Home Blog Page 1217

અપક્ષોનું ભાજપને સમર્થન, ધવલસિંહે કહ્યું – અમે મૂળ ભાજપના જ હતા, વિપક્ષમાં રહીને…..

0

Independents’ support for BJP

  • વિધાનસભામાં વધી ભાજપની શક્તિ. 3 અપક્ષ ધારાસભ્યો ધવલસિંહ ઝાલા, ધર્મન્દ્રસિંહ વાઘેલા અને માવજી દેસાઈએ રાજ્યપાલને મળી ભાજપને ટેકો કર્યો જાહેર.

ગુજરાત (Gujarat) વિધાનસભામાં ભાજપની તાકાત વધી છે. કારણ કે 3 અપક્ષ ધારાસભ્યો આજે ભાજપને સમર્થન જાહેર કર્યું છે. બાયડથી ચૂંટાયેલા ધવલસિંહ ઝાલા (Dhawalsingh Jhala), વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધાનેરાના (Dhanera) ધારાસભ્ય માવજી દેસાઈએ વિધાનસભા સત્રના પહેલા દિવસે ભાજપને સમર્થન આપ્યું છે.

અપક્ષ ધારાસભ્યોએ ભાજપ સરકારને સમર્થન જાહેર કર્યું છે. રાજ્યપાલ સમક્ષ જઈને 3 ધારાસભ્યોએ સમર્થન આપ્યું. ત્યારે ભાજપને સમર્થન કરીને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝલાએ નિવેદન આપ્યું કે અમે ત્રણેય સભ્યો મૂળ ભાજપના જ હતા. લાગણીથી અમે ભાજપ સરકાર સાથે જોડાયા છીએ. અમે સરકારને સમર્થન આપ્યું છે. અમને વિશ્વાસ છે કે આ સરકાર પ્રજાનું હિત વિચારે છે. સમગ્ર ગુજરાતનો જનમત ભાજપને મળ્યો છે.

તો અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે, પ્રજાની ઈચ્છા હતી અને તેમના માન ખાતર ચૂંટણી લડ્યો હતો. અમે અમારા કાર્યકરો અને સમર્થકો સાથે મિટિંગ કરીને નિર્ણય કર્યો. અમારા વિસ્તારમાં વિકાસના અને પ્રજાલક્ષી કાર્યો થાય માટે સમર્થન જાહેર કર્યું છે.

તો ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ કહ્યું કે, પ્રજાએ વિકાસના કામો માટે ચૂંટ્યા હોય ત્યારે સરકારના ભાગરૂપે પ્રજાનું કામ કરવું જોઈએ. પ્રધાનમંત્રી, અમિત શાહ અને મુખ્યમંત્રીની પ્રેરાઈને સરકારને સમર્થન જાહેર કર્યું છે. પ્રજાને વિશ્વાસમાં લઈને સમર્થન સરકારને આપ્યું છે. વિપક્ષમાં રહીને પ્રજાલક્ષી કાર્યો ન થઈ શકે.

આ પણ વાંચો :-

 

 

પાર્ટીમાં ઘેલા બનતાં લોકો ચેતીજો ! નાઈટક્લબમાં પ્રેમી સાથે આવી 3 સહેલીઓ અને સવારમાં મળી બે લાશ, બે દવાખાને

0

Be careful people who are getting wet in the party

  • ગુરુગ્રામની નાઈટક્લબમાં પાર્ટી મનાવવા આવેલા 4 લોકોની સાથે એક મોટી દુર્ઘટના બની હતી.

નાઈટક્લબમાં (nightclub) બર્થડે સેલિબ્રેટ કરવા આવેલા 3 મહિલા અને 1 પુરુષની એક નજીવી ભૂલને કારણે 2 લોકોના મોત થયા અને બાકીના બેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો હતો. નાઈટક્લબમાં 3 મહિલાઓ અને 1 પુરુષ રાતે આવ્યાં હતા. એક મહિલાનો જન્મદિવસ (birthday) મનાવવા માટે તેઓ આવ્યાં હતા. જન્મદિવસ મનાવ્યાં બાદ તેઓ રુમમાં સુઈ ગયા અને ઠંડી ભગાડવા માટે કરી રાખેલી આગ ઓલવવાનું ભૂલી ગયા જેને કારણે ઊંઘમાં શ્વાસ ગૂંગળાતા (Shortness of breath) બે લોકોના મોત થયા હતા.

શું બની ઘટના :

હરિયાણાના ગુરુગ્રામની એક નાઈટ ક્લબમાં નાઈટક્લબના માલિક અને તેની મહિલા મિત્રની લાશ રહસ્યમય સંજોગોમાં મળી આવી હતી. સોમવારે સાંજે ક્લબ રૂમમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. આ સાથે જ તેની સાથે હાજર અન્ય બે મહિલાઓ પણ ગંભીર હાલતમાં મળી આવી હતી. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ક્લબના માલિકનું નામ સંજીવ જોશી છે. એસીપી ડીએલએફ વિકાસ કૌશિકે જણાવ્યું હતું કે પૂછપરછમાં ખુલાસો થયો છે કે સંજીવ તેની ત્રણ મહિલા મિત્રો સાથે રવિવારે મોડી રાત્રે નાઈટક્લબમાં આવ્યો હતો. અહીં હાજર ત્રણ મહિલાઓમાંથી એક મહિલાની બર્થ ડે પાર્ટીની ઉજવણી કરવામાં આવી રહી હતી.

કેવી રીતે થયા બેના મોત, બે દાઝ્યા :

ગુરુગ્રામના એસીપી વિકાસ કૌશિકે કહ્યું કે ગોલ્ફ કોર્ષની રેસ્ટોરન્ટની અંદર પાર્ટી મનાવવા આવેલા 4 લોકો બર્થડે સેલિબ્રેટ કર્યાં બાદ રુમની ચારેબાજુથી બંધ કરીને અંદર ઘુસી ગયા હતા આ દરમિયાન તેમના રુમમાં તાપણું સળગતું રહ્યું હતું અને ઊંઘમાં જ શ્વાસ ગૂંગળામણને કારણે બે પુરુષ અને તેની મહિલા મિત્રનું મોત થયું હતું તથા બાકીની બે મહિલાઓ ગંભીર રીતે દાઝી હતી. સવારમાં બન્નેની લાશ મળી અને દાઝેલી બેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમણે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની મેલી રમતનો ઈન્નકાર કર્યો છે.

આ પણ વાંચો :-

AAP નેતા પર સુરતમાં પઠાણી ઉઘરાણી કરવાનો આક્ષેપ લાગ્યો, પોલીસે વોન્ટેડ જાહેર કર્યા

AAP leader accused of extortion in Surat

  • સુરતમાં વ્યાજખોરીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. જુદા જુદા જરૂરિયાતમંદ લોકોને વ્યાજે પૈસા આપીને તેનું ઊચું વ્યાજ વસૂલ કરાતી હોવાની જુદી જુદી ફરિયાદો કુલ 14 જેટલા વ્યાજખોરો સામે નોંધાઈ છે.

ચોંકાવનારી બાબત તો એ છે કે આમાં પ્રમાણિકતાની વાતો કરનારી આમ આદમી પાર્ટીના (Aap Gujarat) નેતા સામે પણ કેસ થયો છે. જેમને હાલમાં પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સુરતમાં આપના મહામંત્રી (General Minister) ગૌતમ પટેલ (Gautam Patel) સામે વ્યાજખોરીના આરોપ લાગ્યા છે. ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પાંડેસરા (Pandesara) વિસ્તારના AAP નેતા ગૌતમ પટેલે 2 લાખ વ્યાજે આપ્યા હતા અને તેની સામે 4.50 લાખ વસૂલ કર્યા હતા.

સાથે સાથે 12 લાખના પ્લાટની ફાઈલ પણ કબજે કરી લીધી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યું છે. જોકે હાલમાં તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આપ નેતા સાથે સાથે અન્ય લોકો સામે પણ ફરિયાદ નોંધાઈ છે.

સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કુલ 11 તથા ખટોદરા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે 3 ફરિયાદ નોંધાઈ છે. આ 14 વ્યાજખોરો સામે જરૂરિયાતમંદ ફરિયાદીને કુલ 19.51 લાખની લોન આપીને 37 લાખથી પણ વધુની રકમ વસૂલ કરાઈ હોવાનો આક્ષેપ છે. હાલમાં પોલીસે આ ગુનામાં કુલ 12 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરી છે. જેમાં પોલીસની પૂછપરછમાં આપના મહામંત્રીનું પણ નામ ખૂલ્યું હતું.

આ પણ વાંચો :-

1 જાન્યુઆરીથી બદલાવા જઈ રહ્યાં છે બેંકનો આ નિયમ : ગ્રાહકોને થશે સીધો ફાયદો

0

This bank rule is going to change from January 1

  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેંક (PNB) સહિત દેશની અન્ય બેંકો તેમના ગ્રાહકોને આ SMS દ્વારા નવા નિયમોની માહિતી શેર કરી રહી છે.

લગભગ દરેક લોકોનું બેંકમાં એકાઉન્ટ (account in the bank) તો હશે અને ઘણા લોકો બેંકની લોકર સેવાનો પણ ઉપયોગ કરતાં હશે. જો તમારી પાસે કોઈપણ બેંકમાં લોકર (Locker) છે અથવા તમે લોકર લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જણાવી દઈએ કે બેંક લોકર નિયમોમાં ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે.

જો તમે પણ લોકરનો ઉપયોગ કરો છો તો તમારે નવું વર્ષ શરૂ થાય તે પહેલા બેંક પાસેથી લોકર એગ્રીમેન્ટ મેળવવો પડશે નહીં તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ નવા નિયમો લાગુ થયા પછી બેંકોની મનમાની પર અંકુશ આવશે અને તે જ સમયે તેઓ ગ્રાહકોને નુકસાનના કિસ્સામાં તેમની જવાબદારીથી છટકી શકશે નહીં.

SMS દ્વારા બેંકો મોકલી રહી છે માહિતી :

આ સાથે જ બેંકોને એ જોવાનું રહેશે કે ગ્રાહકે લોકરના નવા નિયમો હેઠળ એગ્રીમેન્ટ પર સાઇન કર્યું છે કે નહીં. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેંક (PNB) સહિત દેશની અન્ય બેંકો તેમના ગ્રાહકોને આ ફેરફારો વિશે માહિતી આપી રહી છે. આ બેંકો તેમના ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા નવા નિયમોની માહિતી શેર કરી રહી છે. PNBએ મોકલેલા મેસેજમાં જણાવ્યું છે કે RBI ગાઈડલાઈન્સ અનુસાર 31 ડિસેમ્બર, 2022 પહેલા લોકરનો ઉપયોગ કરતા ગ્રાહકોએ બેંક ન્યૂ લોકર એગ્રીમેન્ટ કરાવવું જરૂરી છે.

1 જાન્યુઆરીથી દેખાશે ​​​​​​​આ ફેરફારો !

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે નવા નિયમો અનુસાર બેંકો માટે પણ કડક છે અને એ મુજબ બેંકોએ ખાલી લોકરની યાદી અને વેઈટીંગ લિસ્ટ બતાવવું જરૂરી રહેશે. આ સિવાય બેંકો તેના ગ્રાહકો પાસેથી એક સમયે એક સાથે વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી લોકરનું ભાડું વસૂલી શકશે. આ બધામાં સૌથી મોટી વાત એ છે કે નવા નિયમો અનુસાર ગ્રાહકને નુકસાન થવા પર બેંકની શરતોનો હવાલો આપીને વાતથી ફરી નહીં શકાય, એવી સ્થિતિમાં ગ્રાહકોની પૂરી ભરપાઈ થશે.

શરતોનો વિશે આંટીઘૂંટી આપી બેંક વાતમાંથી ફરી નહીં શકે  :

અહીં ઉલ્લેખનીય છે કે આરબીઆઈના સુધારેલા નિયમો અનુસાર બેંકોએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે તેમના દ્વારા કરવામાં આવેલા લોકર કરારમાં કોઈ અન્યાયી શરતો ન હોય, જેમાં ગ્રાહકોને નુકશાન થવા પર બેંકે તેની વાત સાંભળવી પડશે. આરબીઆઈએ બેંક ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે નિયમોમાં આ ફેરફાર કર્યો છે. ઘણી વખત એવું જોવા મળે છે કે બેંકો કરારમાં ઉલ્લેખિત શરતોને ટાંકીને તેમની જવાબદારીઓથી દૂર રહે છે.

લોકર માટે રિન્યૂ માટે અગ્રીમેન્ટ કરવો પડશે :

જો તમે તમારી કીમતી ચીજવસ્તુઓને બેંકમાં રાખવા માટે લોકર રાખ્યું હોય કે લેવાનું વિચારી રહ્યા હોય તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના લોકરના નિયમો વિશે જાણકારી હોવી જરૂરી છે. જણાવી દઈએ કે  લોકરના નવા નિયમો 1 જાન્યુઆરી, 2022થી અમલમાં આવી ગયા છે અને 1 જાન્યુઆરી, 2023 સેફ ડિપોઝિટ લોકર હોલ્ડર્સને નવા લોકર કરાર માટે પાત્રતા દર્શાવવી પડશે અને રિન્યૂ માટે અગ્રીમેન્ટ કરવો પડશે. આમ થશે તો જ બેંકનું લોકર મળશે.

લોકર ચાર્જિસ રિવાઈઝ થશે :

SBI અનુસાર બેંક લોકરની ફી વિસ્તાર અને લોકરના કદના આધારે 500 થી 3,000 રૂપિયા સુધીની હશે અને મેટ્રો અને મેટ્રોપોલિટન વિસ્તારોમાં, બેંક નાના, મધ્યમ, મોટા અને વધારાના મોટા લોકર માટે 2,000, 4,000, 8,000 અને12,000 રૂપિયા ચાર્જ કરે છે. અર્ધ-શહેરી અને ગ્રામીણ સ્થળોએ, બેંક નાના, મધ્યમ, મોટા અને વધારાના મોટા કદના લોકર માટે 1,500, 3,000, 6,000 અને 9,000 રૂપિયા ચાર્જ કરે છે.

એગ્રીમેન્ટ હેઠળ મળતી લોકર સુવિધા :

PNB લોકર એગ્રીમેન્ટ પોલિસી અનુસાર ગ્રાહકને લોકર આપતા સમયે બેંક તે ગ્રાહક સાથે કરાર કરે છે અને આ કરાર હેઠળ લોકરની સુવિધા આપવામાં આવે છે. લોકર એગ્રીમેન્ટની નકલ કાગળ પર બંને પક્ષો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવે છે, જે લોકર ભાડે લેનારને તેના અધિકારો અને જવાબદારીઓ જાણવા માટે આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

ભારતનું નામ ઈન્ડિયામાંથી આવું કરી નાખો’, આણંદના સાંસદે સંસદમાં ઉઠાવ્યો મુદ્દો, કરી નાખી આ મોટી વાત

0

Change the name of India from India

  • આણંદના સાંસદ મિતેશ પટેલે સંસદ સત્રમાં દેશનું નામ ઈન્ડિયાની જગ્યાએ ભારત અથવા ભારતવર્ષ રાખવા માગ કરી છે.આ મુદ્દો તેમને સદનમાં ઉઠાવ્યો છે.

આણંદના સાંસદ મિતેશ પટેલે (Mitesh Patel) દેશના નામનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો છે. જેમાં તેમણે ભારતનું નામ ઇન્ડિયામાંથી ભારતવર્ષ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી. આ સાથે તેમણે એવુ પણ કહ્યું હતું કે ઈન્ડિયા નામ અંગ્રેજોની ગુલામીનું પ્રતિક છે. આથી ભારતનો વારસો અને વૈભવને ધ્યાનમાં રાખી નામ બદવામાં આવે તે જરૂરી છે. આ મામલે સંસદમાં દેશના નામનો મુદ્દો ઉઠાવી માંગ કરી હતી.

હાલ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ દરમિયાન ઈન્ડિયા નામ બદલવા રજૂઆત કરાઈ છે. તેઓએ કહ્યું કે અંગ્રેજોના સમયમાં ભારતને ઈન્ડિયા નામથી સંબોધન કરવામાં આવતું હતું. ત્યારે ગુલામીના ચિન્હોને દૂર કરવા સંસદમાં રજુઆત કરવામાં આવી છે. ભારત વર્ષનું નામ આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

ભારતના નામનો ઈતિહાસ :

ભારતના અલગ-અલગ કાળખંડમાં અલગ-અલગ નામ રહ્યા છે. ભારતને પ્રાચીન સમયમાં જમ્બુદ્વીપ તરીકે ઓળખવામાં આવતો હતો તો ભારતખંડ, હિમવર્ષ, અજનાભવર્ષ, ભારતવર્ષ પણ ભારતના નામ રહ્યા છે. વધુમાં આર્યાવર્ત, હિન્દુસ્તાન, ઈન્ડિયા પણ ભારતના નામ રહ્યા છે. અંગ્રેજો સિંધુ નદીને ઈન્ડસ કહેતા અને ઈન્ડસ ઉપરથી ઈન્ડિયા શબ્દ આવ્યો હતો. વધુમાં સિંધ શબ્દ વ્યાપક અર્થમાં નદી અને સાગર એમ બંને રીતે થાય છે.સિંધ શબ્દ પરથી હિંદ અને હિંદ પરથી હિંદુસ્તાન શબ્દ આવ્યો હોવાનું મનાય છે.

ભારત, નામ અને ચર્ચા :

ઉલ્લેખનીય છે કે જૂન 2020માં ભારતનું નામ બદલવા અરજી થઈ હતી. અરજદારે માંગ કરી હતી કે ઈન્ડિયા શબ્દ ગ્રીક ભાષામાંથી આવ્યો છે બંધારણના અનુચ્છેદ-1માં ફેરફાર કરીને દેશનું નામ માત્ર ભારત રાખવા માંગ કરાઈ હતી. જો કે સુપ્રીમકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. અને કહ્યું હતું કે સુપ્રીમકોર્ટે કહ્યું કે બંધારણમાં પહેલેથી ભારતના નામનો ઉલ્લેખ છે જ.બંધારણમાં શરૂઆતમાં જ ઈન્ડિયા ધેટ ઈઝ ભારત એવો ઉલ્લેખ મળે છે.

આ પણ વાંચો :-

મફતમાં થાય છે રૂ.5 લાખ સુધીની સારવાર : સરકારીની આ સ્કીમથી જોડાયા 4.5 કરોડ લોકો, જાણો કઈ રીતે કરશો એપ્લાય

0

Free treatment up to Rs.5 lakh .

  • દેશના ગરીબ વર્ગોને મફત સારવાર આપવા માટે સરકાર આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના ચલાવી રહી છે. દેશના કરોડો લોકો આ યોજનામાં જોડાયા છે.

દેશના ગરીબ વર્ગોને મફત સારવાર આપવા માટે સરકાર આયુષ્માન ભારત (Ayushman Bharat) પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત યોજના) ચલાવી રહી છે. દેશના કરોડો લોકો આ યોજનામાં જોડાયા છે. આ યોજના દ્વારા સરકાર લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર પૂરી પાડે છે.

અત્યાર સુધીમાં દેશના 4.5 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે. સરકારે આ યોજના વર્ષ 2018માં શરૂ કરી હતી. તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ સંસદમાં આ યોજનામાં કેટલા લોકો જોડાશે તેની માહિતી આપી હતી.

ત્રણ મહિનામાં એક કરોડ લોકો જોડાયા :

મનસુખ માંડવિયાએ સંસદમાં કહ્યું કે આયુષ્માન ભારત યોજના વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના બની ગઈ છે. તેમણે કહ્યું કે આ યોજના દ્વારા દેશના 4.5 કરોડ લોકોને એક પણ રૂપિયો ખર્ચ્યા વિના આ યોજનાનો લાભ મળ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા 3.8 કરોડ હતી. છેલ્લા ત્રણ મહિનામાં લગભગ એક કરોડ લોકો આ યોજનામાં જોડાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે આગામી દિવસોમાં અમે તમામ મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં એકીકૃત દવા માટે એક અલગ વિભાગ બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છીએ.

અરજી કરવાની ઉંમર :

આયુષ્માન ભારત યોજના માટે અરજી કરનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. જો કોઈ વ્યક્તિ જાતે આ યોજના માટે અરજી કરી રહ્યું છે. જો કોઈ વ્યક્તિ આ યોજના માટે જાતે અરજી કરી રહ્યું છે, તો તેનું નામ SECC – 2011 માં હોવું જોઈએ. SECC નો અર્થ સામાજિક આર્થિક અને જાતિ વસ્તી ગણતરી છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમારે તમારી યોગ્યતા તપાસવી પડશે. આ માટે તમારે પહેલા mera.pmjay.gov.in ની વેબસાઈટ પર જવું પડશે.

આ રીતે ઓનલાઈન અરજી કરો :

સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ mera.pmjay.gov.in પર લોગ ઇન કરો.
પછી સ્ક્રીન પર આપેલ તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. દાખલ કરો.
આ પછી તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે.
ત્યાં તમે તે રાજ્ય પસંદ કરો જ્યાંથી તમે અરજી કરી રહ્યા છો.
પછી તમારી યોગ્યતા તપાસવા માટે મોબાઈલ નંબર, નામ, રેશન કાર્ડ નંબર અથવા RSBY URN નંબર દાખલ કરો.
જો તમારું નામ પૃષ્ઠની જમણી બાજુએ દેખાય છે, તો પછી તમે પાત્ર છો.
તમે ‘ફેમિલી મેમ્બર’ ટેબ પર ક્લિક કરીને પણ લાભાર્થીની વિગતો ચકાસી શકો છો.
આ ઉપરાંત, તમે નજીકના સાર્વજનિક સેવા કેન્દ્રની મુલાકાત લઈને પણ તમારી યોગ્યતા ચકાસી શકો છો.

આ પણ વાંચો :-

રાહતના સમાચાર : આ રાજયમાં મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, સરકારે કરી જાહેરાત

0

Relief news: Gas cylinders will be available

  • રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે અલવરના માલાખેડાની રેલીના મંચ પરથી એક મોટી જાહેરાત કરી છે. તેમણે આ જાહેરાત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરડે અને રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓની હાજરીમાં કરી હતી.

રાજસ્થાનના (Rajasthan) મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) અલવરના માલાખેડાની રેલીના મંચ પરથી એક મોટી જાહેરાત કરી છે. તેમણે આ જાહેરાત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરડે (Mallikarjun Kharde) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિત અન્ય નેતાઓની હાજરીમાં કરી હતી.

અલવર જિલ્લાના માલાખેડામાં તમામને સંબોધિત કરતાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી હતી કે અમે એક કેટેગરી બનાવી રહ્યા છીએ. આ કેટેગરીમાં લોકોને 1,050 રૂપિયાનો ઘરેલૂ રસોઈ ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપીશું. સિલિન્ડર એપ્રિલથે રાજ્યમાં મળશે. આગામી મહિને અમે બજેટ રજૂ કરીશું, તેમાં રસોઇ ગેસનો બોજો ઓછો કરવા માટે કીટ વહેચવાની યોજના લાવીશું.

તેમણે કહ્યું કે પહેલાં ઈનકમ ટેક્સ, ઈડીથી લોકો ડરતા હતા હવે તે પોતે ડરેલા છે. દેશમાં લોકતંત્રના મૂળિયા નબળા પડી ગયા છે. રાહુલ ગાંધી એક હેતુ લઈને ચાલે છે. આઝાદી બાદ આ પ્રથમ ભારત જોડો યાત્રા છે. આખો દેશ મોંઘવારી, બેરોજગારીથી ત્રસ્ત છે. ERCP ને અમે કોઈ પણ ભોગે બંધ કરીશું નહી. તેને રાષ્ટ્રીય યોજનાનો દરજ્જો અપાવવા માટે અમારી લડાઇ ચાલુ રહેશે. સીએમ અશોક ગેહલોતે કહ્યું કે રાજસ્થાન આગામી બજેટ યુવાનોને સમર્પિત હશે.

પાયલોટે કહ્યું- યાત્રાએ તોડયા રેકોર્ડ….

સચિન પાયલોટે કહ્યું કે રાહુલ ગાંધીની યાત્રા જે સંકલ્પ સાથે ચાલી છે, તેને હું સલામ કરું છું. યાત્રાએ જોડવાનું કામ કર્યું છે. કેટલાક લોકોને આ યાત્રા માફક આવી રહી નથી. ચાર ડિસેમ્બરના રોજ કમલનાથે પડકાર ફેંક્યો હતો. અમે સ્વાગત કર્યું. રાજસ્થાનમાં સ્વાગતના બધા રેકોર્ડ તોડી દીધા છે.

આ પણ વાંચો :-

જો તમે WhatsApp પર Photo કે Video મોકલતા હોવ તો ખાસ જાણી લેજો ! નહીંતર પસ્તાવવાનો વારો આવશે

f you are sending a photo or video on WhatsApp

  • જો તમે વોટ્સએપ પરથી ફોટો અને વીડિયોને ટ્રાન્સફર કરો છો તો આ તમારા માટે કામની વાત છે. આવો જાણીએ આ અંગે વિસ્તૃતપૂર્વક..

વોટ્સએપ (WhatsApp) તમારી દરરોજની જરૂરીયાતનો ભાગ બની ગયુ છે. પરંતુ કદાચ વોટ્સએપનો સૌથી વધુ ઉપયોગ ફોટો અને વીડિયોને ટ્રાન્સફર (Transfer the video) કરવા માટે કરવામાં આવે છે. આ બાકી ફોટો વીડિયો અને શેરિંગ એપ અન્ય મોડથી ઘણા ફાસ્ટ અને સારા છે.

પરંતુ તમે નોટીસ કર્યુ હશે કે જ્યારે તમે વોટ્સએપ પરથી ફોટો અને વીડિયોને મોકલો છો તો તેમની ક્વોલિટી ખરાબ થાય છે. જો કે વોટ્સએપ તરફથી તેનાથી બચવા માટે અમુક ફીચર આપવામાં આવ્યાં છે. જેનાથી વોટ્સએપ પરથી ફોટો અને વીડિયો મોકલવાથી તેની ક્વોલિટી ખરાબ થતી નથી.

કેવીરીતે વોટ્સએપ પરથી મોકલશો હાઈ ક્વોલિટી ફોટો અને વીડિયો  :

વોટ્સએપ પરથી HD ફોટો અને વીડિયોને મોકલવા માટે કોઈ અલગથી ટૂલ આપવામાં આવ્યું નથી. વોટ્સએપના ચેટ સેક્શનમાં ડોક્યુમેન્ટ ઓપ્શન હોય છે. જેની મદદથી HD ફોટો અને વીડિયોને મોકલી શકાય છે.

આ છે તેની સમગ્ર પ્રક્રિયા :

  • સૌથી પહેલા તમારે Android અથવા પછી iPhone સ્માર્ટ ફોનમાં વોટ્સએપ ઓપન કરવુ પડશે.
  • ત્યારબાદ વોટ્સએપના ટોપ રાઈડ કોર્નર પર દેખાતા ત્રણ ડોટ દેખાશે. જેના પર ક્લિક કરવુ પડશે. જ્યાં તમને Setting ઓપ્શન દેખાશે. જેના પર ક્લિક કરવી પડશે.
  • પછી Setting ઓપ્શન પર ક્લિક કરતા Storage and Data પ્શનને સિલેક્ટ કરવુ પડશે.
  • ત્યારબાદ તમારે Photo upload quality પર ક્લિક કરવી પડશે.
  • હવે અહીંથી Best Quality ઓપ્શનને સિલેક્ટ કરવું પડશે.
  • એક વખત Best Quality ઓપ્શન પસંદ કર્યા બાદ Ok પર ક્લિક કરો.

અટેચ ઓપ્શનથી પણ મોકલી શકો છો હાઈ ક્વોલિટી ફોટો :

  • જેના માટે સિમ્પલ તમારે જેની ફોટો અને વીડિયો મોકલવાનો છે. તેમના ચેટને ઓપન કરવી પડશે.
  • જ્યા તમને ઘણા બધા ઓપ્શન દેખાશે. જેમાંથી એક અટેચ ઓપ્શન હશે.
  • આ અટેચ ઓપ્શનમાંથી ફોટો અને વીડિયોને સિલેક્ટ કરીને મોકલી શકશો. જેનાથી તમારી ફોટો અને વીડિયોની ક્વોલિટી ખરાબ નહીં થાય.

આ પણ વાંચો :-

સરકારી ઓફિસોના ધક્કાથી બચવું હોય તો ઘરે બેઠાં ડાઉનલોડ કરો ઈ-રાશન કાર્ડ, જાણો સંપૂર્ણ પ્રોસેસ

0

If you want to avoid the pressure

  • તમે તમારું રેશન કાર્ડ ક્યાંક રાખીને ભૂલી ગયા છો કે ખોવાઈ ગયું છે તો આ સમાચાર તમારા કામના છે. તમે ઘરે બેઠા તમારું ઈ-રાશન કાર્ડ (E Ration Card) ડાઉનલોડ કરી શકો છો.

રેશન કાર્ડ જ્યાં એકબાજુ તમારી ઓળખનો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તો બીજી તરફ વધતી મોંઘવારીમાં (inflation) ગરીબોને મફત રાશન અપાવવા માટે સૌથી જરૂરી દસ્તાવેજ પણ હોય છે. સરકાર દ્વારા દેશમાં ચલાવવામાં આવી રહેલી મફત રાશન યોજનાઓનો લાભ લેવા માટે તેની જરૂર પડે છે.

રેશન કાર્ડ મોંઘવારીના આ યુગમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ઓછા ભાવે રાશન આપવામાં મદદ કરે છે. એવામાં જો તમે તમારું રેશન કાર્ડ ક્યાંક રાખીને ભૂલી ગયા છો કે ખોવાઈ ગયું છે તો આ સમાચાર તમારા કામના છે. તમે ઘરે બેઠા તમારું ઇ-રાશન કાર્ડ (E Ration Card) ડાઉનલોડ કરી શકો છો ચાલો જાણીએ કઈ રીતે..

ઇ-રાશન કાર્ડ (Ration card) ડાઉનલોડ કોણ કરી શકે? આ પ્રશ્નનો જવાબ આપતા જણાવી દઈએ કે જો તમારો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર તમારા રેશન કાર્ડ સાથે લિંક હશે ત્યારે જ તમે ઈ-રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

ઈ-રાશન કાર્ડ (E Ration Card) ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારે nfsa.gov.in પર જવું પડશે. આ સરકારી સાઈટ ખોલતા જ તમને સાઈટના હોમપેજ પર રેશન કાર્ડનો વિકલ્પ દેખાશે જ્યાં તમને રાજ્ય પોર્ટલ પર રેશન કાર્ડની વિગતો જોવા મળશે.

સ્ટેટ પોર્ટલ પરના રાશન કાર્ડની વિગતો પર ક્લિક કરતા જ અલગ-અલગ રાજ્યોના નામ દેખાશે. ઉદાહરણ તરીકે આપણે ગુજરાત પર ક્લિક કર્યું તો ત્યાંથી સાઇટ તમને તે રાજ્યની ઓફિશિયલ સાઈટ પર લઈ જશે.

 ઈ-રેશન કાર્ડ  (E Ration Card) ડાઉનલોડ કરવા માટે તમારી પાસેથી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી માંગવામાં આવશે જેમ કે રેશન કાર્ડ નંબર, કુટુંબના વડાનું નામ, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ અને રજીસ્ટર મોબાઈલ નંબર. આ બધી જરૂરી માહિતી દાખલ કર્યા પછી OTP પ્રાપ્ત આવશે અને OTP દાખલ કર્યા પછી અને તમારું ઈ-રાશન કાર્ડ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે.

આ પણ વાંચો :-

20 ડિસેમ્બર 2022 રાશિફળ : આજે ગણેશજીની કૃપાથી આ રાશિના જાતકોના તમામ કષ્ટો થશે દુર

20 December 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થતા યોગ્ય નિર્ણયો લઈ શકાય. શુક્રને કારણે આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં પરસ્પર મનદુઃખ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.

વૃષભઃ
ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિણામે માનસિક આનંદનો અનુભવ થાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. નવા રોકાણો કરી શકાય. માતાપિતા સાથે મતભેદ સંભવે. સ્વાસ્થ્ય સારું રહેતું અનુભવાય.

મિથુનઃ
દિવસ દરમિયાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબૂ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળવા. ફેફસાના રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્કઃ
નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાવ છોડી મન સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સાંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

સિંહઃ
દિવસ દરમિયાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવાનાં અવરોધ ઉભા થાય. પરિવારમાં લાગણીશીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય.

કન્યાઃ
પુત્રપૌત્રાદી તરફથી સ્નેહ વધતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શક્ય બને. મિત્રો તરફથી લાભ મળવાની તકો ઉજળી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. વધારે કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.

તુલાઃ
આનંદ ઉત્સાહમાં વૃદ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાથે મતભેદ ટાળવા. માન-સન્માનમાં વૃદ્ધિ થાય.

વૃશ્ચિકઃ
મોજશોખમાં ખર્ચ વધે. બચત ઓછી થતી જણાય. નાના ભાઈબહેનોની તબિયતની કાળજી જરૂરી. ગળાના રોગોથી સાચવવું. કુટુંબ શાંતિ અને સંપનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આરોગ્ય સારું રહેશે.

ધનઃ
આવક વધતા માનસિક ચિંતા ઓછી થતી જણાય. છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

મકરઃ
ગુરુ-ચંદ્રને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતા મળતી જણાય. પાન સોપારી, દૂધ, ખેડૂત, માછીમારી જેવા ધંધામાં વધુ પ્રગતિ થતી જણાય.

કુંભઃ
મન અશાંત રહે. એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં, અન્યથા નાણાં ફસાઈ જવાના યોગ બને છે. જમણી આંખની તથા મગજના રોગોથી સાવચેતી રહેવું.

મીનઃ
મિત્રો થકી આવકનો લાભ મળતો જણાય છે. જૂની ઉધરાણી છુટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રીવર્ગ તરફથી સહકાર મળતો જણાય. જમીન, મકાન, દલાલીના ધંધામાં વિશેષ લાભ. સંતાનની પ્રગતિ અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-