માથે તિલક અથવા ચોટી રાખી આવતા વિદ્યાર્થી પર એસિડથી અટેક કરવાની ખાનગી શાળાએ આપી ધમકી

Share this story

A private school has been accused

  • હરિયાણાના યમુનાનગરમાં સ્કૂલ ટીચર પર ફરીથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. આ વખતે ઘટના ડીએવી પબ્લિક સ્કૂલમાંથી સામે આવી છે.

હરિયાણાના (Haryana) યમુનાનગરમાં સ્કૂલ ટીચર પર ફરીથી ધાર્મિક ભાવનાઓને (Religious Spirit) ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. આ વખતે ઘટના ડીએવી પબ્લિક સ્કૂલમાંથી સામે આવી છે. આરોપ છે કે ડીએવી પબ્લિક સ્કૂલના (DAV Public School) શિક્ષકોએ ચોટી રાખવા અને માથા પર તિલક લગાવીને આવતા વિદ્યાર્થીઓના ચહેરા પર એસિડ ફેંકવાની ધમકી આપી છે.

આ વાતથી પીડિત વિદ્યાર્થીઓ ડરી ગયા છે. તેમણે ઘરે આવીને પોતાના વાલીઓને આપબીતી સંભળાવી હતી. જેને લઈને પરિવારના લોકો ખૂબ જ નારાજ છે. જોત જોતામાં મામલો હિન્દુ સંગઠનો સુધી પહોંચી ગયો અને ગુસ્સે થયેલા હિન્દુ સંગઠનના લોકો વાલીઓ સાથે સ્કૂલમાં પહોંચી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.

આચાર્યએ શાણપણ વાપરીને સ્કૂલના શિક્ષકોની ભૂલ સ્વિકારી અને માફી માગી મામલો શાંત પાડ્યો હતો. વાલીઓના જણાવ્યા અનુસાર તેમના બાળકો 11માં અને 12માં ક્લાસમાં ભણે છે. ઘરથી મળેલા સંસ્કારોને લઈને તેઓ પોતાના ધર્મ અને સંસ્કૃતિથી પ્રેરાઈને માથે તિલક અને ચોટી રાખતા હોય છે. જો કે શાળામાં આવતા બાળકોને શિક્ષકોએ ચોટી અને તિલક લગાવીને નહીં આવવાની ધમકી આપી હતી. જો આવું કરશે તો એસિડ ફેંકવાની ધમકી આપી હતી.

બે મહિના પહેલા પણ થયો હતો વિવાદ :

અહીં ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા પણ આ પ્રકારની ઘટના કેમ્પની સરકારી સ્કૂલમાં થઈ હતી અને હિન્દુ સંગઠન દ્વારા સ્કૂલ પ્રાંગણમાં જઈને ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યાર બાદ આરોપી શિક્ષકે માફી માગી લોકોનો ગુસ્સો શાંત કર્યો હતો.

આ પણ વાંચો :-