શું જાન્યુઆરીમાં ફરી આવશે રૂ.1 હજારના નોટ ! જાણો વાયરલ થયેલા મેસેજ પર સરકારે શું કરી સ્પષ્ટતા

2 Min Read

Will the notes of Rs. 1 thousand come again in January

  • સોશ્યલ મીડિયામાં ફેક ન્યૂઝ એટલા આવે છે કે શું સાચું તે શોધવું મુશ્કેલ બન્યું છે. નોટબંધીને લઈને તમને પણ કોઈ મેસેજ આવ્યો હોય તો જાણી લો શું છે સચ્ચાઈ.

ભારતમાં નોટબંધી (Demonetisation) 6 વર્ષ વીતી ગયા તેની અસર એવી રહી કે આજે પણ નોટબંધીને લઈને ચર્ચા ગમે ત્યારે સોશ્યલ મીડિયામાં ઉઠી જતી હોય છે. એવામાં હાલમાં જ એક વીડિયો વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે ચલણી નોટોને લઈને.

શું છે સત્ય ? 

સોશ્યલ મીડિયામાં વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલી જાન્યુઆરીથી ભારત સરકાર ફરીથી 1000ની ચલણી નોટો શરૂ કરી દેશે. જોકે આ મેસેજ તદ્દન ખોટો છે. ખુદ સરકારના જ વિભાગ PIB દ્વારા ટ્વિટ કરીને સમગ્ર દાવા મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે અને અપીલ પણ કરી છે કે આવા મેસેજ ફોરવર્ડ ના કરશો.

ખોટા છે તમામ દાવા :

નોંધનીય છે કે વાયરલ વીડિયોમાં તો એવા એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે 2000 ની નોટ હવે બંધ થઈ જવાની છે અને લોક માત્ર 50 હજાર રૂપિયા જ જમા કરવાની મંજૂરી મળશે. માત્ર 10 જ દિવસ સુધીના જ મહેમાન છે 2000ના નોટ. જોકે જો તમારામાં પણ આવા મેસેજ આવે તો તેને ફોરવર્ડ ન કરતાં કારણ કે સરકારે જ સમગ્ર મામલે સ્પષ્ટતા આપી દીધી છે.

નોંધનીય છે કે પીએમ મોદીએ વર્ષ 2016માં દેશભરમાં નોટબંધી કરીને 500 અને 1000ના નોટ રદ્દ કરી નાંખ્યા હતા અને કારણ આપવામાં આવ્યું હતું કે બ્લેક મની સામે લડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article