Whatsapp has confirmed! Explosive features
- મેટાની ઓનરશિપવાળી મેસેજિંગ એપ વોટ્સએપમાં જલદી યૂઝર્સને એક નવું ફીચર મળવાનું છે. જેની સાથે તે વીડિયો કોલ્સ દરમિયાન પણ ફોન પર બીજી એપનો ઉપયોગ કરી શકશે. આ ફીચર આવતા વર્ષે રોલઆઉટ કરવામાં આવશે.
લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ Whatsapp માં સતત નવા ફીચર્સ સામેલ કરવામાં આવી રહ્યાં છે અને દરેક નવા ફીચર્સને એપમાં સામેલ કરતા પહેલા બીટા વર્ઝનમાં (Beta version) ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ બીટા વર્ઝનમાં સામેલ કરવામાં આવેલા દરેક ફીચર્સ એપમાં સામેલ થાય તે જરૂરી હોતું નથી. હવે વોટ્સએપે એક નવા ફીચરને કન્ફર્મ કરી દીધુ છે.
વોટ્સએપે બ્લોગ સાઇટમાં (WhatsApp Blog Site) કન્ફર્મ કર્યું છે કે જલદી એપલ આઈફોન યૂઝર્સને પિક્ચર-ઇન-પિક્ચર મોડનો ફાયદો મળવા લાગશે. આ ફીચરની સાથે વીડિયો કોલ દરમિયાન પણ ફોન ચલાવી શકાશે અને કોલમાં સામેલ લોકોને વીડિયો નાની વિન્ડોમાં દેખાતો રહેશે.
યૂઝર્સને ક્યારે મળશે નવો PIP મોડ?
મેટાની ઓનરશિપવાળી એપે બ્લોગમાં લખ્યું- આઈઓએસમાં પિક્ચર ઇન પિક્ચર મોડઃ હવે બીટા ટેસ્ટિંગમાં છે અને વર્ષ 2023માં રોલઆઉટ કરવામાં આવશે. મિનિમાઇઝ્ડ ઇન-કોલ વીડિયો સ્ક્રીનની સાથે મલ્ટીટાસ્કિંગ કરવું કોલ દરમિયાન સરળ થઈ શકે છે. અત્યારે વીડિયો કોલ દરમિયાન એપ મિનિમાઇઝ કરવા પર વીડિયો દેખાવાનો બંધ થઈ જાય છે.
આ રીતે કામ કરશે PIP મોડ ફીચર :
વોટ્સએપ અપડેટ્સની જાણકારી આપનાર પ્લેટફોર્મ WABetainfo એ જણાવ્યું કે વોટ્સએપનું પિક્ચર-ઇન-પિક્ચર મોડ તે રીતે કામ કરશે જેમ ફેસબુક અને યૂટ્યૂબ જેવી એપ્સ માટે કામ કરે છે. આ એપ્સ પર પ્લે કરેલા વીડિયો સ્ક્રીનના એક ભાગ પર ફ્લોટિંગ વિન્ડોમાં જોવા મળે છે અને હવે આમ વોટ્સએપ વીડિયો કોલ દરમિયાન પણ થશે.
એટલે કે સ્ક્રીન પર તમે કોઈપણ એપને એક્સેસ કરી રહ્યાં હોવ, ફ્લોટિંગ વિન્ડોમાં વોટ્સએપ વીડિયો કોલ ચાલતો રહેશે અને બાકી માટે તમારો વીડિયો ડિસેબલ થશે નહીં. આવો વિકલ્પ અત્યારે માઇક્રોસોફ્ટ ટીમ્સ જેવી મોબાઇલ એપ્સમાં આપવામાં આવે છે.
આ પણ વાંચો :-