મહારાષ્ટ્રના રાજકારણમાં થઈ શકે છે ફરી નવાજુની ? હવે  આ નેતાને સીએમ બનાવવા માંગ ઉઠી 

Share this story

Can there be a reshuffle in Maharashtra politics

  • મહારાષ્ટ્રનું (Maharashtra) રાજકારણ (Politics) ફરી એક વાર કરવટ બદલી શકે તેવા સંકેતો મળી રહ્યા છે. જેમાં ખરેખર ભૂકંપ આવવાના એધાણો દેખાઈ રહ્યા છે. વાસ્તવમાં મુખ્યમંત્રીની (Chief Minister) ખુરશી ઉપર કોઈ ટકી શક્યું નથી તે એક હકીકત છે.

ભાજપ (BJP) સામે ચૂંટણી લડ્યા બાદ શિવસેનાએ મુખ્યમંત્રી પદની લાલચમાં આવી જઈને આઘડી મહાગઠબંધનની સાથેની સરકાર રચી હતી. જો કે ઉદ્ધવ ઠાકરે વધુ સમય સુધી સીએમ પદ ઉપર ટકી શક્યા ન હતા. પોતાની જ પાર્ટીના મોટા નેતા એકનાથ શિંદેએ (Eknath Shinde) શિવસેનાના 40થી વધુ ધારાસભ્યોને તોડીને બીજેપીના સમર્થનથી નવી સરકાર બનાવી છે. હવે એકનાથ શિંદે મહારાષ્ટ્રના સીએમ છે. બીજી તરફ ભાજપ સરકારમાં પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) એકનાથ શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.

ભાજપના નેતાએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી :

પરંતુ હવે ભાજપના એક નેતાએ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. આનાથી રાજનીતિક ગલીયારાઓમાં ફરી એક વાર ચર્ચાનું વાતાવરણ ગરમાયું છે. પોતાની જ પાર્ટીના મોટા નેતા એકનાથ શિંદેએ શિવસેનાના 40થી વધુ ધારાસભ્યોને તોડીને બીજેપીના સમર્થનથી નવી સરકાર બનાવી છે.

હવે એકનાથ શિંદે મહારાષ્ટ્રના સીએમ છે. બીજી તરફ ભાજપ સરકારમાં પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યા હતા. હવે ભાજપના એક નેતાએ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે.

ભાજપના નેતાના આવા નિવેદન લઇ રાજકારણની હવા બદલાઈ :

ઉલ્લેખનીય છે કે નાગપુરમાં એક જાહેર કાર્યક્રમમાં બીજેપી નેતા બાવનકુલેએ કહ્યું કે જ્યાં સુધી હું બીજેપીના રાજ્ય એકમનો અધ્યક્ષ છું ત્યાં સુધી ફડણવીસને મુખ્યમંત્રી બનવું જોઈએ. આ પછી તેણે … કહીને વાક્ય અધૂરું છોડી દીધું અને પછી થોડીવાર માટે અટકી ગયો. પ્રેક્ષકોમાંના ઘણા લોકોએ ‘મુખ્યમંત્રી’ શબ્દની બૂમો પાડ્યા પછી બાવનકુલેએ તેમનું ભાષણ ચાલુ રાખતા કહ્યું, “આપણે બધાએ એવી રીતે કામ કરવાની જરૂર છે કે હવે ફડણવીસને મુખ્ય પ્રધાન પદ મળે.”

આ પણ વાંચો :-