This bank rule is going to change from January 1
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેંક (PNB) સહિત દેશની અન્ય બેંકો તેમના ગ્રાહકોને આ SMS દ્વારા નવા નિયમોની માહિતી શેર કરી રહી છે.
લગભગ દરેક લોકોનું બેંકમાં એકાઉન્ટ (account in the bank) તો હશે અને ઘણા લોકો બેંકની લોકર સેવાનો પણ ઉપયોગ કરતાં હશે. જો તમારી પાસે કોઈપણ બેંકમાં લોકર (Locker) છે અથવા તમે લોકર લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જણાવી દઈએ કે બેંક લોકર નિયમોમાં ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે.
જો તમે પણ લોકરનો ઉપયોગ કરો છો તો તમારે નવું વર્ષ શરૂ થાય તે પહેલા બેંક પાસેથી લોકર એગ્રીમેન્ટ મેળવવો પડશે નહીં તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ નવા નિયમો લાગુ થયા પછી બેંકોની મનમાની પર અંકુશ આવશે અને તે જ સમયે તેઓ ગ્રાહકોને નુકસાનના કિસ્સામાં તેમની જવાબદારીથી છટકી શકશે નહીં.
SMS દ્વારા બેંકો મોકલી રહી છે માહિતી :
આ સાથે જ બેંકોને એ જોવાનું રહેશે કે ગ્રાહકે લોકરના નવા નિયમો હેઠળ એગ્રીમેન્ટ પર સાઇન કર્યું છે કે નહીં. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેંક (PNB) સહિત દેશની અન્ય બેંકો તેમના ગ્રાહકોને આ ફેરફારો વિશે માહિતી આપી રહી છે. આ બેંકો તેમના ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા નવા નિયમોની માહિતી શેર કરી રહી છે. PNBએ મોકલેલા મેસેજમાં જણાવ્યું છે કે RBI ગાઈડલાઈન્સ અનુસાર 31 ડિસેમ્બર, 2022 પહેલા લોકરનો ઉપયોગ કરતા ગ્રાહકોએ બેંક ન્યૂ લોકર એગ્રીમેન્ટ કરાવવું જરૂરી છે.
1 જાન્યુઆરીથી દેખાશે આ ફેરફારો !
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે નવા નિયમો અનુસાર બેંકો માટે પણ કડક છે અને એ મુજબ બેંકોએ ખાલી લોકરની યાદી અને વેઈટીંગ લિસ્ટ બતાવવું જરૂરી રહેશે. આ સિવાય બેંકો તેના ગ્રાહકો પાસેથી એક સમયે એક સાથે વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી લોકરનું ભાડું વસૂલી શકશે. આ બધામાં સૌથી મોટી વાત એ છે કે નવા નિયમો અનુસાર ગ્રાહકને નુકસાન થવા પર બેંકની શરતોનો હવાલો આપીને વાતથી ફરી નહીં શકાય, એવી સ્થિતિમાં ગ્રાહકોની પૂરી ભરપાઈ થશે.
શરતોનો વિશે આંટીઘૂંટી આપી બેંક વાતમાંથી ફરી નહીં શકે :
અહીં ઉલ્લેખનીય છે કે આરબીઆઈના સુધારેલા નિયમો અનુસાર બેંકોએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે તેમના દ્વારા કરવામાં આવેલા લોકર કરારમાં કોઈ અન્યાયી શરતો ન હોય, જેમાં ગ્રાહકોને નુકશાન થવા પર બેંકે તેની વાત સાંભળવી પડશે. આરબીઆઈએ બેંક ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે નિયમોમાં આ ફેરફાર કર્યો છે. ઘણી વખત એવું જોવા મળે છે કે બેંકો કરારમાં ઉલ્લેખિત શરતોને ટાંકીને તેમની જવાબદારીઓથી દૂર રહે છે.
લોકર માટે રિન્યૂ માટે અગ્રીમેન્ટ કરવો પડશે :
જો તમે તમારી કીમતી ચીજવસ્તુઓને બેંકમાં રાખવા માટે લોકર રાખ્યું હોય કે લેવાનું વિચારી રહ્યા હોય તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના લોકરના નિયમો વિશે જાણકારી હોવી જરૂરી છે. જણાવી દઈએ કે લોકરના નવા નિયમો 1 જાન્યુઆરી, 2022થી અમલમાં આવી ગયા છે અને 1 જાન્યુઆરી, 2023 સેફ ડિપોઝિટ લોકર હોલ્ડર્સને નવા લોકર કરાર માટે પાત્રતા દર્શાવવી પડશે અને રિન્યૂ માટે અગ્રીમેન્ટ કરવો પડશે. આમ થશે તો જ બેંકનું લોકર મળશે.
લોકર ચાર્જિસ રિવાઈઝ થશે :
SBI અનુસાર બેંક લોકરની ફી વિસ્તાર અને લોકરના કદના આધારે 500 થી 3,000 રૂપિયા સુધીની હશે અને મેટ્રો અને મેટ્રોપોલિટન વિસ્તારોમાં, બેંક નાના, મધ્યમ, મોટા અને વધારાના મોટા લોકર માટે 2,000, 4,000, 8,000 અને12,000 રૂપિયા ચાર્જ કરે છે. અર્ધ-શહેરી અને ગ્રામીણ સ્થળોએ, બેંક નાના, મધ્યમ, મોટા અને વધારાના મોટા કદના લોકર માટે 1,500, 3,000, 6,000 અને 9,000 રૂપિયા ચાર્જ કરે છે.
એગ્રીમેન્ટ હેઠળ મળતી લોકર સુવિધા :
PNB લોકર એગ્રીમેન્ટ પોલિસી અનુસાર ગ્રાહકને લોકર આપતા સમયે બેંક તે ગ્રાહક સાથે કરાર કરે છે અને આ કરાર હેઠળ લોકરની સુવિધા આપવામાં આવે છે. લોકર એગ્રીમેન્ટની નકલ કાગળ પર બંને પક્ષો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવે છે, જે લોકર ભાડે લેનારને તેના અધિકારો અને જવાબદારીઓ જાણવા માટે આપવામાં આવે છે.
આ પણ વાંચો :-