જલ્દી કરો ! નહીં તો રહી જશો સસ્તું સોનું ખરીદવાની ઉત્તમ તક ! જાણો સરકારની આ સ્કીમ વિશે

Share this story

Hurry up! Otherwise

  • ગોલ્ડ બોન્ડમાં રોકાણ માટેની અરજીઓ 19 થી 23 ડિસેમ્બર સુધી સ્વીકારવામાં આવશે અને 27 ડિસેમ્બરે અરજદારોને બોન્ડ જારી કરવામાં આવશે.

હાલના દિવસોમાં સોનાનું (Gold) બજાર ઘણું ગરમ છે અને સોનાની કિંમતો ઝડપથી વધારો થઈ રહ્યો છે. હાલ સોનું 54 હજારને પાર થઈ ગયું છે. પણ આવી સ્થિતિમાં સરકાર માર્કેટ રેટ (Govt Market Rate) કરતા ઓછા ભાવે સોનું ખરીદવાની તક આપી રહી છે. જો તમે પણ સસ્તું સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો.

તો મોદી સરકાર તમારા માટે એક શાનદાર ઓફર લઈને આવી છે. જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સરકારી ગોલ્ડ બોન્ડ સ્કીમ ફરી શરૂ કરવામાં આવી છે. આરબીઆઈ આ સરકારી ગોલ્ડ બોન્ડ યોજના બે તબક્કામાં જારી કરશે એ મુજબ રોકાણની યોજના ડિસેમ્બર અને માર્ચમાં ખોલવામાં આવશે.

19 થી 23 ડિસેમ્બર સુધી રોકાણ કરવાની તક :

નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારી ગોલ્ડ બોન્ડ (SGB) યોજના પ્રથમ તબક્કા હેઠળ 19 થી 23 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. બીજા તબક્કામાં રોકાણકારોને 6 થી 10 માર્ચ સુધી તક મળશે. આજથી એટલે કે 19 ડિસેમ્બરથી સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ (SGB) 2022-23ની નવી શ્રેણી ખોલવામાં આવી છે. જણાવી દઈએ કે આ સ્કીમ હેઠળ માર્કેટ રેટ કરતા ઓછા ભાવે સોનું ખરીદીને રોકાણ કરી શકો છો. ભારતીય રિઝર્વ બેંક (RBI) સરકાર વતી સોવરિન ગોલ્ડ બોન્ડ જારી કરે છે.

આટલી હશે ગોલ્ડ બોન્ડની ઈશ્યૂ કિંમત :

જણાવી દઈએ કે રિઝર્વ બેંકે ગોલ્ડ બોન્ડની ઈશ્યુ પ્રાઇસ 5,409 રૂપિયા પ્રતિ ગ્રામ રાખી છે પણ તેને 5,359 રૂપિયા પ્રતિ ગ્રામના દરે પણ ખરીદી શકાય છે. આ કિંમતમાં સોનું ખરીદવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઈન અરજી કરનારા રોકાણકારોને રિઝર્વ બેંક દ્વારા પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે રોકાણકારોએ પેમેન્ટ પણ ઓનલાઈન કરવાનું રહેશે. આ સિવાય સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે રોકડ, ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા નેટ બેન્કિંગ દ્વારા ચુકવણી કરી શકાય છે.

કોણ રોકાણ કરી શકે છે?

નાણા મંત્રાલયે કહ્યું કે ગોલ્ડ બોન્ડમાં રોકાણ માટેની અરજીઓ 19 થી 23 ડિસેમ્બર સુધી સ્વીકારવામાં આવશે અને 27 ડિસેમ્બરે અરજદારોને બોન્ડ જારી કરવામાં આવશે. જણાવી દઈએ કે ગોલ્ડ બોન્ડની ઈશ્યૂ કિંમત 999 શુદ્ધતાના સોના પર આધારિત છે. સરકારે સોનામાં રોકાણ કરવા માટે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરી છે.

આ પણ વાંચો :-