દારૂ પીને મૃત્યુ પામનારને એક પૈસો પણ વળતર નહીં મળે, નકલી દારૂના કારણે મોત પર CM નીતિશે કહ્યું….

Share this story

Those who die after drinking alcohol

  • બિહાર વિધાનસભામાં સીએમ નીતિશે સ્પષ્ટ કહ્યું કે જો દારૂ પીવાથી મૃત્યુ થાય છે તો તેના માટે વળતર આપવામાં આવશે નહીં. પ્રતિબંધથી પરિસ્થિતિ સુધરી છે. તેમણે કહ્યું કે અમે સૌના હિત માટે કામ કરી રહ્યા છીએ.

બિહારમાં (Bihar) નકલી દારૂના કારણે થયેલા મોતને લઈને હોબાળો મચી ગયો છે. છાપરામાં નકલી દારૂ પીવાથી 50 લોકોના મોત થયા છે. વિપક્ષ નીતીશ કુમાર (Nitish Kumar) સરકાર પર આક્રમક છે. પરંતુ મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ વિપક્ષો સામે વળતો પ્રહાર કરવામાં પીછેહઠ કરી રહ્યા નથી. બિહાર વિધાનસભામાં સીએમ નીતિશે સ્પષ્ટ કહ્યું કે જો દારૂ પીવાથી (Drink Alcohol) મૃત્યુ થાય છે તો તેના માટે વળતર આપવામાં આવશે નહીં.

પ્રતિબંધથી પરિસ્થિતિ સુધરી છે. તેમણે કહ્યું કે અમે સૌના હિત માટે કામ કરી રહ્યા છીએ. અમે પ્રચાર કરીએ છીએ કે પીશો તો મરી જશો. તેને ગુજરાત રાજ્યનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ત્યાં પણ  આટલા લોકો મૃત્યુ પામ્યા. તે માત્ર એક દિવસની વાત હતી. તે પછી કોઈએ ચર્ચા કરી નહીં.

ભાજપે વિરોધ કર્યો હતો :

બિહાર વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ ભાજપના ધારાસભ્યોએ હંગામો શરૂ કર્યો હતો. તેઓ વેલમાં આવ્યા અને મુખ્યમંત્રી નીતિશ કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, ‘દારૂના કારણે થયેલા મૃત્યુ વિશે પૂછવામાં આવી રહ્યું છે કે તે ક્યાં સુધી બંધ થશે. તો અમે કહીશું કે દારૂના સેવનથી મૃત્યુ થશે તેવું સ્પષ્ટ લખ્યું છે. સરકાર આ સમગ્ર મામલે ગંભીર છે અને આ ઘટનામાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મુખ્યમંત્રી નીતિશ કુમારે CPI ધારાસભ્ય સતેન્દ્ર કુમારની માંગ પર સખત વાંધો વ્યક્ત કર્યો હતો. સતેન્દ્ર કુમારે મૃતકોના પરિજનોને વળતરની માંગ કરી હતી. નીતિશ કુમારે કહ્યું, જેઓ દેશ પર રાજ કરી રહ્યા છે. તેમના રાજ્યની શું હાલત છે. ત્યાં પણ પ્રતિબંધ છે. આજે આપણે અલગ થઈ ગયા છીએ તેથી તેઓ હોબાળો કરી રહ્યા છે. દારૂ પીને મૃત્યુ પામનારને અમે વળતર તરીકે એક પૈસો પણ નહીં આપીએ.

મૃત્યુનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો :

છાપરામાં ઝેરી દારૂ પીવાથી મોતનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. એક વકીલે સીજેઆઈની બેંચ સમક્ષ વહેલી સુનાવણીની માંગ કરી છે. પરંતુ સીજેઆઈએ વહેલી સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, જો મામલો આટલો મહત્વપૂર્ણ હતો.

તો તમારે ઉલ્લેખિત સૂચિમાં સામેલ કરવું જોઈતું હતું. હવે શિયાળુ વેકેશન બાદ જાન્યુઆરીમાં જ સુનાવણી શક્ય બનશે. અરજીમાં તપાસ માટે એસઆઈટીની રચના અને પીડિતોને યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-