જો તમે ચેકથી પેમેન્ટ કરતાં હોવ તો પહેલાં આ નિયમ વાંચી લેજો નહીંતર જવું પડશે જેલમાં

Share this story

If you are paying by cheque

  • આજના સમયમાં ઓનલાઈન પેમેન્ટનું ચલણ ઘણું વધી ગયું છે. મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન પેમેન્ટ કરવાનું પસંદ કરે છે, પરંતુ આજના સમયમાં પણ મોટી સંખ્યામાં લોકો ચેકનો ઉપયોગ કરે છે.

બદલાતા સમયની સાથે આર્થિક વ્યવહારની (Financial transactions) મેથડ એટલેે કે પદ્ધતિ પણ બદલાઈ છે. હવે ડિજિટલ યુગ શરૂ થઈ ગયો છે, આજે આંગળીઓના ટેરવે મોબાઈલના એક ક્લિક બટનથી પર દુનિયા ચાલે છે. તમામ આર્થિક વ્યવહારો હવે ઓનલાઈન પેમેન્ટથી (Online payment) થાય છે. જોકે એવા સમયે પણ તમે જુની પદ્ધતિને અનુસરી શકો છો.

જૂની પેમેન્ટ સિસ્ટમ પણ હજુ ચાલુ છે. જેમાં ચેક દ્વારા લેવડ-દેવડ કરવામાં આવે છે. શું તમે પણ ચેકથી પેમેન્ટ કરો છો? તમે પણ ચેકથી વ્યવહાર કરતા હોવ તો આ સમાચાર તમારે ખાસ જાણવા જોઈએ. જાણો Cheque Bounce સંબંધિત આ નિયમો, નહીં તો તમારે જેલ જવું પડી શકે છે

આજના સમયમાં ઓનલાઈન પેમેન્ટનું ચલણ ઘણું વધી ગયું છે. મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન પેમેન્ટ કરવાનું પસંદ કરે છે. પરંતુ આજના સમયમાં પણ મોટી સંખ્યામાં લોકો ચેકનો ઉપયોગ કરે છે. જો તમારું નામ પણ આવા લોકોમાં સામેલ છે, તો તમારે ચેક સાથે જોડાયેલા તમામ નિયમો જાણવા જોઈએ.

નહિંતર જો ચેક બાઉન્સ થાય છે, તો કેટલાક ખાસ સંજોગોમાં, દંડ ભરવાની સાથે, તમારે જેલ પણ જવું પડી શકે છે. Cheque Bounce કેટલાક ચોક્કસ સંજોગોમાં ગુનાહિત કૃત્ય ગણવામાં આવે છે. આમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881 હેઠળ સજાની જોગવાઈ કરવામાં આવી છે. અમે આ લેખમાં તેના વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ.

ચેક આપતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો :

હંમેશા એકાઉન્ટ payee ચેક ઈશ્યૂ કરો.
ચેક પરની સહી બેંકમાં નોંધાયેલ હોવી આવશ્યક છે.
તમારા ખાતામાં પર્યાપ્ત બેલેન્સ હોવું જરૂરી છે.
ચેક પરની માહિતી કાળજીપૂર્વક ભરો.

ચેક બાઉન્સ ક્યારે થાય ?

કોઈ વ્યક્તિ દ્વારા જારી કરાયેલા ચેક બાઉન્સ થવાના ઘણા કારણો હોઈ શકે છે. ચેક આપનારના ખાતામાં ઓછું બેલેન્સ, બેંક ખાતામાં જમા થયેલ ચેક અને ચેક પર સહી મેચ ન થવી. ચેક પર લખેલ એકાઉન્ટ નંબર સાચો ન હોવો અને ઘણી વખત ખરાહ થયેલ ચેક પણ બેંક દ્વારા ક્લિયર કરાતા નથી.

શું છે ચેક બાઉન્સનો નિયમ?

ચેક બાઉન્સ થવાના કિસ્સામાં બેંક દ્વારા લાદવામાં આવેલો પ્રથમ દંડ ચેક જારી કરનાર પર હોય છે. જો કે, દંડની રકમ ચેક બાઉન્સ થવાના કારણ અને બેંક પર આધારિત છે. જો આ જારીકર્તાના ખાતામાં ઓછા બેલેન્સને કારણે ચેક બાઉન્સ થાય છે. તો તેને ગુનાહિત શ્રેણીમાં સામેલ કરવામાં આવશે. નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881 હેઠળ વ્યક્તિ સામે કાર્યવાહી થઈ શકે છે અને ચેક જારી કરનારને બે વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

આ પણ વાંચો :-