સરકારી ઓફિસોના ધક્કાથી બચવું હોય તો ઘરે બેઠાં ડાઉનલોડ કરો ઈ-રાશન કાર્ડ, જાણો સંપૂર્ણ પ્રોસેસ

Share this story

If you want to avoid the pressure

  • તમે તમારું રેશન કાર્ડ ક્યાંક રાખીને ભૂલી ગયા છો કે ખોવાઈ ગયું છે તો આ સમાચાર તમારા કામના છે. તમે ઘરે બેઠા તમારું ઈ-રાશન કાર્ડ (E Ration Card) ડાઉનલોડ કરી શકો છો.

રેશન કાર્ડ જ્યાં એકબાજુ તમારી ઓળખનો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તો બીજી તરફ વધતી મોંઘવારીમાં (inflation) ગરીબોને મફત રાશન અપાવવા માટે સૌથી જરૂરી દસ્તાવેજ પણ હોય છે. સરકાર દ્વારા દેશમાં ચલાવવામાં આવી રહેલી મફત રાશન યોજનાઓનો લાભ લેવા માટે તેની જરૂર પડે છે.

રેશન કાર્ડ મોંઘવારીના આ યુગમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ઓછા ભાવે રાશન આપવામાં મદદ કરે છે. એવામાં જો તમે તમારું રેશન કાર્ડ ક્યાંક રાખીને ભૂલી ગયા છો કે ખોવાઈ ગયું છે તો આ સમાચાર તમારા કામના છે. તમે ઘરે બેઠા તમારું ઇ-રાશન કાર્ડ (E Ration Card) ડાઉનલોડ કરી શકો છો ચાલો જાણીએ કઈ રીતે..

ઇ-રાશન કાર્ડ (Ration card) ડાઉનલોડ કોણ કરી શકે? આ પ્રશ્નનો જવાબ આપતા જણાવી દઈએ કે જો તમારો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર તમારા રેશન કાર્ડ સાથે લિંક હશે ત્યારે જ તમે ઈ-રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

ઈ-રાશન કાર્ડ (E Ration Card) ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારે nfsa.gov.in પર જવું પડશે. આ સરકારી સાઈટ ખોલતા જ તમને સાઈટના હોમપેજ પર રેશન કાર્ડનો વિકલ્પ દેખાશે જ્યાં તમને રાજ્ય પોર્ટલ પર રેશન કાર્ડની વિગતો જોવા મળશે.

સ્ટેટ પોર્ટલ પરના રાશન કાર્ડની વિગતો પર ક્લિક કરતા જ અલગ-અલગ રાજ્યોના નામ દેખાશે. ઉદાહરણ તરીકે આપણે ગુજરાત પર ક્લિક કર્યું તો ત્યાંથી સાઇટ તમને તે રાજ્યની ઓફિશિયલ સાઈટ પર લઈ જશે.

 ઈ-રેશન કાર્ડ  (E Ration Card) ડાઉનલોડ કરવા માટે તમારી પાસેથી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી માંગવામાં આવશે જેમ કે રેશન કાર્ડ નંબર, કુટુંબના વડાનું નામ, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ અને રજીસ્ટર મોબાઈલ નંબર. આ બધી જરૂરી માહિતી દાખલ કર્યા પછી OTP પ્રાપ્ત આવશે અને OTP દાખલ કર્યા પછી અને તમારું ઈ-રાશન કાર્ડ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે.

આ પણ વાંચો :-