ધારાસભ્ય બનતાની સાથે ભૂપત ભાયાણીએ કેમ આપી ઉગ્ર આંદોલનની ચીમકી ? સરકાર સામે કર્યા અનેક સવાલો

Share this story

Why did Bhupat Bhayani start a violent movement

  • ગુજરાતમાં સરકાર રચવાના દાવા કરનાર આમ આદમી પાર્ટી પાંચ સીટો પર સમેટાઈ ગઈ. ચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટીનો સૂર બદલાયો.

હાર બાદ તેના દરેક નેતાઓએ આપેલા નિવેદન પ્રમાણે હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં (Aap Gujarat) પોતાના પાંચ ધારાસભ્યો સાથે ગૃહમાં પ્રજાના પ્રશ્નો ઉઠાવશે.ત્યારે વિસાવદરના ધારાસભ્ય (Visavdar MLA) ભૂપત ભાયાણીએ (Bhupat Bhayani) જનતા માટે અવાજ ઉઠાવવાનું શરુ પણ કરી દીધું છે. ખેડૂતોની સમસ્યાઓને લઈને તેમણે સરકારને આંદોલનની ચીમકી આપી છે.

વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી ચૂંટાયેલા ધારાસભ્ય ભૂપત ભાયાણીએ સરકારને ચીમકી આપી છે કે ના છુટકે આંદોલન કરવા માટે મજબૂર ન કરો. વાત જાણે એમ છે કે વિધાનસભાની ચૂંટણી વખતે ખેડૂતોને 10 કલાક વીજળી મળતી હતી. જે હવે ઘટાડીને 8 કલાક કરી દેવાઈ છે. બસ આ જ પ્રશ્ન મુદ્દે ભૂપત ભાયાણીએ સરકાર સામે બાંયો ચઢાવી છે અને જનતાના દરેક પ્રશ્નના જવાબ આપવા માટે બંધાયેલી સરકારને ભૂપત ભાયાણીએ સવાલો કર્યા છે.

સરકાર સામે કર્યા સવાલો :

ભૂપત ભાયાણીએ કહ્યું છે કે, મજૂરો કપાસ ઉતારી રહ્યાં છે એ કપાસના ભાવ જૂઓ એક જ ધડાકે 100થી 150 રુપિયા થઈ ગયા.ખેડૂતો ખુબ ચિંતામાં મુકાઈ ગયા છે. ચૂંટણી હતી ત્યારે 10 કલાક વીજળી આપતા હતા હવે 8 કલાક જ થઈ ગઈ છે. તો હું સરકારને પૂછવા માગું છું કે વીજળી ઓછી આપવાનું કારણ શું છે.

ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ચૂંટણી સમયે ખેડૂતોની જરુરિયાત ઓછી હતી પણ હવે સિઝનમાં જરુરિયાત હોવા છતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. તો ક્યાં કારણોસર એ વીજળી ઓછી અપાઈ રહી છે. એ હું સરકારને પૂછવા માગુ છું.

આંદોલનની આપી ચીમકી :

ભૂપત ભાયાણીએ સરકારને કડક સ્વરમાં ચીમકી આપતા એવું પણ કહ્યું કે, ખેડૂતો સાથે થતો અન્યાય હવે બંધ કરવો જ પડશે. જો આ રીતે ખેડૂતો હેરાન-પરેશાન થતા નહીં અટકે તો ન છુટકે અમારે આંદોલનના પગલા લેવા પડશે. તો સરકાર ખેડૂતોને સમય પર વીજળી આપવાના વાયદા અનેકવાર કરી ચૂકી છે. પણ સવાલ એ છે કે આમ આદમી પાર્ટીના આ ધારાસભ્યની ચીમકી પર સરકાર ધ્યાન આપે છે કે પછી ધારાસભ્ય કોઈ આંદોલન કરશે ?

આ પણ વાંચો :-