Home Blog Page 1233

05 ડીસેમ્બર 2022 રાશિફળ : મહાદેવ આ 6 રાશિના લોકો પર વરસાવશે હંમેશા કૃપા – ધંધામાં મળશે સફળતા

05 December 2022 Horoscope Gujarat Guardian

મેષ
‌દિવસ દરમ્યાન આનંદ રહે, પણ સ્વભાવમાં ઉગ્રતા, તામસી પ્રકૃ‌તિ વધતી જણાય. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. માતાની ત‌બિયત સાચવવી. માતૃપક્ષ તરફ મુશ્કેલી પેદા થાય. વાહન સાચવીને ચલાવવું.

વૃષભ
આત્મ બળ વધે. યોગ્ય ‌નિર્ણયો લેવાની ક્ષમતા વધે. નાણાંકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. પ‌રિવારના સભ્યોના આરોગ્યની ‌ચિંતા રહે. માથાના દુઃખાવાની સમસ્યા સર્જાય. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે લાભ.

‌મિથુન
સ્વભાવમાં જડતાપણું આવે. આવક વધતી જણાય. નાના-ભાઈ બહેનોને સ્વાસ્થ્ય સંબંધી ‌ચિંતા રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ભાગ્યમાં વૃ‌દ્ધિ જણાય. આક‌સ્મિક ધન લાભ ના યોગ છે.

કર્ક
‌દિવસ દરમ્યાન વ્યગ્રતા રહે. ગુસ્સા ઉપર કાબુ રાખવો. માન‌સિક અ‌‌સ્થિરતા વાળી વ્ય‌ક્તિનો રોગ વધતો જણાય. આ‌‌ર્થિક ક્ષેત્રે લાભ મળે. ‌મિત્રો તરફથી સાહકાર મળે. દામ્પત્ય જીવનમાં આનંદ. સત્તા, હોદ્દો, માન વધતા જણાય.

‌સિંહ
રાજકીય ક્ષેત્રે પ્રગ‌તિ થતી જણાય. સત્ય વાત બોલવાને કારણે અ‌‌પ્રિય થવાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. પ‌રિવારમાં આનંદ. માતા-‌પિતા સાથે મતભેદની શક્યતા છે. સંતાન સંબંધી પ્રશ્નોનો સામનો કરવો પડે.

કન્યા
‌વિમા, વકીલાત, બેંક, ચાર્ટડે એકાઉન્ટન્ટનો વ્યવસાય ધરાવતી વ્ય‌ક્તિ માટે પ્રગ‌‌‌તિ. પ‌રિવારમાં મનમેળ રહેશે. જળથી થતા રોગોથી સાચવવું. શરદી-કફ રહે. માતૃપક્ષ તરફથી અસંતોષ રહે. નોકરી-ધંધામાં સાનુકુળતા રહે.

તુલા
ધારેલા શોખ પૂરા કરવામાં મુશ્કેલી આવે. જલ્દી ખોટું લાગી જાય. આ‌‌ર્થિક ક્ષેત્રે ફાયદો. પ‌રિવારના સભ્યો વચ્ચે અસંતોષ પેદા થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરંતુ જીવનસાથીના આરોગ્યની કાળજી રાખવી જરૂરી.

વૃ‌શ્ચિક
‌દિવસની શરૂઆત આનંદથી થાય, પણ પ‌ત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આ‌‌ર્થિક બાબતો અંગે અસંતોષ રહે. ધારેલી આવક અટકતી જણાય. લોહી અંગેના રોગો. બ્લડપ્રેશરની તકલીફ અનુભવાય.

ધન
નાણાંકીય બાબતો અંગે શુભ ‌દિવસ. કરેલા કાર્યો સફળ થતા જણાય. સંતાન તરફથી પ્રેમ મળે, પરંતુ સંતાનની ત‌બિયત અંગેના પ્રશ્નો ઉભા થતા જણાય. જીવનસાથીની જીદ વધે. ધંધામાં પ્રગ‌તિ થતી જણાય.

મકર
આજે આપ સુખ, શાં‌તિ, સમૃ‌દ્ધિનો અનુભવ કરશો. નાણાંનો બગાડ થાય. માતાની ત‌બિયત સાચવવી જરૂરી છે. સંતાન સંબંધી ‌ચિંતા રહે. આરોગ્ય જળવાય. પ‌ત્નિની ત‌બિયતની કાળજી રાખવી. હાડકાનો સામાન્ય દુઃખાવો અનુભવાય.

કુંભ
પોતાનો કક્કો ખરો કરવાની વૃ‌ત્તિ વધે. આ‌‌ર્થિક મોરચે સફળતા. પ‌રિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ‌રિવારના સ્ત્રી સભ્યોના આરોગ્યની કાળજી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે યોગ્ય આયોજન કરી શકાય.

મીન
સમાજ સેવાની ભાવના પ્રબળ બને. પ્ર‌તિષ્‍ઠામાં વધારો થાય. નાણાંકીય બાબતોથી ફાયદો થાય. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યમાં વૃ‌દ્ધિ થતી જણાય. ‌દિવસ આનંદમાં વ્ય‌તિત થતો જણાય.

આ પણ વાંચો :-

વિરમગામમાં છેલ્લી ઘડીએ થયું એવું કે હાર્દિક પટેલનું વધ્યું ટેન્શન, પાટીદાર આંદોલનનો મુદ્દો ફરી ઉછળ્યો

0

What happened in Viramgam

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને ગણતરીની કલાકો જ બાકી રહી છે. એવામાં મતદાનની આખરી ઘડીએ વિરમગામમાં હાર્દિક પટેલનો વિરોધ થતાં રાજકારણ ગરમાયું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Election 2022) બીજા તબક્કાનું મતદાન આવતીકાલે યોજાવાનું છે. આવતીકાલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. મતદાનને ગણતરીની કલાકો જ બાકી છે, એવામાં વિરમગામમાં ઠેર-ઠેર હાર્દિક પટેલની (Hardik Patel) વિરુદ્ધના પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે. બીજા તબક્કાના મતદાન પહેલા વિરમગામમાં (Viramgam) ફરી પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ઉછળતા રાજકારણ ગરમાયું છે. આપને જણાવી દઈએ કે ભાજપે હાર્દિક પટેલને વિરમગામથી ઉમેદવાર બનાવ્યા છે.

હાર્દિક પટેલની વિરુદ્ધના પોસ્ટરો વિરમગામમાં લાગ્યા :

વિરમગામમાં હાર્દિક પટેલનો મતદાનની આખરી ઘડીએ વિરોધ થયો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે ઠેર-ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ‘શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને વોટ નહીં’, ‘ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં’, ‘જે લોહીનો ન થાય તે કોઈનો ન થાય’, ‘જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો?’ જેવા લખાણવાળા પોસ્ટરો વિરમગામમાં લગાવવામાં આવ્યા છે. મતદાનના એક દિવસ પહેલા આવા પોસ્ટરો વિરમગામમાં લગાવવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે હાર્દિક પટેલ :

આવતીકાલે વિરમગામ વિધાનસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે. જેમાં ભાજપે પાટીદાર અનામત આંદોનના નેતા હાર્દિક પટેલને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે લાખાભાઈ ભરવાડને રિપીટ કર્યા છે. તો આમ આદમી પાર્ટીએ વિરમગામથી અમરીશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. હાર્દિક પટેલનું નામ જાહેર થયા બાદ તેઓ મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી.

તેઓએ તેમના મત વિસ્તારમાં ઠેર-ઠેર સભાઓ ગજવી હતી. હાર્દિક પટેલનો ચૂંટણી પ્રચાર કરવા માટે ભાજપના દિગ્ગજો મેદાનમાં ઉતર્યા હતા. હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલને વિરમગામ વિધાનસભાના લોકો સ્વીકારે છે કે નહીં, તે જોવાનું રહેશે.

આ પણ વાંચો :-

Paytm વડે ગેસ સિલિન્ડર બુક કરશો તો મળશે તગડું Cashback, જાણો શું છે બુકિંગની પ્રોસેસ

0

If you book a gas cylinder with Paytm

  • જો તમે ઓનલાઇન એલપીજી ગેસ સિલિન્ડર બુક કરવા જઇ રહ્યા છો તો આ સમાચાર તમને ખુશ કરી શકે છે.એ એક એપ છે જ્યાં ગેસ બુકિંગ પર કેશબેક આપવામાં આવી રહ્યું છે. આવો જાણીએ ડિટેલમાં.

Paytm સમયાંતરે નવી ઓફર્સ પોતાના યૂઝર્સ માટે લાવે છે. હવે પેટીએમ Bharatgas, Indane અને  HP Gas ના LPG સિલિન્ડર બુકિંગ પર યૂઝર્સને કેશબેક (Cashback) આપી રહ્યા છે. આ ઓફરે લોકોને ઝૂમવા પર મજબૂર કરી દીધા છે. ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પહેલા ગેસ સિલિન્ડર બુકિંગ (Gas cylinder booking) પર 15 રૂપિયાનું કેશબેક આપી રહ્યા છે અને તો બીજી તરફ પેટીએમ વોલેટ દ્વારા બુકિંગ કરશો તો 50 રૂપિયાનું કેશબેક મળશે. પેટીએમ દ્વારા યૂઝર્સ બુકિંગને ટ્રેક કરી શકશો.

Paytm એ 29 નવેમ્બર એટલે કે મંગળવારે યૂઝર્સ માટે નવી કેશબેક ઓફરની જાહેરાત કરી છે. LPG Cylinder બુક કરનારાઓ માટે આ શાનદાર ઓફર છે. જો પેટીએમ પર નવા યૂઝર છો તો 15 રૂપિયા કેશબેક મેળવવા માટે યૂઝરને ‘FIRSTGAS‘ કોડનો ઉપયોગ કરવો પડશે.

તો બીજી તરફ તમે Paytm વોલેટનો ઉપયોગ કરશો તો બુકિંગ કરતાં 50 રૂપિયાનું કેશબેક ત્યારે મળશે જ્યારે યૂઝર ‘WALLET50GAS‘ કોડનો ઉપયોગ કરશે. પેટીએમ યૂઝર્સને રજિસ્ટર્ડ ફોન નંબર અને એડીશનલ ચાર્જીસ પર ગેસ રિફિલ બુક કરવાની પરવાનગી આપે છે. ટ્રેકિંગ દ્વારા તમે જોઇ શકો છો કે તમે ક્યારે બુકિંગ કર્યું છે અને ક્યાં સુધી સિલિન્ડર ડિલીવર થશે. પેટીએમ પર આ પુરી પ્રક્રિયા બતાવશે.

પ્રથમ બુકિંગ થતાં જ તે તમારા એલપીજી કનેક્શનની ડિટેલ્સ સેવ કરી લેશે. જો તમે બીજીવાર બુકિંગ પર જશો તો વારંવાર એલપીજી આઇડી નાખવાની જરૂર નહી પડે. આવો તમને જણાવીએ કે પેટીએમ બુકિંગ કરવાની સમગ્ર પ્રોસેસ…

Paytm વડે LPG Cylinder કેવી રીતે કરશો બુક? 

Step 1: Paytm ઓપન કરો અને રિચાર્જ અને બિલ ચૂકવણી કેટેગરી અંતગર્ત ‘Book Gas Cylinder’ ટેબ પર જાવ.
Step 2: હવે એલપીજી સિલિન્ડર સર્વિસ પ્રોવાઈડરને સિલેક્ટ કરો અને પછી તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર/17 આંકડાની એલપીજી આઇડી/ગ્રાહક નંબર એન્ટર કરો.
Step 3: ચૂકવણી કરવા માટે પોતાની બુકિંગ સાથે આગળ વધો. તમે પેમેન્ટની કોઇપણ મનપસંદ રીત જેમકે પેટીએમ વોલેટ, પેટીમ યૂપીઆઈ, કાર્ડ અને નેટ બેકિંગના માધ્યમથી ચૂકવણી કરી શકો છો.
Step 4: પેમેન્ટ કર્યા બાદ તમારું બુકિંગ કન્ફોર્મ થઈ જશે. ત્યારબાદ જણાવવામાં આવશે કે સિલિન્ડર 2 થી 3 દિવસમાં ડિલીવર થઇ જશે.

પેટીએમના પ્રવકતાએ જણાવ્યું હતું કે “ અમે જે સર્વિસિસ ઓફર કરી રહયા છીએ તેમાં એલપીજી સિલીન્ડર બુકીંગ એક મહત્વની સર્વિસ હોવાથી ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે પાયોનિયર તરીકે અમે પેટીએમ એપ્પ પર બુકીંગની સુગમતા પૂરી પાડી રહયા છીએ અમે પેટીએમ વોલેટ, પેટીએમ યુપીઆઈ પોસ્ટ પોઈડ તથા અન્ય સવલતો મારફતે ચૂકવણીમાં પણ સુગમતા પૂરી પાડી રહયા છીએ.

આ પણ વાંચો :-

મધુ શ્રીવાસ્તવનો ફરી એકવાર દબંગ અવતાર ! અધિકારીઓને ધમકી આપતા કહ્યું; ‘ચૂંટણી જીત્યા પછી નહીં છોડું’

0

Madhu Srivastava’s Dabang avatar once again

  • મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા મધુ શ્રીવાસ્તવ અકળાયા હતા અને ગુસ્સે ભરાયા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) બીજા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે પાંચ કલાકે શાંત થઈ ગયો છે. હવે પાર્ટીના ઉમેદવારો સાંજથી ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા (Social media) થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કર્યો હતો. ત્યારે મધુ શ્રીવાસ્તવે (Madhu Srivastava) ફરી અધિકારીઓને ચીમકી આપી છે.

વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપતા કહ્યું કે ચૂંટણી જીત્યા પછી અધિકારીઓને નહીં છોડું. ગઈકાલે નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા ધમકી આપી હતી.

મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા મધુ શ્રીવાસ્તવ અકળાયા હતા અને ગુસ્સે ભરાયા હતા. ત્યારબાદ તેમણે જણાવ્યું કે, ચૂંટણી જીત્યા પછી અધિકારીઓને નહીં છોડું.

ચૂંટણી જીત્યા પછી બતાવીશ કોણ અધિકારી અને કોણ મધુ શ્રીવાસ્તવ અધિકારીઓની કચ્છ ભુજ બદલી ના કરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. અગાઉ પણ મધુ શ્રીવાસ્તવે અનેક વખત અધિકારીઓને ધમકી આપી છે.

અગાઉ પણ વાઘોડિયા બેઠકના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તમામ મુસીબતોમાં હું તમારી સાથે જ રહ્યો છું. હવે કોઈની ખીલ તોડે તો ગોળી ન મારી દઉં તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં, આજે પણ કહું છું કે મારા કાર્યકર્તાનો કોલર પણ પકડશે ને તો… હું આજે પણ એ જ છું, 1995નો એ જ બાહુબલી છું. તમે 7 નંબરના બટન પર દબાવજો, બીજાને પણ કહેજો કે 7 નંબરનું બટન જ બતાવજો, બીજા તો 6 નંબરના છક્કાઓ છે.

આ પણ વાંચો :-

04 ડિસેમ્બર 2022 રાશિફળ : આ રાશિના જાતકો પર માં ખોડલ વરસાવશે કૃપા – લખો ‘જય માં ખોડલ’

December 04, 2022 Horoscope Gujarat Guardian

મેષ
આપને માનસિક શાંતી મળશે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણયો લઇ શકશો. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણોના સારા ફળ મળતા જણાશે. સુખશાંતીમાં વધારો થતો અનુભવાશે.

વૃષભ
ધનથી સંકળાયેલ બાબતો માટે સાવચેતી જરૂરી છે. ખર્ચ ઓછો થાય અેવા પ્રયત્‍નો કરવા અને નાણાંનું યોગ્ય આયોજન કરવું. વિદેશી કંપનીઓમાં કાર્ય કરતી વ્યક્તિ માટે શુભ. દામ્પત્ય જીવનમાં આનંદ અનુભવવાશે.

મિથુન
નાણાંની વખતસર હેરફેર થતી જણાશે. દરેક કાર્યમાં મિત્રોનો સાથ સહકાર મળતો જણાશે. સંતાનો તરફથી હર્ષ. સાંસારિક સંબંધોમાં તણાવ વધતો જણાય. આરોગ્ય સારૂ જળવાશે. ભાગ્ય વૃદ્ધિ તથા આકસ્મિક ધનલાભ મળતો જણાય.

કર્ક
માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારૂ રહેશે. નોકરી-ધંધામાંથી સારા સમાચાર, પ્રગતી થતી જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે તથા તેમની મદદ મળતી જણાશે. સ્નાયુના રોગો થવાની શક્યતા છે. દામ્પત્ય જીવનમાં આનંદનો અનુભવ થશે.

‌સિંહ
આકસ્મિક ધન પ્રાપ્‍તીના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળે ફસાયેલા નાણાં છૂટા થાય. પરિવારમાં આનંદ, કરેલા રોકાણોમાંથી આવક આવતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. દામ્પત્ય સુખમાં ગુસ્સો ચિંતાનું કારણ બની શકે.

કન્યા
દિવસ દરમિયાન માનસિક પરિતાપ રહેશે. આવકનું પ્રમાણ ઘટતું જણાશે. ધંધામાં દિવસ શાંતીથી પસાર કરી દેવો. સંતાનોની પ્રગતિથી થોડો માનસિક સંતોષ મળશે. આરોગ્યની દૃષ્ટિએ દિવસ સારો રહેશે.

તુલા
જીવનસાથી સાથે આનંદની અનુભૂતિ કરવાનો દિવસ છે. પ્રિય પાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગીદારી સંબંધોમાં પણ ફાયદો થતો જણાય. આરોગ્ય જળવાશે. ભાગ્યમાં વૃદ્ધિ અનુભવી શકશે.

વૃ‌શ્ચિક
આજે આરોગ્યની કાળજી રાખવી. શરદી-ખાંસીની સમસ્યા વધતી જણાય. પરિવાર માટે સામાન્ય દિવસ જણાય. નવા રોકાણો કરવાની શક્યતા વધતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતીનો અનુભવ થાય.

ધન
થોડી માનસિક અશાંતી જણાય. પરંતુ સંતાનની પ્રગતિથી આનંદમાં વધારાની અનુભૂતિ કરી શકાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતી શક્ય બને. માન-સન્માનમાં વધારો થતો અનુભવાય.

કર
માતૃપક્ષની સારા સમાચાર મળે. જમીન-મકાન વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય રીતે દિવસ સારો પસાર થાય. સાંધાના દુઃખાવાથી સાચવવું. આદ્યાત્મિક પ્રગતિથી આનંદ થાય. આવક વધતી જણાય.

કુંભ
પરિવારમાં વિખવાદને કારણે માનસિક અશાંતી રહે. યાત્રા-પ્રવાસ ટાળવા. ભાગ્ય બે ડગલા પાછળ ચાલતું જણાય. મહેનત વધારે કરવી પડે. માન-સન્માન હણાતુ જણાય. અગત્યના રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી.

મિન
દિવસ દરમિયાન નાણાંની છૂટ વર્તાય. ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. હૃદયમાં અકારણ અજંપો રહે. સંતાનો સાથે સ્નેહ જળવાય. વાયુના રોગોથી સાવચેતી રાખવી.

આ પણ વાંચો :-

આ 2 જગ્યા પર જવાની ભૂલેચૂકે ભૂલ ન કરતા, ઈજ્જતની સાથે સાથે પૈસા ગુમાવવાનો વારો આવશે

If you don’t make the mistake

  • નેપાળની ગણતરી બેસ્ટ ટુરિસ્ટ પ્લેસવાળા દેશોમાં થાય છે. અહીં દર વર્ષે લાખો પર્યટકો આવે છે. ઓછા બજેટમાં વિદેશ ઘૂમવાનું સપનું જોતા લોકો માટે નેપાળ સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન છે.

નેપાળની (Nepal) ગણતરી બેસ્ટ ટુરિસ્ટ પ્લેસવાળા દેશોમાં થાય છે. અહીં દર વર્ષે લાખો પર્યટકો આવે છે. ઓછા બજેટમાં વિદેશ ઘૂમવાનું સપનું જોતા લોકો માટે નેપાળ સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં અનેક ખ્યાતનામ મંદિરો, માઉન્ટ એવરેસ્ટ તથા અન્ય જગ્યાઓ પર ઘૂમવા ઉપરાંત તમે સ્કીઈંગ, બાઈકિંગ અને પેરાગ્લાઈડિંગનો પણ આનંદ લઈ શકો છો.

પરંતુ આ બધી તો સારી સારી વાતો થઈ પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે નેપાળમાં એક જગ્યા એવી પણ છે જ્યાં જવાથી તમે મુસીબતમાં મૂકાઈ શકો છો. તમને આ વિસ્તાર વિશે વિગતવાર જાણકારી આપીએ..

રિપોર્ટ મુજબ નેપાળની રાજધાની કાઠમંડુમાં એક જગ્યા છે જેનું નામ થમેલ છે. અહીં જવાથી બચવાની સલાહ નેપાળ ઘૂમવા આવેલા લોકોને અપાતી હોય છે. અહીં બાર અને ક્લબમાં તો ભૂલેચૂકે ન જવું જોઈએ. વાત જાણે એમ છે કે અહીં છોકરીઓ તમારી સાથે બેસશે અને દારૂ મંગાવવાનું કહેશે.

અહીં એક પેગની કિંમત 700-800 રૂપિયા ચાર્જ કરાય છે. આ ઉપરાંત તે થોડા સમયમાં તમને તેને હુસ્નની જાળમાં ફસાવવા લાગશે અને નશાનો ફાયદો ઉઠાવીને તમારો ખોટો વીડિયો પણ બનાવી લેશે તથા રૂપિયા પડાવશે.

એટલું જ નહીં જો ત્યાંની પોલીસ સુધી આ સૂચના પહોંચી તો તમારી ધરપકડ નક્કી છે અને ત્યારબાદ તમને છોડવાના બદલામાં લાખો રૂપિયા પડાવવામાં આવશે. રૂપિયા ન આપવા પર ફોટો અને વીડિયો વાયરલ કરીને તમારી છબી ખરાબ કરવામાં આવશે. એ જ રીતે પોખરા ઘૂમવા માટે યોગ્ય નથી. અહીં પણ પ્રવાસીઓને અલગ અલગ રીતે ફસાવવાની કોશિશ થાય છે.

આ જગ્યા છે બેસ્ટ :

નેપાળ ફરનારા કેટલાક લોકોએ જણાવ્યું કે જો તમે બેસ્ટ જગ્યાની વાત કરો તો કાઠમંડુ, લુંબિની, જનકપુર, વગેરે એવી જગ્યાઓ છે જ્યાં ઘૂમવા અને જોવા માટે ઘણું બધુ છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને અહીં કોઈ પણ પ્રકારે ફસાવવાનું કોઈ જોખમ પણ હોતું નથી.

આ પણ વાંચો :-

મૂળ ભારતીય ટીકટોક સ્ટારનું કેનેડામાં નાની વયે નિધન થતાં સોશ્યલ મીડિયા ફેન્સને લાગ્યો ધ્રાસકો

The social media fans were

  • બોડી પોજિટિવિટી અને આત્મવિશ્વાસનો સંદેશ ફેલાવવા માટે ઓળખાતી ઈન્ડો-કેનેડિયન ટિકટોકર મેઘા ઠાકુરનું ગયા અઠવાડિયે અચાનક નિધન થયુ. તેમના માતા-પિતાએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ જાણકારી આપી.

ટિકટોક (Tiktok) પર 93,000 ફોલોઅર્સવાળી બ્રેમ્પટન (Brampton) સ્થિત મેઘા ઠાકુરનું (Megha Thakur) ગયા અઠવાડિયે 21 વર્ષની ઉંમરમાં નિધન થયુ. તે મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઈન્દોરમાં (Indore) રહેતી હતી. મેઘાના માતા-પિતાએ ઈન્સ્ટા પર દુ:ખદ સમાચાર શેર કરતા લખ્યું ભારે મનથી અમે આ દુ:ખદ સમાચારની જાહેરાત કરીએ છીએ. અમારી દયાળુ, સારસંભાળ રાખનારી અને સુંદર પુત્રી મેઘા ઠાકુર 24 નવેમ્બર 2022ના રોજ અચાનક ગુજરી ગઈ.

માતા-પિતાએ પ્રશંસકોને દુ:ખદ વાતની જાણકારી આપી  :

મેઘા એક આત્મવિશ્વાસુ અને સ્વતંત્ર યુવતી હતી. તે પોતાના પ્રશંસકોને પ્રેમ કરતી હતી અને ઈચ્છતી હતી કે તમે તેના નિધન અંગે જાણો. અત્યારના સમયે અમે મેઘા માટે તમારી પાસેથી આશીર્વાદ માંગીએ છીએ. તમારા વિચાર અને પ્રાર્થનાઓ આગળની યાત્રામાં તેમની સાથે રહેશે.

મેઘા ઠાકુરના મોતનું કારણ સામે આવ્યું નથી :

જો કે તેના મોતનુ કારણ સામે આવ્યું નથી. મંગળવારે તેની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું. એક પ્રશંસકે પોસ્ટના જવાબમાં લખ્યું મેઘાને ખબર હતી કે તે પ્રભાવશાળી ક્ષેત્રમાં કેટલી તાકાત રાખે છે અને કેટલી મહિલાઓ તેમને જોવે છે. અમે એક પરીને ગુમાવી દીધી.

આ પણ વાંચો :-

VIDEO : ચાલુ બસમાં જ ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક… પછી જે થયું તે જોઈને હૈયું કંપી જશે

0

VIDEO: The driver suffered a heart attack in the running bus

  • બસ ચલાવી રહેલા ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવતા મૃત્યુ નીપજ્યું હતું. તેની સાથે જ બસ અનિયંત્રિત થઈ ગઈ હતી અને છ લોકો તેની ચપેટમાં આવી ગયા હતા.

મધ્યપ્રદેશના (Madhya Pradesh) જબલપુરમાંથી (Jabalpur) હાલઆ જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ત્યાં બસ ચલાવી રહેલા ડ્રાઈવરને (The Driver) અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને તેને કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. સાથે જ ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક (Heart attack) આવતાની સાથે જ બસ અનિયંત્રિત થઈ ગઈ હતી અને છ લોકો તેની ચપેટમાં આવી ગયા હતા.

મળતી માહિતી મુજબ એ છ લોકોમાંથી એકની હાલત વધુ ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે. આ વાતને લઈને પોલીસનું કહેવું છે કે ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને હાલ કેસની તપાસ ચાલી રહી છે.

પહેલા લોકોને લાગ્યું કે બસ ડ્રાઈવર નશામાં હશે :

જણાવી દઈએ કે જબલપુરના દમોહ નાકા વિસ્તારમાં મેટ્રો બસ અનિયંત્રિત થઈ જતાં હંગામો મચી ગયો હતો અને રસ્તામાં લોકો અને વાહનોને ટક્કર મારીને મેટ્રો બસ રસ્તાના ખૂણે જઈને ઊભી રહી હતી. સાથે જ જેને પણ આ અકસ્માત આંખો સામે જોયો તેના રુવાંટા ઉભા થઈ ગયા હતા. આ ઘટના બનતાની સાથે જ પહેલા લોકોને લાગ્યું કે મેટ્રો બસ ડ્રાઈવર નશામાં હશે પણ જ્યારે લોકોએ બસ ડ્રાઈવરને બેભાન હાલતમાં જોયો ત્યારે તેઓ ચોંકી ગયા હતા.

ડોક્ટરે ડ્રાઈવરને મૃત જાહેર કર્યો :

આ ઘટના પછી જ્યારે બસ ડ્રાઈવરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે ત્યાંના ડોક્ટરોએ ડ્રાઈવરને મૃત જાહેર કર્યો હતો. સાથે જ ડોક્ટરે એ જણાવ્યું કે બસ ચલાવતી વખતે બસ ડ્રાઇવરને હાર્ટ એટેક આવ્યો હતો અને એ કારણે તેનું મોત થયું હતું. એ સમયે જ તેને બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો.

ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો  :

જણાવી દઈએ કે આ અકસ્માત દરમિયાન ઈ-રિક્ષા, ઓટો રિક્ષા અને ટુ વ્હીલર ચાલકો બેકાબૂ બસની અડફેટે આવી ગયા હતા અને કુલ છ લોકો ઘાયલ થયા હતા જેમાંથી એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. હાલ મેટ્રો બસ ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

WhatsApp માં ભૂલથી ફોટો કે વિડીયો થઈ ગયા ડિલીટ ? આ 4 ટ્રિક્સ અપનાવી કરો રીસ્ટોર

Deleted photo or video by mistake

  • WhatsApp માંથી ફોટો કે વિડીયો થઇ ગયા ડિલીટ તો ચાલો જાણીએ કેવી રીતે આ ફોટો કે મીડિયાને રીસ્ટોર કરી શકીએ

જ્યારથી WhatsApp આવ્યું છે લોકો ટેક્સ્ટ મેસેજ ભૂલી ગયા છે. WhatsApp એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. તે વપરાશકર્તાઓને ફોટો, દસ્તાવેજો, વપરાશકર્તાનું હાલનું સ્થાન, ઓડિઓ અને વિડિયો કોલ્સ, ટેક્સ્ટ અને વોઇસ સંદેશાઓ, ધ્વનિ અને વિડિઓ સંદેશાઓ અને અન્ય સામગ્રીને શેર કરવાની મંજૂરી આપે છે.

પરંતુ સ્ટોરેજની અછતને કારણે ઘણા યુઝર્સ મોટી મોટી વોટ્સએપ ફાઇલો ડીલીટ કરી દે છે. જેના કારણે ઘણી વખત મહત્વના ફોટા અને વીડિયો પણ ડીલીટ થઈ જાય છે. આ વખતે અમે કેટલીક પદ્ધતિઓ જણાવીશું જેના દ્વારા વપરાશકર્તાઓ કાઢી નાખેલા ફોટા અને વિડિઓઝને રીસ્ટોર કરી શકે છે.

1. ફોન ગેલેરી :

મૂળભૂત રીતે WhatsApp ફોન ગેલેરીમાં તમામ ફોટા અને વિડિયો સંગ્રહિત કરે છે. તેથી છબીઓ ફોન ગેલેરી, Google Photos અથવા iOS માટે Photos માં સાચવવામાં આવશે. ભલે તમે મીડિયા મોકલ્યું હોય અને તેને ચેટમાંથી ઈરેઝ કરી નાખ્યું હોય.

2. WhatsApp મીડિયા ફોલ્ડર :

ફક્ત Android વપરાશકર્તાઓ પાસે મીડિયા ફોલ્ડરમાંથી WhatsApp મીડિયાને રીસ્ટોર કરવાનો વિકલ્પ છે. ફાઇલ એક્સપ્લોરર પ્રોગ્રામ લોંચ કરો. રૂટ ડિરેક્ટરીના WhatsApp ફોલ્ડરમાં જાઓ. હવે મીડિયા ફોલ્ડર પર નેવિગેટ કરો અને WhatsApp ઈમેજીસ ફોલ્ડર પસંદ કરો. પ્રાપ્ત કરેલી બધી છબીઓ આ ફોલ્ડરમાં રહે છે. તમે સેન્ટ ફોલ્ડરમાં જઈને ડિલીટ કરેલા ફોટા અથવા અન્ય ફાઈલો શોધી શકો છો.

3. Google ડ્રાઇવમાંથી WhatsApp બેકઅપ રીસ્ટોર કરો અથવા iCloud :

WhatsApp iOS વપરાશકર્તાઓ માટે iCloud અને Android વપરાશકર્તાઓ માટે Google Drive પર સંદેશાઓ અને મીડિયાનો બેકઅપ લે છે. તમે તમારા સ્માર્ટફોન પર iCloud અથવા Google ડ્રાઇવમાંથી બેકઅપ રીસ્ટોર કરીને દૈનિક બેકઅપ પછી જો મીડિયા ફાઇલો કાઢી નાખવામાં આવી હોય તો તમે તેને રીસ્ટોર કરી શકો છો.

બેકઅપ રીસ્ટોર કરવા માટે :

પહેલા WhatsAppને અનઈન્સ્ટોલ કર્યા પછી, તેને ફરીથી ઈન્સ્ટોલ કરો. સેટઅપ માટે સમાન ફોન નંબરનો ઉપયોગ કરો. જ્યારે સેટઅપ દરમિયાન સંકેત આપવામાં આવે, ત્યારે બેકઅપમાંથી ડેટા રીસ્ટોર કરવાની વિનંતી સ્વીકારો. સેટઅપ પૂર્ણ થયા પછી તમામ સફળતાપૂર્વક બેકઅપ લેવાયેલ વાતચીતો અને મીડિયાને ઉપકરણ પર રીસ્ટોર કરવામાં આવશે.

4. ડિલીટ મીડિયાને ગેલેરી વિકલ્પમાંથી બંધ કરવું  :

જો તમે વોટ્સએપ ચેટમાંથી વોટ્સએપ મીડિયાને ડિલીટ કરતી વખતે ફોનની ગેલેરીમાંથી વોટ્સએપ મીડિયાને અજાણતા ડિલીટ કરવા માંગતા ન હોવ તો “Also delete media received in this chat from the device gallery”ને બંધ કરો.

WhatsApp માં કોઈપણ ચેટ ખોલો. તમારું મીડિયા પસંદ કર્યા પછી, ડિલીટ આઇકોન પર ટેપ કરો. વોટ્સએપ દ્વારા ચાર વિકલ્પો રજૂ કરવામાં આવશે.

  • – Delete any media that was shared in this chat from your device’s gallery as well.
  • – Delete for all users.
  • – Delete this for me.
  • – Cancel.

ફોન ગેલેરીમાંથી મીડિયાને ડિલીટ થવાથી રોકવા માટે, પ્રથમ વિકલ્પને અનચેક કરો.

આ પણ વાંચો :-

ચૂંટણી પ્રચારમાં ઔવેસી પોક મૂકીને રડી પડ્યા, પોતાના ઉમેદવારને જીતાડવાની અપીલ કરી ભાવુક થયા

0

During the election campaign

  • અમદાવાદના જમાલપુરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન અચાનક ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા ઓવૈસી, કરી આ માંગણી.

ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી રેલીઓમાં પોતાના બેબાક ભાષણ માટે જાણીતા AIMIM ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) શુક્રવારે અમદાવાદના જમાલપુરમાં (Jamalpur of Ahmedabad) રેલી કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ પોતાની પાર્ટીના ઉમેદવાર સાબિર માટે મત માંગતા માંગતા અચાનક રડી પડ્યા.

લોકોને અપીલ કરી કે તેઓ સાબિરને જીતાડે જેથી કરીને અહીં ફરીથી કોઈ બિલકિસ સાથે અન્યાય ન થાય. ઔવેસીએ પ્રજા સમક્ષ મતોની ભીખ માંગી હતી અને કહ્યુ હતું કે અલ્લાહ તુમ સાબીર કો MLA બના દો. જમાલપુર ખાડિયાથી AIMIM પાર્ટીના ઉમેદવાર સાબિર કાબલીવાલા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે અંતિમ દોરનો પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદના જમાલપુરમાં અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ઉમેદવાર સાબિર કાબલીવાલાના પ્રચાર માટે જનસભા સંબોધી હતી. પોતાના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરતા સમયે ઓવૈસી ભાવુક થયા હતા.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ હતું કે અલ્લાહ તુમ સાબીર કો MLA બના દો. જેનાથી અમે જિંદગીમાં બીજીવાર કોઈ બિલ્કીસને ન જોઈ શકીએ. અમે અમારી દીકરીઓને લાચાર ન જોઈ શકીએ. અલ્લાહ તારા ખજાનમાં કોઈ ઉણપ નહિ આવે. હું તારી સામે ભીખ માંગી રહ્યો છું.

આ પહેલા ઔવેસીએ કહ્યું કે, કોંગ્રેસના લોકો મોદીને મળ્યા, મોદી તેમના પપ્પા છે. મોદી દિલ્હીથી દૂરબીન લગાવીને જોઈ રહ્યાં છે કે જમાલપુરમાં શું મામલો છે. શું હુ મોદીની સામે હારી જઉં? ઔવેસીએ વધુમાં કહ્યું કે, આ ચૂંટણીનો અંતિમ જલસો છે.

હું કોંગ્રેસને કહેવા માગું છું કે જો તમારે અમારા જલસામાં આવીને વિવાદ કરવો હોય તો બાળકોને ન લઈ આવો. તમારા ધારાસભ્ય પાંચ વર્ષથી જનતાને ધોકો આપી રહ્યાં છે. રાહુલને બોલાવો તો 5 મિનિટ પણ મારી સામે ઉભા રહી શકશે નહિ. તેમનુ અસત્ય ચકનાચૂર થઈ જશે.

આ પણ વાંચો :-