પિતા વિહોણી 300 દીકરીઓને પરણાવશે સવાણી પરિવાર, 1 લાખ લોકો લેશે અંગદાનના સોગંદ

Share this story

Savani family will marry 300 fatherless daughters

  • સવાણી ગ્રુપ દ્વારા આયોજીત લગ્ન સમારોહમાં આ વર્ષે પિતા ગુમાવનારી 300 દીકરીઓના લગ્ન કરવામાં આવશે. જેમાં સવાણી પરિવારના પણ દીકરા-દીકરી લગ્નની ગ્રંથીએ જોડાશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ પી.પી. સવાણી ગ્રુપ (P.P. Savani Group) દ્વારા સુરતમાં ફરીથી માતા-પિતાની છત્રછાયા ગુમાવનારી દીકરીઓ માટે સમૂહ લગ્નનું (Group Marriage) આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં સવાણી પરિવાર 300 દીકરીઓને પરણાવશે.

જેમાં 4 મુસ્લિમ અને 1 ખ્રિસ્તી દીકરીઓના પણ તેમના ધર્મ પ્રમાણે લગ્ન કરાવવામાં આવશે. આ સમારોહ 24 અને 25 ડિસેમ્બર એમ બે દિવસ યોજાશે. જે 300ના લગ્ન થવાના છે. તેમાં અલગ-અલગ સમાજ અને જાતિમાંથી આવતી દીકરીઓનો સમાવેશ થાય છે.

મહત્વની વાત એ છે કે આ લગ્ન સમારોહમાં સવાણી પરિવારના દીકરા-દૂકરીના પણ લગ્ન કરવામાં આવશે. જણાવી દઈએ કે મહેશ સવાણીના સગા ભાઈઓના દીકરા-દીકરી પણ આ સમારોહમાં જ પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે.

જણાવી દઈએ કે મહેશ સવાણી અને તેમનો પરિવાર દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરે છે. અત્યારસુધીમાં તેઓ 4,872 થી વધુ નિરાધાર દીકરીઓને લગ્નમાં મદદ કરી ચૂક્યા છે. આ લગ્ન સમારોહમાં હિંદુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી ધર્મની છોકરીઓ તેમના જીવનસાથી સાથે લગ્નના તાંતણે બંધાશે.

જણાવી દઈએ કે લગ્ન સમારોહ સિવાય 1 લાખથી વધુ લોકો એક સાથે અંગદાન માટે સોગંદ લઈને એક વિક્રમ સર્જશે. આ સાથે જ, 1000 વિદ્યાર્થી દત્તક યોજના અંતર્ગત જે બાળકે માતા પિતા ગુમાવ્યા છે. દિવ્યાંગ અથવા આર્થિક નબળા પરિવારના બાળકોને દત્તક લેવામાં આવશે.

જેમાં આ દીકરા-દીકરીઓને JEE/NEET/CA/UELTS અને SAT તેમજ વિવિધ પરીક્ષાની તૈયારી તેમજ ડોક્ટરી, સીએ સહિતના અભ્યાસ માટે તેમને આર્થિક તેમજ શૈક્ષણિક મદદ કરવામાં આવશે.

લગ્ન સમારોહ બાદ જો દીકરીને કોઈ તકલીફ ન પડે તે માટે પણ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, મેડિકલ સહાય, વિધવા સહાય, શૈક્ષણિક સહાય, દીકરીઓના લગ્ન, અકસ્માત વીમો, લોન સુવિધા સહિતના અનેક લાભો પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો :-