અમદાવાદીઓ સાવધાન ! અમદાવાદમાં લાગશે નવા 2146 CCTV, ટ્રાફિક નિયમો તોડનારની ખેર નહીં

Share this story

Attention Ahmedabadi

  • હાલમાં શહેરમાં કુલ 212 જંક્શન પર 2351 સીસીટીવી કેમેરા છે. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ કરનારાને રોજના સરેરાશ 5 હજાર મેમો અપાય છે.

અમદાવાદમાં (Ahmedabad) હવે ટ્રાફિક નિયમો તોડનાર લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ હવે અમદાવાદમાં ટ્રાફિક જંક્શન પર નવા 2146 નવા CCTV કેમેરા લાગશે. જોકે હાલમાં શહેરમાં કુલ 212 જંક્શન પર 2351 સીસીટીવી કેમેરા છે. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ કરનારાને રોજના સરેરાશ 5 હજાર મેમો અપાય છે. જોકે હવે નવા 4 હજાર 497 કેમેરા થશે જેનાથી ઈ-મેમોની (E-Memo) સંખ્યા પણ બે ગણી વધી જશે.

ટ્રાફિક નિયમો તોડનારની ખેર નહીં :

અમદાવાદીઓ હવે ટ્રાફિક નિયમો તોડતા પહેલા ચેતી જજો. કારણકે AMC દ્વારા હવે નવા 2146 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવશે. જેને કારણે ઈ-મેમોની સંખ્યા પણ બે ગણી વધી જશે. નોંધનીય છે કે હાલ અમદાવાદ શહેરમાં કુલ 212 જંક્શન પર 2351 સીસીટીવી કેમેરા છે. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ કરનારાને રોજના સરેરાશ 5 હજાર મેમો અપાય છે.

વધુ CCTV કેમેરાથી શું ફાયદો થશે ? 

AMC દ્વારા નવા 2146 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવાયા બાદ હવે કુલ 4497 કેમેરા થશે. જેનાથી ઈમેમોની સંખ્યા પણ બે ગણી વધી જશે. આ સાથે વધુ CCTV કેમેરા હોવાથી સ્ટંટબાજ, ભાગેડુ આરોપી પણ પકડાશે.

આ પણ વાંચો :