કોંગ્રેસ સત્તામાં આવતા જ અદાણી ગ્રુપના બે સિમેન્ટ પ્લાન્ટ કરવા પડ્યાં બંધ, ભાવ પહોંચ્યા આસમાને

Share this story

As soon as Congress came to power

  • હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીની સરકારે કામકાજ ચાલુ કરી દીધું છે. જોકે કોંગ્રેસના સત્તા પર આવવાની સાથે જ હિમાચલ પ્રદેશમાં અદાણી ગ્રુપની બે જાયન્ટ સિમેન્ટનું ઉત્પાદન કરનારા પ્લાન્ટ બંધ થઈ ગયા છે.

કોંગ્રેસની (Congress) સરકાર બન્યા ને હજી ગણતરીના દિવસો થયા છે. તેમાં અચાનક સિમેન્ટ પ્લાન્ટ (Cement plant) બંધ થઈ ગયા છે. તેથી હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) સિમેન્ટના ભાવ આસમાને પહોંચી ગયા છે.

હિમાચલ પ્રદેશ સિમેન્ટ પ્લાન્ટ બંધ થવા પાછળ રાજકીય કારણ હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે. જોકે હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુક્ખૂએ કહ્યું હતું કે આ પૂરું પ્રકરણ કાયદાકીય વ્યવસ્થાથી જોડાયેલું છે.

ફેકટરી યુનિયન અને અદાણી સમુહ વચ્ચે વિવાદ છે. સરકારના પ્રયાસ છે કે બંને વચ્ચેની સમસ્યાનો ઉકેલ આવી જાય. ના યુનિયનનું નુકસાન થાય, ના ફેકટરીનું નુકસાન થાય એવું સરકાર ઈચ્છે છે.

સિમેન્ટના વધતા ભાવને લઈને હિમાચલ પ્રદેશ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે સિમેન્ટના ભાવ ઓછા કરવા જ પડશે. અન્ય રાજયમાં સિમેન્ટ સસ્તી મળે અને હિમાચલ પ્રદેશમાં ઊંચા ભાવે વેચાત તે કદી સાંખી નહીં લેવાય..

આ પણ વાંચો :-