WhatsApp પર આજે જ બંધ કરી દો આ ઓપ્શન, નહીં તો લીક થઈ શકે છે આ જરૂરી માહિતી

Share this story

Turn off this option on WhatsApp today

  • WhatsApp લાઈવ લોકેશનને બંધ કરવું ખૂબ જ સરળ બની જાય છે. તમારે તેને કેવી રીતે ચાલુ અને બંધ કરવું તે જાણવું જોઈએ.

WhatsAppના વિશ્વભરમાં 2 અબજથી વધુ યુઝર્સ છે. જરૂરી ફિચર્સના સંદર્ભમાં સામાજિક મેસેજિંગ એપ્લિકેશન (Social messaging app) લાઈવ લોકેશન સ્થાન પ્રદાન કરે છે જે યુઝર્સને એક ખાસ સમય માટે અન્ય યુઝર્સની સાથે પોતાના તેમના રીયલ-ટાઈમ લોકેશન શેર કરવાની સુવિધા આપે છે.

વોટ્સએપ લાઈવ લોકેશન ફીચર એ કંટ્રોલ કરવાની સુવિધા આપે છે કે તેમનું લાઈવ લોકેશન ક્યારે અને ક્યાં સુધી શેર કરવામાં આવે છે. તેઓ કોઈપણ સમયે અન્ય કોન્ટેક્ટ સાથે લાઇવ લોકેશન શેર કરવાનું બંધ કરી શકે છે.

લોકેશન ફિચર કઈ રીતે કરે છે કામ? 

WhatsApp મેસેજની જેમ લાઈવ લોકેશન ફીચર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે, જેનો અર્થ છે કે તમે જે લોકેશન શેર કરો છો તે તમારા સિવાય કોઈ જોઈ શકતું નથી. WhatsApp પર તમારું લોકેશન શેર કરતા પહેલા તમારે તમારા સ્માર્ટફોનના સેટિંગમાં WhatsApp માટે લોકેશન ફીચરને એક્ટિવ કરવું પડશે.

અહીં જાણો સ્ટેપ ટૂ સ્પેટ પ્રોસેસ  :

  • સૌથી પહેલા તમારે તમારા ફોનના સેટિંગમાં જવું પડશે.
  • અહીં એપ્લિકેશન્સ અને નોટિફિકેશન પર નેવિગેટ કરવાનું રહેશે.
  • એડવાન્સ ઓપ્શન્સ પર જાઓ અને પછી એપ પરમિશન પર જાઓ.
  • હવે લોકેશન પર ટેપ કરો અને વોટ્સએપ ઓન કરો.

WhatsApp પર બીજાની સાથે પોતાના લાઈવ લોકેશનને શેર કરવાની યોગ્ય રીત :

  • તમારા ફોન પર WhatsApp ખોલો.
  • યુઝર અથવા ગ્રુપ ચેટ પર જાઓ જ્યાં તમે લાઈવ લોકેશન શેર કરવા માંગો છો.
  • ચેટ વિન્ડોમાં, એટેચ > લોકેશન > લાઈવ લોકેશન શેર કરો પર ટેપ કરો.
  • અહીં તમે તે સમય પસંદ કરી શકો છો કે તમે કેટલા સમય સુધી તમારું લાઇવ લોકેશન શેર કરવા માંગો છો. પસંદ કરેલ સમય પછી તમારું લાઈવ લોકેશન શેર થવાનું બંધ થઈ જશે. જો તમે ઇચ્છો તો, તમે તમારું લોકેશન શેર કરતી વખતે કંઈક લખી પણ શકો છો.
  • હવે તમારે સેન્ડ પર ક્લિક કરવાનું રહેશે.

વોટ્સએપ પરથી પોતાનું લાઈવ લોકેશન શેર કરવાનું બંધ કઈ રીતે કરવું?

પર્સનલ ચેટ માટે :

સૌથી પહેલા તમારે વોટ્સએપ પર જઈ અને વ્યક્તિગત અથવા ગ્રુપ ચેટ ખોલો. પછી અહીં શેરિંગ બંધ કરો પર ટેપ કરો અને પછી સ્ટોપ પર ટેપ કરો.

ગ્રુપ ચેટ માટે :

સૌથી પહેલા તમારે વોટ્સએપ ઓપન કરીને ગ્રુપ ચેટમાં જવું પડશે. હવે તમારે મોર ઓપ્શન > સેટિંગ્સ > પ્રાઈવસી > લાઇવ લોકેશન પર ટેપ કરવાનું રહેશે. તે પછી સ્ટોપ શેરિંગ પર ટેપ કરો અને પછી સ્ટોપ પર ટેપ કરો.

તમને જણાવી દઈએ કે યૂઝર્સ તેમના ફોનના સેટિંગમાં જઈને કોઈપણ સમયે WhatsApp માટે લોકેશન પરમિશનને ડિસેબલ કરી શકે છે. આ માટે યુઝર્સે એપ્લીકેશન્સ અને નોટિફિકેશન પર જવું પડશે, પછી એડવાન્સ્ડ, એપ્લિકેશન પરમિશન્સ, લોકેશન પર નેવિગેટ કરવું પડશે અને પછી વોટ્સએપ માટે લોકેશન પરમિશનને ડિસેબલ કરવું પડશે.

આ પણ વાંચો :-