જો જો હો ! કોઈ તમારા દસ્તાવેજથી ખેલ ન કરી જાય, સોશિયલ મીડિયામાંથી ફોટા લઈ બારોબાર લોન લેવાઈ, આવી રીતે ફૂટ્યો ભાંડો

Share this story

If yes! No one can play with your documents

  • રાજ્યમાં ખોટા દસ્તાવેજો આપીને છેતરપીંડી કરવાના બનાવોમાં વધારો થવા પામ્યો છે. ત્યારે આવો જ એક બનાવ મેઘરજમાં બનવા પામ્યો છે.

રાજ્યમાં ખોટા દસ્તાવેજો (False documents) આપીને છેતરપીંડી કરવાના બનાવોમાં વધારો થવા પામ્યો છે. ત્યારે આવો જ એક બનાવ મેઘરજમાં બનવા પામ્યો છે. જેમાં એસઆરપી (SRP) જવાનના નામે  ખોટા દસ્તાવેજો બનાવડાવી કોઈ પણ કોમર્શિયલ મિલકત (Commercial property) ન હોવા છતાં ખોટા પુરાવા ઉભા કરી બેંકમાંથી લોન લઈ બેંક સાથે છેતરપીંડી કરતા મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

બે ભેજાબાજોએ ખોટા ભાડા કરાર કર્યા :

મેઘરજના મૂળ વતની અને એસઆરપી જવાન તરીકે ફરજ બજાવતા આશીશભાઈ ધોબી જેઓએ મેઘરજ માં કોઈ જ પ્રકારની કોમર્શિયલ મિલકત ધરાવતા ન હોવા છતાં તેમના નામે ખોટા પુરાવા ઉભા કરી બે ભેજાબાજ વ્યક્તિઓએ મેઘરજની બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાંથી લાખો રૂપિયાની લોનની રકમ ઉપાડી લીધી હતી. ભેજાબાજોએ ખોટા ભાડા કરાર અને નોટરી કરી લોનના કાગળો બેંકમાં રજુ કર્યા હતા.

મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી :

ત્યારે એસઆરપી જવાનના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પાસપોર્ટ સાઈઝ ફોટા પણ મેળવી લેવાયા હતા એસઆરપી જવાનના નામે લાખો રૂપિયાની લોન ઉધરી ગઈ હોવાનું ધ્યાનમાં આવતા આશીશભાઈ ધોબી નામના જવાને મેઘરજ પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજ રજૂ કરી લાખોની લોન મેળવી લેનારા મેઘરજ તાલુકાના રોલા ગામના રાવળ ભીખાભાઈ હીરાભાઈ અને મોડાસા તાલુકાના રામપુર- શીનાવાડ ગામના મનહરભાઈ પુનાભાઈ ખાંટ સામે ફરિયાદ નોંધાવતા મેઘરજ પોલીસે તપાસ શરૂ કરી છે.

બેંક મેનેજર શું કહે છે :

આ બાબતે બેંક મેનેજર નિકુંજ ચૌધરીએ જણાવ્યું હતું કે આશિષ ધોબીના નામે કોઈએ લોન લીધી નથી. પરંતું આશિષભાઈ ધોબીને દુકાનના માલિક બનાવીને અન્ય બે વ્યક્તિ દ્વારા ભાડા કરાર કરીને લોન લેવામાં આવી છે. ત્યારે બેંકમાં લોનનો હપ્તો નિયમિત ન ભરતા હોઈ આ બાબતની જાણ થવા પામી છે. ત્યારે આરોપીઓ દ્વારા અત્યાર સુધી માત્ર લોનનું વ્યાજ જ ચૂકવવામાં આવ્યું છે. જ્યારે લોનની રકમ ચૂકવવાની બાકી છે. આ બાબતે અમે લીંગલ નોટીસ મોકલી છે.

આ પણ વાંચો :-