Home Blog Page 1244

‘આપ’ના મટિયાલાના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

0

The video of ‘AAP’ MLA from Matiala Gulab Singh Yadav

  • આમ આદમી પાર્ટીના મટિયાલાના ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવને (Gulab Singh Yadav) માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના ત્યારે બની જ્યારે ધારાસભ્ય શ્યામ વિહારમાં (Shyam Vihar) લગભગ 8:00 વાગ્યે તેમના કાર્યકરો સાથે બેઠક કરી રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે મીટિંગ દરમિયાન વિવાદ થયો અને કાર્યકરોએ ધારાસભ્યને માર મારવાનું શરૂ કર્યું. જોકે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટી તરફથી આ મુદ્દે કોઈ નિવેદન બહાર નથી આવ્યું.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પોતાને બચાવવા માટે ધારાસભ્ય બેઠક સ્થળેથી ભાગી રહ્યા છે જ્યારે કેટલાક લોકો તેનો પીછો કરી રહ્યા છે. ઘટનાનો વીડિયો શેર કરતા ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી પર ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો છે.

ભાજપના પ્રવક્તાએ ટ્વીટ કર્યું કે ‘પ્રામાણિક રાજકારણ’ ના નાટકમાં સામેલ પાર્ટીનું આ અભૂતપૂર્વ દ્રશ્ય. AAPનો ભ્રષ્ટાચાર એવો છે કે, તેના સભ્યો પણ તેમના ધારાસભ્યો નેબક્ષતા નથી! આગામી એમસીડી ચૂંટણીઓમાં પણ સમાન પરિણામો તેની રાહ જોઈ રહ્યા છે.

દિલ્હી ભાજપ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે AAP ધારાસભ્યને માર મારવામાં આવ્યો ! ટિકિટ વેચવાના આરોપમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવને AAP કાર્યકરોએ માર માર્યો હતો. કેજરીવાલ જી આ જ રીતે AAPના તમામ ભ્રષ્ટ ધારાસભ્યોનો નંબર આવશે.

આ પણ વાંચો :-

વોટસએપ પોતાના વેબ વર્જનને બનાવ્યું સિક્યોર, લોન્ચ થયું નવું ફીચર

WhatsApp made its web version secure

  • હવે વધુ એક લેટેસ્ટ ફીચરની જાણકારી સામે આવી રહી છે. આ ડેસ્કટોપ અથવા વેબ વર્જન માટે સ્ક્રીન લોક ફીચર છે. હાલ વોટસએપ લોક એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ માટે જ ઉપલબ્ધ છે.

વોટસએપ (WhatsApp) તાજેતરમાં જ યૂઝર્સ એક્સપિરિયન્સને સારો બનાવવા માટે ઘણા નવા ફીચર્સને રોલ આઉટ કર્યા છે. હવે વધુ એક લેટેસ્ટ ફીચરની જાણકારી સામે આવી રહી છે. આ ડેસ્કટોપ (Desktop) અથવા વેબ વર્જન (Web version) માટે સ્ક્રીન લોક ફીચર છે.

હાલ વોટસએપ લોક એન્ડ્રોઈડ (WhatsApp Lock Android) અને આઇઓએસ ડિવાઇસ માટે જ ઉપલબ્ધ છે. સમાચાર છે કે જલદી જ વોટસએપ ડેસ્કટોપ તથા વેબ વર્જન પર પણ તમને સ્ક્રીન લોકનું ફીચર મળવાનું છે. આવો આ વિશે ડિટેલમાં વાત કરીએ.

જલદી જ લોન્ચ થશે ડેસ્કટોપ સ્ક્રીન લોક ફીચર :

WhatsApp ના દરેક પગલાં પર નજર રાખનારી વેબસાઇટ Wabetainfo ના લેટેસ્ટ રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે કે વોટસએપ ડેસ્કટોપ તથા વેબ વર્જન પર જલદી જ સિક્યોરિટી માટે સ્ક્રીન લોકનું ફીચર લોન્ચ થવાનું છે. જાણકારી અનુસાર અત્યાર સુધી ફીચર ફક્ત વોટસએપ એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ માટે જ હતું. પરંતુ હવે જલદી જ તેને ડેસ્કટોપ તથા વેબ વોટસએપ વર્જન માટે પણ લોન્ચ કરવામાં આવી રહ્યું છે.

Wabetainfo એ પોતાના રિપોર્ટ અનુસાર આ ફીચરનો સ્ક્રીનશોટ શેર કર્યા છે. સ્ક્રીનશોટમાં બતાવવામાં આવ્યું છે કે વોટસએપ ડેસ્કટોપ તથા વેબ વર્જન ઓપન કરતાં પાસવર્ડ પૂછવામાં આવી રહ્યા છે. સમાચાર એ છે કે હાલ આ ફીચર પર કામ ચાલુ છે. હવે આગામી સમયમાં આ જોવાનું રસપ્રદ રહેશે કે આ ફીચરનું અસલ ઈન્ટરફેસ કેવું હશે. આ ઉપરાંત કંપનીએ એન્ડ્રોઇડ તથા આઇઓએસ વર્જન પર સિક્યોરિટી માટે સ્ક્રીન લોક સુવિધા 3 વર્ષ પહેલાં રિલીઝ કરી હતી.

WhatsApp Polls ફીચર :

ઈન્ટંટ મેસેજિંગ એપ વોટસએપ પર ઉમેરાયેલું સૌથી લેટેસ્ટ ફીચર ‘Poll’ છે. આ ફીચરની મદદથી યૂઝર્સ વોટસએપ ગ્રુપમાં પોલ ક્રિએટ કરી શકે છે. આ ટ્વિટર અને યૂટ્યૂબના પોલ ફીચરની માફક છે. તેની મદદથી તમે પોલ દ્વારા પ્રશ્ન પૂછી શકો છો. લોકોને જવાબ આપવા માટે ઘણા ઓપ્શન આપી શકો છો. લોકો જે જવાબને માર્ક કરશે. તે જવાબ પણ તમને શો થશે.

આ પણ વાંચો :-

 

 

 

લો બોલો ! ગાંધીનગર દક્ષિણથી ચૂંટણી લડતા અલ્પેશ ઠાકોર પોતાના જ કાર્યાલયના ઉદ્ધાટનમાં ન ફરક્યા

0

Speak up! Alpesh Thakor, contesting from Gandhinagar South

  • ગાંધીનગરમાં દક્ષિણ બેઠક પરથી ભાજપે આ વખતે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપીને મેદાને ઉતાર્યા છે. જોકે તેમના નામની જાહેરાત પહેલા જ સ્થાનિક કાર્યકરોએ વિરોધ કર્યો હતો. જોકે ભાજપ દ્વારા તેમ છતાં અલ્પેશ ઠાકોરને જ ટિકિટ આપવામાં આવી.

ગાંધીનગર દક્ષિણ (Gandhinagar South) બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના (Alpesh Thakor) કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જોકે આ ઉદ્ધાટનમાં અલ્પેશ ઠાકોર પોતે જ ગેરહાજર હતા. ગાંધીનગરના રાંદેસણ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) અને ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું.

હર્ષ સંઘવીએ કર્યું કાર્યાલયનું ઉદ્ઘાટન :

ખુદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કાર્યાલયના ઉદ્ધાટનના ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા. જેમાં અલ્પેશ ઠાકોરના પોસ્ટર તો દેખાયા પણ અલ્પેશ ઠાકોર પોતે ક્યાંય દેખાયા જ નહીં. ખાસ વાત છે કે બે દિવસ પહેલા જ ચિલોડા ખાતે કાર્યાલયના ઉદ્ધાટન દરમિયાન જ અલ્પેશ ઠાકોર વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયો હતો અને અલ્પેશ ગો બેકના નારા લાગ્યા હતા. જે બાદ તેઓ પોતાના જ કાર્યાલયના ઉદ્ધાટનમાં દેખાયા નહોતા.

આજે ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે અલ્પેશ ઠાકોર :

ખાસ વાત છે કે અલ્પેશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠકો પર ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત છે. આજે પણ તેઓ પાટણના રાધનપુર અને બનાસકાંઠાના વડગામ અને ધાનેરામાં ચૂંટણી પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે. જોકે તેમના જ કાર્યાલયના ઉદ્ધાટન દરમિયાન તેઓ ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્કો અને ચર્ચાઓ ઉઠી હતી.

આ પણ વાંચો :-

મને માફ કરી દો, મારી નસમાં કોંગ્રેસ છે હું ભૂલથી AAPમાં ગયો હતો : રાહુલ ગાંધી સામે ઇન્દ્રનીલે બે હાથ જોડી માફી માંગી

0

Forgive me, I have Congress in my veins

  • રાજકોટ જનસભામાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીની માંગી માફી “તમામ લોકોની વચ્ચે હું આપની માફી માંગુ છું”

ગુજરાત વિધાનસભા મતદાનની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. આક્ષેપ અને નિવેદનબાજીઓ તેમજ પક્ષ પલટાના પવનો ફૂંકાઈ રહ્યાં છે. મતદાનની તારીખો નજીક આવતા રાજકીય પક્ષો દ્વારા જાહેરસભાઓ (Public meeting) અને રેલીઓ ચાલી રહી છે. કોંગ્રેસ (Gujarat Congress) અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ મોરચે તૈયારી આરંભી દેવાંમાં આવી છે.

ગુજરાતનો ગઢ જીતવા કોઈ પણ પાર્ટી કાચું કાપવા તૈયાર ન હોવાથી ગુજરાતનો જંગ હવે રોચક બન્યો છે.  ભાજપમાં પ્રચારનો મોરચો વડાપ્રધાન મોદી (Prime Minister Modi) અને અમિક શાહે સંભાળ્યો છે તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આજે જનસભાને સંબોધી છે. જેમાં રાજકોટમાં જાહેર સભા દરમિયાન ઈન્દ્રનીલ રાજ્યગુરુએ માફી માંગી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ સ્ટેજ પરથી રાહુલ ગાંધીની માંગી માફી હતી.

ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીની માંગી માફી :

રાજકોટમાં જાહેર સભા દરમિયાન ઈન્દ્રનીલ રાજ્યગુરુએ માફી માંગી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ સ્ટેજ પરથી રાહુલ ગાંધીની માફી માંગી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું કે, તમામ લોકોની વચ્ચે હું આપની માફી માંગુ છું. તેમણે કહ્યું કે વર્ષોથી મારી પેઢીઓ કોંગ્રેસ સાથે હતી અને રહીશ.

તેમણે કહ્યું કે હું ભૂલથી AAP પાર્ટીમાં જતો રહ્યો હતો અને તેમણે આપ પર પ્રહાર કરતા કહ્યું કે કેજરીવાલ કટ્ટર ઈમાનદાર નથી તે કટ્ટર ભ્રષ્ટાચારી છે. તેમણે કહ્યું કે મને માફ કરી દો. મારી નસમાં કોંગ્રેસ છે હું ભૂલથી AAPમાં ગયો હતો.

રાહુલ ગાંધીની રાજકોટમાં જનસભા :

રાહુલ ગાંધીએ સભાસ્થળ શાસ્ત્રી મેદાન ખાતે આવતા લોકોને અભિવાદન કર્યું હતું. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટના અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 150 લોકોના મૃત્યુ થયા તેમાં રાજનીતિ નહીં કરું અને મોરબી દુર્ઘટનામાં ચોકીદારોને પકડી અંદર કરી દીધા પણ જવાબદારો સામે કાંઈ નહીં.

તે સાથે રોજગારી અને બેરોજગારીને લઈ નિવેદન આપતા જણાવ્યું હતું કે યુવાનોને રોજગારી મળતી નથી. 45 વર્ષની આજે સૌથી વધુ બેરોજગારી ભારતમાં જોવા મળી રહી છે. સરકારમાં લાખો જગ્યા ખાલી છે પણ ભરતી કરવામાં આવતી નથી. મોંઘવારી-બેરોજગારી વધુ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો સહન કરે છે. સાથે જ રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહારો પણ કર્યા હતો.

આ પણ વાંચો :-

 

 

રાજનીતિમાં ગરમાવો ! ભાજપના 3 નેતાઓ પર નોંધાઇ એટ્રોસિટીની ફરિયાદ, અજય તડવીનો મોટો આક્ષેપ

0

Get hot in politics ! Atrocity complaint filed

  • વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર કરવામાં ક્યારેક નેતાઓ ભાન ભૂલતા હોયા છે. ત્યારે વડોદરામાં ભાજપના 3 નેતાઓ પર એટ્રોસિટીની ફરિયાદ નોધાઈ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં (Vadodara) ભારતીય જનતા પાર્ટીના ત્રણ નેતાઓ સામે એટ્રોસિટીની (Atrocity) ફરિયાદ નોંધાઈ છે. 2 નગરસેવક અને ભાજપ શહેર મહામંત્રી સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

કાસકીવાળ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક ઘટના બની હતી. જેમાં અજય તડવીએ જાતિ વિષયક અપમાનનો આક્ષેપ કર્યો હતો. આ વિશે મળતી માહિતી પ્રમાણે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર કરવામાં ક્યારેક નેતાઓ ભાન ભૂલતા હોયા છે. ત્યારે વડોદરામાં ભાજપના 3 નેતાઓ પર એટ્રોસિટીની ફરિયાદ નોધાઈ છે. વડોદરામાં 2 નગરસેવકો અને 1 ભાજપ શહેર મહામંત્રી પર ફરિયાદ નોધાતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

જેમના પર એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે તેમના નામમાં કાઉન્સિલર બિરેન શાહ, વિશાલ શાહ અને મહામંત્રી અમિત સોલંકી છે. ડોદરામાં કાસકીવાળ વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં ભાજપના ત્રણેય નેતાઓ ગયા હતા. તે સમયે આ  ઘટના બની હતી. ફરિયાદી અજય તડવીએ ભાજપના ત્રણેય નેતાઓ પર પોતાની ફરિયાદમાં જાતિ વિષયક અપમાનનો આક્ષેપ કર્યો હોવાનો વાત સામે આવી રહી છે. આ મામલે DYSP દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઇ છે.

આ પણ વાંચો :-

સૌરાષ્ટ્રની આ બેઠક પર કીર્તીદાન ગઢવીના કમાભાઈ બન્યા સ્ટાર પ્રચારક, ભાજપનો ઝંડો પકડી મંત્રીનો પાડયો વટ

0

In this seat of Saurashtra, Keertidan Gadhvi

  • ભાવનગર પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ મતદારોને આકર્ષવા પ્રયાસ કરી કમાને પ્રચારના મેદાને ઉતાર્યો છે.

ગુજરાત ચુંટણીને લઈને ઉમેદવારોનું પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. મતદારોને (Voters) રીઝવવા ઉમેવારો દિવસ રાત એક કરીને મહેનતે લાગ્યા છે.  ભાજપે તો સ્ટાર પ્રચારકોની આખે આખે ફોજ ઉતારી છે. નરેન્દ્ર મોદી (Narendra Modi), અમિત શાહ, યોગી આદિત્યનાથ (Yogi Adityanath), દેવેન્દ્ર ફડવણીસ, શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan) સહિતના કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં આવીને ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યા છે.

ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકોમાં વધુ એક નામ ઉમેરાયુ હોય તેવુ લાગે છે.ગુજરાતમાં ગુંજતું નામ કમો હવે ચુંટણી પ્રચારમાં ઉતાર્યો છે. જે કિર્તીદાન ગઢવીના ડાયરાથી ફેમસ થયો હતો તે કમો હવે પ્રચારમાં રમઝટ બોલાવી રહ્યો છે.

ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીના સમર્થનમાં પ્રચાર કરતો કમો :

ડાયરામાં ડાન્સ કરતો કમો હવે ચૂંટણી ટાણે ઉમેદવારનો પ્રચાર કરી રહ્યો છે. ભાવનગર પશ્ચિમના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીના સમર્થનમાં કમો પ્રચાર કરતો જોવા મળ્યો હતો. ભાવનગર પશ્ચિમના વિવિધ વિસ્તારમાં કમો ખુલ્લી કારમાં ઉભો રહીને ભાજપના ઝંડા સાથે પ્રચાર કરતો જોવા મળ્યો હતો.

કમાને જોવા માટે તેની આસપાસ મોટી સંખ્યામાં ભીડ જામી હતી.બોલીવુડનું એક ગીત છે કે.  કુછ રંગ પ્યાર કે ઐસી ભી. ત્યારે હવે કમાની એન્ટ્રી જોઈને કહેવુ પડશે.કે રાજકારણના રંગ કુછ ઐસે ભી. કમો રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવુ ગમતુ નથી.

ગીત પર ડાન્સ કરીને ફેમસ થયો અને હવે સ્ટાર પ્રચારક બની ગયો છે. નસીબ ક્યારે કોના સિતારા ચમકાવી દે તે કહેવુ મુશ્કેલ છે પણ હાલ કમાના સિતારા ફુલ જોરથી ચમકી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.

આ પણ વાંચો :-

ક્રિકેટના મેદાનથી લઈને પ્રેમની પિચ સુધી, આ રીતે સુપરહિટ થયો ટીમ ઈન્ડિયાનો “મિસ્ટર 360”

From the cricket field to the pitch of love

  • ટીમ ઈન્ડિયાના મિસ્ટર 360 એટલે કે વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવ આ સમયે ટીમનો મહત્વનો ભાગ બની ગયો છે. તેની બેટિંગ આગળ મોટા-મોટા બોલરો મુશ્કેલીમાં આવી જાય છે.

સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) વર્ષ 2016માં સાઉથ ઈન્ડિયા સાથે સંબંધ રાખનાર દેવિશા શેટ્ટી (Devisha Shetty) સાથે લગ્ન કર્યા હતા. દેવિશા શેટ્ટીનો જન્મ 1993માં મુંબઈમાં થયો હતો. સૂર્યકુમાર યાદવ અને દેવિશા શેટ્ટીની પહેલી મુલાકાત મુંબઈની (Mumbai) પોદ્દાર કોલેજ ઓફ આર્ટ્સમાં થઈ હતી. કોલેજના એક પ્રોગ્રામમાં દેવિશાનો ડાન્સ જોઈ સૂર્યા તેના પર ફિદા થઈ ગયો હતો.

દેવિશા શેટ્ટીને કોલેજ લાઈફથી ડાન્સનો શોખ હતો. ડાન્સ પ્રોગ્રામમાં બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી. લગ્ન પહેલા બંનેએ 5 વર્ષ ડેટ કર્યું હતું. તમને જણાવી દઈએ કે દેવિશાએ વર્ષ 2013થી 2015 સુધી એક એનજીઓ “ધ લાઈટહાઉસ પ્રોજેક્ટ” માટે વોલેન્ટિયરના રૂપમાં કામ કર્યું હતું. તે સામાજિક કામોમાં પણ સક્રિય રહે છે.

દેવિશા શેટ્ટી (Devisha Shetty) ઘણીવાર મેદાનમાં સૂર્યકુમાર યાદવને સપોર્ટ કરતી જોવા મળી છે. સૂર્યકુમાર યાદવ અને દેવિશા બંને હંમેશા ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. બંને ફેન્સ માટે તસવીરો શેર કરતા રહે છે. સૂર્યકુમાર યાદવ આ સમયે ટી20 ક્રિકેટનો નંબર-1 બેટર છે. તેણે હાલમાં ન્યૂઝીલેન્ડ સામે ટી20 કરિયરની બીજી સદી ફટકારી હતી. આ મેચમાં સૂર્યાએ માત્ર 51 બોલમાં અણનમ 111 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો :-

ભાજપ નેતા પબુભા માણેકનો બફાટ, કહ્યું ડીઝલ-પેટ્રોલ 200 રૂપિયે થાય તો ભલે થાય, આવક લાખમાં જોઈએ

0

BJP leader Pabubha Manek blasted

  • પબુભા માણેકનુ મોધવારીને લઇ વિવાદિત નિવેદન સામે આવ્યું છે “ડીઝલ 200 રૂપિયે થાય તો ભલે થાય”

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ભાજપ, કોંગ્રેસ (Gujarat Congress) અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ મોરચે તૈયારી આરંભી દેવામાં આવી છે. ત્રણેય પક્ષોએ ચૂંટણી જીતવા માટે પ્રચારો જોકમશોર રીતે ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે ચૂંટણી જીતવા માટે આક્ષેપો અને નિવેદનો તેમજ રાજકીય શબ્દોનો વાર પલટવાર ચાલી રહ્યો છે.

ગુજરાતનો ગઢ જીતવા કોઈ પણ પાર્ટી કાચું કાપવા તૈયાર ન હોવાથી ગુજરાતનો જંગ હવે રોચક બન્યો છે. ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે ત્યારે પ્રચાર દરમિયાન વધુ એક નેતાનો બફાટ સામે આવ્યો છે. દ્વારકાથી (Dwarka) ભાજપના ઉમેદવાર પબુભા માણેકનું (Pabubha Manek) વિવાદિત નિવેદન સામે આવ્યુ છે. જુઓ આ વીડિયો..

પબુભા માણેકે આપ્યુ વિવાદિત નિવેદન :

એક તરફ જનતા મોંઘવારીનો સામનો કરી રહી છે તો બીજી તરફ ભાજપ નેતા પબુભા માણેક એમ કહેતા જણાઈ રહ્યા છે કે, તેઓને મોંઘવારી નથી નડતી અને પેટ્રોલ અને ડીઝલના ભાવ 200 રૂપિયે પહોંચે તો પણ તેમને વાંધો નથી. મોંઘવારીના પ્રશ્ને પબુભા માણેક વિવાદિત નિવેદન સામે આવ્યું છે.

તેમણે કહ્યું કે ડીઝલ 200 રૂપિયે થાય તો ભલે થાય તેમણે કહ્યું કે, આવક લાખમાં જોઈએ.આ મોંઘવારી નથી ફુગાવો છે. તેમણે કહ્યું કે 200 રૂપિયાનું પેટ્રોલ અમને પોસાશે.

આ પણ વાંચો :-

PF બેલેન્સ ચેક કરવાના ચક્કરમાં એકાઉન્ટમાંથી ઉડી ગયા 1.23 લાખ રૂપિયા, તમે ના કરતા આવી ભૂલ

0

1.23 lakh rupees flew out of the account

  • જો તમે પણ PF બેલેન્સ ચેક કરો છો તો થોડી સાવધાની સાથે બેલેન્સ ચેક કરો. હાલમાં જ એક શખ્સના એકાઉન્ટથી 1.23 લાખ રૂપિયા ઉડી ગયા. જાણો શું છે સંપૂર્ણ મામલો

જો તમે પણ નોકરી કરતા હોવ અને તમારા પગારમાંથી PFના પૈસા કપાય છે તો તમારે પણ તમારું PF બેલેન્સ (PF Balance) ચેક કરવા માટે અલગ-અલગ રીતો અપનાવતા હશો. ક્યારેક ઉમંગ એપ દ્વારા, ક્યારેક મિસ્ડ કોલ દ્વારા તો ક્યારેક એસએમએસ સેવા દ્વારા. પરંતુ એસએમએસ (SMC) અને મિસ્ડ કોલ (Missed call) દ્વારા પીએફ બેલેન્સ ચેક કરતી વખતે તકેદારી રાખવાની જરૂર છે. ખાસ કરીને તમે જે નંબર પર મેસેજ અથવા કોલ કરી રહ્યાં છો તે નંબરની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે.

હાલમાં એક વ્યક્તિ માટે પીએફ બેલેન્સ ચેક કરવું ભારે સાબિત થયું છે અને આ વ્યક્તિએ લાખો રૂપિયા ગુમાવ્યા. શું છે આખો મામલો ચાલો તમને જણાવીએ જેથી તમે પણ આ મામલામાંથી શીખી શકો અને સતર્ક થઈ શકો.

શું છે સમગ્ર મામલો :

હાલમાં 47 વર્ષના એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરનારાઓએ 1 લાખ 23 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ વ્યક્તિ એક ખાનગી કંપનીમાં એકાઉન્ટ ઓફિસર છે અને આ વ્યક્તિએ ગૂગલની મદદથી EPFO ​​હેલ્પલાઇન નંબર સર્ચ કર્યો અને આ વ્યક્તિને નંબર મળ્યો.

એક રિપોર્ટ અનુસાર આ એક નકલી નંબર હતો જે ઈન્ટરનેટ પર હેલ્પલાઇન નંબર તરીકે હાજર હતો. આ વ્યક્તિએ આ નંબર પર ફોન કરતાની સાથે જ સામેની વ્યક્તિએ આ પીડિતને રિમોટ એક્સેસ એપ ડાઉનલોડ કરવાનું કહ્યું. પછી છેતરપિંડી કરનારાઓએ આ વ્યક્તિ પાસેથી 14 અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને કુલ 1 લાખ 23 હજારની લૂંટ કરી દીધી.

ઈન્ટરનેટ પર સર્ચ કરી વેબસાઈટ :

રિપોર્ટ અનુસાર આ શખ્સે EPFOની ઓફિશ્યલ વેબસાઈટને પોતાના મોબાઈલ પર ખોલવાનો ટ્રાય કર્યો પરંતુ સાઈટ લોડ ન થઈ. ત્યાર બાદ આ શખ્સે ઈન્ટરનેટ પર PF કસ્ટમર કેર હેલ્પલાઈન નંબરને શોખવાનું શરૂ કર્યું.

શખ્સે શેર કર્યો 9 આંકડાનો કોડ

જ્યારે આ વ્યક્તિએ આ ફેક નંબર પર કોલ કર્યો તો સામેની વ્યક્તિએ રિમોટ એક્સેસ એપ ડાઉનલોડ કરવાનું કહ્યું. આટલું જ નહીં, પીડિત શખ્સે છેતરપિંડી કરનાર વ્યક્તિ જે પોતાને અધિકારી ગણાવી રહ્યો હતો. તેણે શખ્સની સાથે પોતાનો 9 અંકનો એક કોડ પણ શેર કર્યો હતો.

EPFO મેમ્બર્સે ધ્યાનમાં રાખવી આ વસ્તુઓ :

એવામાં EPFO ​​મેમ્બર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈન્ટરનેટ પર આપવામાં આવેલા નંબરો પર આંધળો વિશ્વાસ ન કરે અને તેમની અંગત માહિતી કોઈની સાથે શેર ન કરે. પીએફ બેલેન્સ તપાસવા માટે EPFOની સત્તાવાર સાઈટ, સરકારની ઉમંગ એપ અથવા EPFOની સાઇટ પર આપવામાં આવેલ મિસ્ડ કોલ અને SMS સર્વિસ નંબરનો ઉપયોગ કરો.

આ પણ વાંચો :-

22 નવેમ્બર 2022 રાશિફળ : દેવાધિદેવ મહાદેવની કૃપાથી આ 6 રાશિના જાતકોના લોકોને ભાગ્ય આપશે સાથ

22 November 2022 Horoscope Gujarat Guardian

મેષ
આજે ‌દિવસ દરમ્યાન માન‌સિક સ્વસ્થતા જળવાશે. આવકની પ‌રિ‌સ્થિ‌તિ સુધરતી જણાશે. પ‌રિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પ‌ત્નિ સાથે પ્રેમ પૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગ‌તિ થતી જણાય.

વૃષભ
આજનો ‌દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. જુના ‌મિત્રોની મુલાકાત શકય બને.

મિથુન
આજે પણ આ‌‌ર્થિક ઉપાર્જન વધતું જણાય. પ‌રિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગ‌તિ થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ્ય જળવાય.

કર્ક
આ‌‌ર્થિક દૃ‌ષ્ટિ એ ‌દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા અનુભવાય. પ‌રિવારના સભ્યો સાથે આનંદ ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદા કારક પુરવાર થાય. જુના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહ
સ્વભાવમાં ઉગ્રતા રહે. આ‌‌ર્થિક લાભ મળતો જણાય. પ‌રિવાર ના તમામ સભ્યોની પ્રગ‌તિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. ત‌બિયત સંબંધી થોડી ‌ચિંતા રહે.

કન્યા
આવકમાં વધારો થતાં મન પ્રફુલ્લીત રહે. નાના ભાઈ બહેનોની પ્રગ‌તિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટાળવા. સરકારી લખાણ પત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલા
પરોપકાર, ‌હિંમત, ગૂઢ માનસ તથા છટાદાર રહે. અણુ ઉર્જા સંશોધન, ઇલેક્ટ્રો‌નિકસ, બુક સેલરના ધંધામાં વધારે પ્રગ‌તિ થાય. માતા તથા પ‌ત્નિ સાથે મતભેદ થવાની શકયતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેનત વધારે કરવી પડશે.

વૃ‌શ્ચિક
આવકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવન સાથી સાથે ઉગતા વાદ ‌વિવાદ ટાળવાની સલાહ છે.

ધન
ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આ‌‌ર્થિક રીતે આવક વધતાં માન‌સિક અશાં‌તિ ઓછી થતી જણાય. ‌મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.

મકર
આ‌‌ર્થિક પાસુ મજબુત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પ‌રિવારમાં આનંદનું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શકયતાઓ છે. માતૃ પક્ષ તરફથી આનંદના સમાચાર મળો ધંધાકીય ક્ષેત્રે પ્રગ‌તિનો અનુભવ થાય.

કુંભ
ભાગ્ય બળવાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શકાય. પ‌રિણામે ‌દિવસ દર‌મિયાન પ્રસન્નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પ‌રિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય.

મીન
આજે આવક ઘટતી જણાય. માન‌સિક પ‌રિતાપ-‌ચિંતા સતાવે. પ‌રિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ‌ચિતા. તથા ધંધામાં પણ ‌ચિંતાનું વાતાવરણ રહે. આરોગ્ય જાળવવું. માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-