વર્ષોથી હશે કબજિયાતની સમસ્યા તો પણ આ રીતે મળશે હંમેશા માટેનો છૂટકારો, દવાની પણ નહીં પડે જરૂર

Share this story

Even if you have had the problem of constipation

  • કબજીયાત એક સામાન્ય સમસ્યા છે, જેમાં વ્યક્તિ મળ ત્યાગ કરી શકતો નથી એટલેકે તેનુ આખુ પેટ સંપૂર્ણપણે સાફ થતુ નથી. ખોટી ખાનપાન અને ખરાબ જીવનશૈલીના કારણે વારંવાર લોકોને આ મુશ્કેલી થાય છે.

જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં ત્રણથી વધુ વખત મળ ત્યાગ કરી શકતો નથી તો તેનુ આખુ પેટ સાફ થતુ નથી. એટલેકે તે કબજીયાતની (Constipation) બિમારીથી પીડિત છે. કબજીયાત જેમ-જેમ જૂની થતી જાય છે, તેના કારણે વ્યક્તિને પેટમાં દુ:ખાવો (Abdominal pain), ગેસ અને પાચન તંત્રમાં ગડબડ જેવી અનેક પરેશાનીઓ થાય છે. આવી સ્થિતિમાં તેનાથી છૂટકારો મેળવવો ખૂબ જરૂરી છે. કબજીયાતના ઘણા કારણો હોઇ શકે છે.

જેમાં ડિહાઈડ્રેશન, ફાઈબરવાળા ભોજનનું ઓછું સેવન, શારીરીક ગતિવિધિની કમી, અમુક પ્રકારની દવાઓ, પાચનમાં ગડબડ અને આંતરડાના બેક્ટેરિયામાં અસંતુલન વગેરેનો સમાવેશ થાય છે. તેથી અમે અહીં કબજીયાતને દૂર કરવા માટે કેટલાંક ખાદ્ય પદાર્થોનુ સુચન આપી રહ્યાં છે, જેનુ સેવન તમારા મળને નરમ કરવામાં મદદ કરી શકે છે અને તમને કબજીયાતમાંથી છૂટકારો અપાવી શકે છે.

સૂકી રાસબરી કરે છે પેટ સાફ :

જો તમે દરરોજ કબજીયાતથી ઝઝૂમી રહ્યાં છો તો તમારે સૂકી રાસબરીનુ સેવન કરવુ જોઈએ. જેના માટે બે થી ત્રણ સુકી રાસબરી આખી રાત પાણીમાં પલાળી દો અને સવારે ભૂખ્યા પેટે તેનુ સેવન કરો. જેના સેવનથી તમને કબજીયાતમાં છૂટકારો મળી શકે છે, કારણકે તેમાં અઘુલનશીલ ફાઈબર, સોર્બિટોલ અને ક્લોરોજેનિક એસિડ હોય છે, જે જુલાબની જેમ પ્રભાવી થાય છે. તમે તેને જ્યુસરૂપે પણ લઇ શકો છો.

કબજીયાતમાંથી છૂટકારો મેળવવા આ શાકભાજીનુ કરો સેવન :

તમારા ભોજનમાં દરરોજ સારી અલગ-અલગ રંગબેરંગી શાકભાજીઓને એડ કરો. કારણકે તેમાં રહેલ ફાઈબર તમારા મળને બહાર નિકાળવામાં મદદ કરે છે. પાલક, ફૂલાવર, કોબીજ જેવી શાકભાજીઓ ઓવરઓલ હેલ્થ માટે ખૂબ સારી છે. આ સાથે પેટ સાફ કરવામાં પણ મદદ કરે છે. કારણકે આ વિટામિન અને ખનીજનો એક મોટો સ્ત્રોત છે. જો તમને બ્લોટીંગ જેમકે પેટ ફૂલવુ, ખાટ્ટા ઓડકાર આવવા જેવી સમસ્યાઓ છે. તો તમારે આ શાકભાજીને બાફીને ખાવી જોઈએ.

આ પણ વાંચો :-