જીત મેળવે છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી NCP નેતા કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી.

આ ચૂંટણીમાં કોંગ્રેસ અને NCPનું ગઠબંધન ના હોવા છતાં કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિતના 11 જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપી 24 હજારથી વધુની જંગી બહુમતીથી જીત મેળવી હતી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી ચૂંટાતા ભાજપ નેતા કરશન ઓડેદરાને જંગી બહુમતીથી હરાવ્યા હતા.

આ પણ વાંચો :-

AADHAAR કાર્ડ ખોવાઈ જાય અને AADHAAR નંબર યાદ જ ના હોય તો શું કરવું ? સમજો આખી પ્રોસેસ

0

What to do if AADHAAR card is lost and AADHAAR

  • આધાર કાર્ડ એ આજકાલ કોઇપણ કામ માટે સૌથી વધુ વાપરવામાં આવતું દસ્તાવેજ છે ત્યારે જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય અથવા આધાર નંબર ભૂલી ગયા છો તો આટલું કરો.

આધાર કાર્ડ (Aadhar card) એ ભારતના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. તે દેશમાં સૌથી વધુ સ્વીકૃત ઓળખ દસ્તાવેજોમાંનું એક છે. આધાર કાર્ડમાં એક અનન્ય 12-અંકનો રેન્ડમ કોડ હોય છે જેને આધાર નંબર અથવા UID પણ કહેવાય છે.

આ નંબર ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો વ્યક્તિ પાસે આધાર કાર્ડની નકલ ન હોય તો પણ તે મોટાભાગના સ્થળોએ સ્વીકાર્ય છે. નંબરનું બીજું મુખ્ય પાસું એ છે કે તમે તેનો ઉપયોગ કરીને આધાર કાર્ડને જ ડાઉનલોડ કરી શકો છો.

જો આધાર કાર્ડ ખોવાઈ જાય તો ?

પરંતુ જો તમને આધાર નંબર અથવા UID યાદ ન હોય તો શું ? તો હવે ચિંતા કરશો નહીં, ફોર્ગોટ કરવાની પણ એક રીત છે. તમારે ફક્ત એક નોંધાયેલ મોબાઇલ નંબરની જરૂર છે.

શું જરૂરી છે :

રજિસ્ટર્ડ નંબર અથવા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી, મોબાઈલ નંબર એસએમએસ સુવિધા સાથે સક્રિય હોવો જોઈએ, ઈન્ટરનેટ કનેક્ટિવિટી

આધાર નંબર અથવા UID ફરી મેળવવાની ઓનલાઇન પદ્ધતિ :

  1. કોઈપણ બ્રાઉઝર પર https://resident.uidai.gov.in/ ખોલો
  2. MyAadhaar બટન પર ક્લિક કરો.
  3. નીચે સ્ક્રોલ કરો અને આધાર સેવા વિભાગ શોધો.
  4. હવે, ‘રીટ્રીવ, લોસ્ટ અથવા ભૂલી ગયેલા EID/UID’ પર ક્લિક કરો.
  5. હવે નામ અને રજીસ્ટર મોબાઈલ નંબર દાખલ કરો
  6. પ્રાપ્ત થયેલ OTP અને Captcha દાખલ કરો અને લોગિન બટન પર ક્લિક કરો.
  7. ત્યાર પછી, તમે તમારા દ્વારા પસંદ કરેલ તમારા રજીસ્ટર્ડ ફોન નંબર અથવા ઈમેઈલ આઈડી પર તમારો આધાર નંબર અથવા એનરોલમેન્ટ આઈડી મળશે.
  8. આગલા પૃષ્ઠ પર, આધાર નંબર (UID) વિકલ્પ પસંદ કરો. નોંધ: જો તમે EID શોધવા માંગતા હોવ તો નોંધણી ID (EID) વિકલ્પ પસંદ કરો અને બાકીના પગલાં અનુસરો.
  9. હવે આધાર કાર્ડ, રજિસ્ટર્ડ ફોન નંબર અથવા ઈમેલ આઈડીમાં દર્શાવેલ તમારું પૂરું નામ દાખલ કરો. નોંધ કરો કે તમે તમારા ફોન નંબર અથવા ઈમેલ આઈડી પર એક OTP પ્રાપ્ત કરશો, તમે જે પણ વિકલ્પ પસંદ કરશો. તેથી ખાતરી કરો કે આ પ્રક્રિયા કરતી વખતે તમારી પાસે તેમની એક્સેસ હોવી જરૂરી છે.

આ પણ વાંચો :-

સિંહ તો સિંહ કહેવાય : પુત્રએ પાર્ટીમાંથી હાંકી કાઢતા છોટુ વસાવાએ કહ્યું-હું પોતે જ પાર્ટી છું મારે કોઈ પાર્ટીની જરૂર નથી

0

A lion is called a lion: Chotu Vasava said while

  •  વિધાનસભાની ચૂંટણી ટાણે ભરૂચની ઝઘડિયા બેઠકના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. છોટુ વસાવાની સામે તેમના જ પુત્ર મેદાને આવ્યા છે. ત્યારે છોટુ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે.

રાજકારણ એવું ક્ષેત્ર છે. જ્યાં ભાઈ-ભાઈને વેરી બનાવે છે. પિતા-પુત્ર દુશ્મન બની જાય છે. ખુરશીના મોહમાં નેતાઓ સંબંધો ભૂલીને વિરોધીઓ બને છે તેવા એક નહિ, અનેક કિસ્સા છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા જ કાવાદાવા રચાઈ રહ્યાં છે. બીટીપીના સ્થાપકને (Founder of BTP) તેમના પુત્રએ બીટીપીમાંથી હકાલપર્ટી કરી છે.

બીટીપીના સંસ્થાપક છોટુ વસાવાને (Chotu Vasava) પુત્ર મહેશ વસાવાએ (Mahesh Vasava) પાર્ટીમાંથી બહાર કર્યાં છે. ત્યારે પાર્ટીમાંથી હકાલપટ્ટી (Expulsion) બાદ છોટુ વસાવાએ અપક્ષ લડવાની જાહેરાત કરી છે. સાથે જ છોટુ વસાવાએ હુંકાર કરતા કહ્યું કે, હું પોતે જ પાર્ટી છું મારે કોઈ પાર્ટીની જરૂર નથી.

પુત્ર મહેશ વસાવાએ પિતા છોટુ વસાવાને બીટીપીમાંથી અલગ કર્યા છે. જેના બાદ છોટુ વસાવાએ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટના મોહમાં પુત્ર મહેશ વસાવાએ પિતા છોટુ વસાવા અને સગા ભાઈ દિલીપ વસાવાને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે.

મહેશ વસાવાએ પોતાના પિતા છોટુ વસાવાને BTP માંથી બેદખલ કર્યા છે. જેને પગલે તેમના બીજા પુત્ર દિલીપ વસાવાએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવા છે. આમ, મહેશ વસાવા પિતા અને સગો ભાઈ સામે જ મેદાને પડ્યા છે. ટિકિટના ચક્કરમાં પિતા-પુત્ર અને ભાઈનો સંબંધ તૂટ્યો છે.

બીટીપીમાંથી પુત્રએ હકાલપટ્ટી બાદ છોટુ વસાવાએ અપક્ષ લડવાની જાહેરાત કરી છે. BTP સંસ્થાપક જ પક્ષ માટે પારકા થયા છે. આમ, જ્યારે પિતાએ અપક્ષ લડવાનુ મન બનાવી લીધુ છે ત્યારે હવે ઝઘડિયા બેઠક પર છોટુ વસાવા VS મહેશ વસાવાનો જંગ જોવા મળશે.

અપક્ષ લડવાની જાહેરાત બાદ છોટુ વસાવાએ કહ્યું કે, હું પોતે જ પાર્ટી છું મારે કોઈ પાર્ટીની જરૂર નથી. સરકાર જેવું કશું જ છે નહિ, નહી તો મોરબી જેવા કાંડ થાય જ નહિ. આ પોલીસનું રાજ છે બાકી સરકાર, ભાજપ કે મોદીનું રાજ હોય એવું લાગતું નથી. પુત્ર મહેશ વસાવા અંગે પૂછતા છોટુ વસાવાએ જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યુ હતું કે, અલા ભાઈ તમે એને પૂછી લેજોને મને શું પૂછવાનું.

આ પણ વાંચો :-

ગોપાલ ઈટાલિયા સામે અપશબ્દ બોલવા, હવાઈ ફાયરિંગ સહિત કુલ 17 કેસ, સંપત્તિને લઈને પણ થયો ખુલાસો

0

A total of 17 cases against Gopal Italia

  • AAP ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સૂરતનાં કતારગામ માટે સીટ ફાળવી દેવામાં આવી છે. એક દિવસ પછી તેમનો એફિડેવિટ સામે આવ્યો છે. તેમાં તેમણે જણાવ્યું છે તે તેમની પાસે સંપત્તિનાં નામે માત્ર 5 લાખ રૂપિયા છે. તો બીજી તરફ હરિદ્વારમાં તેમના પર નરેન્દ્ર મોદીની માતા પર આપત્તિજનક ટિપ્પણી કરવા સામે કેસ નોંધાયો છે.

ગોપાલ ઈટાલિયાની (Gopal Italiya) વિરુદ્ધ હરિદ્વાર કોર્ટમાં (Haridwar Court) કેસ દાખલ થયો છે. તેમના પર પીએમ મોદીની માતાને અપશબ્દો બોલવાનો આરોપ લાગ્યો છે. ગોપાલ ઈટાલિયાએ (Gopal Italiya) એક વીડિયો બતાવીને પીએમ મોદીનાં ગુજરાત પ્રવાસને નાટક પણ કહ્યું હતું. ત્યારબાદ તમને રાષ્ટ્રિય મહિલા આયોગે (National Commission for Women) નોટિસ મોકલી હતી. દિલ્હીમાં આયોગની ઓફિસમાં હાજર થયાં બાદ પોલિસે તેમની ધરપકડ કરી હતી.

આશરે 17 કેસો નોંધાયા :

આમ આદમી પાર્ટી ગુજરાતનાં પ્રમુખ ગોપાલ ઇટાલિયા આ વખતે સૂરતનાં કતારગામથી વિધાનસભા માટેની ચૂંટણી લડશે. આપનાં ઉમેદવારનો એફિડેવિટ શનિવારે સામે આવ્યો હતો. તેમણે ચૂંટણી આયોગને માહિતી આપી છે કે તેમની પાસે પ્રોપર્ટીનાં નામે માત્ર 5 લાખ રૂપિયા છે તો બીજી તરફ તેમના વિરૂદ્ધમાં અપશબ્દો બોલવા, હવામાં ફાઇરિંગ કરવા જેવા આશરે 17 કેસો નોંધાયા છે. ઈટાલિયાને ચૂંટણી માટે પોતાનું નામ શુક્રવારે જ નોંધાવ્યું છે.

પાટીદાર સમૂહથી આવે છે ગોપાલ ઈટાલિયા :

આમ આદમી પાર્ટી ગુજરાતનાં અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા ગુજરાતનાં પ્રભાવશાળી પાટીદાર સમુદાયથી આવે છે. ગોપાલ ઇટાલિયાએ 2015માં પાટીદાર આરક્ષણની માંગને લઇને આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આ પહેલાં તેઓ સરકારી સેવામાં લિપિક હતાં અને 2017માં ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર બૂટ ફેકવાને લીધે ચર્ચામાં આવ્યાં હતાં. આ ઘટના બાદ તેમની નોકરી હાથમાંથી નિકળી ગઇ.

આ પણ વાંચો :-

તમારા નામ પર કેટલા SIM એક્ટીવેટ, બસ 3 ક્લિકમાં મેળવી લો જાણકારી, નહીં પડે કોઈ દિવસ તકલીફ

How many SIMs are activated in your

  • SIM Cardની મદદથી કૌભાંડીઓ ઘણા પ્રકારના ફ્રોડ કરે છે. કૌભાંડીઓ કોઈ બીજા વ્યક્તિના નામ પર સિમ લઇ લે છે. સ્વાભાવિક છે કે આ સિમને ફેક રીતે કાઢવામાં આવે છે. જેથી સામાન્ય માણસના મનમાં સવાલ આવે છે કે તેના નામ પર કેટલા સિમ કાર્ડ નિકળ્યાં છે. તે અંગે જાણકારી મેળવી શકાય છે કે નહીં.

આ અંગે જાણકારી મેળવી શકાય છે. જેના માટે ખૂબ સરળ રીત છે. તમે એક સરકારી વેબસાઈટની મદદથી આવુ કરી શકો છો. આ કામ માટે તમારે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશનની (Department of Telecommunication) એક વેબસાઈટની મદદ લેવી પડશે.

તમારે સૌથી પહેલા ટેલીકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર અથવા TAFCOPની વેબસાઈટ પર જવુ પડશે. જેના માટે તમે તમારા ફોન અથવા પીસીમાં https://tafcop.dgtelecom.gov.in/ વેબસાઈટને ઓપન કરી શકો છો.

નંબરને બંધ કરાવવાની રિકવેસ્ટ અહીં નોંધાવી શકશો :

પછી તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવો પડશે. મોબાઈલ નંબર મુક્યા બાદ તમને એક ઓટીપી મળશે. જેની વેરિફાઈ કરી લો. પછી તમને તમારા નંબર પરથી લિન્ક બધા મોબાઈલ નંબરની જાણકારી અહીં દેખાશે.

જો તમને લાગે છે કે કોઈ નંબરને ખોટી રીતે જાહેર કરવામાં આવ્યો છે તો તમે તેને બંધ કરાવવાની રિક્વેસ્ટ અહીં નોંધાવી શકો છો. જેના માટે તમારે અનઓથોરાઈજ્ડ મોબાઈલ નંબરની સામે રિપોર્ટ અને બ્લોકના ઓપ્શન પર ક્લિક કરવુ પડશે.

સર્વિસ હાલ સિલેક્ટેડ રાજ્યોમાં જ છે  :

વેબસાઈટ મુજબ આ સર્વિસ અત્યારે સિલેક્ટેડ રાજ્યોમાં જ છે. પરંતુ અમે તેને યાદીમાં રહેલ રાજ્યો સિવાય બીજા રાજ્યો માટે પણ ટ્રાય કર્યુ. આ અમારા માટે કામ કરી રહ્યું હતુ. એટલેકે મોટાભાગના રાજ્યોમાં આ સર્વિસ ચાલુ છે.

આ પણ વાંચો :-

14 નવેમ્બર 2022, આજનું રાશિફળ: આ 8 રાશિના જાતકો પર રહેશે માં ખોડીયારની અસીમ કૃપા “જય ખોડીયાર માં”

14 November 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષ 
ગઇ કાલની જેમ આજે પણ ‌દિવસ આનંદથી પસાર થાય. આ‌‌ર્થિક પાસું થોડું નબળું થતું જણાય. શેર બજારના રોકાણમાં ધ્યાન રાખવું જરૂરી. માતાને ગેસ ટ્રબલ, સાંધાના દુઃખાવાની ફ‌રિયાદ રહે. સામાન્ય શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે.

વૃષભ
કરેલા કાર્યમાં સઘર્ષે સફળતા મળે. કુટુંબમાં થોડો ‌વિખવાદ રહે. તીર્થ યાત્રા, પ્રવાસ શકય બને. રોકાણોમાંથી આવક મળતી જણાય.  આદ્યો‌ત્મિક ઉન્ન‌તિ થતી જણાય. શુભ કાર્યોનું આયોજન શકય બને. આરોગ્ય જળવાશે.

મિથુન
વાણી ‌વિલાસ સાચવી ને કરવો. બચત ઘસાતી જણાય. ગળાના રોગોની કાળજી રાખવી. ભાઈ-બહેનો ના મનનો ભાગ મેળવવો અશક્ય લાગે. હીમોગ્લીબીન ઘટે, થાક લાગે. બહેનોને મા‌સિક વધારે આવવાની સમસ્યા ઉદભવે.

કર્ક
ખંતીલા, કરકસરીયાં. ચોક્કસ, વ્યવ‌સ્થિત તથા આત્મ‌વિશ્વાસનો અનુભવ થાય. ઓઇલ, કેરોસીન, નહેરને લગતા, જેલને લગતા તથા ગવર્મેન્ટ સપ્લાયરના ધંધા વાળા ને લાભ. બપોર બાદ થોડો થાકનો અનુભવ થતો જણાય.

સિંહ
આત્મ‌વિશ્વાસ ઘટતો જણાય. ખર્ચનું પ્રમાણ વધે. સફેદ વસ્તુ, કાપડ, દવાની સાથે સંકળાયેલ ધંધાર્થીઓને લાભ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. નકારાત્મક ‌વિચારોનું પ્રમાણ વધે. સત્તા, હોદ્દો, માન મળે. ‌પિતૃ સુખ સારૂ મળે.

કન્યા
કોઇની ઉપર ‌વિશ્વાસ મુકતા પહેલા ‌વિચાર કરવો. ‌વિશ્વાસુ વ્ય‌ક્તિ દ્વારા જ ‌વિશ્વાસઘાતના ભોગ બનાય. સોબતથી સાચવવું. ધારેલી આવક અટકતી જણાય. અપમાન સહન કરવું પડે. ડાબી છાતીની કાળજી રાખવી.

તુલા
મન ઉપર ‌ચિંતાઓ ભાર વધારે રહે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. આ‌‌ર્થિક પલ્લુ મજબૂત બનતુ જણાય. પ‌રિવારના સભ્યોની ‌વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. લીવર નબળું રહે. અપચનની સમસ્યાની સમસ્યા રહે. નોકરી ધંધા માટે શુભ.

વૃ‌શ્ચિક
મહેનત જેટલું જ ફળ મળતું જણાય. યાત્રા-પ્રવાસ થોડી મુશ્કેલી સાથે સફળ રહે. આ‌‌ર્થિક બાબતોથી અસંતોષ રહે. પ‌રિવારના સભ્યો સાથે આનંદ. આરોગ્ય સારૂં રહેશે. નોકરી, ધંધામાં સફળતા મળતી જણાશે.

ધન
નાણાંભીડ વર્તાય. માન‌સિક અશાં‌તિ રહે. શરદી, ખાંસી કફનો ઉપદ્રવ થાય અને જો હોય તો એમાં વધારો થતો જણાય. પ‌રિવારમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ ન મળે. ભાગીદારી વાળા ધંધામાં ‌વિશેષ ધ્યાન આપવું.

મકર
નોકરીના ઇન્ટરવ્યુમાં સફળતા મળે. ધનલાભ ના યોગ બને છે. વ્યાજની આવક માટે રોકાણ કરી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતા નો અનુભવ થાય. સંતાનની ત‌બિયતની કાળજી રાખવી. શરદી, તાવથી સાવચેતી રાખવી.

કુંભ
આત્મ ‌વિશ્વાસ વધે, પરંતુ પછી થોડી ‌ચિંતામાં વધારો થાય. આ‌‌ર્થિક પાસુ મજબૂત બનતું જણાય. માતૃસુખ સારૂ મળે. દવા ના ધંધા વાળાને લાભ. જળાશયથી દૂર રહેવું. પાણીથી થતા રોગોથી ધ્યાન રાખવું.

મીન
સંતાનની પ્રગ‌તિથી આનંદ થાય. નવું વાંચવાનો જાણવાનો પ્રસંગ બને. ધા‌ર્મિક આયોજનો શકય બનતા જણાય. ‌મિત્રો તરફથી લાભ મળે. લક્ષ્મીની વખતસર હેરફેર થતી જણાય. જમણા હાથમાં દુઃખાવો રહે.

આ પણ વાંચો :-