HomeGujaratફરી બોમ્બની ધમકી ? ગુજરાત હાઇકોર્ટ સહિત સુરત કોર્ટમાં હાઇ અલર્ટ

ફરી બોમ્બની ધમકી ? ગુજરાત હાઇકોર્ટ સહિત સુરત કોર્ટમાં હાઇ અલર્ટ

Date:

Related stories

‘દિવાળી સુધી કોઈ વિરોધ પ્રદર્શન નહીં’, અભિજીત દીપકેએ જણાવ્યું હવે શું કરશે CJP?

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ પોતાના સમર્થકો,...

કેપ્ટન સ્મિત મચ્છારે જે કર્યું તે હિંદુ ધર્મના મૂલ્યો દર્શાવે છે : RSS પ્રમુખ મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે હિંદુ સ્વભાવ...

મમતા બેનર્જીનો સાથ છોડ્યા બાદ યુસુફ પઠાણને ફાયદો ? ગુજરાતમાં વર્ષો જૂનો પ્લોટ વિવાદ ઉકેલાયો

ગુજરાત સરકારે પૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ...

ફ્રાન્સમાં તોફાનીઓનો તાંડવ : ઐતિહાસિક ધરોહરોને આગ ચાંપી, દુકાનોમાં લૂંટફાટ; 2,400 લોકોની ધરપકડ

પેરિસ: ફ્રાન્સમાં મોંઘવારી, જીવનનિર્વાહના વધતા ખર્ચ અને યુવાનોના ભવિષ્યને...
spot_img

ગુજરાતની કોર્ટોમાં આજે બોમ્બ ધમકીના ઈ-મેલથી ચકચાર મચી ગઈ હતી. ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રારને મળેલા ધમકીભર્યા ઈ-મેલ બાદ અમદાવાદની અનેક કોર્ટમાં તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને SOGની ટીમોએ કોર્ટ પરિસરોમાં સઘન તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ, ઈ-મેલમાં અમદાવાદની એક કોર્ટમાં વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીની જાણ થતાં અમદાવાદ પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી અને વિવિધ કોર્ટ પરિસરમાં સુરક્ષા ટીમો મોકલવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે કોર્ટની અંદર તથા આસપાસના વિસ્તારોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ધમકીભર્યા ઈ-મેલનો સ્ત્રોત શોધવા માટે તપાસ પણ શરૂ કરી છે.

અહેવાલ મુજબ અમદાવાદમાં ઘીકાંટા મેટ્રો કોર્ટ, લાલ દરવાજા સેશન્સ કોર્ટ અને સોલા સ્થિત ગુજરાત હાઇકોર્ટ સહિતના કોર્ટ પરિસરોમાં સુરક્ષા ચકાસણી હાથ ધરાઈ હતી.

આ તરફ સુરત જિલ્લા કોર્ટને પણ ધમકી મળતા પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક પહોંચી હતી. સુરક્ષાના પગલાંરૂપે વકીલો તથા કોર્ટ કર્મચારીઓને પરિસરમાંથી બહાર ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર સંકુલમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે ઈ-મેલમાં RDX બોમ્બ મૂક્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યાર સુધી કોઈ વિસ્ફોટક સામગ્રી મળી હોવાની પુષ્ટિ સામે આવી નથી. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

Subscribe

Latest stories