ભારતનું નામ ઈન્ડિયામાંથી આવું કરી નાખો’, આણંદના સાંસદે સંસદમાં ઉઠાવ્યો મુદ્દો, કરી નાખી આ મોટી વાત

Share this story

Change the name of India from India

  • આણંદના સાંસદ મિતેશ પટેલે સંસદ સત્રમાં દેશનું નામ ઈન્ડિયાની જગ્યાએ ભારત અથવા ભારતવર્ષ રાખવા માગ કરી છે.આ મુદ્દો તેમને સદનમાં ઉઠાવ્યો છે.

આણંદના સાંસદ મિતેશ પટેલે (Mitesh Patel) દેશના નામનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો છે. જેમાં તેમણે ભારતનું નામ ઇન્ડિયામાંથી ભારતવર્ષ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી. આ સાથે તેમણે એવુ પણ કહ્યું હતું કે ઈન્ડિયા નામ અંગ્રેજોની ગુલામીનું પ્રતિક છે. આથી ભારતનો વારસો અને વૈભવને ધ્યાનમાં રાખી નામ બદવામાં આવે તે જરૂરી છે. આ મામલે સંસદમાં દેશના નામનો મુદ્દો ઉઠાવી માંગ કરી હતી.

હાલ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ દરમિયાન ઈન્ડિયા નામ બદલવા રજૂઆત કરાઈ છે. તેઓએ કહ્યું કે અંગ્રેજોના સમયમાં ભારતને ઈન્ડિયા નામથી સંબોધન કરવામાં આવતું હતું. ત્યારે ગુલામીના ચિન્હોને દૂર કરવા સંસદમાં રજુઆત કરવામાં આવી છે. ભારત વર્ષનું નામ આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

ભારતના નામનો ઈતિહાસ :

ભારતના અલગ-અલગ કાળખંડમાં અલગ-અલગ નામ રહ્યા છે. ભારતને પ્રાચીન સમયમાં જમ્બુદ્વીપ તરીકે ઓળખવામાં આવતો હતો તો ભારતખંડ, હિમવર્ષ, અજનાભવર્ષ, ભારતવર્ષ પણ ભારતના નામ રહ્યા છે. વધુમાં આર્યાવર્ત, હિન્દુસ્તાન, ઈન્ડિયા પણ ભારતના નામ રહ્યા છે. અંગ્રેજો સિંધુ નદીને ઈન્ડસ કહેતા અને ઈન્ડસ ઉપરથી ઈન્ડિયા શબ્દ આવ્યો હતો. વધુમાં સિંધ શબ્દ વ્યાપક અર્થમાં નદી અને સાગર એમ બંને રીતે થાય છે.સિંધ શબ્દ પરથી હિંદ અને હિંદ પરથી હિંદુસ્તાન શબ્દ આવ્યો હોવાનું મનાય છે.

ભારત, નામ અને ચર્ચા :

ઉલ્લેખનીય છે કે જૂન 2020માં ભારતનું નામ બદલવા અરજી થઈ હતી. અરજદારે માંગ કરી હતી કે ઈન્ડિયા શબ્દ ગ્રીક ભાષામાંથી આવ્યો છે બંધારણના અનુચ્છેદ-1માં ફેરફાર કરીને દેશનું નામ માત્ર ભારત રાખવા માંગ કરાઈ હતી. જો કે સુપ્રીમકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. અને કહ્યું હતું કે સુપ્રીમકોર્ટે કહ્યું કે બંધારણમાં પહેલેથી ભારતના નામનો ઉલ્લેખ છે જ.બંધારણમાં શરૂઆતમાં જ ઈન્ડિયા ધેટ ઈઝ ભારત એવો ઉલ્લેખ મળે છે.

આ પણ વાંચો :-