Home Blog Page 1236

ગળામાં ચોકલેટ ફસાઈ જતાં બાળકનું તડપીને થયું દર્દનાક મોત, જાણી લો બચવાના આ ઉપાય

0

A child died of suffocation after chocolate

  • તેલંગાણાના વારંગલમાં ગળામાં ચોકલેટ ફસાઇ જતાં 8 વર્ષના બાળકનું દર્દનાક મોત થયું છે. તમારા બાળક સાથે પણ આવી ઘટના ન થાય તેન માટે તમારે કેટલાક ઉપાય તાત્કાલિક જાણવાની જરૂર છે. આ ઉપાય આજે અમે તમને જણાવીશું.

બાળકોને ચોકલેટ અથવા ચોકલેટ ફ્લેવરવાળી ટોફી (Chocolate flavored toffee) ખાવી ખૂબ ગમે છે. પરંતુ આ ચોકલેટ (Chocolate) એ એક માતા પિતા પાસેથી તેમના ઘરનો કુળ દિપક છીનવી લીધો. બાળકે જેવી ચોકલેટ ખાધી, તે તેના ગળામાં ફસાઈ ગઈ અને શ્વાસ રૂંધવાથી (suffocation) તેનું દર્દનાક મોત થયું. આ ઘટના બાદ પરિવારમાં હાહાકાર મચી ગયો છે અને માતા પિતા રડી રડીને વિલાપ કરી રહ્યા છે. એવામાં આ જાણવું જરૂરી છે કે આવી ઘટના સર્જાતા આપણે શું કરવું જોઇએ. જેનાથી બાળકનો જીવને કોઇ નુકસાન ન થાય.

તેલંગાણાના વારંગલ જિલ્લામાં સર્જાઈ ઘટના :

 આ દુખદ ઘટના તેલંગાણા (Telangana) ના શહેર વારંગલ (Warangal) માં થઇ. રાજસ્થાન નજીક લગભગ 20 વર્ષ વારંગલ જઇને વસેલા કંઘન સિંહ ત્યાં ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની અને 4 બાળકો હતા.

તે વિદેશ યાત્રા માટે ઓસ્ટ્રેલિયા ગયા હતા. ત્યાં પરત ફર્યા બાદ કંઘન સિંહે પોતાના બાળક માટે ચોકલેટ ખરીદી હતી અને તેને આપી હતી. સેકન્ડ ક્લાસમાં અભ્યાસ કરતો પુત્ર સંદીપ સિંહ (8 વર્ષ) એ સ્કૂલમાં તે ચોકલેટ ખાધી તો તે તેના ગળામાં ફસાઇ ગઇ.

ગળામાં ચોકલેટ ફસાઈ જવાથી બાળકનું મોત :

તેના લીધે તેને શ્વાસ (Choke Throat) લેવામાં સમસ્યા થવા લાગી અને તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તેને તડપતાં જોઇ સાથે અભ્યાસ કરનાર બાળક ડરી ગયા. ક્લાસ ટીચરે જ્યારે બાળકની સ્થિતિ જોઇ તો તાત્કાલિક સ્કૂલ મેનેજમેન્ટને અવગત કર્યા. ત્યારબાદ બાળકને નજીકના સરકારી MGH હોસ્પિટલમાં લઇ જવાયો.

ત્યાં પહોંચે તે પહેલાં બાળક બેભાન થઇ ગયો હતો અને તેના શ્વાસ પણ બંધ થઇ ગયા હતા. ડોક્ટરોએ બાળકને બચાવવાનો પુરતો પ્રયત્ન કર્યો પરંતુ તેનું દુખદ મોત થઇ ગયું. આ ઘટનાથી બાળકના પરિવાર સાથે જ સ્કૂલમાં માતમ છવાઇ ગયો.

કેમ થાય છે ગળું ચોક થવાની ઘટનાઓ?

ગળામાં ખાવાની અને શ્વાસ લેવાની નળી એક જ હોય છે. એટલા માટે કોઇપણ વસ્તુને ચાવી ચાવીને ખાવાની સલાહ આપવામાં આવે છે. જેથી તે ગળા (Causes of choke throat) માં ફસાય ન જાય. ચોકલેટ, ટોફી, ચ્યુંગમ અથવા એવી ઘણી ચિકણી વસ્તુને ખાતા અને તેને ચાવવી મુશ્કેલ હોય છે. એવામાં તે ગળામાં ફસાવવી અને ગળુ ચોક થવાનો ખતરો વધી જાય છે. એવામાં શરીરને મળનાર ઓક્સિજનની સપ્લાય અટકી જાય છે અને પીડિતનું થોડીવારમાં જ મોત થઇ જાય છે.

જો બાળકને ગૂંગળામણ થાય છે તો?

જો કોઇપણ વસ્તુ મોંઢામાં નાખવાથી બાળકનું ગળુ ચોક થઈ જાય તો તમે તાત્કાલિક તેનું મોઢું ખોલાવો. જો તમે ગળામાં ફસાયેલી વસ્તુને સ્પષ્ટ દેખાઈ રહી છે તો મોંઢામાં આંગળી નાખીને તેને નિકાળવાનો પ્રયત્ન કરો. પરંતુ ગળામાં ફસાયેલી વસ્તુ દેખાઇ રહી નથી તો આવી ભૂલ કરશો નહી. નહીતર વસ્તુ વધુ ફસાઈ જશે.

આ પણ વાંચો :-

WhatsApp યુઝર્સ સાવધાન ! 50 કરોડ લોકોના મોબાઇલ નંબરનું થઇ રહ્યું છે ઓનલાઈન વેચાણ ! જો-જો ક્યાંક તમે…

Attention WhatsApp users વોટ્સએપના લગભગ 500 મિલિયન યુઝર્સના ફોન નંબર વેચાણ માટે ઓનલાઈન મૂકવામાં આવ્યા છે. ત્યારે યુઝર્સના મોબાઈલ નંબરનો ડેટાબેઝ વેચવાનો દાવો કરવામાં આવ્યો છે

વોટ્સએપના લગભગ 50 કરોડ યુઝર્સના ફોન નંબર ઓનલાઈન વેચાણ (No. online sales) માટે મૂકવામાં આવ્યા છે. આ ઇતિહાસમાં સૌથી મોટા ડેટા ચોરી હોઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હેકિંગ (Hacking) કોમ્યુનિટી ફોરમ પર એક જાહેરાત પોસ્ટ કરવામાં આવી છે.

જેમાં દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 500 મિલિયન WhatsApp વપરાશકર્તાઓના મોબાઇલ નંબર વેચાણ માટે ઉપલબ્ધ છે. ડેટાબેઝમાં 84 જુદા જુદા દેશોના વોટ્સએપ યુઝર્સના મોબાઈલ નંબર છે. જેમાં અમેરિકા, બ્રિટન, ઇજિપ્ત, ઇટાલી, સાઉદી અરેબિયા અને ભારતનો સમાવેશ થાય છે.

સાયબર ગુનેગારો મુખ્યત્વે ફિશિંગ હુમલાઓ માટે આ માહિતીનો ઉપયોગ કરે છે. એટલા માટે વોટ્સએપ યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ અજાણ્યા નંબરોથી આવતા કોલ અને મેસેજથી સાવચેત રહે. હેકિંગ ફોરમ પર એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ડેટામાં 32 મિલિયનથી વધુ અમેરિકન યુઝર્સના ફોન નંબર હાજર છે. વપરાશકર્તાઓમાંથી 45 મિલિયન ઇજિપ્તમાં, 35 મિલિયન ઇટાલીમાં, 29 મિલિયન સાઉદી અરેબિયામાં, 20 મિલિયન ફ્રાન્સમાં અને 20 મિલિયન તુર્કીમાં છે. આ ડેટાબેઝમાં રશિયામાં લગભગ 10 મિલિયન વપરાશકર્તાઓ અને બ્રિટનમાં 11 મિલિયનથી વધુ વપરાશકર્તાઓના ફોન નંબર શામેલ છે.

ગુનેગારોએ ડેટાબેઝ કેવી રીતે મેળવ્યો તે સમજાવ્યું નથી :

જો કે વેચનાર દાવો કરે છે કે તમામ નંબરો મેટા-માલિકીના પ્લેટફોર્મના સક્રિય વપરાશકર્તાઓના છે. જ્યારે ગુનેગારોએ ડેટાબેઝ કેવી રીતે મેળવ્યો તે સમજાવ્યું નથી, વિક્રેતા કહે છે કે તેઓએ ડેટા એકત્રિત કરવા માટે તેમની પોતાની યુક્તિઓનો ઉપયોગ કર્યો.

આ પહેલીવાર નથી જ્યારે મેટા અને તેના પ્લેટફોર્મ્સ ડેટાની ચોરીના સમાચાર આવ્યા હોય ત્યારે ગયા વર્ષે, એક ગુનેગાર 500 મિલિયનથી વધુ ફેસબુક વપરાશકર્તાઓની માહિતી મફતમાં ઓનલાઇન ઓફર કરી રહ્યો હતો. તે સમયે લીક થયેલા ડેટામાં ફોન નંબરની સાથે અન્ય વિગતો પણ સામેલ હતી.

આ પણ વાંચો :-

કેજરીવાલની ભવિષ્યવાણી વચ્ચે AAPને મોટો ઝટકો, ચૂંટણી પહેલા ગુજરાતની ચર્ચિત બેઠકના ઉમેદવારનું ભાજપને સમર્થન

0

Major blow to AAP amid Kejriwal’s prediction

  • ગુજરાતમાં કેજરીવાલની સરકાર બનવાની ભવિષ્યવાણી વચ્ચે AAPને વધુ એક ઝટકો લાગ્યો છે. કારણ કે ચૂંટણીના બે જ દિવસ અગાઉ અબડાસા બેઠકના AAP ઉમેદવારે ભાજપને સમર્થન જાહેર કર્યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં દરેક પક્ષમાં રાજીનામાના કારણે ઉતાર-ચઢાવ શરૂ છે. ત્યારે વધુ આમ આદમી પાર્ટીને એક વખત ચૂંટણી પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. કચ્છની (Kutch) અબડાસા (Abdasa) બેઠકના AAPના ઉમેદવાર વસંત ખેતાણીએ ચૂંટણી પહેલાં ભાજપને સમર્થન કર્યું છે. તેઓએ ભાજપના સમર્થન સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જેના ફોટો પણ સામે આવ્યા છે.

વસંત ખેતાણીના ભાજપનો ખેસ ધારણ કરેલા ફોટા સામે આવ્યા :

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર બે જ દિવસ બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા રાજ્યમાં ચૂંટણીનો પ્રચાર-પ્રસાર ભારે વેગવંતો બન્યો છે. એવામાં કચ્છની અબડાસા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેતાણીના ભાજપનો ખેસ ધારણ કરેલા ફોટા સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કદાચ આજ રોજ PM મોદીની સભામાં વસંત ખેતાણી ભાજપને ટેકો કરવાની જાહેરાત કરી શકે છે.

થોડાંક દિવસ અગાઉ AAPના પ્રદેશ સચિવ રાજભા ઝાલા પણ ભાજપમાં જોડાયા હતા :

તદુપરાંત તાજેતરમાં જ થોડાંક દિવસ અગાઉ જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ (રાજકોટ) અને રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ રાજભા ઝાલા ભાજપમાં જોડાયા હતા. એ સિવાય વાંસદા તાલુકાના પણ 100થી વધુ AAP કાર્યકરો પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ગુજરાતની ચૂંટણી પહેલા સંગઠનના મહામંત્રી સહિત તમામ પદાધિકારીઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

આ પણ વાંચો :-

વડાપ્રધાને સુરતને અભિભૂત કરી દીધું પરંતુ ગુજરાતમાં ‘આપ’ના પગ પેસારા માટે જવાબદારોને ઓળખવવા જરૂરી

The Prime Minister overwhelmed Surat

  • મોદીની સુરતની મુલાકાત બાદ લોકોનાં મન જરૂર બદલાશે, પરંતુ ભાજપ તરફી મજબૂત પરિણામ લાવવા નેતાગીરીએ મથામણ કરવી પડશે.
  • ઉચ્ચ શિક્ષણમાં પાટીદાર વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલાં અન્યાય સામે આંદોલન કરી રહેલા યુવાનોનો રાજકીય ઉપયોગ કરીને કોણે ફેંકી દીધા હતા?
  • આગેવાનોએ આંદોલનકારી યુવાનોનો ભાજપ અને સરકારનું નાક દબાવવા ઉપયોગ કર્યો પરંતુ રાજકારણમાં આવે એ પસંદ નહોતું.
  • પાટીદાર આંદોલનના નામે અનેક રાજકીય ખેલ ખેલાઇ ગયા ઘણાએ પોતાનું ધાર્યુ કરાવી લીધુ પરંતુ આંદોલનકારીઓ રખડી ગયા અને એમાંથી જ ‘આપ’નો ઉદય થયો; હજુ પણ મોડું થયું નથી, વડાપ્રધાન મોદી અને અમિત શાહ બાજી સંભાળી લેશે તો ૮મી ડિસેમ્બરે ભાજપ વધુ મજબૂત બનીને ઉભરી આવશે.
  • ભાજપ નેતૃત્ત્વ પણ યુવાનોમાં ઉભરાતા ઝનૂનને ઓળખી શક્યું નહોતુ, આ યુવાનોને સમયસર ભાજપમાં સમાવી લીધા હોત તો ‘આપ’ને તક જ મળી નહોત.
  • પાટીદાર અનામત આંદોલન વખતે કોણ ફાયનાન્સ કરતું હતું? સત્ય બધા જાણે છે પરંતુ કહેવાની હિંમત નથી.

ગુજરાત વિધાનસભાની (Gujarat Election) પ્રથમ તબક્કાની ચૂંટણીનાં મતદાન આડે હવે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યાં છે. ચૂંટણી પ્રચારનાં અંતિમ ચરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) આજે સુરતમાં સૌરાષ્ટ્રવાસી પાટીદાર પ્રભાવિત વિસ્તારમાં સભા કરી હતી. મોદીનું ભાષણ પ્રભાવક રહ્યું હતું. તેમણે સુરતીઓને ઉપસાવ્યા હતા અને ભૂતકાળને વાગળ્યો હતો. ઉપરાંત સુરતનાં ડાયમંડ (Diamonds of Surat), ટેક્સટાઈલ ઉદ્યોગનાં વિકાસની દિશા પણ બતાવી હતી.

વડાપ્રધાન મોદીએ સમગ્ર વક્તવ્ય દરમિયાન આમ આદમી પાર્ટીનો ક્યાંય પણ ઉલ્લેખ કર્યાં વગર આમ આદમી પાર્ટીની દેશ વિરોધી વિચારધારા સામે લોકોને ચેતવ્યા હતા. વડાપ્રધાન નજીકનાં ભૂતકાળમાં સુરત આવ્યા હતા, પરંતુ પાટીદાર પ્રભાવિત વરાછા વિસ્તારથી હંમેશા અંતર રાખતા આવ્યા હતા. પરંતુ આ વખતની ચૂંટણીમાં સુરતનાં બદલાયેલા રાજકીય ચિત્ર વચ્ચે વડાપ્રધાને પાટીદાર પ્રભાવિત વિસ્તારમાં જંગી જાહેરસભા કરી હતી. પરંતુ તેમના સમગ્ર વક્તવ્ય દરમિયાન તેઓ શબ્દો તોલી તોલીને બોલતા હતા.

૨૦૦૭માં કેશુબાપાએ ભાજપમાં બળવો કર્યો ત્યારે સુરત એપી સેન્ટર રહ્યું હતું. પરંતુ એ વખતે સુરત જ નરેન્દ્ર મોદીની પ્રચંડ જીત માટે સહયોગી પુરવાર થયું હતું. પરંતુ ૨૦૦૭ અને ૨૦૨૨નાં વિતેલા સમયમાં ઘણું બદલાયું છે. ગુજરાતની અત્યાર સુધીની ચૂંટણીઓ મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ બે પક્ષો લડતા આવ્યા છે. પરંતુ આ વખતે ‘આમ આદમી પાર્ટી’ નામનાં ત્રીજા રાજકીય પરિબળનો ઉમેરો થયો છે. ગુજરાતનો અત્યાર સુધીનો ઈતિહાસ છે કે, ગુજરાત બહારનાં એક પણ રાજકીય પક્ષો ગુજરાતમાં સફળ પુરવાર થયા નથી અને લોકોએ પણ સ્વીકાર્યા નથી. પરંતુ ગુજરાતનાં જ લોકોની અને ખાસ કરીને પાટીદાર સમાજનાં આગેવાનોની પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવાની વૃત્તિને કારણે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પગ પેસારો થયો છે એવું ચોક્કસ કહી શકાય અને આમ આદમી પાર્ટીને થોડી ઘણી બેઠકો મળી જશે તો ‘જમ’ ઘર ભાળી ગયા જેવો ઘાટ થશે.

સુરતનો ‌વિસ્તાર અને વસ્તી બંને વધ્યા છે અને ‌વિતેલા દાયકા દર‌મિયાન ઘણું ઘણું બદલાયું છે. પાટીદાર સમાજમાં પણ અનેક જુથ ઉભા થયા છે પાટીદાર આગેવાનોનો આતંરીક ગજગ્રાહ હવે ખાનગી રહ્યો નથી. કેશુબાપાનો સમય જુદો હતો કેશુબાપા માત્ર પાટીદારોના જ નહીં સર્વ સમાજના સ્વીકૃત નેતા હતા. ઉપરાંત એ સમયે સમગ્ર પાટીદાર સમાજ પણ અકબંધ હતો પરંતુ બદલાતા રાજકીય સમીકરણો અને નવી પેઢીના ઉદય સાથે ઘણું બધું બદલાયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી પાટીદાર આગેવાનોની સમીક્ષા કરવામાં આવે તો કદાચ ઉપરથી એક દેખાતા હશે પરંતુ અંદરથી ખૂબ મોટો ‌વિખવાદ જોવા મળશે. કારણ આગેવાનોની આ‌‌ર્થિક સધ્ધરતા વધવાની સાથે સાથે સત્તાની નજીક રહેવાની પણ હરીફાઈ ચાલી રહી છે અને સત્તાની નજીક રહેવા માટે પોતીકા ઉપર પગ મુકવામાં પણ વાંધો નથી.

સુરત શહેરની ૧૦ અને સુરતને સ્પર્શતી અન્ય બે બેઠકો મળીને સુરતમાં ૧૨ બેઠકો માટે ચૂંટણી લડાઇ રહી છે. આ ૧૨ બેઠકો પૈકી પાંચ બેઠકો ‌સિવાયની બાકીની બેઠકના ઉમેદવારો કોણ છે એ કદાચ ભાજપના લોકોને પણ ખબર નહીં હોય! કામરેજ, વરાછા, કરંજ, કતારગામ અને ઓલપાડ આ બેઠકો ઉપર પાટીદાર આંદોલનકારી યુવાનો ‘આપ’ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ એજ યુવાનો છે જેમણે પાટીદાર યુવાનોને મે‌ડિકલ, એ‌‌ન્જિ‌નિય‌રિંગ સ‌હિતના ઉચ્ચ ‌શિક્ષણમાં પ્રવેશ સામે થતા અન્યાય સામે સરકાર સામે બંડ પોકાર્યું હતું. સરકારને ઉથલાવવા ઉપરાંત પાટીદારોને અનામત અપાવવા માટે સરકારને ફરજ પાડી હતી. આંદોલનમાં લગભગ ૧૪ યુવાનો શહીદ પણ થઈ ગયા હતા.

પરંતુ ખરી હકીકત પાટીદાર આંદોલન સમાપ્ત થયા બાદ શરૂ થઈ હતી. એક હકીકત એવી પણ છે કે આ આંદોલનકારીઓને કોણ ફંડ પૂરું પાડતું હતું એ કહેવાની જરૂર નથી. ઉપરાંત આંદોલન તોડી પાડવા પોતીકા લોકોએ જ ભૂ‌મિકા ભજવી હતી એ પણ હવે ખાનગી રહ્યું નથી. પરંતુ રાજકીય ક્ષેત્રે સ‌ક્રિય અને પોતાની જાત ને જ ‌નિર્ણાયક ગણાતા આગેવાનોએ જ વખત આવ્યે. આંદોલનકારી પાટીદાર યુવાનોને કોરાણે મુકી દીધા હતા. ગોપાલ ઇટા‌લિયા, અલ્પેશ ક‌થિ‌રિયા, ધાર્મિક માલ‌વિયા, હા‌ર્દિક પટેલ, મનોજ સોર‌ઠિયા, રામ ધડૂક વગેરે એવા યુવાનો છે કે જેઓ આંદોલનને કારણે જાહેર જીવનમાં પ્રવેશી ચૂક્યા હતા. ખરેખર તો આ યુવાનો પૈકીના કેટલાક યુવાનોને ભાજપે પોતાની ટીમમાં સમાવી લીધા હોત તો કદાચ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ઉદય જ થયો ન હોત. આમાના ઘણા યુવાનો ભાજપ સાથે જ સંકળાયેલા હતા.

પરંતુ ભાજપની નેતાગીરી આગેવાનોના કહેવાથી ભ્ર‌મિત થઈ ગઈ હતી અને આંદોલનકારી યુવાનોને અસામા‌જિક તત્વો, ગુંડાઓ વગેરે રીતે ‌ચિતરવામાં આવ્યા હતા. કારણ કે આગેવાનોને એ વાતનો ડર હતો કે આ યુવાનો ભાજપમાં આવી જશે તો પોતાનું પતુ કપાઇ જશે. આવા જ કારણોને લઇને આંદોલનકારીઓની અવગણના કરવામાં આવતા યુવાનોમાં ઉભરાતુ ઝનુન પહેલા કોંગ્રેસ તરફ અને ત્યારબાદ આમ આદમી પાર્ટી તરફ વળી ગયું હતું અને સુરત મહાનગરપા‌લિકાની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના બેનર હેઠળ એક નહીં ૨૭ કોર્પોરેટરો ચૂંટાઇ આવ્યા હતા!

આ ઘટના જ ભાજપ નેતાગીરી માટે ઇશારો હતી પરંતુ ત્યાર પછી પણ બાજી સંભાળી લેવાને બદલે ‘આપ’ સાથે સંકળાયેલા યુવાનો પ્રત્યે સતત નફરત ભાવ વ્યક્ત કરવામાં આવતા. રાજકીય ઝખમ વધુ વકર્યું હતુ અને કેજરીવાલને વાયા સુરત ગુજરાતમાં પગ મુકવાની જગ્યા મળી ગઈ હતી અને આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પગ જમાવવાની કોશીષ કરી રહી છે અને ‌વિધાનસભામાં થોડી ઘણી બેઠકો મળશે તો પણ આમ આદમી પાર્ટી માટે ગૌરવ રૂપ ઘટના ગણાશે અને આમ આદમી પાર્ટીનો કદાચ ઉદય થશે તો તેના માટે બીજુ કોઇ નહીં સુરતનું પાટીદાર નેતૃત્વ જવાબદાર ગણાશે.

વાત હાથમાંથી સરકી ગયા પછી હવે વડાપ્રધાન મોદી-ગૃહપ્રધાન અ‌‌મિત શાહ લીપાપોતી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અલબત હજુ છેલ્લા ‌દિવસોમાં પણ ‌ચિત્ર બદલી શકાય પરંતુ તેના માટે હવે બીજા કોઇએ નહીં ખુદ વડાપ્રધાન મોદીએ દોર હાથમાં લેવાની જરૂર છે. અન્યથા ગૃહરાજ્ય ગુજરાતમાં જ વડાપ્રધાને રાજકીય નુકસાની વેઠવાનો સમય આવશે. ગુજરાતની ચૂંટણીના પ‌રિણામો બદલવા માટે ઘણા એવા ક્ષેત્રો છે કે જેની સતત અવગણના કરવામાં આવી છે. આ એવા લોકો છે જેઓ જાહેરમાં મંચ ઉપર આવતા નથી પરંતુ રાજ્ય અને દેશની આ‌‌ર્થિક કરોડરજ્જુના મણકા બરાબર છે. ઉપરાંત આ લોકો જ ભાજપના પ્રચારક છે અને ભાજપના લોક પ્ર‌તિ‌નિ‌ધિઓની આ‌‌ર્થિક જરૂ‌રિયાતો પણ પુરી કરી રહ્યા છે. પરંતુ આવા લોકો માટે વડાપ્રધાન કાર્યાલય અને ભાજપ કાર્યાલયના દરવાજા કાયમ માટે બંધ રહે છે. મુલાકાત માટે હજારો વખત ‌રિકવેસ્ટ કરવા છતા વડાપ્રધાનની મુલાકાત મળતી નથી કારણ કે આ મુલાકાતોમાં જાણી જોઇને કેટલાક લોકો દ્વારા અવરોધ ઉભા કરવામાં આવે છે.

કારણ કે પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા માટે પણ વડાપ્રધાનની મુલાકાતો થવા દેવામાં આવતી નથી. આ વાતના કોઇ પુરાવા નથી પરંતુ પોતીકા વિશ્વાસુ લોકોને વડાપ્રધાન બોલાવીને સાંભળશે તો ઘણું બધું સત્ય બહાર આવશે.

પરંતુ હવે ભાજપની ધરી ક્રમશઃ નબળી પડી રહી છે તેમ છતાં હજુ પણ મોડું થયું નથી. વડાપ્રધાન ગુજરાતમાં પડાવ નાંખીને થોડી રાતના ઉજાગરા કરશે તો આગામી ૮મી ‌ડિસેમ્બરે ભાજપ વધુ મજબૂત બનીને ઉભરી આવશે. લોકોમાં મુરઝાઇ રહેલી ભાજપ તરફની ભાવના ફરી ખીલી ઉઠશે.

લોકો આજે પણ વડાપ્રધાન મોદીને ‘પ્રેમ’ કરે છે અને એક વાત ચોક્કસ છે કે જેને રાજકીય ખટપટો સાથે ‌નિસબત નથી અને રોજનું કમાઇને રોજ ખાનારો ખૂબ મોટો વર્ગ આજે પણ ભાજપને નહીં નરેન્દ્ર મોદીને ઓળખીને મત આપી રહ્યો છે અને એટલે જ ભાજપ સરકાર અડીખમ છે પરંતુ જે ‌દિવસે ગરીબ અને મધ્યમવર્ગના લોકોની નજરમાં નરેન્દ્ર મોદીની છબી ધુંધળી થઈ જશે તે ‌દિવસે ભાજપની ઇમારતને ધસી પડતા કોઇ રોકી નહીં શકે.

આ પણ વાંચો :-

28 નવેમ્બર 2022 રાશિફળ : આ રાશિના જાતકોને સુર્યદેવની કૃપાથી પારિવારિક જીવન રહેશે સારું

28 November 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થતા યોગ્ય નિર્ણયો લઈ શકાય. શુક્રને કારણે આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં પરસ્પર મનદુઃખ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.

વૃષભઃ
ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિણામે માનસિક આનંદનો અનુભવ થાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. નવા રોકાણો કરી શકાય. માતાપિતા સાથે મતભેદ સંભવે. સ્વાસ્થ્ય સારું રહેતું અનુભવાય.

મિથુનઃ
દિવસ દરમિયાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબૂ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળવા. ફેફસાના રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્કઃ
નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાવ છોડી મન સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સાંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

સિંહઃ
દિવસ દરમિયાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવાનાં અવરોધ ઉભા થાય. પરિવારમાં લાગણીશીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય.

કન્યાઃ
પુત્ર-પૌત્રાદી તરફથી સ્નેહ વધતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શક્ય બને. મિત્રો તરફથી લાભ મળવાની તકો ઉજળી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. વધારે કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.

તુલાઃ
આનંદ ઉત્સાહમાં વૃદ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાથે મતભેદ ટાળવા. માન-સન્માનમાં વૃદ્ધિ થાય.

વૃશ્ચિકઃ
મોજશોખમાં ખર્ચ વધે. બચત ઓછી થતી જણાય. નાના ભાઈબહેનોની તબિયતની કાળજી જરૂરી. ગળાના રોગોથી સાચવવું. કુટુંબ શાંતિ અને સંપનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આરોગ્ય સારું રહેશે.

ધનઃ
આવક વધતા માનસિક ચિંતા ઓછી થતી જણાય. છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

મકરઃ
ગુરુ-ચંદ્રને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતા મળતી જણાય. પાન સોપારી, દૂધ, ખેડૂત, માછીમારી જેવા ધંધામાં વધુ પ્રગતિ થતી જણાય.

કુંભઃ
મન અશાંત રહે. એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં, અન્યથા નાણાં ફસાઈ જવાના યોગ બને છે. જમણી આંખની તથા મગજના રોગોથી સાવચેતી રહેવું.

મીનઃ
મિત્રો થકી આવકનો લાભ મળતો જણાય છે. જૂની ઉધરાણી છુટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રીવર્ગ તરફથી સહકાર મળતો જણાય. જમીન, મકાન, દલાલીના ધંધામાં વિશેષ લાભ. સંતાનની પ્રગતિ અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-

 

માથાથી માંડીને પગ સુધી છે કયામત, એક્ટિંગથી વધુ બોલ્ડનેસની છે ચર્ચા

Doom is from head to toe

  •  બોલીવુડમાં એવી અભિનેત્રીઓની કોઇ કમી નથી જે પોતાની એક્ટિંગથી વધુ બોલ્ડનેસને લઇને ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ ઉપરાંત બીજી ઘણી હસીનાઓ આ યાદીમાં સામેલ છે. જેની તસવીરો જાણે કયામત છે કયામત.

ઉર્ફી જાવેદની (Urfi javed) બોલ્ડનેસને લઇને આપણે શું કહીએ. હસીનાની દરેક અદા જાણે કહેર વર્તાવે છે. એટલું જ નહી ઉર્ફી પોતાની એક્ટિંગથી વધુ સોશિયલ મીડિયા (Social media) પર પોતાના અંદાજને લઇને છવાયેલી રહે છે. આજે ઉર્ફીના સ્ટાઇલને બોલીવુડ અભિનેત્રીઓ (Bollywood actress) ફોલો કરતી દેખાય છે.

હુસ્નની દેવી નોરા ફતેહીની અદા પણ કોઈનાથી કમ નથી. ખાસ કરીને પોતાના ડ્રેસિંગ સ્ટાઇલને લઇને નોરા ચર્ચામાં રહે છે. ક્યારેય છાતીમાંથી દેખાતો કાળો તલ ફ્લોન્ટ કરે છે તો ક્યારેક પોતાના પરફેક્ટ ફિગરથી લોકોના દિલ ચોરી લે છે આ હસીના.

ઉર્વશી રૌતેલા ભલે એરપોર્ટ પર જોવા મળે અથવા પછી કોઈ ઈવેંટ પર તેમના બોલ્ડ અને ગ્લેમરસ લુક દરેક કોઈના પર ભારે પડે છે. ઉર્વશી પોતાની સુંદરતાને લઈને ચર્ચામાં રહે છે પરંતુ પોતાની બોલ્ડનેસને લઈને પણ ચર્ચામાં રહે છે.

મલાઇકા અરોરા પણ કોઈનાથી કમ નથી. તેમના જિમ વિયરથી લઈને પાર્ટી લુક સુધી ચર્ચામાં હોય છે. મલાઈકાની બોલ્ડનેસની ખુમારી ફેન્સના માથા ચઢીને બોલે છે. 49 ની ઉંમરમાં પણ તેમની સ્ટાઈલનો જવાબ નથી.

આ પણ વાંચો :-

27 નવેમ્બર 2022, આજનું રાશિફળ : આ 7 રાશિના લોકોને કષ્ટભંજન દેવની કૃપાથી પ્રાપ્ત થશે અણધારી સફળતા

27 November 2022, Today’s Horoscope  Gujarat Guardian

મેષ
દિવસની શરૂઆતનો અજંપો પાછળથી દૂર થાય. આર્થિક લાભ મળતો જણાય. પરિવારમાં મનમેળ, સુખ-શાંતી રહે. સ્વાસ્થ્ય સારૂં રહે. ધંધામાં પ્રગતિ થતી જણાય. માન-સન્માન વધે. સ્નાયુના દુઃખાવાથી સાચવવું.

વૃષભ
બપોર પછી આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. ભાગ્યનો સાથ મળતાં આવકમાં વૃદ્ધિ થાય. ફસાયેલા નાણાં છૂટા થાય. ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય. આરોગ્ય સારૂ રહે. કુટુંબમાં પરસ્પર સ્નેહનું પ્રમાણ વધે.

‌મિથુન
બપોર સુધી આનંદમાં વધારો થાય. બપોર બાદ બેેચેનીનો અનુભવ થાય. પરિવારમાં શાંતી રહે. પૈસાની આવક રહેતા હળવાશનો અનુભવ થાય. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. બ્લડ પ્રેશરના દર્દીઓઅે વિશેષ સાવધાની રાખવી.

કર્ક
આજે નાણાકીય બાબતોમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતી, ઉપરી અધિકારીથી પ્રશંસા મળતી જણાય. માન-સન્માનમાં વૃદ્ધિ થતી જણાય. દામપત્ય સુખમાં આનંદનો અનુભવ થાય. આરોગ્ય સારૂ રહે.

‌સિંહ
સાંજ સુધી દિવસ સારો છે. પ્રસન્‍નતા અનુભવાય. પરિવારમાં શાંતી સંપ વધે. નાણાંની પ્રાપ્‍તી સહજ બને. સ્થાવર જંગમ મિલકથી લાભ. સંતાનની પ્રગતી નીહાળવાની તક મળે. શરદી-ખાંસી-કફનો પ્રકોપ રહે.

કન્યા
આનંદિત દિવસ પસાર થાય. આવક વધતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકત તથા નવા રોકાણો કરવાની વ્યવસ્થા સરળ બને. માથાનો દુઃખાવો, માઇગ્રેઇનની સમસ્યા સતાવે.

તુલા
કાર્ય સફળતા ‘આપ’ના કદમ ચૂમકી જણાય. પરિવારમાં આનંદ ઉત્સવ ભર્યું વાતાવરણ સર્જાય. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કરાયેલા રોકાણો ફાયદાકારક પુરવાર થતા જણાય. પેટ સંબંધી સમસ્યાઓથી સાવચેતી જરૂરી.

વૃ‌શ્ચિક
‌થોડી ઉગ્રતા વર્તાય. આવકના નવા નવા રસ્તાઓ ખુલતા જણાય. નાના ભાઇ-બહેનો સાથે આત્મીયતાનો અનુભવ થાય. ભાગ્ય બળવાન બનતું જણાય. ધંધાકીય ક્ષેત્રે સફળતાથી આવક વધતી જણાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

ધન
માનસિક શાંતી જળવાશે. આરોગ્ય પણ સારૂં રહેશે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વૈવાહિક જીવનમાં આનંદ ઉત્સાહ વધે. ભાગ્યની વૃદ્ધિ થતી અનુભવાય. આરોગ્ય સારૂં રહે. પરંતુ બહેનોઅે સ્ત્રી રોગની કાળજી રાખવી જરૂરી છે.

મકર
આવક ઘટતી જણાય. છતાં માનસિક શાંતી જળવાય. ખોટા ખર્ચ ન થાય અેનું ધ્યાન રાખવું. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા અનુભવાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર મળે.

કુંભ
આત્મબળમાં વૃદ્ધિ થાય. પરિવારમાં વાદ-વિવાદનું સ્થિતિ પેદા થાય. શેરબજાર તથા અન્ય રોકાણોથી ફાયદો થતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર થાય. મિત્રવર્તુળમાં વધારો થતો જણાય. બપોરબાદ ખર્ચનું પ્રમાણ વધે.

મિન
કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. આજે અગત્યના નવા આર્થિક રોકાણો ટાળવા. સંતાનની પ્રગતી આપને હર્ષ આપનારી નીવડે. ધંધા માટે દિવસ શુભ છે. નોકરીમાં પ્રમોશન અને ધંધામાં સફળતા મળવાના યોગ છે. મિત્રો તરફથી લાભ.

આ પણ વાંચો :-

ભાજપનું સંકલ્પ પત્ર જાહેર, આગામી 5 વર્ષ સરકાર ચલાવવા અનેક વચનોની લ્હાણી

0

BJP’s manifesto announced

  • આગામી પહેલી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલાં તબક્કામાં મતદાન થવાનું છે, ત્યારે ભાજપે સંકલ્પ પત્ર બહાર પાડીને ગુજરાતમાં આગામી દિવસોના આયોજન અંગે પ્રજાને ભરોસો આપ્યો છે.

આજે બહાર પડેલા સંકલ્પ પત્રમાં (Resolution) ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીએ મતદારોને રીઝવવા માટે કેટલાક વચનો આપ્યા હતા. બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ (National President JP Nadda) કહ્યું હતું કે આજના સંવિધાન દિવસે મહત્વનું સંકલ્પ પત્ર લોન્ચ થયું છે. ગુજરાતએ સામાજિક પરિવર્તન (Social change) અને સાંસ્કૃતિક ચેતનાવાળી ભૂમિ છે. ગુજરાત રાજનિતીક દ્રષ્ટીથી દિશા આપનારી ભૂમિ છે.

દેશની વાત કરીએ તો ગુજરાત આઝાદીની લડાઇ હોય કે નવનિર્માણ આંદોલન હોય, દેશની વિકાસકૂચમાં અગ્રેસર રહ્યું છે. હવે જ્યારે બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આજે સંકલ્પ પત્ર બહાર પાડીને ચૂંટણી વચનો જાહેર કર્યા છે.

ભાજપના સંકલ્પ પત્રમાં જાહેર થયેલા સંકલ્પો નીચે મુજબ છે :

– આયુષ્માન ભારતમાં 5 લાખની જગ્યાએ 10 લાખ રુપિયા કરાયા.
– 25 હજાર કરોડના ખર્ચે સિંચાઈ નેટવર્કનું વિસ્તરણ કરાશે- સાયબર હેલ્પ ડેસ્ક પોલીસ સ્ટેશનોમાં શરુ કરાશે.
– દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનશે- 1 હજાર ઈ બસોનો કાફલો ઉમેરાશે.
– 10 હજાર કરોડના ખર્ચે કૃષિ ઈન્ફ્રા.નું નિર્માણ થશે.
-ખેડૂત મંડળો, એપીએમસીને મજબૂત કરવામાં આવશે.
– મેડિકલ સીટોમાં 30 ટકાનો વધારો કરાશે.
– અગ્રેસર આદિજાતિ, ઈકોનોમી ક્ષેત્રે અગ્રેસર કામો થશે.
– કેજીથી પીજી સુધી મહિલાઓને ફ્રી શિક્ષણ અપાશે.
– અગ્રેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સંકલ્પ- વ્હાલી દીકરી હેઠળ નાણાકીય સહાય વધારાશે.
– અગ્નિવીર માટે મહિલાને વન ટાઈમ 50 હજારની ગ્રાન્ટ.
– ધોરણ 9થી 12ની વિદ્યાર્થિનીઓને મફત સાઈકલ અપાશે.
– 5 વર્ષમાં 1 લાખથી વધુ મહિલાઓને નોકરી આપવાનું કામ.
– આગામી 5 વર્ષમાં 20 લાખની રોજગારીનું વચન.
– આર્થિક રીતે નબળા પરીવારની મહિલાઓને ટૂ વ્હિલર અપાશે.
– 10 હજાર કરોડના બજેટનો સંકલ્પ.
ગૌશાળા માટે 500 કરોડનું વધારાનું બજેટ.
– ગુજરાત પોલીસની સ્પેશિય મહિલા કમાન્ડો ફોર્સ બનાવાશે.
– સાઉથ ગુજરાત સૌરાષ્ટ્રમાં 2 સી ફૂડ પાર્ક બનશે.

આ પણ વાંચો :-

80 વર્ષના બાઈડેન ચૂંટણી લડી શકે છે તો હું કેમ નહિ… 76 વર્ષના ભાજપના ઉમેદવારનો સણસણતો જવાબ

0

80-year-old Biden can contest elections

  •  વડોદરાની માંજલપુર બેઠક પરથી બીજેપીના ઉમેદવાર યોગેશ પટેલ 8 મી વાર ચૂંટણી લડી રહ્યાં છે. તેમની ઉમર 76 વર્ષ છે. જ્યારે કે ભાજપના ઉમેદવારોની વય મર્યાદા 75 વર્ષ છે.

ભાજપ માટે જે ગણતરીની બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત અટકી હતી તેમાં વડોદરાની માંજલપુર બેઠક પર સામેલ હતી. વડોદરાના (Vadodara) ધારાસભ્ય યોગેશ પટેલ (Yogesh Patel) ટિકિટ માટે જીદે અટક્યા હતા. વડોદરામાં પહેલેથી જ મધુ શ્રીવાસ્તવ (Madhu Srivastava) અને દિનુ મામા (Dinu Mama) ટિકિટ ન મળતા બળવો પોકારી ચૂક્યા હતા.

આવામાં યોગેશ પટેલની ટિકિટ પણ કપાય તો જીત મુશ્કેલ બને. ત્યારે ભાજપના ગઢ ગણાતા વડોદરામાં નુકસાન ન થાય તે માટે જીદે અડેલા 76 વર્ષીય યોગેશ પટેલને માંજલપુર બેઠકથી ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે ભાજપે પાર્ટી દ્વારા ઉમેદવારો માટે વયમર્યાદા 75 વર્ષ રાખી હતી.

વડોદરામાં માંજલપુર બેઠકથી બીજેપીના ઉમેદવાર યોગેશ પટેલ 8 મી વાર ચૂંટણીમાં ઉભા રહ્યાં છે. ત્યારે તેમનો દાવો છે કે, હોંશ અને જોશ એકવાર ફરીથી જોવા મળશે, પછી ભલે તેમની ઉંમર કેટલી હોય.

હું હમેશા લોકોની સાથે સંપર્કમાં રહુ છુ :

યોગેશ પટેલે કહ્યું કે, હું હંમેશાથી લોકોના સંપર્કમાં રહુ છું. જ્યારે હું ધારાસભ્ય ન હતો, ત્યારે પણ લોકોના સંપર્કમાં રહેતો હતો. તે મને સારી સ્થિતિમા ઉભા રાખે છે. 33 વર્ષથી ધારાસભ્ય રહેલા બીજેપીના ઉમેદવારે દાવો કર્યો કે, તેઓએ હંમેશા પૂરા દિલથી લોકોનું કામ કર્યું છે. હું પૂરતી ઈમાનદારીથી ચૂંટણી લડીશ. યોગેશ પટેલને જ્યારે કોંગ્રેસના ઉમેદવારોને લઈને સવાલ કરવામાં આવ્યા તો તેમણે કહ્યું કે, બસ 8 ડિસેમ્બરે પરિણામની રાહ જુઓ.

જો બાઈડેન પર વિચાર કરો :

પોતાની વધુ ઉંમર વિશે બીજેપી ઉમેદવારે કહ્યું કે, 20 વર્ષની ઉંમરમાં કેટલાય લોકો એવા છે જે ઘરમાં રહીને પોતાની જિંદગી બરબાદ કરી રહ્યાં છે. મારા મતે એ ઉંમર વધવી છે. હવે જો બાઈડેન પર વિચાર કરો. તેઓ 80 વર્ષની ઉંમરમાં આખા અમેરિકાનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી ઉંમર કોઈ મહત્વની રહેતી નથી. તેઓએ એમ પણ કહ્યું કે, જીવનના દરેક ભાગમાં સમય પર મર્યાદા મૂકવાથી તેઓ આટલી લાંબા સમય સુધી ચાલતા રહ્યાં છે.

આ પણ વાંચો :-

 

 

રાજનીતિમાં ફરી ગરમાવો ! ઉદ્યોગપતિ મહેશ સવાણી ભાજપનો ખેસ પહેરીને પ્રચારમાં જોડાયા

0

Heat again in politics

  • મહેશ સવાણી ભાજપનો ખેસ પરીને સ્ટેજ પર જોવા મળતા અનેક તર્ક વિતર્કના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. ઉદ્યોગપતિ મહેશ સવાણી ચૂંટણી પ્રચારમાં જોડાયા છે અને ભાજપના ઉમેદવારના સમર્થનમાં ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા છે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Election) ચૂંટણીમાં અનેક ઉલટફેર જોવા મળી રહી છે. ત્યારે પૂર્વ આપના નેતા મહેશ સવાણી (Mahesh Savani) સ્ટેજ પર દેખાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પૂર્વ આપના નેતા અને જાણીતા હિરા ઉદ્યોગકાર મહેશ સવાણી ફરી રાજકારણને (politics) લઈને ચર્ચામાં આવ્યા છે.

મહેશ સવાણી ભાજપનો ખેસ પરીને સ્ટેજ પર જોવા મળતા અનેક તર્ક વિતર્કના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. ઉદ્યોગપતિ મહેશ સવાણી ચૂંટણી પ્રચારમાં જોડાયા છે અને ભાજપના ઉમેદવારના સમર્થનમાં ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા છે.

સુરતમાં પૂર્વ આપના નેતા મહેશ સવાણી સ્ટેજ પર ભાજપનો ખેસ પહેરીને જોવા મળ્યા હતા. જ્યાં મહેશ સવાણીને આ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, AAP પાર્ટી છોડયા બાદ મને લાગ્યું કે સારા માણસનો સાથ આપવો જોઈએ એટલે હું અહીં આવ્યો છું. અમે પહેલા જ્યાં મહેનત કરવાની હતી ત્યાં કરી હતી એટલે તે ઉમેદવારનું સમર્થન કરી રહ્યો છું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વરાછાની બેઠક પર ત્રણેય પાટીદાર ઉમેદવાર છે, પણ પ્રજાનો સંકલ્પ ફાઈનલ જોઈએ છે. રસાકસી થશે કારણ કે ત્રણે પાટીદારો છે તો કહેવું મુશ્કેલ છે કે કોણ જીતશે અને કોણ હારશે. ભાજપની વરાછા બેઠક જીતાડવા સહિત 14 સીટો માટે મહેનત કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, મહેશ સવાણી કતારગામમાં ભાજપના ઉમેદવાર વિનુ ભાઈનો પ્રચાર કરવા પહોંચ્યા હતા. વરાછા બેઠક અંગે નિવેદન આપતા મહેશ સવાણીએ કહ્યું કે, ત્રણેય પાટીદારો છે પણ પ્રજાનો સંકલ્પ ફાઈનલ હોય છે.

આ પણ વાંચો :-