HomeNational‘દિવાળી સુધી કોઈ વિરોધ પ્રદર્શન નહીં’, અભિજીત દીપકેએ જણાવ્યું હવે શું કરશે...

‘દિવાળી સુધી કોઈ વિરોધ પ્રદર્શન નહીં’, અભિજીત દીપકેએ જણાવ્યું હવે શું કરશે CJP?

Date:

Related stories

કેપ્ટન સ્મિત મચ્છારે જે કર્યું તે હિંદુ ધર્મના મૂલ્યો દર્શાવે છે : RSS પ્રમુખ મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે હિંદુ સ્વભાવ...

મમતા બેનર્જીનો સાથ છોડ્યા બાદ યુસુફ પઠાણને ફાયદો ? ગુજરાતમાં વર્ષો જૂનો પ્લોટ વિવાદ ઉકેલાયો

ગુજરાત સરકારે પૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ...

ફ્રાન્સમાં તોફાનીઓનો તાંડવ : ઐતિહાસિક ધરોહરોને આગ ચાંપી, દુકાનોમાં લૂંટફાટ; 2,400 લોકોની ધરપકડ

પેરિસ: ફ્રાન્સમાં મોંઘવારી, જીવનનિર્વાહના વધતા ખર્ચ અને યુવાનોના ભવિષ્યને...

જાપાનના ઓસાકામાં ગુજરાતમાં રોકાણ માટે હર્ષ સંઘવીએ યોજી હાઈલેવલ બેઠક, જાપાની ઉદ્યોગપતિઓને આપ્યું આમંત્રણ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ...
spot_img

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ પોતાના સમર્થકો, યુવાનો અને વિદ્યાર્થીઓને દિવાળી સુધી કોઈ વિરોધ પ્રદર્શન ન કરવા અને પરિવાર સાથે સમય વિતાવવાની અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પાર્ટીના નેતાઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકા જેલમાં હોવા છતાં આંદોલન નબળું નહીં પડે અને યોગ્ય સમયે ફરી શરૂ કરવામાં આવશે.

અભિજીત દીપકેએ સમર્થકો માટે વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું કે, બંને નેતાઓ જેલમાં હોવાથી કાર્યકરોએ ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું, “અમે ડરીશું નહીં. ડરવાની જરૂર જ શું છે? અમે કંઈ ખોટું કામ તો કરી રહ્યા નથી.”

દેશમાં અઘોષિત કટોકટી લાગુ થઈ ગઈ છે: અભિજીત દીપકે

સૌરભ દાસ અને આશુતોષ રાંકાને 13 ઓક્ટોબરના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે બેરિકેડ પાર કરવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે અદાલતે બંનેને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, જંતર-મંતર હવે સત્તાવાર વિરોધ પ્રદર્શનનું સ્થળ નથી અને બંનેએ પ્રતિબંધાત્મક આદેશોનું ઉલ્લંઘન કર્યું હતું. બીજી તરફ, અભિજીત દીપકેએ આ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરતાં દેશમાં ‘અઘોષિત કટોકટી’ જેવી સ્થિતિ હોવાનો આક્ષેપ કર્યો હતો.

દિવાળી સુધી પરિવાર સાથે સમય વિતાવો

અભિજીત દીપકેએ કાર્યકરોને અપીલ કરી છે કે તેઓ આગામી થોડા દિવસો પોતાના પરિવાર સાથે વિતાવે. તેમણે કહ્યું કે દિવાળીનો તહેવાર નજીક છે અને તાજેતરની ઘટનાઓને કારણે કાર્યકરોના પરિવારજનો પણ ચિંતિત હશે.

તેમના જણાવ્યા અનુસાર, આંદોલનનો માર્ગ શાંતિ, પ્રેમ અને કરુણાનો છે. વિરોધીઓને કાર્યકરો ઉશ્કેરાઈને નફરતથી જવાબ આપે તેવી અપેક્ષા હોઈ શકે છે, પરંતુ કાર્યકરોએ પોતાના મનમાં નફરત પ્રવેશવા દેવી જોઈએ નહીં.

છેલ્લા 10થી 12 દિવસમાં કાર્યકરો સાથે મારપીટનો આક્ષેપ

અભિજીત દીપકેએ દાવો કર્યો હતો કે છેલ્લા 10થી 12 દિવસ દરમિયાન અનેક સ્વયંસેવકોને રસ્તા પર માર મારવામાં આવ્યો હતો અને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે અટકાયત દરમિયાન કાર્યકરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

તેમણે જણાવ્યું કે સૌરભ દાસની માતા અને આશુતોષના પરિવારજનો સાથે તેમની વાતચીત થઈ છે. આ દરમિયાન આશુતોષના એક કાકાનું જેલમાં રહેવા દરમિયાન નિધન થયું હતું, જેના કારણે આશુતોષ તેમના અંતિમ સંસ્કારમાં હાજર રહી શક્યા નહોતા.

દીપકેએ વધુમાં જણાવ્યું કે તેઓ પોતે પણ બે દિવસ જેલમાં રહ્યા હતા, પરંતુ તેનાથી તેઓ ડર્યા નથી. તેમણે પોતાને આંદોલનના નેતા ગણાવવાને બદલે કહ્યું કે તેઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકા સાથે મળીને કામ કરતા હતા.

ફ્રાન્સ, નેપાળ અને બાંગ્લાદેશ જેવું આંદોલન કરવાનો હેતુ નથી?

ફ્રાન્સ, નેપાળ અને બાંગ્લાદેશનાં આંદોલનો સાથે CJPની સરખામણી કરનારાઓ અંગે અભિજીત દીપકેએ કહ્યું કે ભારતના કાર્યકરો જેલમાં હસતાં-હસતાં ગયા, પરંતુ તેમણે ઉશ્કેરાઈને પ્રતિક્રિયા આપી નથી.

તેમણે સ્પષ્ટ કર્યું કે આંદોલન મહાત્મા ગાંધીના મૂલ્યો અને બાબાસાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલા બંધારણના માર્ગે આગળ વધશે. તેમના મતે, લાગણીઓ નબળાઈ નહીં પરંતુ શક્તિ છે.

અંતમાં અભિજીત દીપકેએ કાર્યકરોને દિવાળીના તહેવાર દરમિયાન જેલમાં બંધ બંને સાથીઓને યાદ રાખવા અને શાંતિ જાળવવાની અપીલ કરી હતી.

Subscribe

Latest stories