Are you a Gutka Bandani
- GST કાઉન્સિલની 48મી બેઠક આજે યોજાવાની છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ (GST Council)ની બેઠક શનિવારે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં વિવાદો ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ટેક્સની જોગવાઈઓમાં સ્પષ્ટતા લાવવા માટે એક ડઝનથી વધુ નિયમોમાં ફેરફાર કરવા પર વિચારણા થઈ શકે છે.
GST કાઉન્સિલની 48મી બેઠક (GST Council Metting)માં પાન-મસાલા અને ગુટખા જેવી વસ્તુઓ પર વધારાનો ટેક્સ લગાવવા પર વિચારણા થઈ શકે છે. હકીકતમાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (GoM)ના રિપોર્ટમાં ગુટખા કંપનીઓની કરચોરીના મામલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે જ એક્સ્ટ્રા ટેક્સ લાદવાની પણ વાત કરવામાં આવી હતી.
38 વસ્તુઓ પર પ્રસ્તાવ :
બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ મુજબ, ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (GOM)એ એક ‘સ્પેસિફિક ટેક્સ આધારિત વસૂલાત’નો પ્રસ્તાવ મૂક્યો છે. પેનલે કુલ 38 વસ્તુઓ પર વિશિષ્ટ ટેક્સ લાદવાનો પ્રસ્તાવ મુક્યો છે. આમાં પાન-મસાલા, હુક્કા, ચિલમ, તમાકુ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ વસ્તુઓની છૂટક વેચાણ કિંમત પર 12 ટકાથી લઈને 69 ટકા સુધીનો વધારાનો ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ છે. હાલમાં તેના પર 28 ટકાના દરે GST વસૂલવામાં આવે છે.
કરચોરી રોકવામાં મળશે મદદ :
ઓડિશાના નાણામંત્રી નિરંજન પૂજારીની આગેવાની હેઠળની પેનલે આ મુદ્દે પોતાનો અંતિમ રિપોર્ટ સુપરત કર્યો છે. શનિવારે GST કાઉન્સિલની બેઠકમાં તેને રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જો રિપોર્ટ મંજૂર થાય છે, તો આ ક્ષેત્રોમાં રિટેલર અને ડિસ્ટ્રિબ્યુટર બંને સ્તરે આવકના લીકેજને રોકવામાં મદદ મળશે.
કેટલો વધશે ટેક્સ?
ધારો કે કોઈ પાંચ રૂપિયાના પાન-મસાલાના પેકેટ પર ઉત્પાદક 1.46 રૂપિયાનો GST ચૂકવે છે. પછી ડિસ્ટ્રીબ્યૂટર રૂ.0.88 ચૂકવે છે. આ રીતે કુલ રૂ.2.34નો ટેક્સ ભરાયો. હવે પ્રસ્તાવિત પગલા મુજબ, ટેક્સ આઉટગો કમોબેશ 2.34 રૂપિયાથી રહેશે. પરંતુ ઉત્પાદક 2.06 રૂપિયા અને ડિસ્ટ્રીબ્યુટર અને રિટેલરને 0.28 રૂપિયા ચૂકવશે.
આ પણ વાંચો :-